ચાર ધામની યાત્રા કરવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. રેલવે એ પૂર્વોત્તર, રામાયણ અને ચારધામ સર્કિટ પર પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રામાં શ્રદ્ધાળુઓ એવા સ્થળો પર જશે જે ભગવાન રામ સાથે જોડાયેલા છે. દેશમાં ભગવાન રામ સાથે જોડાયેલા અલગ-અલગ પૂજા અને દર્શનીય સ્થળો પર આ પ્રીમિયમ ટ્રેન મુસાફરી કરાવશે. એકવારની મુસાફરીમાં યાત્રીઓ અનેક ધામની યાત્રા એક સાથે કરી શકશે. આ વાતને ધ્યાનમાં રાખતા રેલવે આ પ્રીમિયમ ટ્રેન ચલાવવા જઇ રહી છે.
ટ્રેનનું જેવું કામ છે તેવુ જ નામ રાખવામાં આવ્યું છે. ભારતના યાત્રીઓ માટે આ પ્રીમિયમ બૌદ્ધ સર્કિટ ટ્રેનને ‘દેખો અપના દેશ AC ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન’ ના નામથી ચલાવાશે. દેશમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ ટ્રેન શરુ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) આ ટ્રેનનું સંચાલન કરશે. આના માટે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના વચ્ચે ઘણાં વિશેષ રેલ માર્ગ તૈયાર કરવામાં આવ્યા છે. જેવા કે રામાયણ, પૂર્વોત્તર અને ચાર ધામ સર્કિટ, આ જ માર્ગો પર આ ટ્રેન સફર પર નીકળશે.
ક્યાં-ક્યાં જશે ટ્રેન
પ્રીમિયમ ટ્રેન ‘દેશો અપના દેશ AC ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન’ની યાત્રા 7 નવેમ્બરે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરુ થશે. આ સાથે જ આ ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલા બધા મુખ્ય સ્થાનોની યાત્રાને કવર કરશે. ટ્રેનમાં પહેલા માત્ર સ્લીપર ક્લાસ જ લાગતા હતા. પરંતુ હવે આ ટૂર ટ્રેનનું સંચાલન ઘણી આધુનિક સુવિધાઓવાળી ડીલક્સ AC ટૂરિસ્ટ ટ્રેનથી કરવામાં આવશે. આ પ્રવાસ 17 દિવસમાં પૂર્ણ થશે.
ભારતીય રેલવે આના માટે રામાયણ, પૂર્વોત્તર અને ચાર ધામ સર્કિટ જેવા વિશેષ માર્ગ તૈયાર કર્યા છે. યાત્રામાં અયોધ્યા નગરી પહેલો પડાવ હશે. અહીં પર્યટક કે પછી શ્રદ્ધાળુઓ શ્રી રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન મંદિર અને આ ઉપરાંત નંદીગ્રામમાં ભારત મંદિર જોઇ શકશે. અયોધ્યા પછીનો મુકામ બિહારમાં સીતામઢી, સીતાનું જન્મસ્થળ અને નેપાળના જનકપુરમાં રામ-જાનકી મંદિર હશે. સીતામઢી પછી આ ટ્રેન વારાણસી માટે રવાના થશે અને પર્યટક રોડ માર્ગે વારાણસી, પ્રયાગ, શ્રૃંગવેરપુર અને ચિત્રકુટના મંદિરોના દર્શન કરશે. વારાણસી, પ્રયાગ અને ચિત્રકૂટમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રેનનો આગળનો મુકામ નાસિક હશે, હંપી અને રામેશ્વરમ આ ટ્રેન યાત્રાનું અંતિમ સ્થળ હશે. ત્યાર બાદ ટ્રેન પોતાની યાત્રાના 17માં દિવસે દિલ્હી પાછી ફરશે. આ આખા પ્રવાસમાં યાત્રી અંદાજે 7,500 કિલોમીટરની મુસાફરી કરશે.
સુવિધાઓ અને ભાડાની વિગતો
‘દેશો અપના દેશ AC ડીલક્સ ટૂરિસ્ટ ટ્રેન’ ઘણી આરામદાયક અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં બે સુંદર ડાઇનિંગ રેસ્ટોરન્ટ, એક આધુનિક કિચન, કોચમાં શાવર ક્યૂબિકલ, સેંસર આધારિત વૉશરુમ, પગની માલિશ સહિત ઘણી સુવિધાઓ સામેલ હશે. આ ઉપરાંત, સેન્ટ્રલી એસી ટ્રેન બે પ્રકારના કોચથી સજ્જ હશે- First AC અને Second AC. કેવળ આટલું જ નહીં, ટ્રેન પ્રત્યેક કોચ માટે CCTV કેમેરા અને સુરક્ષા ગાર્ડની સુવિધાઓથી સજ્જ હશે. IRCTCએ પ્રતિ વ્યક્તિ 82,950 રુપિયાની કિંમતે સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ “દેશો અપના દેશ” ના અનુરુપ આ વિશેષ ટ્રેનની શરુઆત કરી છે.
ઇન્શ્યોરન્સની સુવિધા પણ
યાત્રીઓને ઇન્શ્યોરન્સ કવર પણ મળશે. આ સુવિધા રેલવે ટિકિટની સાથે જ આપવામાં આવશે. ટિકિટની કિંમતની સાથે વીમાની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, આઇઆરસીટીસી ટૂર મેનેજરની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી છે. ટ્રેનમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યાત્રીઓ માટે સંપૂર્ણ રીતે કોરોના રસીકરણ અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આઇઆરસીટીસી બધા પર્યટકોને ફેસ માસ્ક, હેન્ડ ગ્લવ્સ અને સેનિટાઇઝર રાખવા માટે એક સુરક્ષા પણ પ્રદાન કરશે.
યાત્રામાં કેટલો થશે ખર્ચ
રામાયણ યાત્રા હેઠળ અયોધ્યા, ચિત્રકૂટ, ગયા, નંદીગ્રામ, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર અને વારાણસી દર્શન માટે 11,395 રુપિયાની કિંમતે ટિકિટ નક્કી કરવામાં આવી છે. આ યાત્રા આઇઆરસીટીસીની સૌથી સસ્તી અને વ્યાજબી પર્યટક ટ્રેનથી થશે. તો IRCTC દ્ધારા રેલ, હવાઇ અને રોડ યાત્રીઓ માટે IRCTC ના પૂરા પેકેજની કિંમત લગભગ 1 લાખ રુપિયા જેટલી છે. આ યાત્રા પેકેજમાં ધર્મનગરીઓની ધાર્મિક યાત્રાથી માંડીને અંડમાન નિકોબાર જેવા પર્યટક સ્થળો સામેલ છે. આ અંગે વધુ જાણકારી માટે www.irctc.co.in પર વિઝિટ કરી શકો છો.
કેટલા લોકો કરી શકશે મુસાફરી
રામાયણ યાત્રાથી ટ્રેન પાછી ફર્યા બાદ 26 નવેમ્બરના રોજ પૂર્વોત્તર સર્કિટ પર, પ્રીમિયમ ટ્રેન 150 લોકોને 5 પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે લઇ જશે. રામાયણ યાત્રાની જેમ આના માટે પણ બુકિંગ પહેલાથી થઇ ચૂક્યું છે. 15 દિવસ 14 રાતની યાત્રા 26 નવેમ્બરે દિલ્હીથી શરુ થશે. જેમાં પણ માત્ર સંપૂર્ણ રીતે રસી લીધેલા લોકોને જ યાત્રાની અનુમતિ આપવામાં આવશે. જેમણે કોવિડની રસી નથી લીધી તેમને પ્રવાસની મંજૂરી નથી. સરકારનું માનવું છે કે આ યાત્રાથી રોજગારી વધશે.