આમ તો ભારતથી સૌથી નજીક આવેલા કમાલના ટુરિઝમ મિરેકલ્સથી ભરપુર થાઈલેન્ડમાં ઘુમવા-ફરવા..એક્સપ્લોર કરવા માટે ગણી ગણાય નહીં એટલી ખૂબસૂરત જગ્યાઓ છે...પણ આજે તમને કરાવવી છે સફર થાઈલેન્ડના એક પરફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન એવા ફુકેતની. અહીં તમે ઓછા બજેટ સાથે શાનદાર હોટેલ્સ, ખૂબસૂરત રેતીલા બીચ, રોમાંચક સ્પોટ્સ, અને બહેતરીન દ્વીપોની મજા માણી શકો છો...આ ઉપરાંત ફુકેતના ફેબ્યુલસ ફુડ અને અહીંનું કલ્ચર પણ છે અદભુત. તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે તમારી ફુકેતની આ ટ્રિપને બનાવી શકો ફેન્ટાસ્ટિક...
ફુકેતમાં ટ્રાન્સપોર્ટેશન અને અકોમોડેશન
બ્યુટિફુલ બીચ સિટી ફુકેત જવાનો વિચાર હોય તો એક પરફેક્ટ પ્લાન છે જરુરી ...ફુકેત કેવી રીતે પહોંચવું, ત્યાં કેવી રીતે હોટેલ બુક કરવી, બજેટ કેટલું રહેશે બધું જ ખબર રાખવી પડે. ઈન્ડિયાના કોઈ પણ એરપોર્ટથી થાઈલેન્ડના ફુકેત ઈન્ટરનેશનલ એરપોર્ટની ટિકિટ આપ બુક કરાવી લો..ત્યાંથી જ થાઈ કરન્સી પણ લઈ શકો છો. ફુકેત એરપોર્ટ પહોંચીને વિઝા-ઈમિગ્રેશન ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પતાવીને ફુકેત સિટી જવાનું રહે છે. ફુકેત એરપોર્ટથી સિટી લગભગ 35 કિમી દૂર છે..તો ત્યાં પહોંચવા માટે પ્રાઈવેટ કારના થશે લગભગ 2 હજાર, બસ દ્વારા જવા માટે ભારતીય રુપિયા પ્રમાણે 250 અને મિની વેનમાં જવા માટે 450 રુપિયા પર પર્સન ચાર્જ ચુકવવાનો રહે છે. ફુકેતમાં ઘણા ટ્રાવેલ ડેસ્ક આપને મળી રહેશે જ્યાંથી ફુકેતમાં ઘુમવા માટે જાણકારી અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પેકેજીસ મળી રહેશે તો કરન્સી ચેન્જ કરાવવા માટે પણ સિટીમાં તમને સ્ટોલ્સ અને શોપ્સ મળશે.
ફુકેત ક્યારે જવું જોઈએ ?
ફુકેતની ટ્રિપ પ્લાન કરવાનો વિચાર કરો એ પહેલા તમને જણાવી દઈએ કે જો તમે વધુ ભીડભાડ પસંદ નથી કરતા અને શાંતિ સાથે આરામનો પણ અનુભવ કરવા ઈચ્છો છો તો વિન્ટર સીઝન બિલકુલ પસંદ ન કરવી. જો કે અહીં શિયાળામાં મોસમ ખુશનુમા હોય છે પરંતુ આ સમયે અહીં ફ્લાઈટ ટિકિટ્સ અને હોટેલ્સના ચાર્જીસ વધુ હાઈ હોય છે. એપ્રિલ-મેમાં વધારે ગરમી પડતી હોય છે. અને મે-જૂનથી ઓક્ટોબર સુધી રહે છે મોનસૂન. દિવસે અહીં ગરમી વધારે લાગે છે તો સાંજનો સમય એકદમ ખુશનુમા થઈ જાય છે.
ફુકેતના ફુડ અને સેરસપાટા
ફુકેતનું પોતાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. જ્યાં અન્ય દેશોની સાથે સાથે ભારતથી ઓછા બજેટમાં દરરોજની ફ્લાઈટ્સ અવેલેબલ છે. લોકલ જગ્યાઓ જોવા માટે જો તમારે વધારે રુપિયા નથી ખર્ચ કરવા તો અહી પોપ્યુલર એવા રેન્ટેડ બાઈક કે પછી ટુક ટુક પણ મળી જશે તમને.
જો સ્ટ્રીટફુડના શોખીન છો આપ તો અહીં આપને ટેસ્ટી ફુડ મળી રહેશે. નાના સ્ટોલ્સ અને લોકલ નૂડલ્સની દુકાનોમાં સી ફુડથી લઈને તમામ પ્રકારનું ટેસ્ટી ફુડ દરેક બજેટમાં મળી રહે છે. ટ્રેડિશનલ ફુડ માટે નાકલેની ખાડીમાં ઓલ્ડ સિયામ રેસ્ટોરાં સારો ઓપ્શન છે.
ફુકેતના ટુરિસ્ટ અટ્રેક્શન
ફુકેત પોતાના સુંદર સમુદ્રી તટો માટે જાણીતું છે..મસ્ત નાઈટ લાઈફ માટે પટોંગ બીચની મુલાકાત લઈ શકો છો...અહીં તમે તમારા ફ્રેન્ડ્સની સાથે જશો તો વધુ મસ્તી કરી શકશો..આસપાસ ઘણી ઘૂમવા ફરવાની જગ્યાઓ છે..સમુદ્ર કિનારે બપોરના સમયે પણ શાનદાર માહોલ જોવા મળતો હોય છે. કાટા અને કરોન રેતીલા દ્વીપ છે..અને પટોંગની સરખામણીએ અહીં ભીડ પણ ઓછી હોય છે. પણ અહીંયા આંખોને અને મનને ગમી જાય તેવા લાજવાબ નજારા જોવા મળી જાય. કલીમ બે શાંત જગ્યા છે..અહીં ટ્રેન્ડી બાર્સ અને રેસ્ટોરાંનો ઢગલો મળી જાય..પહાડોથી ઘેરાયેલું પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર કલીમ બે ટુરિસ્ટ્સના હિટ લિસ્ટમાં શામેલ છે. ચેર્નગાલ્ટે...ઈન્ટરનેશનલ રેસ્ટોરાં બાર અને સમુદ્ર કિનારે ક્લબ્સનો આનંદ માણવા માટે આપ અહીં જઈ શકો છો. ફુકેતના બીચ થાઈલેન્ડના સૌથી સારામાં સારા બીચમાંથી એક છે...તમે તમારો દિવસ કમાલા, કલીમ, કટાનોઈ, નાઈહન જેવા બીચ પર આરામ કરતા વિતાવી શકો છો.
તો ફુકેતની સૌથી ઊંચી પહાડીઓમાં પનવાનો નજારો કદાચ આ આઈલેન્ડ પરનો સૌથી સુંદર નજારો છે. કેપ પાનવામાં આવેલા કરોન વિંડ મિલ વ્યૂપોઈંટ તેમ જ પ્રોમથેપ ક્રેપ પહાડીના પોઈંટ પર સરકારી રડાર હિલ પટોંગ, ચૉલોંગ અને ફુકેત ટાઉનના દ્રશ્ય મનને ગમી જાય તેવા છે.. મોડી રાત સુધી અહીં બાર અને નાઈટ ક્લબ્સ ચાલતા હોય છે..મ્યૂઝિકલ નાઈટ્સમાં લોકલ મ્યુઝિક અને કલ્ચરની મજા મસ્ત કોકોનટ વોટર પીતા પીતા માણી શકો છો. વાટ ચૉલ્ગ અહીંનુ સૌથી મોટું મંદિર છે..આ રંગીન ઈમારતમાં થાઈ અને બૌદ્ધ પૌરાણિક કથાઓ છે..બુદ્ધની અલગ અલગ મુદ્રાઓ દેખાય છે..અહીંયા ઘણી બુદ્ધ પ્રતિમાઓ છે જેમાં સૌથી પ્રતિષ્ઠિત મંદિરના જુના હોલમાં સ્થિત પોહ થાન જા વૉટ છે.
ફિલ્મી એડવેન્ચરસ આઈલેન્ડ્સ
આપ ફુકેત જઈ રહ્યા છો તો ફાંગ નગા બે અને જેમ્સબોન્ડ આઈલેન્ડની સેર કરવાનું ભુલતા નહીં. જેમ્સબોન્ડ આઈલેન્ડ અને કોહ પેની આ ખાડી ખુબ જ પ્રખ્યાત છે. જેમ્સબોન્ડ સીરીઝની ફિલ્મ મેન ઈન ધ ગોલ્ડન ગનનું શૂટિંગ આ સ્થળે કરવામાં આવ્યું હતું. સિમિલન અને સુરિન એન્શિયન્ટ આઈલેન્ડ છે. સમુદ્રની અંદરની દુનિયા જોવા માટે ડાઈવર બનીને શાર્ક, ઓક્ટોપસ, રંગબેરંગી માછલીઓની દુનિયા નજીકથી જોવાનો ચાન્સ જરુરથી લેવા જેવો છે.
ફી ફી આઈલેન્ડ
ફુકેત મહદંશે પોતાના દ્વીપો અને બીચ માટે જાણીતું છે અને એમાં પણ સમુદ્રની સુંદરતાને માણવા માટે ફી ફી આઈલેન્ડ છે એકદમ પરફેક્ટ પ્લેસ. એડવેન્ચરની મજા માણવા માટે અહીંયા ગો કાર્ટિંગ, બોલિંગ એલે, ડાઈવિંગ, સેલિંગ જેવી કંઈ કેટલીયે એડવેન્ચર્સ એક્ટિવિટીઝ કરી શકાય આ આઈલેન્ડ પર 18 હોલનો એક ગોલ્ફકોર્સ પણ આવેલો છે..આ ઉપરાંત અહીં બિગ બુદ્ધાની સોને જડેલી વિશાળ મૂર્તિ પણ છે જે આ આઈલેન્ડની ઓળખ છે.
ફી ફી આઈલેન્ડ ફરવા માટે લગભગ 1500 બાહતમાં તમને સારું પેકેજ મળી જશે...જેમાં સ્પીડબોટથી ફીફી આઈલેન્ડની સફર તમે કરી શકો છો. આ પેકેજમાં ભોજન શામેલ રહે છે. તો ફી ફી આઈલેન્ડના ક્રિસ્ટલ ક્લીયર પાણીની ખૂબસૂરતી પણ તમે આંખોમાં ભરી શકો છો.
બંગલા રોડની લાઈફસ્ટાઈલ
ફુકેતના પટોંગ બીચ વિસ્તારમાં આવેલા બંગલા રોડ ઘણા રેસ્ટોરન્ટ, બાર, નાઈટ ક્લબ્સનું જાણે ઘર છે.. તો બસ ફુકેતના શાનદાર નાઈટ લાઈફની મજા માણવા માટે રાત્રે આ વિસ્તારની સેર કરવા નીકળી પડો..આ રોડ પર તમને ફુકેતની લાઈફસ્ટાઈલ જોવા મળી જશે..અને અહીં ટાઈમ સ્પેન્ડ કરવો તમને ગમશે પણ ખરો. આ રોડને ઘૂમવા સિવાય તમે ફુકેત શહેરની પ્રાચીન સભ્યતાને પણ જોવા જઈ શકો છો...અહીં આપ ઐતિહાસિક સ્થળોને જુઓ અને પોતાના કેમેરામાં કેદ કરવાનું ભૂલતા નહીં.
નેક્કર્ડ હિલ્સ
ફી ફી આઈલેન્ડની સફર કરી રહ્યા હો તો નેક્કર્ડ હિલ્સની મુલાકાત જરુર લેવી જ્યાં તમને બુદ્ધની ખુબ જ સુંદર અને ઊંચી પ્રતિમા જોવા મળશે...ફુકેતમાં નેક્કર્ડ હિલ્સની ટોચ પર આવેલી વિશાળ બુદ્ધ પ્રતિમા સુધી પહોંચવા માટેના રસ્તાઓ તમને આહલાદક અનુભૂતિ કરાવશે. 45 મીટર ઊંચી આ પ્રતિમાં થાઈલેન્ડની ખૂબ જ ઊંચી બુદ્ધ પ્રતિમા છે અને ફુકેતમાં ફરવા માટેના મેઈન અટ્રેક્શન્સમાંથી છે એક. આ ઉપરાંત પર્વતની ટોચ પરથી આજુબાજુની હરિયાળી , આહલાદક વાતાવરણ અને મનોરમ દ્રશ્યોના નજારા પણ જોઈ શકશો.
ટાઈગર કિંગડમ
ફુકેતમાં તમે લગભગ 2 થી 3 કલાકનો સમય કાઢીને ટાઈગર કિંગડમનો લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ લેવા માટે ચોક્કસથી જઈ શકો જ્યાં ખુંખાર લાગતા વાઘને તમે નજીકથી મળી પણ શકો, તેની સાથે રમી શકો અને ટાઈગર સાથે ફોટો પણ લઈ શકો. ટાઈગર કિંગડમમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે તમે ટાઈગરની નજીક છો તો તેની પાછળની સાઈડ રહેવું જેથી તે ડિસ્ટર્બ થયા વગર શાંત રહે. બસ આટલું જ બાકી આ અનુભવ જીંદગીભર યાદ રહી જાય એવો બની રહેશે.
ટાઈમિંગ - સવારે 9 થી 6.
ચાર્જીસ – 900 થી 3750 થાઈ બાહત, (લગભગ 1900 થી 7400 ભારતીય રુપિયા)
પ્રોમથેપ કેપ
ફુકેતના ફેમસ સ્થળોમાંથી એક છે પ્રોમથેપ કેપ..ફોટોગ્રાફીના દીવાનાઓ માટે આ જગ્યા છે બેસ્ટ. અહીં સનરાઈઝ અને સનસેટના બ્યુટિફુલ નજારા દિલમાં વસી જાય તેવા હોય છે.
સાઈમન કેબરે
પટોંગ બીચ પાસે આવેલું સાયમન કેબરે અહીંના મુખ્ય આકર્ષણોમાંથી એક છે...અહીં ઝગમગાટ કરતી રોશની વચ્ચે ડાન્સર્સના મનમહોક અંદાજ દર્શકોને મદહોશ કરી દે છે.
કા ઓ સોક નેશનલ પાર્ક
અહીં આપ ટ્રી હાઉસ, થાઈલેન્ડની ઓળખ સમા હાથીઓ સહિત બીજા જીવ જંતુઓ અને શાંત નદીઓનો આનંદ લઈ શકો છો...આ પાર્ક દુનિયાના સૌથી જુના જંગલોમાંથી એક માનવામાં આવે છે. શાનદાર ઝરણા અહીંની ઓળખ છે.
થાઈલેન્ડનું બ્યુટિફુલ બીચ ધરાવતું શહેર ફુકેત પોતાની નાઈટલાઈફ, થાઈ મસાજ, સી ફુડ અને સૌથી ઈમ્પોર્ટન્ટ બ્લ્યૂ વોટર બીચ માટે છે જાણીતું. યંગ જનરેશનના લોકો અહીં આવવાનું વધુ પસંદ કરે છે...જો કે ફુકેતની હનીમૂન માટે પણ પસંદગી કરતા હોય છે લોકો...તો તમે જો તમારી પત્ની સાથે, બાળકો અને ફેમિલી સાથે ફુકેતની ટ્રિપ લઈ રહ્યા છો તો આ બેસ્ટ ડેસ્ટિનેશન છે તમારા માટે
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો