મસૂરીની પર્વતીય સુંદરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આને પહાડોની રાણીના નામથી સંબોધન કરવામાં આવે છે. અહીંનો દરેક નજારો કોઇ ચિત્રકારની કૃતિ જેવો પ્રતિત થાય છે.
ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ કોઇ સ્વર્ગથી કમ નથી. અને આ સુંદર જગ્યાની આ ખૂબીઓના કારણે એક રખડુના લિસ્ટમાં જરૂર સામેલ હોવી જોઇએ.
મસૂરીમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા
આજે અમે આપને ‘ક્વીન ઑફ હિલ્સ’ એટલે કે પહાડોની રાણી મસૂરીની એવી જગ્યાઓ અંગે જણાવીશું જ્યાં ગયા વગર તમારી મસૂરીની યાત્રા અધૂરી રહી જશે.
કેમ્પ્ટી ફૉલ્સ
કેમ્પ્ટી ફૉલ્સ મસૂરીનું સૌથી મોટુ ટૂરિસ્ટ એટ્રેક્સન છે. દરેક મોસમમાં અહીં પર્યટકોની ખાસ્સી-એવી ભીડ જમા રહે છે. ખાસ કરીને ગરમીઓમાં તો અહીં પગ મૂકવો મુશ્કેલ થઇ જાય છે. અહીં વૉટરફોલ નજીક જઇને ન્હાવાની મજા જ કંઇક અલગ છે. આમ તો જો તમારે કેમ્પ્ટી ફૉલ્સનો આનંદ લેવો છે તો ત્યાં જરૂર જાઓ, જ્યાંથી આ વૉટરફોલ શરૂ થઇ રહ્યો છે.
લાલ ટિબ્બા
મસૂરીનાં સૌથી ઉંચા શિખરની વાત કરીએ તો લાલ ટિબ્બાનું નામ સૌથી પહેલા આવે છે. અહીંના પહાડના રંગ લાલ હોવાના કારણે આનું નામ લાલ ટિબ્બા રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો આને ડિપો હિલના નામથી પણ ઓળખે છે. લાલ ટિબ્બાની ઉંચાઇ એટલી છે કે અહીંના શિખરથી તમે દૂરબીનની મદદથી ગંગોત્રી, બદ્રીનાથ, નંદાદેવી અને શ્રીકંતાના શિખરો પણ જોઇ શકો છો.
મસૂરી સરોવર
મસૂરી સરોવર એક કુત્રિમ સરોવર છે જેને સિટી બોર્ડ તેમજ દહેરાદૂન વિકાસ પ્રાધિકરણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સરોવર મસૂરીથી 7 કિલો મીટર દૂર દહેરાદૂન માર્ગ પર નિર્મિત છે.
ગનહિલ
ગનહિલ સમુદ્ર સપાટીએથી 2024 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગનહિલ મસૂરીનું બીજું સૌથી ઉંચુ શિખર છે. ગનહિલથી સૂરજની ઝલક જોવા મળે છે. અહીંથી જુવો તો બરફથી ઢંકાયેલા બરફના ઝાડ ઘણાં જ મનમોહક લાગે છે. ગનહિલનું લોકપ્રિય વર્ણન ગનહિલના ઇતિહાસથી જાણી શકાય છે. પ્રાચીન કાળમાં જ્યારે ઘડિયાળ નહોતી તે સમયે ગનહિલ શિખર પર ગન ચલાવાતી હતી. જેનાથી અહીંના નિવાસીઓને સમયનું જ્ઞાન થઇ જતું હતું. ત્યારથી આ શિખરનું નામ ગનહિલ પડી ગયું.
ક્લાઉડ પેડ
ક્લાઉડ એન્ડ એ જગ્યા છે. જ્યાં વાદળોને ઘણાં નજીકથી જોઇ શકાય છે. આ જગ્યા મસૂરી લાઇબ્રેરી રોડથી લગભગ 7.5 કિલોમીટર દૂર આવેલી છે. પર્યટક અહીં ગાડી કે પછી હેપ્પી વેલીથી હથિપાઓન રોડ પર ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકે છે.
સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ
સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ 18મી શતાબ્દીમાં ભારતના સર્વેયર જનરલ રહેલા સર જ્યોર્જ એવરેસ્ટનું ઘર હતું. અહીં રહીને જ જ્યોર્જે ભારતના ઘણાં ઉંચા શિખરોની શોધ કરી અને તેમને નકશા પર કોતર્યા. માઉન્ટ એવરેસ્ટના સૌથી ઉંચા શિખરની શોધ સર જ્યોર્જે જ કરી હતી. ત્યારબાદ આ પર્વતનું શિખર સર જ્યોર્જ એવરેસ્ટના નામ પર રાખવામાં આવ્યું છે. મસૂરીમાં ગાંધી ચોકથી ફક્ત 6 km ના અંતરે આવેલું સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ આજે પ્રવાસીઓ માટે એક રેસ્ટોરન્ટ તરીકે ફેરવી નાંખવામાં આવ્યું છે. અહીંથી પહાડોના ઘણાં જ મનોરમ દ્રશ્ય પર્યટકોને જોવા મળે છે. ઘણાં લોકો તેને ‘પાર્ક એસ્ટેટ’ના નામથી પણ ઓળખે છે.
તિબેટિયન મંદિર
તિબેટિયન મંદિર બૌદ્ધ સભ્યતાનું અનુપમ ઉદાહરણ છે. આ મંદિર પ્રવાસીઓને દૂરથી જ પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવાય છે કે તિબેટથી ભારત આવ્યા બાદ બૌદ્ધ ધર્મ ગુરુ દલાઇ લામાએ મસૂરીના આ જ સ્થળે શરણ લીધી હતી.
ધ મૉલ રોડ
આ મસૂરીના મુખ્ય બજારોમાંનું એક છે. આને લોકો મૉલ રોડના નામથી પણ ઓળખે છે. મસૂરીના મોટાભાગના ફેમસ મુખ્ય સ્ટોર માલ રોડ પર જ આવેલા છે. તમને કપડાથી લઇને વીજળીના ઉત્પાદનો સુધી દરેક પ્રકારની વસ્તુઓ અહીં મળી જશે. આ બજાર લાયબ્રેરી પૉઇન્ટથી શરૂ કરીને પિક્ચર પેલેસ સુધી જાય છે. આ બજાર અંદાજે 2 કિલોમીટર લાંબા ક્ષેત્રમાં ફેલાયેલું છે.
બેનોગ વન્યજીવ અભયારણ્ય
ચારેબાજુ ગાઢ જંગલોથી ઘેરાયેલું બેનોગ વન્યજીવ અભયારણ્યમાં તમે ઘણાં એવા પક્ષીઓ જોઇ શકો છો જે વિલુપ્ત થવાની અણીએ છે. જુદાજુદા પક્ષીઓ ઉપરાંત અહીં તમને દિપડા, હરણ, રીંછ અને હિમાલયન બકરીઓ જોવા મળશે. આ સ્થાન મસૂરીથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું છે. અહીં આવતા પહેલા આપને જણાવી દઉં કે આ જગ્યા સવારે 5 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે સાથે જ અહીં પાલતુ પ્રાણીઓને લાવવાની સખત મનાઇ છે.
મસૂરી જવાનો યોગ્ય સમય
મસૂરી જવાનો સૌથી સારો સમય ગરમીની સીઝન છે. ઠંડીની ઋતુમાં સ્નોફૉલની મજા લેવા માટે પણ મસૂરી આવી શકાય છે. પરંતુ જણાવી દઉં કે ક્યારેક ક્યારેક વધારે બરફવર્ષાના કારણે અહીંના રસ્તા બંધ થઇ જાય છે. તો તમે કોઇપણ જાતની પરેશાની વગર મસૂરી ફરવા માંગો છો તો તમારે માર્ચથી જૂનની વચ્ચે મસૂરી આવવું જોઇએ.
કેવી રીતે પહોંચશો મસૂરી
મસૂરી જવા માટે વિમાન, ટ્રેન કે ગાડી ત્રણેમાંથી કોઇપણ સાધનનો ઉપયોગ કરી શકાય છે.
વિમાનથી: ફ્લાઇટથી દેહરાદૂનના જોલી એરપોર્ટ પર ઉતરવું પડશે. જે મસૂરીથી નજીકનું એરપોર્ટ છે.
ટ્રેનથી: મસૂરી જવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન દેહરાદૂન છે જે 30 કિલોમીટર દૂર આવેલું છે.
રોડ દ્વારાઃ બસથી પણ મસૂરી પહોંચી શકાય છે. અહીં સરકારી બસો અને ખાનગી બસો પણ ચાલે છે, દિલ્હી અને નૈનીતાલથી બસ મળી જશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો