આકરી ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ઉનાળામાં ઘણાં લોકો ગુજરાતની 44 ડિગ્રી જેટલી આકરી ગરમીથી બચવા માટે એડવાન્સમાં કોઇ હિલ સ્ટેશનનું બુકિંગ કરાવી લેતા હોય છે. પરંતુ કેટલાક લોકોને નોકરી કે ધંધાના કારણે 3 કે 4 મહિના અગાઉ બુકિંગ કરાવવાનું શક્ય નથી હોતું. તો આવા લોકો માટે અમે લઇને આવ્યા છીએ એક એવો રિસોર્ટ જ્યાં તમે આકરી ગરમીથી રાહત મળી શકશે. આ રિસોર્ટ રાજકોટથી બિલકુલ નજીક છે પરંતુ અમદાવાદથી તમે ત્યાં જઇ શકો છો. તો આવો જાણીએ આ રિસોર્ટ વિશે.
પ્રભુ ફાર્મ એન્ડ રિસોર્ટ
સૌ પ્રથમ તો આ રિસોર્ટ ક્યાં આવ્યો છે તે જાણી લઇએ. આ રિસોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલો છે. અમદાવાદથી પ્રભુ ફાર્મ 190 કિલોમીટર, ચોટીલાથી 22 કિલોમીટર અને રાજકોટથી 27 કિલોમીટર દૂર આવેલું છે.
રિસોર્ટમાં આવેલી સુવિધાઓ
ઓડિટોરિયમ, રેસ્ટોરન્ટ, ઇનડોર અને આઉટડોર ગેમ્સ, જીમ, એડવેન્ચર પાર્ક, સ્વિમિંગ પુલ, બેન્કવેટ હોલ, વિશાળ પાર્ટી પ્લોટ, બાળકો માટે પ્લેઇંગ એરિયા, વિલા સુધી જવા માટે ગોલ્ફ કાર્ટ, એડિબલ ગાર્ડન, ક્રિકેટ પ્લે ગ્રાઉન્ડ, ગોલ્ફ શૂટિંગ વગેરે
કેવા છે રૂમ અને શું છે ચાર્જિસ
1 બેડરૂમ વિલા
આ વિલા 2 વ્યક્તિઓ માટે છે. જેમાં બીજા બે વ્યક્તિ પણ રહી શકે છે. આ કપલ રૂમનું એક રાતનું ભાડું 2700 રૂપિયા છે. બ્રેક ફાસ્ટ સાથેનો પ્લાન જોઇએ તો 3200 રૂપિયા ખર્ચવા પડશે. બ્રેક ફાસ્ટની સાથે લંચ કે ડિનરનો પ્લાન 4100 રૂપિયામાં પડશે. તો સંપૂર્ણ પ્લાન એટલે કે બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર માટે કપલ દીઠ 5000 રૂપિયા ચૂકવવાના રહેશે. ઉપરના પ્લાનમાં એકસ્ટ્રા બેડના એટલે કે એકલો રૂમ, બ્રેક ફાસ્ટ સાથે, બ્રેક ફાસ્ટ અને લંચ કે ડિનર અને સંપૂર્ણ મિલ પ્લાનમાં અનુક્રમે 700, 1000, 1450 અને 1900 રૂપિયા થશે.
2 બેડરૂમ વિલા
આ વિલા 4 વ્યક્તિઓ માટે છે. જેમાં બીજા 4 વ્યક્તિ એટલે કુલ 8 વ્યક્તિઓ રહી શકે છે. આ કપલ રૂમનું એક રાતનું ભાડું 3700 રૂપિયા છે. બ્રેક ફાસ્ટ સાથેનો પ્લાન જોઇએ તો 4700 રૂપિયા ખર્ચવા પડશે. બ્રેક ફાસ્ટની સાથે લંચ કે ડિનરનો પ્લાન 6500 રૂપિયામાં પડશે. તો સંપૂર્ણ પ્લાન એટલે કે બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર માટે કપલ દીઠ 8300 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પ્લાનમાં એકસ્ટ્રા બેડના એટલે કે એકલો રૂમ, બ્રેક ફાસ્ટ સાથે, બ્રેક ફાસ્ટ અને લંચ કે ડિનર અને સંપૂર્ણ મિલ પ્લાનમાં અનુક્રમે 700, 1000, 1450 અને 1900 રૂપિયા થશે.
વન ડે પિકનિક પ્લાન
પ્રભુ ફાર્મ એન્ડ રિસોર્ટમાં વન-ડે પિકનિક માટે તમને ત્રણ વિકલ્પ મળે છે.
વિકલ્પ 1
તમે સવારે 9થી સાંજે 5 અથવા બપોરે 3થી રાતે 10 વાગ્યા સુધીનો વિકલ્પ પસંદ કરશો તો 990 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકાશે. મૂવી જોઇ શકાશે. ફ્રી ગેમ, લંચ કે ડીનર અને હાઇ-ટીનો સમાવેશ થાય છે.
વિકલ્પ 2
આનો સમય પણ સવારે 9થી 5 અથવા બપોરે 3થી રાતે 10નો છે. આને એડવેન્ચર પિકનિક એવું નામ આપવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 1575 રૂપિયા ચાર્જ છે. આ ઓપ્શનમાં તમે સ્વિમિંગ પુલ, ફ્રી ગેમ, એડવેન્ચેર પાર્ક, લંચ કે ડીનર અને હાઇટીનો આનંદ માણી શકો છો.
વિકલ્પ 3
આ વિક્લમાં આખા દિવસની પિકનિકનો સમાવેશ થાય છે. જેનો ચાર્જ 2100 રૂપિયા છે. જેમાં સ્વિમિંગ પુલ, મૂવી, ફ્રી ગેમ, એડવેન્ચર પાર્ક, લંચ, ડીનર અને હાઇટીનો સમાવેશ થાય છે.
નોંધઃ પિકનિકનો ચાર્જ વ્યક્તિ દિઠ છે. પિકનિક માટે ઓછામાં ઓછા 25 વ્યક્તિ હોવા જરૂરી છે. ગેધરીંગ માટે નોન એસી વેન્યૂ મળશે. ફ્રી ગેમમાં કેરમ, ચેસ, સોકરનો સમાવેશ થાય છે. થિયેટર માટે 20 વ્યક્તિ હોવા જરૂરી છે. નહીંતર શો દિઠ 5000 રૂપિયા ચાર્જ થશે. પૂલ ટેબલ કે ટેબલ ટેનિસ માટે 30 મિનિટના 100 રૂપિયા ચાર્જ છે. ઉપરોક્ત રૂમ ચાર્જમાં જીએસટી અલગથી લાગશે. રૂમ માટે ચેક ઇન બપોરે 1 વાગે અને ચેક આઉટ સવારે 10 વાગ્યાનું છે.
બ્રેક ફાસ્ટમાં શું મળે?
ચા, કોફી, કોર્ન ફ્લેક્સ, મિલ્ક, બ્રેડ બટર, મફિંસ, કાપેલા ફળો, જ્યૂસ, 2 નોર્થ ઇન્ડિયન વેરાયટી, 2 સાઉથ ઇન્ડિયન વેરાયટી, 1 કોન્ટિનેન્ટલ ફૂડ મળશે.
લંચમાં શું મળે?
સૂપ, સ્ટાર્ટર, ચાટ, પનીરનું શાક, વેજ સબ્જી, રોટલી, સલાડ, બેવરેજીસ, દાળ-ભાત, રાયતું, સ્વિટ, મિન્ટ પ્લેટર વગેરે.
હાઇટીમાં ચા-કોફી અને કૂકીઝ મળશે.
ડિનર પ્લાન
ડિનરમાં સૂપ, સ્ટાર્ટર, ઇટાલિયન વેરાયટી, પનીર સ્પેશ્યલ, વેજ સબ્જી, રોટલી, સલાડ, દાળ-ભાત, બેવરેજીસ, રાયતું, ડેઝર્ટ, મિંટ પ્લેટર વગેરે વાનગીઓ તમે આરોગી શકો છો.
રિસોર્ટની ખાસિયતો
અહીં વિશાળ સ્વિમિંગ પુલ છે જ્યાં તમે કલાકો સુધી પાણી સાથે રમત રમી શકો છો. સિનિયર સિટીઝન માટે ગોલ્ફ કાર્ટ છે જે તમને રૂમ સુધી લઇ જશે. અહીં ડેસ્ટિનેશન વેડિંગ થાય છે. જેમાં 1500થી 2000 લોકોની ક્ષમતા સાથેનો ઓપન ગાર્ડન છે. અહીંના એડિબલ ગાર્ડનમાં તમે ઓપન સ્પેસમાં તમે પાર્ટી, કેમ્પફાયરની મજા લઇ શકો છો. ઉપરાંત બૂફેના સેટઅપમાં તમે ચા, કોફી, લંચ કે ડીનર લઇ શકો છો. રાતે લાઇટિંગના કારણે સુંદર વ્યૂ તમને આ ગાર્ડનમાં જોવા મળે છે.
એડવેન્ચર એક્ટિવિટીઝમાં તમે ઝિપલાઇન, સાયકલિંગ કરી શકો છો. ક્રિકેટનું પ્લે ગ્રાઉન્ડ પણ છે તો તમે ક્રિકેટને એન્જોય કરી શકો છો. સ્વિંગમાં ઝુલા ખાઇ શકો છો. ગોલ્ફ શૂટિંગમાં તમે ગોલ્ફ રમી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો