જો તમારે વેકેશનમાં ઝરણાં, વિસ્મયકારક પર્વતો, ગાઢ જંગલો, ઈતિહાસ અને પરંપરાનો આનંદ માણવો હોય તો ત્રિપુરાથી વધુ સારી જગ્યા બીજી કોઈ નથી. અગરતલા એ ત્રિપુરાની રાજધાની છે, જે ઉત્તરપૂર્વના સાત સિસ્ટર રાજ્યોમાંનું એક છે, જેને ઘણીવાર મણિપુર અને મિઝોરમના સમાનાર્થી તરીકે ઓળખવામાં આવે છે. દેશનું ત્રીજું સૌથી નાનું રાજ્ય હોવાથી અને અદ્ભુત વારસો ધરાવતું ત્રિપુરા એક સુંદર પર્યટન સ્થળ છે.
કલા અને સંસ્કૃતિથી સમૃદ્ધ , ઓગણીસ જાતિઓની ભૂમિ ત્રિપુરા લીલાછમ પહાડોમાં વસેલું છે અને કુદરતી સૌંદર્ય અને મનોહર સ્થળો સાથે વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ધાર્મિક તહેવારો, રંગબેરંગી વેશભૂષા, વાંસની બનાવટો, બહુભાષી લોકો અને સ્વાદિષ્ટ ખોરાક, વિવિધતા, સંસ્કૃતિ, ભાષાઓ, ખોરાકની સાથે જુદા જુદા પ્રકારના લોકો એ ભારતના આ પૂર્વોત્તર રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. અહીં આવીને તમને ટ્રેકિંગ અને શોપિંગનો સારો અનુભવ મળશે.
અમારા આજના આ લેખમાં, તમે ત્રિપુરાના એવા સ્થળો વિશે જાણી શકશો, જે ફરવા માટે ખૂબ જ સારી છે. અહીં એક નહીં પરંતુ અનેક જોવાલાયક સ્થળો છે, જ્યાંની યાત્રા તમારા માટે યાદગાર બની શકે છે. તો ચાલો જાણીએ ત્રિપુરામાં ફરવાલાયક સ્થળો વિશે.
ત્રિપુરાના તહેવારો
ત્રિપુરાનું નામ યયાતિ વંશના 39મા શાસક, રાજા ત્રિપુરના નામ પરથી રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે કેટલાક ઈતિહાસકારો એવું પણ માને છે કે સ્થાનિક દેવી "ત્રિપુર" ના નામને કારણે આ રાજ્યનું નામ ત્રિપુરા પડ્યું હતું. આ રાજ્યમાં ભૂતિયા, ચેનલ, ચકમા, ગારો, હલમ, જામનિયા, ખાસિયાત, કુકી, લેપચા, લુશાઈ, મોગ, મુંડા, નોટિયા, નારંગી, રાયંગ, સાંતાલ અને ત્રિપુરી જાતિઓ વસે છે.
બિહુ નૃત્ય અને ગરિયા નૃત્ય અહીંના મુખ્ય નૃત્ય છે. અહીંના લોકનૃત્યો હોજાગીરી અને હાયેક છે. ગૌરી પૂજા, અશોકષ્ટમી, પિલક, ખરચી, નીરમહલ અને દિવાળી અહીંના મુખ્ય તહેવારો છે.
ત્રિપુરાના પર્યટન સ્થળો
ઉનાકોટી
ઉનાકોટી એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત લોકપ્રિય હેરિટેજ સ્થળ છે. અહીં તમે અસંખ્ય સુંદર રોક-કટ કોતરણી અને ભીંતચિત્રો જોઇ શકો છો. ઉનાકોટીનો શાબ્દિક અર્થ થાય છે "એક કરોડથી ઓછું". આ કોતરણી 7મી થી 9મી સદીની છે અને લીલા પૃષ્ઠભૂમિના પેચ પર ભવ્ય લાગે છે. ઉનાકોટી એ એક પ્રાચીન યાત્રાધામ પણ છે, જે દૂર-દૂરથી પ્રવાસીઓ અને ભક્તોને આકર્ષે છે. અહીંની ઘણી કોતરણીઓ ભગવાન શિવના જીવન તેમજ હિન્દુ પૌરાણિક કથાઓના અન્ય ઉદાહરણો દર્શાવે છે. નંદી બળદ, ભગવાન રામ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાનની મૂર્તિઓ પણ અહીં જોઈ શકાય છે. હાઇકિંગ, ટ્રેકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઉનાકોટી એક સારું સ્થળ છે.
નીર મહેલ પેલેસ
'ધ લેક પેલેસ ઓફ ત્રિપુરા' અથવા નીરમહલ એ સમગ્ર ભારતીય ઉપખંડનો સૌથી મોટો મહેલ છે. તે આપણા દેશમાં આવેલા બે પાણીના મહેલોમાંથી એક છે. આ મહેલ પૂર્વ શાહી મહેલના રાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરની મહાન દ્રષ્ટિનું પરિણામ છે. તે રાજા અને તેના પરિવાર માટે ઉનાળુ મહેલ હતો. આજે પણ, તેની અત્યંત અલંકૃત રચના ભવ્ય ભૂતકાળને પ્રતિબિંબિત કરે છે.
નીરમહેલમાં સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બતાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરવામાં આવે છે. આ મહેલની મુલાકાત વખતે તમે બોટ રાઈડ પણ લઈ શકો છો. તમે રુદ્રસાગર સરોવર દ્વારા બોટ રાઈડ દ્વારા જ મહેલ સુધી પહોંચી શકો છો.
ઉજ્જયંત પેલેસ
વર્ષો પહેલા ઉજ્જયંત પેલેસ એક રાજવી મહેલ હતો. અગરતલા શહેર આ મહેલની આસપાસ કેન્દ્રિત છે. 1901 માં બંધાયેલ આ મહેલમાં વૈભવી ટાઇલ્સવાળા માળ, વક્ર લાકડાની છત અને આકર્ષક દરવાજા છે. 'ઉજ્જયંતા પેલેસ' નામ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું, જે ત્રિપુરાના નિયમિત મુલાકાતી હતા. આ રાજ્ય સ્વતંત્ર શાહી રાજવંશ ધરાવે છે. આ મહેલમાં પબ્લિક હોલ, થ્રોન રૂમ, દરબાર હોલ, લાઈબ્રેરી, ચાઈનીઝ રૂમ અને રિસેપ્શન હોલનો સમાવેશ થાય છે. પાર્કલેન્ડના 28 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા, આ અનોખા મહેલમાં દેવતાઓ, લક્ષ્મી નારાયણ, ઉમા-મહેશ્વરી, કાલી અને જગન્નાથને સમર્પિત અનેક હિન્દુ મંદિરો આવેલા છે. મહેલ મુલાકાતીઓ માટે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લો રહે છે અને સોમવારે બંધ રહે છે.
ત્રિપુરા સુંદરી મંદિર
ત્રિપુરા સુંદરી મંદિર ત્રિપુરાના અગરતલાથી લગભગ 55 કિમી દૂર ઉદયપુરમાં સ્થિત એક સુંદર મંદિર છે. આ ભવ્ય મંદિર 500 વર્ષ જૂનું છે. ઉદયપુર જિલ્લામાં આવેલું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે અને આ એ સ્થાન છે જ્યાં સતીનો જમણો અંગૂઠો પડ્યો હતો. તેના ઇતિહાસ અને સુંદરતાને કારણે, આ ભવ્ય મંદિરની આખુ વર્ષ શ્રદ્ધાળુઓ મુલાકાત લેતા હોય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતીના 51 ટુકડા કર્યા હતા અને તેમના ભાગો જ્યાં પડ્યા તે સ્થાનોને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ભવ્ય મંદિર વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તે કાચબાના આકારમાં છે અને તેને કુરમા પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જમ્પુઇ હિલ્સ
જમ્પુઇ હિલ્સ અગરતલાથી 250 કિમી દૂર જમ્પુઇનાં પહાડોમાં આવેલું છે. જમ્પુઇ પર્વતમાળા તેના મોટી સંખ્યામાં નારંગીના ઉત્પાદન માટે જાણીતી છે, જેના કારણે તેને "ત્રિપુરાનું કાશ્મીર" તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિપુરામાં દર નવેમ્બરમાં ઓરેન્જ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. ફળોના તહેવારને માણવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. આ ટેકરીઓમાં ઓર્કિડ અને ચાના બગીચાઓ પણ છે જે તેને અગરતલાનું મુખ્ય પ્રવાસન સ્થળ બનાવે છે.
આ સિવાય પણ અહીં અન્ય આકર્ષણો જેવા કે દેવતામુરા, તેપનિયા ઈકો પાર્ક, ઉદયન બુદ્ધ વિહાર, મેખલીપરા ટી એસ્ટેટ પણ જોવાલાયક છે.
ત્રિપુરા ફરવા જવાનો સૌથી સારો સમય કર્યો છે?
ઉત્તર-પૂર્વીય રાજ્યોની જેમ, ત્રિપુરામાં આબોહવા સમગ્ર વર્ષ દરમિયાન મુખ્ય તાપમાનની તુલનામાં પ્રમાણમાં ભેજવાળી હોય છે. એકંદરે, આ રાજ્યની મુલાકાત લેવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય છે કારણ કે ત્યારે ફરવા માટે તાપમાન અનુકૂળ હોય છે. ચોમાસાની ઋતુમાં ત્રિપુરાની મુલાકાત ન લેવી જોઈએ કારણ કે રાજ્યમાં ભારે વરસાદ પડે છે અને પરિણામે પ્રવાસીઓને નુકસાન થઈ શકે છે.
ત્રિપુરા કેવી રીતે પહોંચવું
ત્રિપુરા ભારતના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલું છે. ત્રિપુરામાં એરપોર્ટ છે અને તે બાકીના ઉત્તર-પૂર્વ ભારત સાથે રોડ દ્વારા સારી રીતે જોડાયેલું છે. ત્રિપુરા કેવી રીતે પહોંચવું તે નીચે મુજબ છે.
ફ્લાઇટ દ્વારા ત્રિપુરા કેવી રીતે પહોંચવું-
ત્રિપુરાનું અગરતલા એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. અગરતલાથી 5 કિમીના અંતરે આવેલું આ એરપોર્ટ કોલકાતા અને ગુવાહાટી સાથે સીધી ફ્લાઈટ દ્વારા જોડાયેલું છે. ફ્લાઇટ દ્વારા મુસાફરી કરીને એરપોર્ટ પહોંચ્યા પછી, તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે અહીંથી ઓટો અથવા ટેક્સી બુક કરી શકો છો.
ટ્રેન દ્વારા ત્રિપુરા કેવી રીતે પહોંચવું
ટ્રેન દ્વારા ત્રિપુરા જતા પ્રવાસીઓને જણાવી દઇએ કે ત્રિપુરાનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કુમારઘાટ છે, જે ત્રિપુરાથી 140 કિલોમીટર દૂર છે. કુમારઘાટ સ્ટેશન કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ચેન્નાઈ અને બેંગ્લોર જેવા ઘણા મોટા શહેરોના રેલહેડ્સ સાથે જોડાયેલું છે. એટલા માટે તમે ભારતના કોઈપણ મોટા શહેરથી કુમારઘાટ સ્ટેશન સુધી ટ્રેન પકડી શકો છો.
રોડ દ્વારા ત્રિપુરા કેવી રીતે પહોંચવું-
અગરતલા તેલીમુરાથી 44 કિમી, મનુથી 109 કિમી, કુમારઘાટથી 133 કિમી, સિલચરથી 295 કિમી, આઈઝોલથી 300 કિમી, દ્વારબંદથી 313 કિમી, શિલોંગથી 459 કિમી, ઈમ્ફાલથી 557 કિમી, ગુવાહાટીથી 558 કિમી દૂર છે. પ્રવાસીઓ માટે રાજ્ય અને ખાનગી બસો પણ ઉપલબ્ધ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો