શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર જ્યાં કોઇપણ પ્રકારના દાનનો નથી થતો સ્વીકાર

Tripoto

દહેરાદૂન-મસૂરી રોડ પર સ્થિત પ્રકાશેશ્વર મહાદેવ મંદિર

Photo of શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર જ્યાં કોઇપણ પ્રકારના દાનનો નથી થતો સ્વીકાર by Paurav Joshi

શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર, ઉત્તરાખંડના પ્રસિદ્ધ શિવ મંદિરોમાંનું એક છે. આ મંદિર એવા કેટલાક મંદિરોમાંનું એક છે જે કોઇપણ જાતના પ્રસાદ, ભેટ, દાનનો સ્વીકાર કરતુ નથી. એટલું જ નહીં તે ગુમનામ એટલે કે અનામી દાન પણ સ્વીકારતું નથી.

આ મંદિર મસૂરી દેહરાદૂન રોડ પર લીલીછમ ટેકરીઓ વચ્ચે રોડની બાજુમાં આવેલું છે. ઉત્તરાખંડથી લઈને સમગ્ર ભારતમાં અનેક શિવ મંદિરો છે, પરંતુ આ શિવ મંદિરનું ખાસ મહત્વ છે.આ મંદિરમાં શિવરાત્રિ અને શ્રાવણ મહિનાના હિંદુ તહેવાર દરમિયાન ભક્તોની દર્શન કરવા માટે ભારે ભીડ ઉમટી પડે છે.

પ્રકાશેશ્વર મંદિર

Photo of શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર જ્યાં કોઇપણ પ્રકારના દાનનો નથી થતો સ્વીકાર by Paurav Joshi

પૌરાણિક 'શિવ મહાપુરાણ'માં ઉલ્લેખ છે કે ભગવાન શિવને ધતુરાના ફૂલ, હરસિંગર અને નાગકેસરના સફેદ ફૂલ, સૂકા કમળના ફૂલ, કનેરના ફૂલો, કુસુમ, આક, કુશ વગેરે ખૂબ જ પ્રિય છે. કહેવાનો અર્થ એ છે કે ભગવાન ધન, ઐશ્વર્ય, છપ્પન ભોગ વગેરેના ભૂખ્યા નથી, પણ પ્રેમના ભૂખ્યા છે. જે કોઈ પણ ભક્ત ભગવાન પ્રત્યે પ્રેમ અને સદ્ભાવનાથી ભક્તિ કરે છે, તેને જ ભગવાનના દર્શન થાય છે. દેહરાદૂનના પહાડો કી રાની મસૂરી રોડ પર સ્થિત શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર પણ આ ભાવનાનું પ્રતિબિંબ છે.

પ્રકાશેશ્વર મહાદેવ મંદિરનું સ્ફટિક શિવલિંગ

Photo of શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર જ્યાં કોઇપણ પ્રકારના દાનનો નથી થતો સ્વીકાર by Paurav Joshi

શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ સ્ફટિક શિવલિંગ

શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત શિવલિંગ છે, જે દુર્લભ પથ્થરો અને રાઈનસ્ટોન્સથી બનેલું છે. સ્ફેટિક એ બરફના પથ્થરનો એક પ્રકાર છે, જે લાખો વર્ષોથી બરફમાં દટાઈ જવાથી બને છે. તે ચમકદાર, પારદર્શક અને દેખાવમાં સખત હોય છે.

શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર તેના અનન્ય સ્થાપત્ય માટે પણ જાણીતું છે. આખા મંદિરમાં 140-150 થી વધુ ત્રિશૂળ લગાવવામાં આવ્યા છે. જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે. અને મંદિરની દિવાલોને લાલ અને નારંગી રંગથી રંગવામાં આવી છે. મંદિરની મધ્યમાં કાળા રંગનો ઝૂલો પણ છે. મંદિરમાં શિલાલેખ પર દર્શાવેલ માહિતી અનુસાર, તે એક ખાનગી મિલકત છે. તેનું નિર્માણ શિવરત્ન કેન્દ્ર હરિદ્વાર દ્વારા વર્ષ 1990-91 દરમિયાન કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણકર્તા યોગીરાજ મૂળચંદ ખત્રીનો પરિવાર છે.

કોઈપણ પ્રકારના દાનનો નથી થતો સ્વીકાર

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.દહેરાદૂન-મસૂરી રોડ પર સ્થિત આ મંદિરમાં ભગવાન શિવને પ્રસાદ ન ચઢાવવાની શરતે દર્શન કરી શકાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં પીરસવામાં આવતો પ્રસાદ કઢી-ભાત, દલિયા કે ચા વગેરેના રૂપમાં આપવામાં આવે છે. આ શિવ મંદિર દેહરાદૂનના પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંનું એક છે. મંદિરની પાછળ તમે માલસી ડીયર પાર્ક અને માલસી આરક્ષિત વન વિસ્તારના લીલાછમ જંગલોને જોઈ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads