વાત જ્યારે ફરવાની આવે ત્યારે ફરવા માટેનું સ્થળ નક્કી કરવું એ હંમેશા એક મુશ્કેલ પ્રશ્ન રહ્યો છે, કારણ કે, આપણે હંમેશા એવા સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરીએ છીએ, જ્યાં સાહસની મજા પણ હોય અને રજાઓ પણ, તેથી આજે અમે આ ક્રમમાં તમને ભારતના કેટલાક સુંદર સ્થળોનો પરિચય કરાવવા માટે જઇ રહ્યા છીએ, જ્યાં તમારી રજાઓ ચોક્કસપણે મનોરંજક અને યાદગાર બની રહેશે.
કસોલ
હિમાચલપ્રદેશના મનાલી પાસેના કસોલ ગામમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓ આવતા હોવાથી આ ગામ મીની ઇઝરાયેલ તરીેકે ઓળખાય છે. ગામમાં નમસ્કારના સ્થાને શલોમ કહેતા ઇઝરાયેલીઓ નજરે પડે છે. કસોલી ગામના સ્થાનિક લોકોને ઇઝરાયેલીઓની અસર હેઠળ ઇઝરાયેલી ફૂડ હમ્મસ અને પિટા બ્રેડ આરોગે છે. આ ગામમાં લાકડાનું એક યહુદી સાંસ્કૃતિક સ્થળ તૈયાર કર્યું છે. સૌથી નવાઇની વાત તો એ છે કસોલમાં ભારતીય પુરુષોના પ્રવેશવા પર પ્રતિબંધ છે. જો કોઇ ભૂલથી આવી જાયતો પણ ગામમાં રોકાવા માટે મકાન મળતું નથી. પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કલ્ચર ભેદના લીધે ઘણી વાર સમસ્યા ઉભી થાય છે. મનાલીથી કસોલ જતા તંબુઓની હારમાળા શરુ થઇ જાય છે.બહાર ચાલતી મ્યૂઝિકમાં તેલઅવિવની છાંટ દેખાઇ આવે છે. ઇઝરાયલના પ્રવાસીઓથી ધમધમતા આ સ્થળના કારણે અનેક સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે.
લાચુંગ
સમુદ્ર સપાટીથી 9600 ફૂટની ઉંચાઈ પર આવેલું, સિક્કિમનું આ આકર્ષક શહેર ઉત્તર સિક્કિમ જિલ્લાના લાચુંગમાં આવેલું છે. લાચુંગ લાચેન અને લાચુંગ નદીઓના સંગમ પર આવેલું છે, જે આગળ વધીને તિસ્તા નદીમાં ભળી જાય છે. લાચુંગનો અર્થ "નાની ખીણ" થાય છે અને તે વિશ્વભરના લેખકો માટે એક પ્રિય સ્થળ છે. લાચુંગ તેના મઠ માટે પ્રખ્યાત છે, અને વિશ્વભરમાંથી હજારો પ્રવાસીઓ અહીં લાચુંગ મઠને જોવા માટે આવે છે.
તેને યુમથાંગ ખીણનું પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે. ખાસ કરીને લાચુંગ તેના સુંદર ધોધ, પ્રાચીન નદીઓ અને વિશાળ સફરજનના બગીચા માટે પ્રખ્યાત છે અને તેની સુંદરતા જોવા માટે મોટાભાગના પ્રવાસીઓ ઓક્ટોબરથી મે સુધી અહીં આવે છે. શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં થોડો ઘટાડો થાય છે.
મુનશિયારી
મુનશિયારી એ ઉત્તરાખંડનું એક સુંદર હિલ સ્ટેશન છે જે હિમાલયની તળેટીમાં આવેલું છે. રાજ્યના પિથોરાગઢ જિલ્લા હેઠળનું આ પહાડી સ્થળ તેના મોહક વાતાવરણ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. 2300 મીટરની ઉંચાઈ પર સ્થિત, મુનશિયારી નો મોટાભાગનો હિસ્સો બરફની જાડી ચાદરથી ઢંકાયેલો છે. અહીં બર્ફિલા શિખરોને કારણે આ હિલ સ્ટેશનને ઉત્તરાખંડનું 'મિની કાશ્મીર' કહેવામાં આવે છે.તિબેટ અને નેપાળ બોર્ડરની નજીક આવેલું આ પહાડી નગર સાહસિક પ્રવાસીઓ માટે સ્વર્ગથી કમ નથી. આ ઉપરાંત મુન્સ્યારી હિમાલયની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે પણ પ્રખ્યાત છે.
ઓલી
ભારતનું મીની સ્વિટ્ઝર્લેન્ડ "ઓલી" ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશના ચમોલી જિલ્લામાં આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 3,000 મીટર છે.અહીંથી ઘણી પર્વતમાળાઓ દેખાય છે. આ સિવાય અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી પણ અહીં થાય છે. તે ભારતના શ્રેષ્ઠ સ્કીઇંગ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આ સ્થળની સુંદરતા જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. શિયાળાની ઋતુમાં ઘણી હિમવર્ષા થાય છે. ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય પછી આ સ્થળની સુંદરતા દસ ગણી વધી જાય છે. અહીં બરફ કપાસ જેવો નરમ પડે છે. અલબત્ત, ઓલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળામાં છે જ્યારે તમે બરફ સંબંધિત પ્રવૃત્તિઓની સંપૂર્ણ શ્રેણીનો આનંદ લઈ શકો છો.
જોશીમઠથી ઔલીને જોડતો 4.15 કિલોમીટર લાંબો રોપવે એશિયાનો બીજો સૌથી લાંબો રોપવે છે. ત્રિશુલ પર્વત, સમુદ્ર સપાટીથી 23490 ફૂટની ઊંચાઈએ આવેલું છે, જે ઔલીનું મુખ્ય આકર્ષણ છે. આ પર્વતનું નામ ભગવાન શિવના ત્રિશૂળ પરથી પડ્યું છે. જોશી મઠ ઓલીથી 12 કિલોમીટરના અંતરે છે. તેને બદ્રીનાથ અને વેલી ઑફ ફ્લાવર્સનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
સ્પીતિ
સ્પીતિ વેલી એ ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત એક ઠંડું રણ છે. આ પ્રદેશ બરફથી ઢંકાયેલી હિમાલયની પર્વતમાળાઓની અદભૂત ઝલક આપે છે. સ્પીતિ વેલી 12500 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને ચારે બાજુથી હિમાલયથી ઘેરાયેલી છે. તે ભારતના સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે, કારણ કે આ પ્રદેશમાં વર્ષમાં માત્ર 250 દિવસ સૂર્યપ્રકાશ મળે છે. ખીણની સુંદરતા આંખોને ખૂબ જ શાંત કરે છે, અહીંના પ્રાચીન તળાવો, પાસ અને વાદળી આકાશ લોકોને ખૂબ આકર્ષે છે. આ ખીણ ખીણ નાની ઝૂંપડીઓ અને બૌદ્ધ મઠોથી પણ ઘેરાયેલી છે.
સ્પીતિ વેલીમાં ધનકર મોનેસ્ટ્રી, કાઝા, કુંજમ પાસ, પિનવેલી નેશનલ પાર્ક, ત્રિલોકીનાથ મંદિર, તાબો મઠ વગેરે જોવાલાયક સ્થળ છે. અહીં જવાનો સૌથી સારો સમય મેથી જૂન મહિનો છે. શિયાળામાં -17 ડિગ્રી જેટલું નીચુ તાપમાન જોવા મળે છે. જો તમારે બરફવર્ષાની મજા લેવી હોય તો શિયાળામાં જઇ શકો છો.
પાલમપુર
પાલમપુર હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી થોડાક જ કિલોમીટર દૂર આવેલું એક નાનકડુ પહાડી શહેર છે જે પોતાની ધોલાધાર પર્વતમાળાના શાનદાર દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે. પાલમપુરને ઉત્તરના ચારના બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં પર્યટક ચાના બગીચાના અંતહિન લીલા મેદાનોને જોઇ શકે છે જે તમને તાજગીથી ભરી દેશે. બર્ફિલા પર્વતો, દેવદાર અને પાઇના જંગલો અને અહીંનું શાંત વાતાવરણ જે લોકો શાંતિથી કામ કરવા માંગે છે તેમના માટે સ્વર્ગ સમાન છે. તો જો તમે વર્કેશન માટે કોઇ જગ્યા શોધી રહ્યા છો તો આ એક બેસ્ટ ઓપ્શન છે.
પાલમપુર કાંગડા જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. તેને ઉત્તર પશ્ચિમ ભારતની ચાની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, આ સ્થળે ચાના બગીચાઓ કરતાં પણ ઘણું વધારે જોવા મળે છે. પાલમપુર વિક્ટોરિયન શૈલીની હવેલીઓ, ગ્રીન પ્લાન્ટેશન, ઊંડી ખીણો, મોહક શિખરો, સુંદર મઠો, શાંત મંદિરો અને ઘણું બધું પ્રદાન કરે છે. શાંતિપૂર્ણ વાતાવરણ, સુંદર સવાર, અદભૂત સૂર્યાસ્ત તમારા રોકાણને યાદગાર બનાવશે.
નજીકનું એરપોર્ટ કાંગરા છે જે પાલમપુરથી 40 કિ.મી. દૂર છે. કાંગરા માટે દરરોજ ફ્લાઇટ ઉપલબ્ધ છે. નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ છે. જે પાલમપુર સાથે નેરોગેજ ટ્રેનથી જોડાયેલું છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો