ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે!

Tripoto

અમદાવાદથી માંડ સવા બસ્સો કિમી દૂર આવેલું માઉન્ટ આબુ એ તમામ ગુજરાત વાસીઓનું સૌથી મનપસંદ આઉટિંગ હિલ સ્ટેશન ડેસ્ટિનેશન છે. અરે! ઘણા શહેરમાં તો શાળાઓમાંથી આબુનો પ્રવાસ પણ લઈ જવામાં આવે છે. ઉપરાંત, માઉન્ટ આબુ ખાતે ફેમિલી ટ્રીપ ન કરી હોય તેવો ભાગ્યે જ કોઈ ગુજરાતી પરિવાર જોવા મળશે.

વળી, મિત્રો સાથે ફરવા જવા માટે ગોવાની લોકપ્રિયતા છેલ્લા એકાદ દાયકામાં વધી, ગુજરાતીઓ માટે તો બેચલર આઉટિંગ માટે આબુ હજુયે એટલું જ લોકપ્રિય છે!

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

હવે અહીં પ્રશ્ન એ ઉદભવે કે આબુ જો આટલું બધું લોકપ્રિય હોય તો તે સ્થળે કપલ્સ માટે રોમેન્ટિક ટ્રીપ થઈ શકે કે કેમ? જેનો જવાબ છે હા, માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! માઉન્ટ આબુમાં નીચેની જગ્યાઓની તમે તમારા પાર્ટનર સાથે મુલાકાત લેશો તે ચોક્કસપણે એક યાદગાર અનુભવ બની રહેશે:

1. નક્કી લેક:

હા, આબુમાં જોવાલાયક સ્થળોની શરૂઆત તો આબુની ‘ટ્રેડમાર્ક’ સમાન જગ્યાથી જ કરવી જોઈએ ને? નક્કી લેકના કિનારે કપલ્સ ખૂબ આનંદમય સમય પસાર કરી શકે છે. પાર્ટનર સાથે બોટિંગ કરવાનો રોમાંચ પણ માણી શકાય છે અને અહીં બહાર બગીચામાં પરંપરાગત રાજસ્થાની પોશાક પહેરીને ફોટોશૂટ પણ કરાવી શકાય છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

2. સનસેટ પોઈન્ટ:

નક્કી લેકથી તદ્દન નજીક સનસેટ પોઈન્ટ આવેલો છે જે લોકોમાં ‘હનીમૂન પોઈન્ટ’ તરીકે પણ જાણીતો છે. હવે આ નામ પરથી જ સમજી શકાય કે આબુ ફરવા આવતા કપલ્સ માટે આ સૌથી મનપસંદ જગ્યા હોવાની. 4000 ફીટની ઊંચાઈ પર આવેલી આ જગ્યાએ બેસીને આસપાસ અદભૂત નજારાઓ જોવા મળે છે. અહીં આથમતા સૂર્યને નિહાળવાની અને પ્રાકૃતિક વાતાવરણમાં રોમેન્ટિક સાંજ વિતાવવાની મજા જ કઈક જુદી છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

3. ટોડ રૉક:

આ અન્ય એક નક્કી લેકથી નજીક અને ઊંચાઈ પર આવેલી જગ્યા છે. ચોમેર કુદરતી સૌંદર્ય વચ્ચે એક વિશાળ આકર્ષક પથ્થર ખૂબ સુંદર લાગે છે. આબુના અન્ય ફરવા કે જોવાલાયક સ્થળોની જગ્યાએ અહીં પ્રમાણમાં ઓછા પ્રવાસીઓ આવે છે તેથી કપલ્સને અહીં એકબીજા સાથે સમય વિતાવવાનો અમૂલ્ય સમય મળી રહે છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

4. ઉતરાજ:

માઉન્ટ આબુ મુખ્ય શહેરથી થોડે દૂર આબુ રોડ પાસે ઉતરાજ નામનું એક હરિયાળું, રમણીય ગામડું છે. અહીં ચોમેર વનરાજી વચ્ચે ટ્રેક પર જવું એ કોઈ પણ કપલ માટે એક નવો અને રોમેન્ટિક અનુભવ બની રહે છે. આ ટ્રેક સમયે રસ્તામાં આસપાસ ગામડાના લોકોની સરળ અને સુખદ જીવનશૈલી જોવા મળે છે. સાંજે અહીં ખુલ્લા આકાશ નીચે બોનફાયરની રોમેન્ટિક ક્ષણો માણી શકાય અને ટેન્ટમાં રોકાણ તો અત્યંત રોમાંચિત અનુભવ છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

5. અચલગઢ કિલ્લો:

11મિ સદીમાં બનેલો આ ઐતિહાસિક અચલગઢ કિલ્લો એ માઉન્ટ આબુથી માત્ર 11 કિમી દૂર આવેલો છે. અહીં એક ખૂબ જ પ્રાચીન અચલેશ્વર મહાદેવ મંદિર તેમજ 3 જૈન મંદિરો પણ છે. ઓફબીટ જગ્યાની મુલાકાતના શોખીન કપલ્સ માટે આ એક ઘણી સારી જગ્યા છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

6. ટ્રેવર્સ ટેન્ક:

વન વિભાગનો આ વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ છે. અહીં ચારે બાજુ પુષ્કળ હરિયાળી વચ્ચે એક કૃત્રિમ સરોવર બનાવવામાં આવ્યું છે. કુદરતી ફોટોગ્રાફીનો શોખ ધરાવતા કપલ્સએ આ જગ્યાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ કેમકે આ વિસ્તારમાં ફરવા આવતા કપલ્સનું આ મનપસંદ ડેસ્ટિનેશન છે. અહીં જવા મત પ્રતિ વ્યક્તિ 30 રૂ પ્રવેશ ફી છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

7. પિસ પાર્ક:

આબુની વિવિધ જગ્યાઓ ફરીને તમે કોઈ એવી જગ્યાએ જવા ઈચ્છો જ્યાં ખૂબ જ પ્રાકૃતિક વાતાવરણમાં આદ્યાત્મિક શાંતિનો અનુભવ કરવો હોય તો બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલો આ બાગ એક ખૂબ જ સુંદર જગ્યા છે. દરેક કપલે અહીં જરૂર આવવું જોઈએ કેમકે સંપૂર્ણ શાંત અને આદ્યાત્મિક વાતાવરણમાં પાર્ટનરનો સાથ અનુભવવો એ પણ અનેર લ્હાવો છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

8. ગુરુ શિખર:

આબુનું વધુ એક લોકપ્રિય સ્થળ એટલે ગુરુ શિખર. પરંતુ આબુ આવતા કપલ્સએ અમુક દાદરા ચડીને આ જગ્યાની મુલાકાત લેવી જરૂરી છે, કેમકે અહીંથી આસપાસ કુદરતી નજારો ખૂબ જ આહલાદક જોવા મળે છે.

Photo of ગુજરાતીઓનું મનપસંદ માઉન્ટ આબુ રોમેન્ટિક ટ્રીપ માટે પણ બેસ્ટ છે! by Jhelum Kaushal

નિરાંતે સમય વિતાવવો હોય તો 3 રાત/ 4 દિવસનું પેકેજ શ્રેષ્ઠ સાબિત થશે.

તમે આબુ ટ્રીપ કેવી રીતે કરી હતી? અમને કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads