પરાશર લેક વિષે:
સમય: 1 રાત/ 2 દિવસ
ટ્રેકનું અંતર: 8 કિમી (એક તરફ)
લેક એલટીટ્યુડ: 8960 ફીટ
બેઝ કેમ્પ: બગ્ગી ગામ
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પરાશર લેક આવેલું છે. ખૂબ જ ઊંચાઈ પર આવેલું આ એક તરતો ટાપુ પણ ધરાવે છે જે આખા સરોવરની બધી જ દિશામાં ફર્યા કરે છે. લેકની ઊંડાઈ હજુ સુધી કોઈ માપી શક્યું નથી. કહેવાય છે કે આ સરોવરના કિનારે પરાશર ઋષિએ ધ્યાન કર્યું હતું. તેથી તેને પરાશર લેક કહેવાય છે.
મારો અનુભવ:
મેં તાજેતરમાં જ પરાશર લેક ટ્રેક પૂરો કર્યો. મેં દિલ્હીથી મંડીની રાતની વોલ્વો બૂક કરી હતી. સવારે મંડી પહોંચીને સ્થાનિક બસમાં બે કલાકમાં હું બગ્ગી ગામ પહોંચી હતી.
મારું રોકાણ મેં ‘ક્રિષ્ના પરાશર સ્ટે’માં રાખ્યું હતું જેઓ પોતાના કાફે અને હોમસ્ટે ધરાવે છે. બગ્ગી બસસ્ટોપ પરથી જ તે લોકો મને લેવા આવ્યા હતા. બ્રેકફાસ્ટ કરીને મેં મારા આ ટ્રેકની શરૂઆત કરી. આવતા જતાં 8-8 કિમીના આ ટ્રેકમાં અનેક ઢાળવાળા રસ્તાઓ આવે છે પરંતુ તેમ છતાં કોઈ પણ બિગિનર પણ આ ટ્રેક કરી શકે છે.
આ ટ્રેક દરમિયાન રસ્તામાં ધૌલધાર રેન્જ વ્યૂ જોવા મળે છે જે અત્યંત મનોરમ્ય છે. ટ્રેકનો અડધો રસ્તો બરફથી ઢંકાયેલો હતો જે મારા આ ટ્રેકનો વધુ રોમાંચક બનાવતો હતો. 4 કલાકના ટ્રેકિંગ બાદ હું મુખ્ય તળાવ પાસે પહોંચી. પરાશર લેક મેં ધાર્યું હતું એટલું જ આકર્ષક હતું.
તળાવ પાસે અમે અડધો કલાક એક કાફેમાં પસાર કર્યો, ખૂબ બધા ફોટોઝ લીધા અને પછી નજીકમાં જ આવેલ અમારી કેમ્પસાઇટ પર પ્રયાણ કર્યું જ્યાં અમારે રાતવાસો કરવાનો હતો.
અહીં રાત્રે અમે ખૂબ નાસ્તો કર્યો, ગેમ્સ રમ્યા, બોનફાયરનો આનંદ માણ્યો અને જમીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે નાસ્તો કરીને અમારે આ જ રસ્તે 4 કલાકનો ડાઉન ટ્રેક કરીને બગ્ગી ગામે પહોંચવાનું હતું.
બગ્ગી ગામ કેવી રીતે પહોંચવું?
સૌથી પહેલા દિલ્હીથી મંડી જવું પડે છે જે માટે રેડબસ પર 1000 થી 1200 રૂમાં વોલ્વો બસ મળી રહે છે.
મંડીથી બગ્ગી ગામ 40 કિમી અંતરે આવેલું છે અને તે એટ 50 રૂમાં સ્થાનિક બસો મળી રહે છે.
અથવા તો થોડી વધુ કિંમતમાં શેર ટેક્સીમાં પણ જઈ શકાય છે.
જો તમે ટ્રેક કરવા ન ઈચ્છો તો મંડીથી ડાયરેક્ટ પરાશર લેક સુધીની બસ સર્વિસ પણ ઉપલબ્ધ છે એટલે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.
ક્યારે જવું?
શિયાળામાં: ડિસેમ્બરથી ફેબ્રુઆરી- આ સમય દરમિયાન બર્ફીલી ચાદર ઓઢેલા રસ્તાઓ અને પહાડો ખૂબ જ રોમાંચક લાગે છે.
ઉનાળામાં: સપ્ટેમ્બરથી નવેમ્બર
જો તમે આ વિષે કોઈ વધુ માહિતી મેળવવા ઈચ્છો તો વિવિધ સોશિયલ મીડિયા પર મારો સંપર્ક કરી શકો છો:
Instagram: resh_mahawar
Facebook: Resh Pooran Mahawar.
YouTube: Resh Pooran