રક્ષાબંધન પર ફરવા જવાનો છે પ્લાન...તો તમારા માટે આ છે બેસ્ટ ડેસ્ટિનેશન્સ ઓપ્શન.
રક્ષાબંધન..પ્રેમ..વિશ્વાસ, સ્નેહ અને સંભાળના વાયદાનો તહેવાર છે આ...ત્યારે પોતાના ભાઈને પ્રેમ અને રક્ષારુપી રાખડી બાંધનારી બહેનો માટે આ તહેવારને સ્પેશિયલ તો બનાવવો જ પડે. અને રક્ષાબંધનનો તહેવાર નજીક હોય ત્યારે સ્વાભાવિક રીતે દરેક ભાઈ પોતાની બહેનને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કોઈને કોઈ ગિફ્ટ કે સરપ્રાઈઝ વિશે વિચારે જ વિચારે...અને જો તમે હજી સુધી કંઈ પ્લાન નથી કર્યું તો એક બેસ્ટ પ્લાન છે પોતાની બહેનને સરસ મજાની ટ્રિપ ગિફ્ટ કરવાનો. ભાઈ-બહેનની જોડી આ ટ્રિપ પર ક્યાં ક્યાં ઘુમી શકે...ફરી શકે...મસ્તી કરી શકે..એન્જોય કરી શકે એ જગ્યાઓના ઓપ્શન્સ છે ઘણા બધા...તો ચાલો જાણીએ રક્ષાબંધન સ્પેશિયલ ડેસ્ટિનેશન્સ વિશે.
કશ્મીર- જમ્મુ અને કશ્મીર
ઝીલો...પહાડો...બાગ-બગીચા અને હરિયાળીની ખૂબસૂરતી નિહાળવા માટે બેસ્ટ ઓપ્શન છે કશ્મીરની વાદીઓ...એક પોપ્યુલર ટુરિસ્ટ પ્લેસ તો છે જ પરંતુ સાથે જ કશ્મીરમાં ઘુમવાનો...બરફથી છવાયેલા પહાડોની સુંદરતાનો નયનરમ્ય નજારો જોવાનો ઓપ્શન તમે તમારી બહેનને જરુરથી આપી શકો છો. તો શૉપિંગ કરવા માટે કશ્મીરની લોકલ માર્કેટ છે બેસ્ટ. તો જમ્મુ-કશ્મીરમાં આવેલું ગુલમર્ગ જે પીરપંજાલ રેંજની હિમાલય ઘાટીમાં આવેલું છે. હિલસ્ટેશન હોવા ઉપરાંત એક અદભુત સ્કીઈંગ ડેસ્ટિનેશન પણ છે..તો અહીં જવાનો અને આ જગ્યાને એક્સ્પ્લોર કરવાનો પ્લાન ગમશે બધાને.
ઉદયપુર- રાજસ્થાન
જો તમે ગુજરાતમાં છો તો સૌથી નજીકનું ડેસ્ટિનેશન છે રાજસ્થાનનું ઉદયપુર...ઝીલો અને તળાવોના શહેર તરીકે જાણીતું ઉદયપુર છે દરેક રીતે બેસ્ટ ડેસ્ટિનેશન. રક્ષાબંધન પર ભાઈ-બહેન પોતાના પરિવાર સાથે ઉદયપુરમાં ક્વૉલિટી ટાઈમ વિતાવી શકે છે..પોતાના સમૃદ્ધ વારસા માટે ફેમસ ઉદયપુરમાં ઐતિહાસિક કિલ્લા અને સ્મારકો છે..અહીંના લેકમાં આપ બોટિંગની મજા માણી શકો છો સાથે જ સાંજના સમયે તળાવના કિનારે બેસીને ડૂબતા સૂરજને જોવો અદભુત ફીલિંગ અપાવે છે. સ્ટ્રીટફુડ સ્પૉટ પર સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ પણ માણી શકો છો. આ ઉપરાંત આપને અહીં એકદમ ટ્રેડિશનલ રાજસ્થાની ભોજન લુભાવશે.
નૈનીતાલ- ઉત્તરાખંડ
રક્ષાબંધન પર સિબલિંગ્સની સાથે ઘુમવા ફરવાના ઈરાદા હોય તો નૈનીતાલ એક મસ્ત ડેસ્ટિનેશન છે ભાઈ. પર્યટકોની પસંદ બનેલા નૈનીતાલમાં આપ પોતાના ભાઈ-બહેનો સાથે ઝીલમાં બોટિંગ કરી શકો છો...વૉટરફૉલના આહ્લાદક નજારા જોઈ શકો છો અને મૉલ રોડ પર ઘુમી પણ શકો છો. અહીં આપને ઘણા બધા પહાડી અને તિબેટિયન સ્ટાઈલના સામાન જોવાનો અને ખરીદવાનો ચાન્સ મળી જશે..આ સમય આપના પરિવાર સાથે આ જગ્યા પર ફરવા જવા માટે એકદમ પરફેક્ટ છે.
ઋષિકેશ- ઉત્તરાખંડ
ઉત્તરભારતમાં ગંગા નદીના કિનારે હિમાલયની તળેટીમાં વસેલું ખૂબસૂરત શહેર છે ઋષિકેશ. સુકૂનભર્યા સમયને માણવા માટે આનાથી બેસ્ટ જગ્યા બીજી ન મળી શકે...ઋષિકેશથી વહેતી ગંગા નદીના સફેદ પાણીમાં રિવર રાફ્ટિંગ જેવી એડવેન્ચરસ રાઈડ માણવાની મોજ પણ કંઈક અલગ જ છે..તો ઋષિકેશમાં પહાડો પર ટ્રેકિંગ, કેમ્પિંગ, રૉક ક્લાઈમ્બિંગ, રેપલિંગ, કાયાકિંગ અને બંજી જમ્પિંગ જેવી એડવેન્ચરસ ,થ્રિલિંગ અને એન્ટરટેઈનિંગ એક્ટિવિટીઝ પણ એન્જોય કરી શકાય..તો બહેન સાથે આ રોમાંચક ટ્રિપ માણવાનો પ્લાન બનાવી શકાય.
ધર્મશાલા- હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના મહત્વના હિલસ્ટેશનમાં ધર્મશાલાનું નામ પણ આવે..અહીં બૌદ્ધ ધર્મના સ્થાપત્યો, કેન્દ્રો અને ઐતિહાસિક સ્મારકો મળી આવે છે. હરિયાળી પહાડીઓથી ઘેરાયેલા ધર્મશાલાને કુદરતી સૌંદર્ય ખોબલે ને ખોબલે મળ્યું છે. અહીંના માર્કેટમાં ઘુમવાની અને આ વિસ્તારની પ્રાકૃતિક ખૂબસૂરતીને માણવાની મજા જ કંઈ ઓર છે. તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ધર્મશાલાની સફર યાદગાર સંભારણું બનવાની પુરી ગેરંટી છે.
શિમલા- હિમાચલ પ્રદેશ
ભાઈ બહેન બંનેને જો બર્ફીલા પહાડી પ્રદેશ ગમે છે તો એક રોમાંચક સફર માટે શિમલા જઈ શકાય. શિમલા જવા માટે પરિવાર, કઝિન્સની સાથે ગ્રુપ ટ્રિપનો પ્લાન જરુરથી બનાવી શકાય. શિમલા હિમાચલ પ્રદેશનું સૌથી પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં કુદરતે ખોબલે ખોબલે સુંદરતા વિખેરી છે તો આ પ્રાકૃતિક સુંદરતાને માણતા ભાઈ-બહેન ઘણી બધી યાદો સેલ્ફી કે વીડિયોઝના રુપમાં પોતાના કેમેરામાં કેદ કરી શકે છે. શિમલાના લોકલ ટેસ્ટે ફુડને ખાવાની મજા માણવા ઉપરાંત ખરીદીનો લુત્ફ પણ ઉઠાવી શકે છે.
જિમ કોર્બેટ નેશનલ પાર્ક - ઉત્તરાખંડ
એડવેન્ચર ટ્રિપ પર જવા ઈચ્છતા ભાઈ-બહેન માટે ઉત્તરાખંડનું જિમ કોર્બેટ પાર્ક પણ એક સરસ મજાની હોલિડે પ્લેસ બની રહે છે. જિમ કોર્બેટ યુવા પર્યટકો માટે પહેલી પસંદ બને છે. અહીં વન્યસૃષ્ટિ ઉપરાંત પ્રકૃતિના આહલાદક નજારા જોવા મળે છે. વરસાદી વાતાવરણ વચ્ચે જિમ કોર્બેટ પાર્કમાં ફરવું એ એક દિલચસ્પ અનુભવ બની રહે, બહેન માટે ભાઈ તરફથી આવી થ્રિલિંગ અને માઈન્ડ બ્લોઈંગ ટ્રિપની ગિફ્ટ બેસ્ટ મેમરી બની રહેશે.
વારાણસી - ઉત્તરપ્રદેશ
ભગવાન શિવની નગરી કાશીમાં દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. ઉત્તરભારતમાં રક્ષાબંધન એ શ્રાવણનો અંતિમ દિવસ હોય છે..ત્યારે આ મોકા પર પોતાના ભાઈ કે બહેન સાથે બનારસની મુલાકાત અને કાશી વિશ્વનાથના દર્શન કરવાનો લહાવો લેવા જેવો છે. આ ઉપરાંત ગંગાઘાટ અને અન્ય મંદિરોની મુલાકાત લઈ શકો છો. વારાણસીમાં ઘણા મ્યુઝિયમ છે જે જોવા લાયક છે...તો અહીંના સ્ટ્રીટફુડનો કોઈ જવાબ નથી.
મથુરા-વૃંદાવન - ઉત્તરપ્રદેશ
મથુરા અને વૃંદાવનના મંદિરોમાં જન્માષ્ટમી ધૂમધામથી ઉજવવામાં આવે છે...અને તેની તૈયારી વહેલી શરુ કરી દેવામાં આવતી હોય છે. જો આપ રક્ષાબંધન પર કોઈ ટ્રિપનો પ્લાન કરવાનું વિચારો તો અહીં ચોક્કસથી જઈ શકો. ધાર્મિક દ્રષ્ટિએ મથુરા અને વૃંદાવનનું ખાસ મહત્વ છે..અહીં પ્રસિદ્ધ મંદિરો આવેલા છે તો તે સિવાય અહીં કંસ કિલ્લો અને ગવર્મેન્ટ મ્યુઝિયમ છે જે જોવાલાયક સ્થળો છે.
કોટાગિરી- તમિલનાડુ
દક્ષિણ ભારતના સૌથી જુના હિલસ્ટેશનમાંથી કોટાગિરી એક છે. કોટાગિરીમાં પોતાના ભાઈ-બહેનો સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરવા માટે બેસ્ટ જગ્યા છે. ઉટીથી 30 કિમી દૂર આવેલું કોટાગિરી કુદરતી ખૂબસૂરતીથી ભરપુર છે. અહીંના પહાડો, હરિયાળીની સુંદરતા અદભુત છે. અહીં જોવાલાયક જગ્યાઓમાં પિલર, કોડનાડ વ્યૂ પોઈંટ, કેથરિન ફોલ્સ, જોન સુલિવન મેમોરિયલ, લોન્ગવુડ શોલા અને એલ્ક ફોલ્સ કોટાગિરીનો સમાવેશ થાય છે.
અયોધ્યા – ઉત્તરપ્રદેશ
ભાઈ-બહેન રક્ષાબંદનના મોકા પર ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા જઈ શકે. આ પાવન નગરીમાં સરયૂ સ્નાન બાદ ભાઈ-બહેન એકબીજાને રાખડી બાંધીને ઈશ્વરના આશિર્વાદ મેળવી શકે. સાથે જ બહેન રામલલાને પણ રાખડી બાંધી શકે છે. અયોધ્યામાં રામમંદિર, હનુમાન ગઢી અને આસપાસના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરી શકે છે. સાંજના સમયે સરયૂ આરતીમાં શામેલ થઈ અદભુત નજારા વચ્ચે રક્ષાબંધનને ખાસ બનાવી શકે. અયોધ્યા ફરવા માટે ખિસ્સાને પરવડે તેવી જગ્યા છે. અહીં આપ બજેટ ટ્રિપ કરી શકો.
પાલી- રાજસ્થાન
મરુભૂમિ રાજસ્થાન બેસ્ટ ઓપ્શન્સ આપે છે રક્ષાબંધનની રજાઓ માણવા માટે. રાજસ્થાનમાં દરેક જિલ્લામાં કંઈક ને કંઈક ખાસ વાત અને માણવાલાયક સ્થળો જરુર છે...રાજસ્થાનનું પાલી ભલે નાનકડો જિલ્લો છે પરંતુ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે ઘણો જ ખાસ છે. બાંદી નદીના કિનારે વસેલું પાલી અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું છે. આ ઉપરાંત અહીં ઘણા જોવા લાયક ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ મળી આવે છે. અહીં ઓમ મંદિર, આદિશ્વર મંદિર, સુર્યનારાયણ મંદિર, રાણકપુર ડેમ, સમંદ લેકની મુલાકાત લઈ શકાય
તવાંગ – અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશમાં આવેલું તવાંગ હંમેશા ટુરિસ્ટ્સની પહેલી પસંદ બની રહે છે.. ટ્રેકિંગની મજા માણવા ઈચ્છો છો તો આપ તવાંગ જઈ શકો છો. અહીંનો શાંત માહોલ સુકુનભરી ક્ષણોની અનુભૂતિ કરાવશે..તો અહીં ગોરોચન પીક, સેલા પાસ , તવાંગ મોનેસ્ટ્રી જેવી જગ્યાઓ પર ઘુમવાનો લહાવો પણ લેવા જેવો છે. રક્ષાબંધન ટ્રિપને મજેદાર બનાવવા માટે તવાંગ બેસ્ટ પ્લેસ સાબિત થઈ શકે છે.
પાક્યોંગ-સિક્કિમ
પાક્યોંગ પૂર્વી હિમાલયની તળેટીમાં 3670 ફીટ ઉંચાઈ પર આવેલું શહેર છે..પાક્યોંગનો અર્થ થાય છે વાંસનું ધનુષ. આ રક્ષાબંધન પર અહીંનો પ્લાન બનાવી શકાય..જ્યાં સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ માણી શકો. પાક્યોંગ શહેર ગંગટોકથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલુ છે. કુદરતના નજારા માણવા ઉપરાંત અહીં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓર્કિડ્સ, રુમટેકમઠ, બોટનિકલ ગાર્ડનની મુલાકાત લઈ શકો.
ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે આપ આ જગ્યાઓને પોતાના લિસ્ટમાં કરી શકો છો શામેલ. તો રાહ શેની જોવાની. શરુ કરી દો રક્ષાબંધનને સ્પેશિયલ અંદાજમાં સેલિબ્રેટ કરવાનુંં બેસ્ટ હોલિડે પ્લાનિંગ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો