શું તમે પહાડોની ખુલી ઠંડી હવામાં શ્વાસ લેવા ઈચ્છો છો, પરંતુ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડથી બચવા ઈચ્છો છો? ઉત્તરાંખડના સૌથી પ્રખ્યાત પહાડી શહેર નૈનિતાલ, દેહરાદૂન અને મસૂરી હવે પહેલાની જેમ શાંત અને ખાલી નથી રહ્યા. હવે સમય આવી ગયો છે કે તમે તમારી રજાઓ વિતાવવાની રીતમાં ફેરફાર કરો અને એક કદમ આગળનું વિચારો અને બીજા બધા પ્રવાસીઓથી ખુદને અલગ કરીને તમારી રજાઓ શાંતિથી માણો.
તેના માટે નિમરાણા હોટેલ્સે બનાવેલ રામગઢ બંગલો એક સારો વિકલ્પ છે. રામગઢ બંગલો નિમરાણા સમૂહના પ્રમુખ ‘૨૩ નોન હોટલ' હોટલોનો ભાગ છે. રામગઢ નૈનિતાલથી માત્ર ૧ કલાકના ડ્રાંઈવિંગ ડિસ્ટન્સ પર એક નાનું શહેર છે જે પહાડોથી ઘેરાયેલું છે અને પ્રકૃતિની વચ્ચે એક સરસ જગ્યા છે. રામગઢ બંગલોને તેની વિન્ટેજ શૈલી ખાસ બનાવે છે જેનાથી તમને એવું લાગે છે કે તમે કોઈ રસ્કિન બોન્ડની કહાનીના પાત્ર છો.
ક્યાં છે રામગઢ બંગલો?
નૈનિતાલથી ૩૫ કી.મી દૂર સ્થિત રામગઢ બંગલો પહોંચવા માટે નવી દિલ્લીથી લગભગ ૮ કલાક લાગે છે અને તમે જાતે ડ્રાઇવ કરીને સહેલાઈથી પહોંચી શકો છો. એક નાના પહાડની વચ્ચે બંગલો માત્ર શાંત વાતાવરણથી ઘેરાયેલો નથી પરંતુ તમે સાથે ભાગદોડની જિંદગી છોડીને અહી શાંતિથી રહી શકો છો. શાંતિ પસંદ હોય તેવા લોકો માટે તેનાથી સારી કોઈ જગ્યા નથી. કેમ્પસમાં ૬ બંગલા છે જ્યાં દરેક રૂમ અલગ અલગ થીમથી સજાવેલા છે જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
બધા બંગલા ખાસ કોલોનિયલ રીતથી તૈયાર કરેલ છે જેમાં આરામદાયક ફાયરપ્લેસ , મોટી આઉટડોર વિન્ડો અને ટેરેસમાં બગીચા છે. તમે ઈચ્છો તો જંગલના કિનારે વોકિંગ કરી શકો છો અને પ્રકૃતિની વચ્ચે આનંદ લઇ શકો છો. બંગલોની પાસે વાદીઓને જોતા જોતા ચાનો આનંદ લઇ શકો છો અને ડૂબતા સૂરજને જોવાનો આનંદ લઇ શકો છો જે તમને આ યાત્રાનો બેસ્ટ પાર્ટ લાગશે. ત્યાં તમને અખરોટના ઝાડ નીચે પુસ્તક વાંચતા વૃદ્ધ કપલ, બોનફાયર સળગાવીને ગ્રુપમાં બેસીને મસ્તી કરતા અંતાક્ષરી રમતા લોકો પણ જોવા મળશે. આ જગ્યા તમને કોઈ સપનાની દુનિયાથી ઓછી નહિ લાગે જ્યાં તમે ખુલીને જીવી શકશો.
બુકીંગ અને ખર્ચ
ઓલ્ડ બંગલો રૂમ્સ, વિસ્ટા વીલા રૂમ્સ , રોઝ કોટેજ, રાઈટર્સ બંગલો, અશોક વાટિકા અને ધ ક્લિફ હાઉસમાં તમે તમારી પસંદગીનો સ્યુટ નક્કી કરી શકો છો, જેમાં લગભગ બધામાં ૨-૩ રૂમ છે. રૂમ સામાન્ય રીતે ૨ થી ૪ લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તમે તમારી જરૂરત મુજબ બંગલો નક્કી કરી શકો છો. બંગલામાં રૂમના ભાવ બદલાતા હોય છે જે લગભગ ૧ રાતના ૪૦૦૦ રૂપિયા આસપાસ હોય છે. તમે ઈચ્છો તો ઓનલાઇન રૂમ બુક કરી શકો છો અથવા તો દિલ્લીના સેલ્સ ઓફિસથી +૯૧ ૧૨૪ ૪૬૬૬ ૧૬૬ પર અથવા reservations@neemranahotels.com પર સંપર્ક કરી શકો છો.
રામગઢમાં બીજું શું કરવું?
આ બંગલો બગીચાથી ઘેરાયેલો છે જેમાં ઘણા પ્રકારના ફાળો ના ઝાડ , પ્રાકૃતિક દ્રશ્યો અને બર્ડ વોચીંગની સુવિધા છે. રામગઢની આસપાસ નાના ટ્રેક અને પ્રવૃતિઓ માટે જઈ શકો છો. ઉત્તરાખંડના ૭ તળાવ રામગઢથી લગભગ ૧ કલાકની દુરી પર છે એટલે તમે અહી ચારેય તરફ સુંદર નજારા જોઈ શકો છો. મલ્લા રામગઢ બંગલોથી માત્ર ૭ કી.મી. દૂર છે જ્યાં તમે લોકલ માર્કેટ અને ત્યાંની સંસ્કૃતિને નજીકથી જોઈ શકો છો.
તેથી ભીડવાળી હિલ્સની યાત્રા કરવા કરતા રામગઢ બંગલોની યાત્રા કરવી અને પ્રકૃતિના પ્રેમનો અનુભવ કરવો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ