માઇલો દૂર આકાશ અને ધરતી ક્ષિતિજ પર એક બીજામાં સમાઇ રહ્યાં છે. એક સાંકડો રસ્તો છે જેની બન્ને તરફ ફેલાયેલા છે લીલા ઘાસના મેદાનો. શિયાળામાં ઘાસના આ મેદાનો સફેદ બરફની ચાદરનું આવરણ ઓઢી લે છે. વચ્ચે એક નાનકડો પુલ છે જેની આગળ પણ પર્વત છે અને પાછળ પણ. થોડોક આગળ ચાલુ છું તો થોડાક પીળા ફૂલોનો બગીચો નજરે પડે છે. લીલા મેદાન અને વાદળી આકાશ જ્યારે એકબીજામાં ભળી જાય છે તો સુર્યનો પીળો દૂધિયો પ્રકાશ તેની પર એક અલગ જ જાતની કલાકારી કરે છે.
તમારી થનારી પહેલી ટ્રિપ કલ્ગા અને પુલ્ગાની હશે તો દ્રશ્યો કંઇક આવા જ જોવા મળવાના છે. પાર્વતી ખીણને સ્પર્શ કર્યા બાદ લોકોનું દિલ મોટાભાગે કલ્ગા અને પુલ્ગાનું નામ સાંભળીને ખીલી ઉઠે છે.
કલ્ગા
તો ચાલો પહેલા કલ્ગાની કથા સાંભળીએ. જ્યારે હું અહીં પહોંચું છું ત્યારે મારી આંખો સામે 90ના દાયકાની તસવીર ઉભરી આવે છે. એક ગામ, જ્યાં લાકડાની દસ-પંદર હોટલો છે. તેમની નીચે નાન સાથે તંદૂર મૂકવામાં આવે છે, આ તંદૂરનો ઉપયોગ શિયાળાની ઋતુમાં હાથ ગરમ કરવા માટે પણ થાય છે. સવારે ઉઠતાની સાથે જ પહાડોમાંથી નીકળતા સૂર્યના કિરણો તમને જગાડે છે, પછી પથારીમાં સૂવાની ઈચ્છા ઓછી થાય છે, દિલ બહાર જઈને નવી સવારનો સ્વાદ માણવા ઈચ્છે છે. હળવી મીઠી ઠંડી આ ઋતુને વધુ આહલાદક બનાવે છે. પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ લોકો એવા સુંદર લાગે છે જેવા કાંજીવરમ સાડીમાં તમિલનાડુની મહિલાઓ અને પોતાની રંગબેરંગી પાઘડીમાં પંજાબના પુરુષો સુંદર દેખાતા હોય.
પુલ્ગા
પુલ્ગા પણ કંઈક એવું જ છે. ફક્ત નવેમ્બરના શિયાળામાં, જ્યારે ઝાડ પર ભારે સફરજન લટકતા હોય છે, ત્યારે મારી અંદરનો ચોર આપોઆપ જાગી જાય છે. કલ્ગાથી પુલ્ગા સુધી ભાગ્યે જ ત્રણથી ચાર કિ.મી.ની ટૂંકી યાત્રા છે. જો તમે ખૂબ જ આરામથી ચાલો તો પણ તે પૂર્ણ થવામાં વધુમાં વધુ 2 કલાકનો સમય લાગશે. અહીં કેટલાક કાફે પણ છે જે શિયાળાની ઋતુમાં લોકોના સૂર્યસ્નાન કરવાના સાક્ષી બનતા જોવા મળે છે. ચાની ચુસ્કીઓ અહીં કલ્ગા જેટલી જ મીઠી છે. એક એવી શાંતિ જે શહેરમાં નથી; તમને અહીં આવવા માટે પ્રેરિત કરે છે.
પુલ્ગા પાસે એક ફેરનું જંગલ પણ છે, જેને પાર કર્યા પછી પર્વતો વધુ સુંદર દેખાય છે. આ ટ્રેક કુલ ત્રણ કલાકનો છે, પરંતુ આ ગાઢ જંગલને પાર કર્યા પછી જે ખુશી મળે છે તે પણ અમૂલ્ય છે.
આ તો થઇ મારા દિલની વાત, હવે મુસાફરીની દ્રષ્ટિએ કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી લઇએ.
ફરવાલાયક અન્ય સ્થળો
પાર્વતી વેલી
કલ્ગા અને પુલ્ગા પછી, નજીકની પાર્વતી ખીણની નાનકીડ ટ્રિપનું આયોજન પણ કરી લેવું જ જોઇએ.
ખીરગંગા
જો તમારે જાણવું હોય કે પર્વતોની વચ્ચે ખુલ્લા આકાશમાં સ્નાન કરવાનો આનંદ શું હોય છે, તો તમારે ખીરગંગાની યાત્રાએ જવું જોઈએ. દર વર્ષે પ્રવાસીઓનો મોટો સમૂહ અહીં રજાઓ ગાળવા આવે છે. જો તમે કલ્ગા પુલ્ગા આવો અને અહીં ન જાવ તો તેને ખરાબ લાગશે ને?
તોષ
યાત્રીઓ કુલુ મનાલી, મેકલોડગંજ અને કસોલ થઈને તોષ જાય છે. અહીં મેં સૌપ્રથમ એક પ્રવાસીને સૂર્યના પ્રથમ કિરણો સાથે વાંસળી વગાડતા જોયો હતો. સંતોષ જોઇતો હોય તો તોષ જવું જ જોઈએ.
રહેવા માટે
રહેવા માટે, તમને કલ્ગા અને પુલ્ગામાં ઓછા બજેટના રૂમ મળશે. સિંગલ તેમજ કપલ માટે. ડબલ બેડ રૂમ ઉપલબ્ધ હશે, જેમાં ઑફ સિઝનની કિંમત ₹400 હશે. તમે તેમના માટે ઑનલાઇન તેમજ ત્યાં પહોંચીને બુક કરી શકો છો. ખરા અર્થમાં, આ સ્થાનોને હોમસ્ટે કહેવામાં આવે છે, જ્યાં યજમાન તમારા ખાવા, પીવા અને રહેવાની વ્યવસ્થા કરે છે.
ખાવા માટે
કલ્ગા અને પુલ્ગાના બજારો ઢાબા અને કાફેથી ભરેલા છે. જેવા પહોંચશો કે તમને ખાવા-પીવાની સુવિધા મળી જશે.
તમને ખોરાકને લઈને કોઈ ખાસ સમસ્યા નહીં નડે પરંતુ સમસ્યા તેની વેરાઇયટીને લઇને હોઇ શકે છે. આ સ્થળ હજુ સુધી શિમલા મનાલી જેટલું પ્રસિદ્ધ ન હોવાથી તેમના જેવી જાળવણી મુશ્કેલ છે. તમને દાળ, ભાત, રોટલી, કોબીજ, બટેટા, ટામેટાનું શાક જેવી સાદી વસ્તુઓ મળશે.
ક્યારે જવું
શિયાળામાં આ સ્થળનું તાપમાન ખૂબ જ ઘટી જાય છે. ક્યારેક તે બરફ પણ પડે છે. જો તમને આટલી ઠંડીનો વાંધો ન હોય, તો તમારે શિયાળાની ઋતુ અવશ્ય ટ્રાય કરવી જોઈએ, મારો વિશ્વાસ કરો ઉનાળાની ઋતુ વધુ સારી રહેશે. કારણ કે ઉનાળામાં પર્વતો તેમના ઠંડા પવન સાથે તમને વારંવાર આકર્ષિત કરે છે. કેમ્પિંગ અને ટ્રેકિંગ માટે આ હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટે ચોમાસું સૌથી ખરાબ સમય છે. તમે કદાચ અહીં પહોંચી પણ ન શકો.
કેવી રીતે જવું
મોટાભાગે તોષ, ખીરગંગા અને પાર્વતી ખીણમાં આવતા પ્રવાસીઓ આ માર્ગે જવાનું પસંદ કરે છે. તો અહીં પહોંચવા માટેનું સૌથી નજીકનું સ્થળ બર્ષૈની છે, જો તેની સૌથી નજીક કોઈ જગ્યા હોય તો તે છે ભોલે બાબાના પ્રસાદ પ્રેમીઓનું કસોલ. ત્યાં પહોંચવા માટે તમે ત્રણ રસ્તાઓ અપનાવી શકો છો.
રેલ માર્ગે: કસોલનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જોગીન્દર નગર છે, જે અહીંથી લગભગ 144 કિમી દૂર છે. ત્યાંથી તમે સરળતાથી કસોલ સુધી ટેક્સી અથવા બસ મેળવી શકો છો.
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ ભુંતરમાં છે, જે કસોલથી લગભગ 31 કિમી દૂર છે. અહીંથી ટેક્સી લેવાથી તમે વધુમાં વધુ એક કલાકમાં કસોલ પહોંચી જશો.
રોડ માર્ગેઃ આ સૌથી સારો રસ્તો કહી શકાય. દિલ્હીના ISBT કાશ્મીરી ગેટથી કસોલ સુધી બસો દોડે છે, જે તમને લગભગ 12 કલાકમાં ગંતવ્ય સ્થાન પર પહોંચાડી દેશે. તેનું ભાડું લગભગ ₹1500 હશે.
જ્યારે તમે કસોલ પહોંચો છો, ત્યાંથી તમારે બર્ષૈની માટે બસ લેવી પડશે. અહીં બસ સરળતાથી મળી રહે છે. માત્ર રાત્રે બસ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી એવો સમય પસંદ કરો જ્યારે તમે વહેલી સવારે બર્ષૈની પહોંચી શકો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો