ગુજરાતના કોઇપણ જાણીતા મંદિરમાં તમે જાઓ તો પ્રસાદમાં શું મળે? સામાન્ય રીતે આપણે ત્યાં મંદિરોમાં તમને ઘઉંના કે બુંદીના લાડુ, પેંડા, મગસ, મોહનથાળ અને મહુડીમાં તો સુખડીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. પરંતુ ગુજરાતનું એક મંદિર એવું છે જ્યાં તમને પ્રસાદમાં મરચાંનું અથાણું મળે છે. માન્યામાં નથી આવતું ને...પણ વાત સાચી છે.
ક્યાંથી લાવવામાં આવે છે મરચા અને કઈ રીતે તેયાર કરવામાં આવે છે
ખેડા જિલ્લામાં નડિયાદથી નજીક વડતાલધામમાં ચાલી આવતી પરંપરા મુજબ અહીંયા લીંબુ-મરચાંના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. અહીના આથેલા મરચાંનો મહિમા છે. 90 હજાર કિલો મરચાં અને 30 હજાર કિલો લીંબુ શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, સુરત અને અન્ય સ્થળોએથી લાંબા લીલા મરચાં આવે છે . તેને ધોયા બાદ 200થી વધુ ભાઇ-બહેનો લીંબુ, મરચાં કાપીને તેમાં હળદર ભેળવવામાં આવે છે અને અથાણાં માટે તૈયાર કરેલા લાકડાંની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે . જેને બે માસ સુધી અથાવવામાં આવે છે જે બાદ આ અથાણું ભક્તોને પીરસવામાં આવે છે.
કેટલું મટીરીયલ વપરાયું
ચાલુ વર્ષે 90 હજાર કિલો મરચાં , 30 હજાર કિલો લીંબુ , 24 હજાર કિલો મીઠું અને 3 હજાર કિલો હળદરનો ઉપયોગ કરીને કુલ 1 લાખ 47 હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે .
પ્રથાની શરૂઆત ક્યારે થઇ
વડતાલધામમાં અગાઉના સમયમાં શ્રદ્ધાળુ ભક્તો માટે જ્યારે ભોજનની સુવિધા ન હતી ત્યારે દૂરદૂરથી આવતા ભક્તો (Devotees) ધર્મસ્થાનનું નહીં જમવાનું એવી ભાવના રાખતા. આથી પોતાના ઘરેથી જ ઢેબરા સાથે લઈને આવતા. તેથી મંદિરમાંથી તેમને ઢેબરા કે રોટલા સાથે ખાઇ શકાય એવો પ્રસાદ આપવાનું વિચારાયું અને એ વિચારમાંથી જ અહીં મરચાંના અથાણાંના પ્રસાદની પરંપરા શરુ થઇ. આથી હરિભક્તો લીંબુ-મરચાના અથાણાનો પ્રસાદ લઈ ઢેબરાં અને અથાણાથી પેટ ભરીને જમી લેતા હતા. સાથે છાશ પણ પીરસવામાં આવતી.
અથાણાં સ્વામી તરીકે ઓળખાય છે કૃષ્ણજીવન દાસજી સંત
વડતાલ મંદિરમાં તમામ કક્ષાના વિભાગો સંતોને સોંપવામાં આવ્યા છે અને તે વિભાગના કામથી તે ઓળખતા હોય છે જોકે આ અથાણાં બનવવાનું કામ 50 થી 60 વર્ષ સુધી સંભાળનાર સંત કૃષ્ણજીવન દાસજી સંપ્રદાયના અથાણાં સ્વામી તરીકે આજે પણ ઓળખાય છે.
મહુડમાં સુખડીનો પ્રસાદ
ગુજરાતના અન્ય મંદિરોની વાત કરીએ તો ડાકોરમાં મગસના લાડુ અને અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પરંતુ મહુડી ખાતેના જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું પણ અનેરૂ મહત્વ માનવામાં આવે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે. વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો