ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા

Tripoto
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi

સુરગુજા જિલ્લામાં ઘણા પ્રવાસન સ્થળો છે, જેની સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે, તેમાંથી એક છે રામગઢ ટેકરી, તે મુખ્યત્વે સૌથી પ્રાચીન રંગભૂમિ અને મહાકાવ્ય મેઘદૂતની રચનાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. આવો જાણીએ અહીં આવેલા રામગઢ પહાડો અને જોગીમારા ગુફા, સીતાબેંગરા ગુફા વિશે.

રામગઢ પર્વત હેટ (ટોપી) આકારનો છે. રામગઢ ભગવાન રામ અને મહાકવિ કાલિદાસ સાથેના જોડાણને કારણે શોધનું કેન્દ્ર બન્યું છે. એક પ્રાચીન માન્યતા અનુસાર, ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે વનવાસમાં રહ્યા હતા, અહીં રામના તપના કારણે જોગી મારા, સીતાના નામે સીતા બેંગરગા અને લક્ષ્મણના નામે લક્ષ્મણની ગુફા પણ અહીં આવેલી છે.

Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi

રામગઢ ટેકરી ઉદયપુર ડેવલપમેન્ટ બ્લોક પાસે અંબિકાપુર-બિલાસપુર રોડ પર અંબિકાપુરથી લગભગ 50 કિમી દૂર આવેલું છે. તે સમુદ્રની સપાટીથી 3,202 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ દેશનું સૌથી જૂનું થિયેટર છે, જેમાં ત્રણ રૂમ છે. સીતા બેંગરાની ગુફાને પથ્થરમાંથી ગેલેરીની જેમ કોતરવામાં આવી છે. તેની લંબાઈ 44.5 ફૂટ અને પહોળાઈ 15 ફૂટ છે. પ્રવેશદ્વાર ગોળાકાર છે અને દિવાલો સીધી છે. આ ગેટ 6 ફૂટ ઊંચો છે, પરંતુ અંદર ગયા પછી તે માત્ર 4 ફૂટ જ ઊંચો છે.

થિયેટરને ઇકો ફ્રી બનાવવા માટે દિવાલોમાં છિદ્રો કરવામાં આવ્યા છે. ગુફામાં જવા માટે ટેકરી કાપીને પગથિયાં બનાવવામાં આવ્યા છે. રામગઢ પર્વતના નીચલા શિખર પર સ્થિત "સીતાબેંગરા" અને "જોગીમારા" ની ગુફાઓ વિશ્વના સૌથી જૂના રોક થિયેટર છે. આ ગુફાઓની ઉત્પત્તિ ઇસ.પૂર્વે મોર્ય કાળની હોવાનું માનવામાં આવે છે. જોગીમારા ગુફામાં મૌર્ય કાળની બ્રાહ્મી લિપિમાંના શિલાલેખો મળી આવ્યા છે અને સીતાબેંગરા ગુફામાંથી ગુપ્તકાળની બ્રાહ્મી લિપિમાંના શિલાલેખો મળી આવ્યા છે.

Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi

જોગીમારા ગુફા: આ ગુફાની બીજી રસપ્રદ વિશેષતા એ છે કે તેમાં સૌથી પ્રાચીન ભારતીય ભીતચિત્રો છે. જોગીમારા ગુફામાં લગભગ 8 શિલ્પો છે. આ મૂર્તિઓ 2,000 વર્ષથી વધુ જૂની છે. આ ગુફાની લંબાઈ 15 ફૂટ, પહોળાઈ 12 ફૂટ અને ઊંચાઈ 9 ફૂટ છે. તેની દિવાલોની અંદર ચીકણા વજ્રનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. ગુફાની છત આકર્ષક બહુરંગી આર્ટવર્કથી ઢંકાયેલી છે. આ ચિત્રોમાં તોરણ, પાંદડા-ફૂલો, પશુ-પક્ષીઓ, નર-દેવતા-દાનવો, સૈનિકો અને હાથીઓ સહિતની વસ્તુઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગુફામાં ચિત્રોની મધ્યમાં પાંચ યુવતીઓ બેઠી છે.

Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi

સીતાબેંગરા ગુફાઃ દંતકથા અનુસાર, ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન લક્ષ્મણ અને સીતા સાથે અહીં આવ્યા હતા. સીતાજીએ તેમના વનવાસ દરમિયાન જે ગુફામાં આશ્રય લીધો હતો તે ગુફા "સીતાબેંગરા" તરીકે જાણીતી થઈ. થિયેટરની શૈલીમાં, આ ગુફાઓ કલા પ્રેમીઓ માટે તીર્થસ્થાન ગણાય છે. આ ગુફા 44.5 ફૂટ લાંબી અને 15 ફૂટ પહોળી છે.

Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi

હાથી પોલઃ સીતાબેંગરા પાસે એક ટનલ પેસેજ છે જે હાથી પોળ તરીકે ઓળખાય છે. તે લગભગ 180 ફૂટ ઊંચું છે. તેમાં 55 ફૂટ ઊંચો પ્રવેશદ્વાર છે. આ ટનલમાં હાથીઓ સરળતાથી ફરી શકે છે, તેથી તેને હાથી પોલ કહેવામાં આવે છે.

Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi
Photo of ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા by Paurav Joshi

અન્ય દંતકથા અનુસાર, જ્યારે રાજા ભોજે પ્રસિદ્ધ કવિ કાલિદાસને ઉજ્જયિનીમાંથી ભગાડ્યા ત્યારે તેમણે અહીં આશ્રય લીધો અને આ ટેકરીઓ પર બેસીને મહાકાવ્ય મેઘદૂત લખ્યું. આ સ્થાન પર જમીનની સપાટીથી લગભગ 10 ફૂટ ઉપર "કાલિદાસમ" કોતરેલું જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું

હવાઈ માર્ગે: દારિમા એરપોર્ટ, અંબિકાપુર

ટ્રેન દ્વારા: અંબિકાપુર રેલ્વે સ્ટેશન અને ત્યાંથી બસ સ્ટેન્ડ અને પછી ત્યાંથી બીજી બસ અથવા ટેક્સી લો

રોડ દ્વારા: અંબિકાપુર બસ સ્ટેન્ડ અને ત્યાંથી બીજી બસ અથવા ટેક્સી લો

તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads