પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો

Tripoto

ગત બે વર્ષથી પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદ નજીક તડામાર તૈયારીઓ થઈ રહી છે. અને એ રળિયામણી ક્ષણ હવે નજીક આવી ચૂકી છે. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીની ઘડીઓ આવી ગઈ છે. અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. આ નગરના ઝગમગાટ સામે કોઈ પણ મહાનગરનો ઝગમગાટ પણ ઝાંખો પડે તેમ છે. 300થી વધુ ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી પ્રાપ્ત થયેલી ભૂમિ પર 50 હજારથી વધુ હરિભક્તોની મહિનાઓની સેવા થકી આ નગરનું નિર્માણ શક્ય બન્યું છે. કહેવાય છે કે આ મહોત્સવમાં સામેલ થવા કેટલાય મહાનુભાવો સહિત રોજના 2 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ દેશ વિદેશની અમદાવાદની મુલાકાત લેશે.

Photo of પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો by Jhelum Kaushal

કાર્યક્રમોની યાદી:

14 ડિસેમ્બર 2022ના રોજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે અને વિવિધ કાર્યક્રમો સાથે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અહીં રંગારંગ ઉજવણીનો માહોલ જોવા મળશે.

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ- પ્રમુખસ્વામી મહારાજ નગર ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

Photo of પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો by Jhelum Kaushal

14 ડિસેમ્બર – ઉદ્ઘાટન

દરરોજ – સાંજે 5.00થી 7.30 – ‘નારાયણ સભાગૃહ’માં વિવિધ સભા કાર્યક્રમો

15 ડિસેમ્બર – શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ‘ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’ની આરંભ

16 ડિસેમ્બર – સંસ્કૃતિ દિન

17 ડિસેમ્બર – પરાભક્તિ દિન

18-19 ડિસેમ્બર – મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ, ગુરુભક્તિ વંદના

20 ડિસેમ્બર – તમામ ધર્મ વડાની ઉપસ્થિતિમાં એકતા સંદેશ

21-22 ડિસેમ્બર – સમરસતા અને આદિવાસી ગૌરવ દિન

23 ડિસેમ્બર – આદ્યાત્મ અને આરોગ્ય દિવસ

24 ડિસેમ્બર – વ્યસન મુક્તિ, જીવન પરીવર્તન દિન

25 ડિસેમ્બર – રાષ્ટ્રીય સંત સમ્મેલન

26 ડિસેમ્બર – સ્વામિનારાયણ સંત સાહિત્ય, લોક સાહિત્ય દિન

27 ડિસેમ્બર – વિચરણ – સ્મૃતિ દિન

28 ડિસેમ્બર – સેવા દિન

29 ડિસેમ્બર – પરિવારિક એકતા દિન

30 ડિસેમ્બર – સંસ્કાર અને શિક્ષણ દિન

31 ડિસેમ્બર – સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની હાજરીમાં વિશિષ્ટ તત્વજ્ઞાન સમારોહ

1 જાન્યુઆરી – બાળ યુવા કીર્તન આરાધના

2 જાન્યુઆરી – બાળ સંસ્કાર દિન

3-4 જાન્યુઆરી – યુવા સંસ્કાર દિન – દેશ વિદેશના યુવાનોની રોમાંચક રજૂઆત

5 જાન્યુઆરી – મહિલા દિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો

6 જાન્યુઆરી – અખાતી દેશના વડા રજાઓની ઉપસ્થિતિ

7 જાન્યુઆરી – નોર્થ અમેરિકાના રાજદૂત, નેતાઓની ઉપસ્થિતિ

8 જાન્યુઆરી – યુરોપના રાજદૂત, નેતાઓની ઉપસ્થિતિ

9 જાન્યુઆરી – આફ્રિકાના રાજદૂત, નેતાઓની ઉપસ્થિતિ

10 જાન્યુઆરી – મહિલા દિન 2

11 જાન્યુઆરી – BAPS એશિયા પેસિફિક દિન

12 જાન્યુઆરી – અક્ષરધામ દિન

13 જાન્યુઆરી – સંત કીર્તન આરાધના

15 જાન્યુઆરી – પ્રધાન મંત્રી શ્રી તેમજ ગૃહ મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં પૂર્ણાહૂતિ સમારોહ

Photo of પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો by Jhelum Kaushal
Photo of પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો by Jhelum Kaushal

મુખ્ય આકર્ષણો તેમજ સુવિધાઓ:

એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજે ઓછામાં ઓછા એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 2થી 3 લાખ મુલાકાતીઓ પ્રવેશે તેવો અંદાજ છે. આમ, આ મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવે તેનો અંદાજ છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકેએક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. આ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવના વીરપુરુષોના કટઆઉટ પણ મુકાયા છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવા નગરની રચના કરવામાં આવી છે.

- આઠ લાખ બબલ્સની પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ

- સહજાનંદ જ્યોતિ મંડપમ સાથે જ્યોતિ ઉદ્યાનનો ઝળહળાટ

- 125થી વધુ પાકા બ્લોક્સમાં વોશરૂમની સુવિધા

- નિર્માણથી માંડીને સ્વચ્છતા સુધીની સેવામાં 2200 સ્વયંસેવકો

- 45 કાર્ય વિભાગો દ્વારા મહોત્સવનું સંચાલન

- સંયોજન માટે ખાસ IT ટીમ દ્વારા નેટવર્કિંગ

Photo of પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો by Jhelum Kaushal
Photo of પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ: 30 દિવસ દરમિયાન યોજાશે આ કાર્યક્રમો by Jhelum Kaushal

તમામ જરૂરિયાતો માટે પૂરતી વ્યવસ્થા:

વિશાળ મહોત્સવ સ્થળની સ્વચ્છતા માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. અહીં કચરામાંથી ખાતર કે અન્ય વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પણ વિવિધ આયોજનો કરાયાં છે. જેમાં ફેંકી દેવાયેલી પાણીની બોટલોમાંથી કચરા ટોપલીઓ જેવી રચનાઓ બનાવીને પર્યાવરણની સંભાળનો પણ ખ્યાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નગરમાં પ્રવેશતાંની સાથે જ બંને બાજુ મહિલા અને પુરુષ માટે વોશરૂમ રહેશે. ત્યાંથી આગળ આવતાં જ પ્રેમવતી તેમજ બુક સ્ટોલ રહેશે. પ્રેમવતીનું સંચાલન મહિલાઓ જ કરશે. કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ચાલનારી પ્રેમવતીમાં સામાન્ય દરથી ભોજન વાનગીઓ પીરસાશે. મહોત્સવ સ્થળના નિર્માણમાં 60,000થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. જ્યારે મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા 80,000થી વધુ સ્વયંસેવકો સમાપન સુધી કાર્યરત રહેશે.

બાળકોએ રચેલી બાળનગરી કરશે મંત્રમુગ્ધ

મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે BAPS બાળનગરી. આ બાળનગરી એ બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક અલગ નગરી છે. સંસ્થાનાં 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિરત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવશે અને બાળકોને મોજ કરાવશે. આ ઉપરાંત આ કાર્યક્રમોથી મુલાકાતી બાળકોની ભીતરની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.

માહિતી: દિવ્ય ભાસ્કર

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads