શિયાળો જવાની તૈયારીમાં છે, હવે ફક્ત સવાર-સાંજની ઠંડક જ બચી છે. માર્ચ આવતા જ બધુ સુસ્ત લાગવા લાગે છે. આળસ આપણો દોસ્ત બની જાય છે અને કંઇ પણ કરવાનું મન નથી થતુ. આ સુસ્તીને તાજગીમાં ફેરવવાની સૌથી સારી રીત છે રખડપટ્ટી. હવામાન થોડુક ગરમ અને ભેજવાળુ રહે છે પરંતુ ફરવાથી મનને શાંતિ મળે છે. માર્ચમાં ફરવા માટે ઘણી સારી જગ્યાઓ છે. માર્ચમાં ઘણાં બધા ફેસ્ટિવલ છે જેના બહાને તમે તે જગ્યાઓને જોઇ શકો છો. તમે માર્ચમાં ક્યાંય જવા માંગો છો કે જવાનુ વિચારી રહ્યા છો અને જગ્યા પસંદ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો અમે તમારા માટે લાવ્યા છીએ એક બકેટ લિસ્ટ જ્યાં તમે માર્ચમાં ફરી શકો છો.
1. વેલાસ, રત્નાગિરી
વેલાસ મહારાષ્ટ્રના રત્નાગિરીનું એક નાનકડું ગામ છે. આ દરિયાના પશ્ચિમી કિનારા પર વસેલું છે. આ ગામમાં 100થી વધુ પરંપરાગત ઘર છે. અહીં માછિમારો મોટી સંખ્યામાં રહે છે, આને ફિશિંગ વિલેજ પણ કહે છે. આ ગામ મુંબઇથી 220 કિ.મી. દૂર છે. આમ તો તમે અહીં આખા વર્ષમાં ગમે ત્યારે આવી શકો છો પરંતુ માર્ચમાં આવવાનું એક કારણ છે. માર્ચમાં અહીં વેલાસ કાચબા ફેસ્ટિવલ ઉજવાય છે. આ તહેવાર માર્ચમાં આ જગ્યાને ખાસ બનાવી દે છે. વેલાસ ગામમાં ફેસ્ટિવલ ઉપરાંત ઘણુંબધુ જોવા જેવું છે. તમે અહીં હરિહરેશ્વર બીચ, કેલશી બીચ, દિવેગર બીચ અને વિક્ટોરિયા ફોર્ટ જરુર જુઓ.
મુંબઇથી અંતરઃ 220 કિ.મી.
2. ગોવા
એ જગ્યા જ્યાં દરેક વ્યક્તિ જવાની ઇચ્છા રાખે છે તે છે ગોવા. ગોવા ટૂરિસ્ટો માટે એક હબ બની ગયું છે પરંતુ માર્ચમાં ગોવા જવાની વાત જ કંઇક અલગ છે. માર્ચમાં ગોવા ઘણું જ સુંદર હોય છે. આ મહિનામાં જ ગોવાનો સૌથી મોટો હિન્દુ ફેસ્ટિવલ ‘સિગ્મો મહોત્વ’પણ આયોજીત કરવામાં આવે છે. આ ફેસ્ટિવલ 14 દિવસો સુધી ગોવાના રસ્તા પર ચમક પ્રસરાવે છે. દરરોજ સિગ્મો ફેસ્ટિવલ કંઇક સુંદર કરે છે. આ વખતે આ ફેસ્ટિવલ 21 માર્ચ 2020થી શરુ થઇ રહ્યો છે. જો તમે માર્ચમાં ગોવા જવાનું વિચાર રહ્યા છો તો આ ફેસ્ટિવલનો હિસ્સો બની શકો છો. આ ઉપરાંત તમે ગોવાના રસ્તા અને બીચ પર તો જશો જ.
મુંબઇથી અંતરઃ 587 કિ.મી.
3. કુર્ગ
દેશના સૌથી સુંદર અને શાનદાર ડેસ્ટિનેશન્સમાંનું એક છે કુર્ગ. કુર્ગ જ્યારે પણ જાઓ સુંદર જ લાગશે પરંતુ માર્ચમાં કુર્ગ સ્વર્ગ જેવું લાગે છે. શિયાળો જતો રહ્યો હોય છે અને ગરમી પણ વધુ નથી હોતી. તમે અહીંના રસ્તાઓ પર આરામથી પગપાળા ચાલીને સુંદરતા જોઇ શકશો. અહીંની હરિયાળી તમારુ મન મોહી લેશે. માર્ચમાં જ કુર્ગમાં એક મ્યુઝિક ફેસ્ટિવલ હોય છે જેને સ્ટોર્મ ફેસ્ટિવલ પણ કહે છે. તમે કુર્ગમાં આ ફેસ્ટિવલને પણ જોઇ શકો છો. આ ફેસ્ટિવલમાં દેશના જાણીતા મ્યુઝિશિયન આવે છે. કુર્ગ આવો તો તમે અહીં એબ્બે ફૉલ, નાગરહોલ નેશનલ પાર્ક, મેડીકેરી કિલ્લો અને પુષ્પાગિરીને જરુર જુઓ.
ઉટીથી અંતરઃ 246 કિ.મી.
4. વૃંદાવન
દેશના ધાર્મિક શહેરોમાં જે શહેરોનું નામ લેવામાં આવે છે તેમાં વૃંદાવન પણ છે. કૃષ્ણ-રાધાના આ શહેરમાં આમ તો હંમેશા જ રોનક રહે છે પરંતુ માર્ચમાં અહીંની છટા નિરાળી હોય છે. વૃંદાવનની હોળી ઘણી જ ફેમસ છે. અહીં હોળી મનાવવા ફક્ત દેશ જ નહીં આખી દુનિયામાંથી લોકો આવે છે. વૃંદાવનમાં હોળી એક દિવસનો તહેવાર નથી. અહીં હોળી અનેક દિવસો સુધી ચાલે છે. અહીં ફૂલોની હોળી, રંગોની હોળી અને લઠમાર હોળી જેવી અનોખી હોળી જોવા મળશે. તમારે તમારા જીવનમાં એક વાર તો વૃંદાવનની હોળીનો આનંદ જરુર લેવો જોઇએ. દુનિયાભરના ટ્રાવેલર્સ તમને હોળીમાં અહીં જોવા મળી જશે. ફોટોગ્રાફર્સ માટે તો વૃંદાવનની હોળી એક ઇવેન્ટ જેવી હોય છે. વૃંદાવન આવો તો બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર અને રાધા રમણ મંદિર જરુર જુઓ.
દિલ્હીથી અંતરઃ 182 કિ.મી.
5. ઉદેપુર
સરોવરના આ શહેરને જોવા માટે માર્ચ પરફેક્ટ ટાઇમ છે. આ સમય ત્યારે ખાસ થઇ જાય છે જયારે તમે અહીં હોળી સેલિબ્રેટ કરો છો. ઉદેપુરની હોળી આખા દેશમાં જાણીતી છે. ઘણાં બધા લોકો ઉદેપુરની હોળી મનાવવા ખાસ આવે છે. હોળીની શરુઆત હોલિકા દહનથી થાય છે અને બીજા દિવસે ઉદેપુર રંગોમાં રંગાઇ જાય છે. ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ છલકાય છે. માર્ચમાં તમે હોળીની સાથે ઉદેપુરની સુંદરતાને પણ જોઇ શકો છો. અહીં લેક પેલેસ, જગ મંદિર અને સિટી પેલેસ જોઇ શકો છો. જો તમે માર્ચમાં ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ઉદેપુર શ્રેષ્ઠ જગ્યા છે.
જયપુરથી અંતરઃ 395 કિ.મી.
6. કોલકાતા
સિટી ઑફ જૉયની લાઇફ દરેકે જોવી જોઇએ. અહીંના શહેરમાં ગામ પણ વસે છે, કદાચ એટલા માટે આ શહેર સુંદર છે. માર્ચમાં તમારે અહીં આવવું જોઇએ કારણ કે ત્યારે અહીં હોળી હોય છે. તમે ઘણી જગ્યાની હોળી જોઇ હશે પરંતુ બંગાળી હોળી તમને અહીં જોવા મળશે. આ ખાસ હોળીને અહીં વસંત પર્વ કહે છે. આ સુંદર હોળીને જોવા ઘણાં બધા લોકો કોલકાતામાં ભેગા થાય છે. આ વખતે તમે પણ તેનો હિસ્સો બની શકો છો.
દિલ્હીથી અંતરઃ 1530 કિ.મી.
7. લેહ-લદ્દાખ
આ જગ્યાનું નામ આવતા જ દરેકના મનમાં પહાડ, ખીણો, હરિયાળી અને તેમની વચ્ચેથી દોડતી બાઇક. દરેકની ઇચ્છા લેહ-લદ્દાખમાં રોડ ટ્રિપ કરવાની હોય છે. તમે રોડ ટ્રિપ પર લદ્દાખ ક્યારે પણ જઇ શકો છો પરંતુ માર્ચમાં લદ્દાખ જવાની અલગ જ ખાસિયત છે. માર્ચમાં તમે અહીં માથો નારંગ ફેસ્ટિવલને જોઇ શકો છો. તેમાં સ્થાનિક લોકો રંગબેરંગી રુપ લઇને શહેરની ગલીઓમાં નજરે પડે છે અને ડાન્સ કરે છે. તેઓ લદ્દાખના દેવી-દેવતાઓની સ્ટોરી લોકોની સામે પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત, તમે પેંગોંગ લેક, મેગ્નેટિક લેક અને લેહ પેલેસને જરુર જુઓ.
કારગિલથી અંતરઃ 218 કિ.મી.
8. જયપુર
આ વખતે હોળી જો તમે કંઇક અલગ અંદાજમાં સેલિબ્રિટ કરવા માંગો છો તો જતા રહો પિંક સિટી જયપુરમાં. જયપુરમાં હોળીના દિવસે હાથી ઉત્સવ મનાવવામાં આવે છે. તે દિવસે જયપુર ફક્ત રંગોથી અને સુંદર હાથીઓથી ભરાયેલું રહે છે. હાથીઓને જ્વેલેરી અને શાનદાર કપડાથી શણગારવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ તહેવારમાં તમે હાથી પરેડ, હાથી વૉક અને હાથી ડાન્સને એન્જોય કરી શકો છો. એટલે જો માર્ચમાં તમે ક્યાંય જવા માંગો છો તો જયપુર પણ એક સારો વિકલ્પ છે. જયપુર જાઓ તો આમેર કિલ્લો, જયગઢ કિલ્લો, નાહરગઢ કિલ્લો, હવા મહેલ અને સિટી પેલેસ જરુર જુઓ.
દિલ્હીથી અંતરઃ 280 કિ.મી.
9. રામેશ્વરમ
આ જગ્યાના નામથી એ ન વિચારી લેતા કે આ ઘણું જ ધાર્મિક શહેર છે. રામેશ્વરમ તો સમુદ્ર કિનારે વસેલું એક સુંદર શહેર છે જ્યાં સુંદર સુંદર બીચ છે જે તમને ફ્રેશ કરી દેશે. જો તમે માર્ચમાં ફેસ્ટિવલથી હટકે અલગ જગ્યાએ જવા માંગો છો તો તમારા માટે રામેશ્વરમ પરફેક્ટ જગ્યા છે. માર્ચમાં રામેશ્વરનું હવામાન પણ ઘણું જ ખુશનુમા હોય છે. જો તમે રામેશ્વર જાઓ છો તો રામાનાથસ્વામી મંદિર, રામ સેતુ અને અરિયામન બીચ જરુર જુઓ.
તંજાવુરથી અંતરઃ 169 કિ.મી.
10. હમ્પી
જો તમે સુંદરતાને ઇતિહાસના માળખામાં જોવા માંગો છો તો તમારે કર્ણાટકના હમ્પી જવું જોઇએ. હંપી ટૂરિસ્ટો અને ટ્રાવેલર્સ માટે ગઢ બની ચૂક્યું છે. હમ્પીમાં ઘણાં બધા મંદિરો છે. દરેક મંદિરને તેની બનાવટ અને કલાશૈલી ખાસ બનાવે છે. હમ્પી એવા લોકોને ઘણું જ પસંદ આવે છે જેમને નેચર અને ઐતિહાસિક જગ્યા પ્રત્યે લગાવ છે. માર્ચમાં તમે આ જગ્યાને તમારા બકેટ લિસ્ટમાં જોડી શકો છો. જો તમે હમ્પી આવો તો વિરુપાક્ષ મંદિર, વિઠ્ઠલા મંદિર અને લોટ્સ મંદિર જરુર જુઓ.
હોસ્પિટલથી અંદરઃ 13 કિ.મી.
તો તમે માર્ચમાં ક્યાં ફરવા જઇ રહ્યા છો? અમને કૉમેન્ટ્સમાં જણાવો.