![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685091_1660575746_polish_20220815_202536191.jpg)
કદાચ જ કોઇ ભારતીય હશે જેને જલિયાંવાલા હત્યાકાંડ અંગે ખબર ન હોય, છેવટે આ ઘટના ભારતના સ્વતંત્રતા સંઘર્ષમાં એક બહુ મોટી ઘટના રહી છે અને ત્યાં સુધી કે આ જ કારણે સામાન્ય ભારતીયો સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થવા માટે પ્રેરિત થયા.
પરંતુ શું તમે અમારી વાત પર ભરોસો રાખશો જો અમે તમને કહીએ કે રાજસ્થાનમાં આનાથી પણ મોટો નરસંહાર જલિયાવાલા હત્યાકાંડથી 6 વર્ષ પહેલા થયો હતો, જેમાં અંદાજે 1500 લોકો શહીદ થયા હતા. પરંતુ આ જગ્યા અને આ ઇતિહાસ અંગે ઘણાં ઓછા લોકો જાણે છે. એટલે જ્યારે દરેક સ્વતંત્રના 75 વર્ષ ઉજવી રહ્યા છે, ત્યારે ભીલ જનજાતિના આપણા લોકોના બલિદાન અંગે બધાએ જાણવું જરૂરી છે.
એટલે આજે અમે તમને આ ઇતિહાસ અંગે જણાવવાની કોશિશ કરીશું અને સાથે જ આ જગ્યાની પોતાની યાત્રા અંગે જણાવીશું જ્યાં 17 નવેમ્બર, 1913ના રોજ નરસંહાર થયો હતો.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685099_1660574341_1660574340903.jpg)
જ્યારે અમે અમારી બાંસવાડા યાત્રાની યોજના બનાવી રહ્યાં હતા ત્યારે અમને આ જગ્યાની ખબર પડી જયાં વર્તમાનમાં રાજસ્થાન સરકાર દ્વારા વર્ષ 2002માં એક શહીદ સ્મારક બનાવાયું છે. આ નરસંહારના ઇતિહાસને જાણ્યા બાદ અમે નક્કી કર્યું કે અમે અમારી બાંસવાડા યાત્રા દરમિયાન આ સ્થાનની મુલાકાત જરૂર લઇશું.
આ જગ્યા બાંસવાડા શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર છે અને માનગઢ પહાડ સુધીના રસ્તાની સ્થિતિ સારી હતી અને બાંસવાડા શહેરથી આ સ્થાન સુધી પહોંચવામાં અમને લગભગ 1.5 થી 2 કલાકનો સમય લાગ્યો. માનગઢ ધામથી લગભગ 5 કિ.મી. દૂરથી અમે માનગઢ પહાડ અને ત્યાં સુધી કે પહાડના શિખર પર રહેલું સ્મારક જોઇ શકતા હતા.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685143_1660574545_1660574545314.jpg)
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685143_1660574625_1660574624850.jpg)
અમે ચોમાસા દરમિયાન મુલાકાત લીધી હતી, એટલે ચારેબાજુ હરિયાળી હતી. પર્વત પર ચડવા દરમિયાન અમે જોયું કે આ પહાડ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર છે. અંતમાં અમે પહાડના શિખરે પહોંચ્યા અને સ્મારકના પરિસરમાં પ્રવેશ કર્યો.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685173_1660574635_1660574635079.jpg)
પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો હતો...કેટલાક પર્યટકો સેલ્ફી અને તસવીરો લઇ રહ્યા હતા અને કેટલાક વેકેશનનો આનંદ લઇ રહ્યા હતા. સ્મારકને સુંદર બનાવાયું છે અને આ હીકકતમાં સારુ છે કે મોડે મોડે પણ તંત્રએ આ બલિદાનને મહત્વ આપ્યું અને આ સ્મારકનું નિર્માણ કર્યું.
અમે અમારા સ્વતંત્રતા આંદોલનમાં પણ આ સ્થાનના મહત્વનો અનુભવ કર્યો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પછી અમે આંતરિક શાંતિ મેળવવા માટે ત્યાં બેસીને કેટલોક સમય પસાર કરવાનો નિર્ણય કર્યો. ઉપરથી નજારો અદ્ધભુત હતો અને તમે આ જગ્યા પર શાંતિ અને હળવાશ સાથે કલાકો વિતાવી શકો છો.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685215_1660574654_1660574654044.jpg)
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685215_1660575554_1660575554337.jpg)
માનગઢનો ઇતિહાસ:
ગોવિંદ ગુરુ, એક સામાજિક કાર્યકર્તા હતા તથા આદિવાસીઓમાં અલખ જગાવવાનું કામ કરતા હતા. 1903માં તેમણે માનગઢને પોતાનું નિવાસ બનાવ્યું અને ત્યાંથી પોતાનું સામાજિક કાર્ય ચાલુ રાખ્યું. 17 નવેમ્બર 1913ના રોજ વાર્ષિક મેળાનું આયોજન થવાનું હતું. ગોવિંદ ગુરુના આહ્વાન પર, તે સમયે દુષ્કાળથી પ્રભાવિત હજારો વનવાસીઓએ કૃષિ પર વસૂલવામાં આવતા ટેક્સને ઘટાડવા માટે અને ધાર્મિક પરંપરાઓના પાલનની છૂટ જેવી માંગો માટે ભેગા થયા હતા. બ્રિટિશ સૈનિકોએ તેમની માંગણીઓને સાંભળવાના બદલે તેમને બધી દિશાઓથી ઘેરવા અને તેમને મશીનગન અને ત્યાં સુધી કે તોપથી મારવાનો આદેશ આપ્યો. અને પછી એકાએક થયેલા ફાયરિંગમાં હજારો વનવાસી માર્યા ગયા.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685259_1660574710_1660574710062.jpg)
અલગ-અલગ પુસ્તકોમાં શહીદ વનવાસીઓની સંખ્યા 1500 થી 2000 સુધી જણાવવામાં આવી છે. અંગ્રેજી શાસનમાં આદિવાસીઓના નેતા ગોવિંદ ગુરુની ધરપકડ કરી અને પછી અદાલતમાં તેમને ફાંસીની સજા સંભળાવી. જો કે કેટલાક સમય બાદ અદાલતે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાંખી અને 1923માં સજા કાપ્યા બાદ ગોવિંદ ગુરુ જેલમાંથી છૂટ્યા અને ભીલ સેવા સદનના માધ્યમથી આજીવન લોક સેવામાં લાગી ગયા.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685289_1660574722_1660574721888.jpg)
અમે બધાને ભલામણ કરીશું કે જો તમે રાજસ્થાનના બાંસવાડા, ઉદેપુર શહેર કે ગુજરાતની આસપાસના શહેરોમાં પણ છો તો તમે આ સ્થાન પર જઇને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી જોઇએ.
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685320_1660575589_1660575588788.jpg)
![Photo of અંગ્રેજોએ રાજસ્થાનમાં જલિયાંવાલા હત્યાકાંડથી પણ કર્યો હતો મોટો નરસંહાર, શું તમને ખબર છે? by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1661685320_1660575669_1660575668697.jpg)
બાંસવાડામાં બીજા પણ ઘણાં સુંદર પર્યટન સ્થળ છે જે તમે અમારા અન્ય બ્લૉગમાં જોઇ શકો છો અને સાથે જ તમે અમારી YouTube ચેનલ WE and IHANA પર પણ અમારા વીડિયોને જોઇ શકો છો.
કેવી રીતે પહોંચશો બાંસવાડા?
હવાઇ માર્ગ દ્વારા:
નજીકનું એરપોર્ટ ઉદેપુરમાં મહારાણા પ્રતાપ એરપોર્ટ છે જે બાંસવાડા શહેરથી 156 કિ.મી. દૂર છે.
રોડ દ્વારા:
બાંસવાડા રાજ્ય હાઇવે અને નેશનલ હાઇવે દ્વારા જયપુર, ઉદેપુર, ઇન્દોર અને અમદાવાદ શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
રેલવે માર્ગે:
મધ્ય પ્રદેશમાં રતલામ જંકશન બાંસવાડાથી નજીકનું રેલવે સ્ટેશન છે. દિલ્હી, જયપુર, ઇન્દોર અને અમદાવાથી રતલામ જંકશન માટે સારી રેલવે કનેક્ટિવિટી છે. રતલામ શહેરથી બાંસવાડા 85 કિલોમીટર દૂર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો