ઘુમવું...ફરવું...લાઈફને કરવી એન્જોય...નવી નવી જગ્યાઓને એક્સ્પ્લોર કરવી...કેમેરામાં એટલા બધી પળોને કંડારી લેવી કે જે જોઈને મન હરખાઈ જાય...અને આ બધું જ પોસિબલ થાય પરફેક્ટ બજેટમાં....હવે આનાથી વધારે કોઈ પ્રવાસ પ્રેમીને જોઈએ શું...
એક નાનકડી ટ્રિપમાં લાઈફને તરોતાજા કરી દેતા તમામ રંગો....કે પછી સફરની એક એક પળનું એન્જોયમેન્ટ...સોલો...દોસ્તોની સાથે કે પછી ફેમિલીની સાથે વાઈલ્ડલાઈફ, નેચર, એડવેન્ચર , મનોરંજન અને મસ્તી... સ્વાદની સોડમ તમામનો લુત્ફ ઉઠાવવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે શ્રીલંકા...બસ પડોશમાં જ છે આ દેશ પરંતુ ટોટલી ઈન્ટરનેશનલ ટ્રિપની ફીલ અપાવે તેવી તમામ ખાસિયતો છે ઈન્ડિયન ઓશનમાં મોતીસમા આ નાનકડા દ્વીપ દેશમાં.
શ્રીલંકામાં વિઝા ફ્રી..ફ્રી...ફ્રી...
શ્રીલંકામાં ટુરિઝમનો થઈ રહ્યો છે વિસ્તાર અને એમાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો એ છે આપણા ઈન્ડિયન ટુરિસ્ટ્સ, અને એટલે જ હવે ભારતીય પર્યટકો માટે શ્રીલંકામાં વિઝા પણ થઈ ગયા છે ફ્રી...તો બજેટમાં પરફેક્ટ બેસે એવું છે શ્રીલંકા. વિદેશયાત્રા માટે તમે શ્રીલંકાની પસંદગી કરી છે તો ખાસ ભારતીયો માટે કેટલાક ટુરિસ્ટ પેકેજ અને સુવિધાઓની વ્યવસ્થા છે..શ્રીલંકામાં તમને કેટલીક ખાસ ફેસિલિટીઝ મળે છે જેનો લાભ તમે ઉઠાવી શકો છો...બજેટમાં ઈન્ટરનેશનલ ટ્રિપ કરવી આસાન થઈ જશે. શ્રીલંકામાં સફર કરવા માટેના કેટલાક ખાસ ડેસ્ટિનેશન્સ વિશે જણાવું તો કોલંબો, ડંબુલા, કેન્ડી, નુવારા એલિયા જેવી જગ્યાઓ મનલુભાવન છે..
શ્રીલંકાના પ્રખ્યાત ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ
કોલંબો
શ્રીલંકાની રાજધાની કોલંબો મોર્ડન ટુરિસ્ટ અટ્રેક્શન અને ફેસિલીટીઝની સાથે જ શ્રીલંકાના ઈતિહાસની વાત કહે છે...અહીં તમને પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશ દેશોના કલ્ચરનું મિશ્રણ જોવા મળશે...કોલંબો શહેર પોતાના મંદિરો, મ્યુઝિયમ, કિલ્લાઓ માટે પોપ્યુલર છે જે શ્રીલંકાનો સમૃદ્ધ ઈતિહાસ બતાવે છે. કોલંબોમાં કઈ જગ્યાઓ ઘુમવા જેવી છે તેની વાત કરીએ તો લોટસ ટાવર, કોલંબો મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, માઉન્ટ લવિનિયા બીચ, ગંગારમાયા મંદિર, કોલંબો ડચ મ્યુઝિયમ જેની ઘણી જગ્યાઓ તમે એક્સ્પ્લોર કરી શકો. કેટલીક જગ્યાઓ તમે ફ્રી ઓફ કોસ્ટમાં ઘુમી શકો તો કેટલાક સ્થળોએ તમારે એન્ટ્રી ફીસ આપવાની રહે છે. કોલંબોમાં તમે શોપિંગની પણ મજા માણી શકો છો.
સિગરિયા રૉક ફોર્ટ
આ જગ્યા દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પાંચમી સદીમાં બનેલી આ જગ્યાની ખૂબસૂરતી જોઈને હર કોઈને આ જગ્યા મનમાં વસી જાય છે. સ્થાનિક લોકો સિગરિયા રૉક ફોર્ટને દુનિયાના આઠમા અજૂબા તરીકે માને છે. યૂનેસ્કોએ સિગરિયા રૉક પોર્ટને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપ્યું છે.
મિનટેલ
શ્રીલંકાના પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસીસમાંથી એક છે મિનટેલ જે એક ગિરીમાળા છે... આ જગ્યા બૌદ્ધ સમુદાયના લોકો માટે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. મિનટેલની આસપાસના નજારા બેહદ ખૂબસૂરત અને કુદરતી સૌંદર્યથી ભરપુર છે...ચારેતરફ છવાયેલી હરિયાળી તમારું મન મોહી લેશે.
રાવણ વૉટરફૉલ
શ્રીલંકાની સૌથી ખૂબસૂરત જગ્યાઓમાં રાવણ વૉટરફોલ પણ છે શામેલ..એલા વન્યજીવ અભયારણ્યમાં આવેલા આ ખૂબસૂરત જળધોધની ખૂબસૂરતી દિલ જીતી લેશે....ઉપરથી નીચે પડતું દૂધ જેવા સફેદ રંગનું પાણી ...ઝરણાની આસપાસની હરીભરી લીલોતરી પર્યટકોને આતર્ષિત કરે છે. કપલ્સ માટે આ જગ્યા છે બેસ્ટ. વરસાદની સીઝનમાં આ જળપ્રપાતનો પ્રવાહ વધારે હોય છે જે એક અદભુત સુંદરતા ધારણ કરે છે.
નાઈન આર્ચ બ્રિજ
શ્રીલંકાના ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં નાઈન આર્ચ બ્રિજ એક શાનદાર જગ્યાછે. જે શ્રીલંકાના નાનકડા શહેર એલામાં આવેલો છે. પ્રવાસીઓ આ બ્રિજથી ચારેતરફનો કુદરતી નજારો માણી શકે છે જે અદભુત અનુભવ છે. આ બ્રિજના નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો પરંતુ રેતી , ઈંટ અને સિમેન્ટથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
એડમ પીક
શ્રીલંકાની એડમ પીક પણ પોપ્યુલર છે..જેના શિખર પર એક બૌદ્ધ મઠ બનેલો છે. અહીં એક પથ્થર પર પદચિન્હ છે જે અલગ અલગ ધર્મના લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ ટોચ પર પહોચીંને દેખાતો નીચેનો નજારો અદભુત હોય છે.
ઉનાવાતુના
શ્રીલંકાની સફરમાં તમારે ઉનાવાતુનાની મુલાકાત જરુર લેવી જોઈએ...ઉનાવાતુના - દરિયા કિનારે આવેલું સ્થળ જે પોતાની સફેદ રેતીવાળા સમુદ્ર કિનારા માટે જાણીતું છે. આ શાંતિપ્રિય સ્થળ પર મહાલવાનો લહાવો લેવા જેવો છે. લોકો અહીં સુંદર દ્રશ્યો અને રંગબેરંગી માછલીઓ અને કાચબા જોવા જાય છે અને મજા માણે છે. જોકે અહીના સ્વાદિષ્ટ વ્યંજન પણ પર્યટકોની પસંદ છે.
ગલ વિહાર..
ગલ વિહાર શ્રીલંકામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે...શ્રીલંકાના પોલોન્નારુવા શહેરમાં આવેલું છ. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ પ્રખ્યાત સ્થળ છે..ભગવાન બુદ્ધની વિશેષ મૂર્તિઓ જોવા મળશે...બૌદ્ધ ધર્મને જાણવા માગતા હોય તો તમે ગલ વિહારની મુલાકાતનું પ્લાનિંગ કરી શકો. ગલ વિહાર એક પ્રકારનું શિલા મંદિર છે..જ્યાં કેટલીક ગુફાઓ પણ છે..કહેવાય છે કે ગલવિહારનું નિર્માણ 12મી સદીમાં પરાક્રમબાહુ પહેલા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રીલંકા આવતા પ્રવાસીઓને અહીંનું આર્કિટેક્ચર પસંદ આવે છે.
મિરિસા બીચ
પાર્ટી લવર્સ માટે શ્રીલંકાનો મિરિસા બીચ બેસ્ટ છે...આ બીચ પાર્ટી ફ્રેન્ડલી છે...શ્રીલંકાના સૌથી ફેમસ ડેસ્ટિનેશન્સમાંથી એક છે...ફ્રેન્ડ્સ કે પાર્ટનર સથે અહીં આવવું લહાવા સમાન છે...અહીં તમે વ્હેલ જોઈ શકો...સ્નોર્કલિંગ..સર્ફિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો. બીચની નજીક જ રેસ્ટોરાં અને હોટેલ્સ છે જે પ્રવાસને સુગમ બનાવે છે.
શ્રીલંકાની સ્વાદ સફર
શ્રીલંકા જેટલું સીનિક દ્રષ્ટિએ ખૂબસૂરત છે એટલા જ સ્વાદિષ્ટ અહીંના વ્યંજનો પણ છે. જો આપ એક નૉન વેજિટેરિયન છો તો અહીં ઘણા સ્વાદિષ્ટ ભોજનના વિકલ્પો આપને મળી રહે છે. અને વેજિટેરિયન્સ માટે પણ ઘણી બધી શ્રીલંકન વાનગીઓ ટેસ્ટ કરવાનો ચાન્સ રહે છે. શ્રીલંકાની પોપ્યુલર ડિશીઝમાં ફિશ અંબુલ થિયલ, કોટ્ટુ, પરિપ્પૂ, અપ્પમ, પોલોસ, કોકોનટ રોટી જેવા વ્યંજન ટ્રાય કરી શકાય .
શ્રીલંકા જવા માટે ટ્રાવેલ ટિપ્સ
- સામાન્ય રીતે શ્રીલંકા જવા માટે સસ્તામાં સસ્તી ફ્લાઈટ મેળવવા માટે તમારે એડવાન્સમાં ટિકિટ કરાવી લેવી વધુ ફાયદો કરાવશે. બે અઠવાડિયાથી ત્રણ મહિના પહેલા કરાવેલા બુકિંગમાં એવરેજ ફેરથી વધુ સસ્તા દરે ફ્લાઈટ્સ મળતી હોય છે. મુલાકાતીઓએ શ્રીલંકન રાજધાની કોલંબોથી 35 કિમી અંતરે આવેલા ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટની ઉડાન ભરવાની રહેશે. ભારતના પ્રમુખ શહેરો જેવા કે ચેન્નાઈ, બેંગલોર, ન્યૂ દિલ્લીથી શ્રીલંકાની ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે.
- જો તમે પ્રીપ્લાનિંગ સાથે શ્રીલંકાની ટુર કરી રહ્યા છો તો એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા તમને લગભગ 16 હજાર રુ. ની આસપાસ રિટર્ન ટિકિટ મળી રહેશે. લગભગ 1 મહિના પહેલા ટિકિટ બુક કરાવતા તમને એડવાન્સ બુકિંગમાં 10 થી 15 ટકા સુધીની બચત થઈ શકે. જો કે કોશિશ કરવી કે એડવાન્સમાં તમે રિફંડેબલ ટિકિટ્સનું બુકિંગ કરો.
- શ્રીલંકામાં તમને અકોમોડેશન માટે ઘણી જ સસ્તી હોટેલ્સ મળી રહેશે.. લગભગ 15 હજારથી ઓછા ખર્ચમાં તમે રોકાણ કરી શકો. શ્રીલંકામાં તમને કેપ્સ્યુલ્સ, હોટેલ્સ, ગેસ્ટહાઉસના બજેટ ઓપ્શન મળી રહેશે.
- જો તમે 5 થી 8 દિવસની બજેટ ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો શ્રીલંકાના શહેરોમાં રોકાણ માટે પણ તમારે એડવાન્સમાં ગેસ્ટ હાઉસ કે 3 સ્ટાર હોટલ્સ બુક કરવી જોઈએ. હોટેલ બુકિંગ સમયે ધ્યાન રાખવું કે તમારું એક મીલ તેમાં શામેલ હોય. ઓનલાઈન બુકિંગ કરતા પહેલા હોટેલ્સના રેટિંગ્સ જરુર ચૅક કરી લેવા સાથે જ હોટલ , ગેસ્ટહાઉસમાં કૉલ કરીને ઓરિજિનલ તસવીરો જરુરથી મંગાવી લેવી.
- શ્રીલંકાના ઘણી શહેરોમાં લોકલ ટ્રાન્સપોર્ટની સારી સુવિધા છે...આ શહેરોને બહેતરીન રીતે એક્સ્પોલર કરવા મટે લોકલ ટ્રાન્સપોર્ટની મદદથી કંટ્રોલ્ડ બજેટમાં તમે શહેરની સફર કરી શકો છો. એરપોર્ટ્સથી શટલ સર્વિસીસ જેવી સુવિધાઓ પણ મળી રહે છે. ઈન્ડિયાની જેમ જ ટ્રાવેલ કરવા માટ બસોની સુવિધા પણ મળ છે. તો ટુકટુક સવારી પણ તમે અહીં કરી શકો.
તો હવે..તમને ખબર છે કે શ્રીલંકામાં મસ્તીથી બેફિકર થઈને ફરવું કેવી રીતે...તમારા બજેટમાં તમે શ્રીલંકાની બેસ્ટ ટ્રિપ પ્લાન કરી શકો છો...અને માણી શકો છો...એક મનલુભાવન મુસાફરીની મોજ.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો