ભારતમાં પહેલીવાર શરૂ થશે સાર્વજનિક રોપવે સેવા, વારાણસીમાં પર્યટનને મળશે પ્રોત્સાહન

Tripoto
Photo of ભારતમાં પહેલીવાર શરૂ થશે સાર્વજનિક રોપવે સેવા, વારાણસીમાં પર્યટનને મળશે પ્રોત્સાહન 1/1 by Paurav Joshi

કાશી ભારતના સૌથી વધુ જોવાલાયક શહેરોમાંનું એક છે. બનારસમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યટક આવે છે. તેમાં ભારતીય પર્યટક તો હોય જ છે પરંતુ સાથે વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. બનારસમાં, શરુઆતથી જ પર્યટનનું સ્તર ઊંચુ રહ્યું છે જેના કારણે વારાણસીના નવીનિકરણ અને શહેરમાં ઉચ્ચ સ્તરીય સુવિધાઓ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કાશી કૉરિડ઼ોરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે બનારસની યશકલગીમાં વધુ એકનો ઉમેરો થવાનો છે. ટુંક સમયમાં બનારસમાં રોપ-વેની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

રવિવારના રોજ વારાણસી ડેવલપમેન્ટ ઑથૉરિટીના વાઇસ પ્રેસિડેન્ટ ઇશા દત્તાએ જણાવ્યું કે મેક્સિકો અને બોલીવિયા પછી ભારત વિશ્વમાં ત્રીજો એવો દેશ હશે જ્યાં જાહેર પરિવહન માટે રોપવેનો ઉપયોગ કરવામાં આવશે. દત્તાએ એમ પણ જણાવ્યું કે ટુંક સમયમાં વારાણસીમાં રોપવે બનાવવાનું કામ શરુ કરવામાં આવશે. યોજના અનુસાર આ રોપવેનો પ્રસ્તાવિત રુટ વારાણસી જંકશન એટલે કે કૈંટ રેલવે સ્ટેશનથી ગદૌલિયાના ગિરજાઘર ચાર રસ્તા સુધી રાખવામાં આવ્યો છે. આ રોપવેમાં કુલ 220 કેબલ કારનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે જેનાથી લગભગ 4.2 કિલોમીટરનો રસ્તો માત્ર 15 મિનિટમાં કપાઇ જશે.

મોક્ષસ્થળી કાશીમાં તૈયાર થનારા આ રોપવેનો કુલ ખર્ચ 424 કરોડ રુપિયા માનવામાં આવ્યો છે. જો કે આ ખર્ચને કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે વહેંચવાની વાત છે. ડિવિઝનલ કમિશ્નર દીપક અગ્રવાલે એ પણ જણાવ્યું કે દરેક કેબલ કારમાં 10 લોકોને બેસવાની જગ્યા હશે અને દરેક કાર વચ્ચે 90 સેકન્ડનો ગેપ રાખવામાં આવ્યો છે. આ રોપવેમાં એક સાથે લગભગ 4,000 લોકો મુસાફરી કરી શકશે. યોજના મુજબ, રોપ-વેનું પ્રારંભિક બિંદુ વારાણસી જંકશન કેન્ટ હશે, જ્યારે રસ્તામાં સજન, રથયાત્રા અને ચર્ચ ચાર રસ્તા પર પણ સ્ટોપ બનાવવામાં આવશે.

આ રોપ-વે મુખ્યત્વે રાત્રિના સમયે ચલાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ બનાવવામાં આવશે. એટલે કે રોપ-વે સરકારી અને ખાનગી બંને કંપનીઓના અનુભવો અને ટેકનિકને જોડીને બનાવવામાં આવશે. ઈશા દત્તાએ એમ પણ જણાવ્યું કે રોપ-વે માટે જે સ્ટેશનો બનાવવામાં આવશે ત્યાં કાશીના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ બતાવવામાં આવશે. આ પ્રોજેક્ટના પાયલોટ તબક્કામાં તમામ સ્ટેશનોની ઊંચાઈ 11 મીટર રાખવામાં આવશે અને દરેક સ્ટેશનમાં ઓટોમેટિક સીડી પણ લગાવવાનું આયોજન છે. જોકે, અંતિમ પ્રોજેક્ટની ઊંચાઈ 45 મીટર હોવાનો અંદાજ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે અંતિમ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ નવેમ્બર 2021માં રોપ-વેનું કામ શરૂ કરવામાં આવશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads