ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા

Tripoto
Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

જ્યારે ઉનાળાની ઋતુમાં ફરવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકો પહેલા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અથવા લેહ લદ્દાખનો ઉલ્લેખ કરે છે.

એ વાત સાચી છે કે આ પ્રદેશો ઉનાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે, પરંતુ આપણે વારંવાર ઉત્તર પૂર્વ ભારતને ભૂલી જઈએ છીએ. ઉત્તર પૂર્વ ભારત દેશનો એક ભાગ છે, જ્યાં તેની સુંદરતા અને ઠંડી હવા લાખો પ્રવાસીઓને મોહિત કરી શકે છે.

ઉત્તર પૂર્વ ભારત દેશનો એક ભાગ છે જ્યાં ઉનાળાની રજાઓ યાદગાર રીતે ઉજવી શકાય છે. આ લેખમાં અમે તમને ઉત્તર વિશે જણાવીશું

અમે તમને પૂર્વ ભારતના કેટલાક ટોપ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે તમારા પરિવાર સાથે ઉનાળાની રજાઓમાં જઈ શકો છો.

પેલિંગ (Pelling)

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

જ્યારે ઉનાળાની રજાઓમાં ઉત્તર પૂર્વ ભારતમાં ફરવાની વાત આવે છે, તો પેલિંગનું નામ ચોક્કસપણે આવે છે. સિક્કિમની સુંદર ખીણોમાં આવેલું આ શહેર તેની સુંદરતાની સાથે-સાથે ઠંડી હવા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તે એક સુંદર હિલ સ્ટેશન પણ છે. જૂન અને જુલાઇની આકરી ગરમીમાં પણ, પેલિંગમાં તાપમાન 10°C થી 25°C ની વચ્ચે રહે છે. સુંદર પેલિંગ શહેર દરિયાની સપાટીથી 2150 મીટરની ઉંચાઈ પર આવેલું છે. બરફથી આચ્છાદિત પર્વતો અને પર્વત શિખરો પરથી દેખાતા નયનરમ્ય દૃશ્યો તેને વધુ સુંદર બનાવે છે.

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

આ શહેરમાંથી કંચનજંગાનું ખૂબ જ મનોહર દૃશ્ય દેખાય છે. આ ઉપરાંત, પેલિંગનો સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ તેને ગંગટોક પછી સિક્કિમનું સૌથી મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બનાવે છે. એવું કહેવાય છે કે શરૂઆતમાં પેલિંગ એ જંગલોથી ભરેલો વિસ્તાર હતો જેમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. એક સમૃદ્ધ ગામ તરીકે તેના વિકાસનું સૌથી મોટું કારણ બનેલા બે બૌદ્ધ મઠો પેમાયાંગસ્તે અને સાંગચોલિંગ જેની વચ્ચે તે સ્થિત છે. પેલિંગમાં તમે કંચનજંગા વોટરફોલ, પેમા યાંગ્ત્સે મોનેસ્ટ્રી, સિંગશોર બ્રિજ અને કંચનજંગા નેશનલ પાર્ક જેવા શ્રેષ્ઠ સ્થળોની શોધખોળ કરી શકો છો. તમે પેલિંગમાં એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.

મુખ્ય આકર્ષણ

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

જો કે ઉનાળામાં જ્યારે પણ તમને તક મળે ત્યારે તમે પેલીંગ જઈ શકો છો, પરંતુ જો તમે ઓગસ્ટ મહિનાની આસપાસ જાઓ છો, તો તમે દર વર્ષે ઉજવાતા કંચનજંગા તહેવારની મજા માણી શકો છો. આ દરમિયાન સર્વત્ર ઉત્સવનો માહોલ જોવા મળે છે. ફેસ્ટિવલ દરમિયાન ઘણી મનોરંજક રમતો અને અન્ય ઇવેન્ટ્સ પણ યોજાય છે, જેમ કે રનરંગિતમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ, કાયાકિંગ, ટ્રેકિંગ, માઉન્ટેન બાઈકિંગ અને અન્ય એડવેન્ચર ગેમ્સ સાથે ઘણી પરંપરાગત રમતોમાં સામેલ થઇ શકો છો. આ સમય દરમિયાન પરંપરાગત લિમ્બુ ડાન્સ, ફ્લાઈંગ અને છાબ રંગનો પણ આનંદ માણી શકાય છે. પેલીંગમાં જવું બિલકુલ મુશ્કેલ નથી. આ વિસ્તાર હવાઈ અને રેલ દ્વારા ભારતના ઘણા મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.

શિલોંગ (Shillong)

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

શિલોંગ, સમુદ્ર સપાટીથી 4 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ આવેલું છે, તે ઉત્તર પૂર્વ ભારતમાં સૌથી સુંદર અને લોકપ્રિય સ્થળોમાંનું એક છે. આ સ્થળની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને નોર્થ ઈસ્ટનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તેને પૂર્વમાં તળાવોના શહેર તરીકે પણ ઓળખે છે.

શિલોંગની સુંદરતા અને હવામાન ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. ઊંચા પહાડો, ગાઢ જંગલો અને તળાવો અને ધોધ શિલોંગની સુંદરતામાં વધારો કરે છે.

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

શિલોંગની હરિયાળી ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. અહીં તમે તમારા પરિવાર સાથે શિલોંગ પીક, લેડી હૈદરી પાર્ક, કૈલાંગ રોક, વોર્ડ્સ લેક અને મીથા વોટરફોલ જેવા અદ્ભુત સ્થળોને એક્સ્પ્લોર કરી શકો છો.

તવાંગ (Tawang)

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

તવાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું એક સ્થળ છે, જ્યાં લગભગ દરેક ભારતીય જવા માંગે છે. આ શહેર ઊંચા પહાડો, ગાઢ જંગલો અને તળાવો અને ધોધની વચ્ચે આવેલું છે. તે કોઈ સુંદર સ્વર્ગથી કમ નથી. તવાંગની સુંદરતા એટલી બધી છે કે ઘણા લોકો તેને ઉત્તર પૂર્વનું સ્વર્ગ માને છે. કુદરતે તવાંગને ભ તેની સુંદરતાથી ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મે, જૂન અને જુલાઇની કાળઝાળ ગરમીમાં પણ અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે. એશિયાનો સૌથી મોટો બૌદ્ધ મઠ પણ અહીં છે. શહેરોના ઘોંઘાટથી પરેશાન લોકો તવાંગ આવી શકે છે, જે ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. અહીં કેટલાક સ્થળો છે જે તમારી સફરને વધુ રોમાંચક બનાવશે, તમે ગોરીચેન પીક, સેલા પાસ, તવાંગ મોનેસ્ટ્રી, નુરનાંગ વોટરફોલ, તવાંગ વોર મેમોરિયલ, પીટી ત્સો લેક, જસવંત ગઢ અને તાકત્સંગ જેવી અદ્ભુત જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો.

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

ભારત-ચીન સરહદથી 25 માઈલ દૂર સ્થિત તવાંગમાં છેલ્લા 6-7 વર્ષોમાં ઝડપી વિકાસ જોવા મળ્યો છે. તેની વસ્તી લગભગ 15,000 છે. તવાંગ જ્યાં પહાડો છે. તે એક શાંત વિસ્તાર છે. ધોધ, મઠોથી લઈને રોમાંચક ટ્રેક્સ સુધી, ઉત્સાહનો ખજાનો છે. જો તમે તવાંગની મુલાકાત લેવાનું નક્કી કરો છો, તો તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. તે ઉત્તર-પૂર્વમાં સ્થિત એક અદ્ભુત હિલ સ્ટેશન છે જે શિયાળાના મહિનાઓમાં હિમવર્ષા થાય છે. જે લોકો બરફવર્ષા જોવાના શોખીન છે તેમના માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી.

તવાંગ મઠ:

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

તવાંગ મઠને ગોલ્ડન નામગ્યાલ લહાત્સે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અરુણાચલ પ્રદેશના અમૂલ્ય રત્નોમાંથી એક છે. સમુદ્ર સપાટીથી 3000 મીટરની ઉંચાઈ પર સ્થિત તવાંગ મઠને વિશ્વના બીજા સૌથી મોટા મઠ તરીકે ઓળખવામાં આવી છે, કારણ કે પ્રથમ મઠ લ્હાસા છે. આ મઠ 400 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે અને આ વિસ્તારમાં 17 ગોમ્પા પર તે નિયંત્રણ ધરાવે છે.

ગંગટોક

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

ઉનાળો હોય, શિયાળો હોય કે વરસાદની ઋતુ હોય, કોઈપણ ઋતુમાં ગંગટોકની મુલાકાત લેવાનું પોતાનું એક આકર્ષણ હોય છે. ઉંચા પહાડો, ગાઢ જંગલો, ક્રિસ્ટલ જેવી વહેતી નદીઓ અને તળાવો અને ધોધ ગંગટોકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તે ટોપ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પણ પ્રખ્યાત છે.

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

ગંગટોક તેની સુંદરતા તેમજ સાહસિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ટ્રેકિંગ સિવાય તમે અહીં હાઇકિંગ પણ કરી શકો છો. ગંગટોકમાં તમે ઈન્ડિયા ચાઈના બોર્ડર, તાશી વ્યુ પોઈન્ટ, હનુમાન ટોક અને હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક જેવા અદ્ભુત સ્થળો પણ જોઈ શકો છો.

આ સ્થળોને પણ કરો એક્સપ્લોર

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

ઉનાળાની ઋતુ દરમિયાન, તમે ઉત્તર પૂર્વ ભારતના અન્ય ઘણા અદ્ભુત અને ટોચના સ્થળોને એક્સપ્લોર કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે મેઘાલયમાં ચેરાપુંજી, સિક્કિમમાં નાથુલા પાસ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ, આસામમાં માજુલી ટાપુ અને નાગાલેન્ડમાં ઝુકોઉ વેલી જેવા અદ્ભુત અને ઠંડી જગ્યાઓએ ફરવા જઇ શકો છો.

Photo of ગરમીઓમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની આ સુંદર જગ્યાએ પરિવાર સાથે પહોંચી જાઓ વેકેશન મનાવવા by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads