ભારતની ભૂમિને દેવોની ભૂમિ કહેવામાં આવે છે.ભારતની ભૂમિ સમગ્ર વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં ખુદ દેવી -દેવતાઓ પણ વારંવાર અવતાર લેવા ઇચ્છે છે.ભારતને આધ્યાત્મિકતાનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહિં ઘણા મંદિરો અને ઐતિહાસિક સ્મારકો છે. આજે હું એક એવી જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યો છું જે એ લોકો માટે એક સુંદર પ્રવેશદ્વાર છે જેઓ આધ્યાત્મિક સાંત્વના ચાહે છે અને તે જગ્યા છે આંધ્રપ્રદેશનુ "રામનનારાયણમ્ આધ્યાત્મિક થીમ પાર્ક".
આંધ્રપ્રદેશ ભારતનું એક સુંદર રાજ્ય છે જે તેના ધાર્મિક મંદિરો, ઐતિહાસિક ઈમારતો, કુદરતી સ્થળો અને દરિયા કિનારાઓ સાથે આ પ્રદેશની સમૃદ્ધ જૈવવિવિધતા માટે મહત્વનું સ્થળ છે. રામનનારાયણમ આધ્યાત્મિક થીમ પાર્ક વિજયનગરના જિલ્લા મુખ્યાલયથી 5 કિમી દૂર આવેલુ એક અદભુત આધ્યાત્મિક કેન્દ્ર છે. તે આંધ્ર પ્રદેશનું મનપસંદ પર્યટન સ્થળ છે. આ સ્થળ, કે જે ગયા વર્ષ સુધી સાવ અજાણ્યું હતું તે હવે પ્રવાસીઓ માટે એક નવું તીર્થ સ્થળ બની ગયું છે.
રામાનનારાયણ આધ્યાત્મિક થીમ પાર્ક
આ આધ્યાત્મિક થીમ પાર્ક ઘણી બાબતોમા અદ્વિતિય છે. તેની ડિઝાઈન આપણા પ્રાચીન સ્થાપત્ય પર આધારિત છે, જે હિન્દુ પૌરાણિક કથાઓનું જતન કરે છે. તે દેશનું પ્રથમ થીમ પાર્ક છે, જે રામાયણ પર આધારિત છે. રામાયણ, કે જે આપણું પવિત્ર, પૌરાણિક અને સૌથી લોકપ્રિય મહાકાવ્ય છે. જે દરેક હિન્દુઓ વાંચે છે.
રામાનનારાયણમ આધ્યાત્મિક થીમ પાર્ક લગભગ 15-20 એકરના વિશાળ વિસ્તારમાં ધનુષ અને બાણના આકારમાં બનેલ છે. મંદિરનું નિર્માણ NCS ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તે 18 મહિનાની અંદર તેની સ્થાપના બાદ વિજયનગરના સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક બની ગયું છે.
સવારે 10 વાગ્યાથી આ પાર્ક પ્રવાસીઓ માટે ખુલી જાય છે. પરંતુ ફરવા માટે સાંજનો સમય શ્રેષ્ઠ છે. તે સમયે સમગ્ર વિસ્તારની રંગબેરંગી લાઈટો આપણને એવો અહેસાસ કરાવશે કે આપણે સ્વર્ગમાં ઉતરી આવ્યા છીએ. ધનુષની લંબાઈ સાથે સુંદર મેગા ફુવારાઓ છે અને સાંજની ઠંડો પવન તેના સૌમ્ય સ્પર્શથી તમને પુન:જીવંત કરી મુકશે.
ધનુષ આકારના કોરિડોરમાં પ્રવેશ કરતા જ તમને પહેલા અડધા કોરિડોરમાં 35 ચિત્રો અને બીજા અડધા કોરિડોરમાં 40 એમ કુલ 70 ભીંતચિત્રો મળી આવશે. આ છેડે વિષ્ણુ, બીજ છેડે રામ મંદિર બનાવવાનું રહસ્ય અને ખુબ સુંદર રીતે બતાવવામા આવ્યુ છે કે ભગવાન વિષ્ણુએ રામ અવતાર તરીકે કેવી રીતે લીધો. જેમાં આખી રામાયણ દર્શાવવામાં આવી છે. આ સાથે અભય અંજનેય સ્વામીની 70 ફૂટ ઊંચી પ્રતિમા ધનુષના એક વિશાળ મંચ પર છે. મહાલક્ષ્મી અને સરસ્વતી દેવીની 12 ફૂટની મૂર્તિઓ પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે.
બિલ્ડિંગમાં બે માળ છે. ઉપર ધનુષના એક છેડે વિષ્ણુ મંદિર અને બીજા છેડે રામ સીતા લક્ષ્મણ મંદિર છે. તેની બરાબર ઉપર સર્વશક્તિમાન દેવતા ભગવાન ગણેશનું મંદિર પણ છે. આ મંદિર સંકુલમાં સીતારામ કલ્યાણ મંડપમ, વાલ્મિકી લાઇબ્રેરી, અંજનાદેવી બ્રેકફાસ્ટ હોલ, સબરી અન્ના પ્રસાદશાળા અને સુગ્રીવ ગોશાળા છે. રામાયણ દંતકથા સાથે સુયોજિત આ લીલા રંગના થીમ પાર્કની મુલાકાતનો અનુભવ બેહદ સુંદર તેમજ મનને આનંદ આપનારો હોય છે.
તમામ ઉંમરના લોકો અહીં આનંદ માણી શકે છે. વૃદ્ધો અને વિકલાંગો માટે પ્રવેશદ્વાર પર લિફ્ટ અને બેટરીથી ચાલતી કાર આપવામાં આવે છે. બાળકો માટે પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે વિશાળ જગ્યા છે. અહીંની રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે શાકાહારી ભોજન આપે છે.
કેવી રીતે પહોંચવું
રામનારાયણ એક અદભૂત આધ્યાત્મિક થીમ પાર્ક છે, જે વિજયનગરના દૂરસ્થ ખૂણામાં કોરુકોન્ડા રોડ પર સ્થિત છે. મંદિર વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ સાથે સારી રીતે જોડાયેલું છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ 50 કિમી દૂર છે અને આગામી ગ્રીન ઝોન ભોગાપુરમ એરપોર્ટ 15 કિમી દૂર છે. અહિં ટ્રેન અને રોડ દ્વારા પણ સરળતાથી પહોંચી શકાય છે.
વાંચવા બદલ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા સુંદર વિચારો અને રચનાત્મક પ્રતિસાદ શેર કરો.
તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.