રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં

Tripoto
Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

જો અમે તમને એમ કહીએ કે બાગી-3 ફિલ્મના એક ગીતમાં બર્ફિલા મેદાનોના સીનનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે તો શું તમે તે માનશો? સાથે જ સલમાન ખાન અને સોનાક્ષી સિંહા સ્ટારર દબંગ-3નું "યૂ કરકે" ગીત, કપિલ શર્માની ફિલ્મ "કિસ કિસકો પ્યાર કરું"નું એક ગીત અને આ ઉપરાંત પણ ઘણાંબધા આલ્બમના ગીતોના કાશ્મીર જેવા દ્રશ્ય રાજસ્થાનના કિશનગઢમાં શૂટ થયા છે.

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

જી હાં, અમે વાત કરીએ રહ્યા છીએ કિશનગઢ ડમ્પિંગ યાર્ડની..રાજસ્થાનના અજમેર જિલ્લામાં કિશનગઢ હવે ફિલ્મોના શૂટિંગ, પ્રીવેડિંગ શૂટ અને ફરવા માટે પણ એક ઘણું જ લોકપ્રિય સ્થાન બની ગયું છે. આને " રાજસ્થાનનું મૂનલેન્ડ", "રાજસ્થાનનું કાશ્મીર" અને "રાજસ્થાનનું સ્વિટ્ઝરલેન્ડ" નામથી ઓળખાય છે. તો ચાલો તમને જણાવીએ અમારી આ યાત્રા અંગે.

જયપુરથી કિશનગઢ ડમ્પિંગ યાર્ડ

જો તમે જયપુરથી કિશનગઢ ડમ્પિંગ યાર્ડ આવી રહ્યા છો તો અંદાજે 1:30-2 કલાકમાં તમે કિશનગઢ શહેરમાં પહોંચી જાઓ છો. જ્યાં પહોંચતા જ અમને ખબર પડી ગઇ કે આ માર્બલ ટ્રેડિંગનું કેટલું મોટું સ્પૉટ છે. કિશનગઢ ડમ્પિંગ યાર્ડમાં જવા માટે તમારે કિશનગઢ માર્બલ એસોસિએશન પાસેથી અનુમતિ લેવી પડે છે અને આ ઑફિસનું લોકેશન તમે સરળતાથી ગૂગલ મેપ્સ પર સર્ચ કરી શકો છો. અમે પહેલા કિશનગઢ માર્બલ એસોસિએશન ગયા જ્યાં પોતાનું આઇડી પ્રૂફ બતાવીને ડમ્પિંગ યાર્ડ માટે વિઝિટિંગ પાસ લઇ લીધો. તમને જણાવી દઇએ કે આ એક ઘણી જ સરળ પ્રક્રિયા છે જેમાં તમને કોઇ પરેશાની નહીં થાય.

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

પછી અહીંથી થોડેક જ દૂર કિશનગઢ ડમ્પિંગ યાર્ડ છે જ્યાં એન્ટ્રી પર અમારો પાસ ચેક કરવામાં આવ્યો અને પછી અમે વધારે અંદર એન્ટર થયા. કેટલાક સમય બાદ જ અમને ચારેબાજુ માત્ર સફેદ રેગિસ્તાન દેખાઇ રહ્યું હતું અને સાથે જ અમારો ઉત્સાહ ઘણો ઝડપથી વધી રહ્યો હતો. અંતમાં થોડેક દૂર આગળ વધીને અમે એ સ્થાને પહોંચ્યા જ્યાં આ બધુ શૂટિંગ કરવામાં આવે છે.

શૂટિંગ લોકેશન

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi
Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

ખરેખર...પહેલી ઝલકમાં જ અમે જે જોયું તે અમારી આશાઓથી ઘણું વધારે સુંદર હતું. ચારે બાજુ દૂર દૂર સુધી બરફની ચાદર અને તેની સાથે જ ક્રિસ્ટલ જેવા સ્વચ્છ પાણીના સરોવરો. અહીંનું પાણી એકદમ સ્વચ્છ હોવાથી અને સફેદ સપાટી હોવાના કારણે ઝરણાંનું પાણી આશ્ચર્યજનક રીતે વાદળી જોવા મળે છે અને આ ખરેખર તમને માલદીવ જેવું લાગશે.

લેક કિનારે તમને ટૂરિસ્ટ ફોટો લેતા દેખાશે. એકવાર માટે તો તમને એ પણ ખબર નહીં પડે કે આ માર્બલ ડિમ્પિંગ યાર્ડ છે કારણ કે સફેદ બર્ફિલા મેદાનની વચ્ચે બ્લૂ વોટર લેક જોવું. ખરેખર આ એક અનોખો અનુભવ હતો. અમે અહીં ઘણાં લોકો પોતાના દોસ્તો સાથે વીડિયો કૉલ પર મજાક કરતાં જોવા મળ્યા.

અમે પણ જ્યારે પોતાની તસવીરો લેવાની શરૂ કરી તો રોકાયુ નહીં અને મંત્રમુગ્ધ કરી દેનારા લોકેશનની ઘણી યાદો પોતાના ફોટોઝમાં સેવ કરી લીધી.

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi
Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

અહીં આવતા પહેલા તમને જણાવી દઇએ કે તમને અહીં ખાવા માટે દુકાનો નહીં મળે તો તેને જ ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી કરીને જશો તો સારુ રહેશે.

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

કિશનગઢ ડમ્પિંગ યાર્ડની કહાની

આ બધુ ત્યારે થયું જ્યારે RICCO અને કિશનગઢ માર્બલ એસોસિએશનને સંગેમરમરના ભંગારના નિકાલ જેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો હતો એટલે તેઓ કચરાને એક ખાસ જમીનમાં રાખવાનો વિચાર લઇને આવ્યા. બાદમાં કચરાનો સંગ્રહ ઘણો વધી ગયો કારણ કે તેણે પહાડનો આકાર ધારણ કરી લીધો, કારણ કે સંગેમરમરનું દ્રાવણ સફેદ રંગનું હોય છે, એટલે આ સફેદ બરફ જેવું દેખાવા લાગ્યું. બાદમાં કપિલ શર્માની ફિલ્મ "કિસ કિસકો પ્યાર કરું"ના શૂટિંગ પછી આ જગ્યા જલદી ફેમસ થઇ ગઇ અને હવે અહીં બ્લૂ વોટર લેકે તો અહીંની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દીધા છે.

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi
Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

કિશનગઢમાં ડમ્પિંગ યાર્ડ ઉપરાંત કેટલીક ફેમસ ફરવા લાયક જગ્યાઓ છે જેને અને અમારા નવા બ્લૉગમાં જલદી તમારા સુધી લાવવાની કોશિશ કરીશું.

અહીં આવવાનો સૌથી સારો સમય:

કિશનગઢ ડમ્પિંગ યાર્ડ જવાનો સૌથી સારો સમય શિયાળાની ઋતુ હશે. વર્ષના તે સમયે આ જગ્યા ઘણી મનમોહક લાગે છે. જો તમે ગરમીઓમાં જવા માંગો છો તો સાજે કે સવારના સમયે જાઓ અને ચોમાસામાં જવાથી બચો કારણ કે ત્યાં જગ્યા લપસણી બની શકે છે

ટિકિટ અને પ્રવેશનો સમય:

Photo of રાજસ્થાનનું પણ છે એક પોતાનું સ્વિટ્ઝરલેન્ડ! ઘણી બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે અહીં by Paurav Joshi

કોઇ પ્રવેશ ચાર્જ નથી. માત્ર માર્બલ એસોસિએશન કાર્યાલયથી અનુમતિ લેવાની જરૂર પડે છે. તે તમને એક પાસ આપશે જેને તમે ડમ્પિંગ યાર્ડના પ્રવેશ દ્વાર પર બતાવવો પડશે. સમય સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. વધુ જાણકારી માટે તમે અમારી YouTube ચેનલ WE and IHANA પર જઇ શકે છે.

https://youtube.com/c/WEandIHANA

કે પછી અમારો કિશનગઢ ડમ્પિંગ યાર્ડનો Vlog પણ જોઇ શકો છો.

અહીં કેવી રીતે પહોંચશો:

હવાઇ માર્ગ દ્વારા:

ડમ્પિંગ યાર્ડ કિશનગઢ એરપોર્ટથી માત્ર 10 કિ.મી. દૂર છે. તમે એરપોર્ટથી ટેક્સી લઇને અહીં સરળતાથી પહોંચી શકો છો.

રોડ દ્વારા:

ડમ્પિંગ યાર્ડ મુખ્ય બસ સ્ટેન્ડથી ફક્ત 5 કિ.મી. દૂર છે. ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચવા માટે તમે અહીંથી ઑટો અને ટેક્સી સરળતાથી લઇ શકો છો. જો તમે તમારા વાહનથી આવી રહ્યા છો તો તમે ગૂગલ મેપ્સને ફૉલો કરી શકો છો.

રેલવે માર્ગ દ્વારા:

ડમ્પિંગ યાર્ડ કિશનગઢ રેલવે સ્ટેશનથી માત્ર 8 કિ.મી. દૂર છે. રેલવે સ્ટેશનથી ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચવા માટે તમને ટેક્સી કે ઑટો સરળતાથી મળી જશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads