નવરાત્રિના પાંચમા નોરતે ગુજરાતને એક જ દિવસમાં બે મોટી ભેટ મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, તો સાથે જ કાલુપુરથી મેટ્રો ફેઝ-1ની શરૂઆત કરાવી હતી. અમદાવાદના નાગરિકો માટે આ મોટી ભેટ છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. વંદે ભારત એક્સપ્રેસ 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરી લે છે.
મુંબઇ પહોંચતા કેટલા કલાક થાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી સવારે 10.30 કલાકે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. જે મુંબઇ માત્ર સાડા પાંચ કલાકમાં પહોંચી હતી. ટ્રેનનો સમય જોઇએ તો ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, જેમાં ગાંધીનગરથી બપોરે 2:05 કલાકે જ્યારે મુંબઈથી સવારે 6:10 કલાકે ઉપડશે. ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 520 કિલોમીટરનું અંતર જતાં સમયે 6:30 કલાક, આવતા સમયે 6:20 કલાકમાં પૂરું કરશે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 12:30 વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચશે. ટ્રેન સુરત ખાતે સવારે 8:50 કલાકે, વડોદરા ખાતે 10:20 કલાકે અને અમદાવાદ ખાતે 11:35 કલાકે ઉભી રહેશે. વળતી મુસાફરીમાં વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગર રાજધાનીથી બપોરે 2:05 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બપોરે 2:40 વાગ્યે, વડોદરા સાંજે 4 વાગ્યે અને સુરતમાં 5:40 PM પર ઉભી રહેશે. ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દોડશે. આ ટ્રેન અમદાવાદમાં 10 મિનિટ, સુરતમાં 5 મિનિટ અને વડોદરામાં 3 મિનિટ રોકાશે.
‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન
ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા
- GSM અથવા GPRS
- ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
- સીસીટીવી કેમેરા
- પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
- વેક્યૂમ બાયોટોયલેટ્સ
- સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
- 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
- વાઇફાઈની સુવિધા
- દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ
- સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ
ચા, નાસ્તો, હાઈ-ટી, લંચ-ડિનર અપાશે
ટ્રેનમાં હેલ્થ કોન્શિયસ લૉ કૅલરી મિલેટ રિચ રિજનલ મેનૂ સાથે આવશે. સવારની ચા, નાસ્તો, હાઈ-ટી, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે. રાગી, ભગર, અનાજ, ઓટ્સ, મુસલી વગેરેમાંથી બનાવેલા હેલ્થ કોન્શિયસ અને ઓછી કૅલરીવાળા ખાદ્યપદાર્થો મેનુમાં રહેશે. સ્થાનિક ખેડૂતો પાસેથી મેળવેલી મગફળી સાથે ‘પીનટ ચિક્કી’ અપાશે.
કેટલું છે ભાડું
વંદે ભારત ટ્રેનનું એસી ચેર કારનું ભાડું
આ ટ્રેનમાં અમદાવાદથી વડોદરાનું ભાડું 515 રૂપિયા, અમદાવાદથી સુરતનું ભાડું 740 રૂપિયા, અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલનું ભાડું 1385 રૂપિયા, વડોદરાથી સુરત વચ્ચેનું ભાડું 565 રૂપિયા, વડોદરાથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચેનું ભાડું 1230 રૂપિયા જ્યારે સુરતથી મુંબઇ વચ્ચે 950 રૂપિયા ભાડું થશે.
એક્ઝિક્યૂટિવ ક્લાસનું ભાડું
અમદાવાદ-વડોદરા રૂ.955
અમદાવાદ-સુરત રૂ.1,410
અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ રૂ.2,505
વડોદરા-સુરત રૂ.1,060
વડોદરા-મુંબઇ સેન્ટ્રલ રૂ.2,190
સુરત-મુંબઇ સેન્ટ્રલ રૂ.1,665
વડાપ્રધાને મેટ્રોની પણ કરાવી શરૂઆત
પીએમ મોદીએ વંદે ભારતની સાથે અમદાવાદ મેટ્રોનું પણ લોકાર્પણ કર્યું હતું. પ્રથમ ફેઝમાં તે થલતેજથી કાલુપુર સ્ટેશન અને બીજા તબક્કામાં એપીએમસીથી મોટેરા સુધી દોડશે. જેમાં એક છેડેથી બીજા છેડે જતાં લગભગ 35 થી 40 મિનિટનો સમય લાગશે. મેટ્રો ટ્રેનનું ભાડું પણ 5 રૂપિયાથી લઇને 25 રૂપિયા સુધીનું રાખવામાં આવ્યું છે.
સંપૂર્ણ સુરક્ષિત છે મેટ્રો
સ્ટેશનની અંદરની જગ્યા અને દાદર/એસ્કેલેટર કટોકટીની સ્થિતિમાં મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે કોડની સંબંધિત જોગવાઈ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઇમરજન્સી ફાયર એસ્કેપ સ્ટેરકેસ અને ડેડીકેટેડ ફાયરમેન સીડીઓ સ્વીકૃત ધોરણોની જરૂરિયાત મુજબ ભૂગર્ભ સ્ટેશનોમાં રાખવામાં આવી છે.
દરેક મેટ્રો કોચમાં સર્વેલન્સ કેમેરા અને ટોક બેકની સુવિધા આપવામાં આવી છે.
ફાયર ડિટેક્શન અને સપ્રેસન પ્રોવિઝન સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે.
ટનલ વચ્ચે ક્રોસ પેસેજ આપવામાં આવ્યા છે.
મેટ્રો સ્ટેશનોમાં સર્વેલન્સ કેમેરા પણ આપવામાં આવ્યા છે,
મેટ્રોનું આખું સંચાલન એક OCC થી કરવામાં આવે છે. SCADA સિસ્ટમ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવે છે.
સેન્ટ્રલ સિક્યોરીટી સર્વેલન્સ સિસ્ટમથી બધા જ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે.
સ્ટેશનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો અને નેશનલ ફાયર પ્રિવેન્શન એસોસિએશન (NFPA-130) મુજબ સ્થળાંતર અને આગ સલામતી ધોરણોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
તમામ એલિવેટેડ સ્ટેશનોને પેસેન્જર સ્ક્રિન ગેટ આપવામાં આવ્યા છે અને તમામ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને પેસેન્જર સ્ક્રિન ડોર આપવામાં આવ્યા છે, જેથી ટ્રેક પર કોઈ અકસ્માત ન થાય.
આગના કિસ્સામાં મુસાફરોને બહાર કાઢવા માટે વાયા ડક્ટ અને ટનલની સાથે ઇમરજન્સી વોકવે આપવામાં આવ્યો છે.
ઓટોમેટિક એન્ટ્રી/એક્ઝિટ ગેટ G TOM (ટિકિટ ઑફિસ મશીન) TVM (ટિકિટ વેન્ડિંગ મશીન) SRCM (રિચાર્જ કાર્ડ મશીન)
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો