પહાડોની રાણી છે મસૂરી. ટૂરિસ્ટ રજાઓમાં મસૂરી જવાનું ઘણું પસંદ કરે છે. પહાડોમાં એવી જગ્યા રહેવાનું દરેકને પસંદ હોય છે જ્યાં બાલ્કનીમાંથી પહાડ અને હરિયાળી જોવા મળે છે. જ્યારે સવારે આંખ ખુલે તો પહાડોની સુંદરતા તમારુ મન મોહી લે. મસૂરીની સવૉય હોટલ આવો જ અનુભવ અને સુંદરતા આપે છે.
બાળપણમાં દરેક વ્યક્તિએ પરીઓની વાર્તા તો સાંભળી જ હશે. જેમાં એવું આવતું હતું કે પરીઓ સોનાના મહેલમાં રહેતી હોય છે. મસૂરીની આ હોટલ પરીઓના ઘરથી બિલકુલ કમ નથી. આ હોટલ સારી તો છે જ પરંતુ તેને સુંદર બનાવે છે આ જગ્યા અને અહીંના દ્રશ્યો. હોટલથી તમને દૂર-દૂર સુધી સુંદર પહાડ જોવા મળશે. તમે અહીંથી આ શહેરને પણ એક નજરમાં નિહાળી શકો છો. હોટલમાં દરેક પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. જેને તમે તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો. બધા રૂમ અંદરથી ચોખ્ખા, સુંદર અને ઘણાં મોટા છે. રૂમની સાથે બાથરૂમ અને બાલ્કની પણ છે. જ્યારે પહાડોમાં હોઇએ તો બાલ્કની હોવી સૌથી જરૂરી છે. બાલ્કનીથી તમે પહાડોને નિહાળી શકો છો. આ ઉપરાંત તમે સુંદરતાની વચ્ચે પુસ્તક વાંચી શકો છો. ભોજનના સ્વાદને વધારવા માટે મારા વિચારથી આનાથી વધુ સારી જગ્યા કોઇ ન હોઇ શકે.
સેવૉય હોટલ મસૂરીમાં ઘણી ઉંચી જગ્યાએ આવેલી છે, જ્યાંથી તમે શહેર અને ખીણ બન્ને જોઇ શકો છો. હોટલને પહેલી નજરમાં જોઇએ તો લાગે છે કે આ કોઇ ટાવર છે. હોટલની ઇમારત ટાવરનુમા છે જે બાકીના કરતા અલગ છે. હોટલની આસપાસ અનેક પ્રકારના ફૂલ લાગેલા છે જે આ જગ્યાને ખાસ બનાવે છે. અહીં તમે પ્રકૃતિની સાથે રહી શકો છો. કેટલાક દિવસ વ્યસ્તતામાંથી કાઢીને રિલેક્સ થવા માટે આ સારી જગ્યા છે.
હોટલમાં રૂમની કોઇ કમી નથી. તમે કોઇપણ સીઝનમાં જતા રહો તમને અહીં રૂમ મળવામાં મુશ્કેલી નહીં પડે. આનાથી પણ સારી વાત એ છે કે કર્મચારીઓના સ્વભાવ સારા છે. જે તમારી દરેક વાતને સારી રીતે સમજે છે. કોઇ અજાણી જગ્યાએ આ બધુ મળી જાય તો બીજું શું જોઇએ?
ક્યાંક ફરવા જાઓ તો રોકાવાની જગ્યા બાદ સ્વાદિષ્ટ ભોજનની શોધ હોય છે. મસૂરીની સેવોય હોટલ તમને આ બાબતે નિરાશ નહીં કરે. હોટલ પર એક ડાઇનિંગ એરિયા છે જ્યાં તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો.
આ ઉપરાંત તમે શરાબ પીઓ છો તો હોટલમાં એક બાર પણ છે. જ્યાં તમને શરાબની ઘણી વેરાયટી મળી રહેશે. જો તમે શિયાળા જાઓ તો આ જગ્યા તમારા માટે સારી સાબિત થઇ શકે છે. જો તમે પુસ્તક વાંચવાના શોખીન છો તો હોટલનો એક ખૂણો આના માટે અલગ રાખ્યો છે.
અહીં એક સ્પા પણ છે જે તમને ઘણું રિલેક્સ ફીલ કરાવશે. આમ તો પહાડોના દ્રશ્ય તમને થાકનો અનુભવ નહીં કરાવે તો પણ થાક લાગે તો આના માટે સ્પા છે. સ્પા થાક દૂર કરવા માટેની એક સારી રીત છે. આ ફક્ત તમારા શરીરનો થાક જ દૂર નહીં કરે, સાથે જ મગજનો થાક દૂર કરવા માટે અસરદાર સાબિત થઇ શકે છે.
આ સ્પામાં અલગ-અલગ પેકેજ છે જેને તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર લઇ શકો છો. દુઃખની વાત એ છે કે હોટલમાં રોકાણ કરનારા માટે કોઇ ડિસ્કાઉન્ટ નથી મળતું. પરંતુ જ્યારે માલિશ પછી તમે તાજગી અનુભવશો તો તમને પૈસાની બરબાદી નહીં લાગે. જો તમે નોર્મલ માલિશ કરાવો છો તો તેના માટે તમારે ઓછામાં ઓછા 3,300 રૂપિયા ખર્ચવા પડશે.
સ્પા ઉપરાંત, આ હોટલમાં એક ઇન્ટરનેટ રૂમ પણ છે. જ્યાં તમે મૂવી જોઇ શકો છો, ઘણી ઇન્ડોર ગેમ્સમાં પોતાનો હાથ અજમાવી શકો છો. આ ઉપરાંત, મેજિક શો, લોકોને મળવું, વાતચીતનો આનંદ લઇ શકો છો.
આ પ્રોપર્ટી તમને કોઇપણ રીતે નિરાશ નહીં કરે. અહીંની દરેક ચીજ તમને ખુશ કરી દેશે. જે તમારી મસૂરીની સફરને યાદગાર બનાવી દેશે. તમે અહીં આવશો તો પોતાને લકઝરી જેવી ફિલ કરાવશો. એટલે જ્યારે પણ મસૂરી જાઓ તો પહાડોની સુંદરતા વચ્ચે આ હોટલને જરૂર જુઓ. અહીં આવ્યા પછી કદાચ તમને બીજે ક્યાંય જવાની જરૂર જ ન પડે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો