30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો

Tripoto
Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે અને મોર તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જો કે તમે તમારા જીવનમાં ઘણા મોર જોયા જ હશે. મોરના પીંછા વાદળી અને લીલા રંગના હોય છે અને તેને જોઈને દરેક ખુશ થઈ જાય છે. લોકો પોતાના ઘરમાં મોરનાં પીંછા પણ રાખે છે. જો તમે પણ મોર જોવાના શોખીન છો, તો આવનારી રજાઓમાં તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ભારતના આવા જ એક પીકોક ગાર્ડનની મુલાકાત લઈ શકો છો.

પંજાબનું ચંદીગઢ તેની સુંદરતા માટે ભારતભરમાં પ્રખ્યાત છે. પંજાબની રાજધાની હોવાને કારણે દેશના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ અહીં ફરવા આવતા રહે છે. જો કે ચંદીગઢની સુંદરતામાં વધારો કરવા માટે ઘણી વસ્તુઓ છે, પરંતુ અહીં આવેલો પીકોક ગાર્ડન કોઈ સુંદર જગ્યાથી કમ નથી. ઝરમર વરસાદમાં જ્યારે આ પાર્કમાં મોર નાચે છે ત્યારે હ્રદય આનંદથી ફૂલી જાય છે. આ આર્ટિકલમાં, અમે તમને ચંદીગઢના પીકોક ગાર્ડન ફરવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ચંદીગઢમાં પીકોક ગાર્ડન ક્યાં છે?

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

પીકોક ગાર્ડન ચંદીગઢનો એક પ્રખ્યાત અને ખૂબ જ સુંદર પાર્ક છે. આ સુંદર પાર્ક ચંદીગઢના સેક્ટર-39માં છે. એવું કહેવાય છે કે આ જગ્યા પહેલા એરફોર્સ પાસે હતી, પરંતુ બાદમાં ખાલી થઈ ગઈ. જગ્યા ખાલી થયા બાદ વહીવટીતંત્રે આ જગ્યાને રિઝર્વ જાહેર કરી અને થોડા સમય પછી તેને પીકોક પાર્ક બનાવી દીધો.

પીકોક ગાર્ડનની ખાસિયતો શું છે?

પીકોક ગાર્ડનની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં 30થી વધુ પ્રકારના મોર એકસાથે જોઈ શકાય છે. જ્યારે ઝરમર વરસાદ દરમિયાન મોર બહાર આવીને નાચે છે, ત્યારે તે દૃશ્ય જોઇને દિલ આનંદથી ઉછાળી પડે છે. પીકોક ગાર્ડનમાં ભારતીય મોર, કાંગો મોર, લીલા મોર અને સફેદ મોર ઉપરાંત અન્ય અનેક પ્રકારના મોર જોઈ શકાય છે. આ મોરને જોઈને બાળકો ચોક્કસ આનંદથી ઉછળી પડશે. આ પાર્ક વન પ્રેમીઓ માટે સ્વર્ગથી જરાય ઓછો નથી.

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

પીકોક ગાર્ડનની મુલાકાત લેવાનો સમય કયો?

પાર્કમાં વહેલી સવારે ફરવા જવાની ખૂબ જ મજા આવે છે. અહીં તમે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ફરવા જઈ શકો છો. જો કે, એવું કહેવાય છે કે સામાન્ય રીતે અહીં આવવા માટે વન વિભાગની પરવાનગી લેવી જરૂરી છે. પાર્કની અંદર કેમેરા વડે સુંદર તસવીરો લઈ શકાય છે.

પીકોક ગાર્ડન કેવી રીતે પહોંચવું?

પીકોક ગાર્ડન સુધી પહોંચવું ખૂબ જ સરળ છે. આ માટે દેશના કોઈપણ ભાગમાંથી ચંદીગઢ શહેરમાં પહોંચી શકાય છે. તમે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશથી બસ લઈને પણ ચંદીગઢ પહોંચી શકો છો. ચંદીગઢ બસ સ્ટેશન અથવા રેલ્વે સ્ટેશન પહોંચ્યા પછી, તમે સરળતાથી સ્થાનિક ટેક્સી અથવા કેબ દ્વારા સેક્ટર-39 સુધી પહોંચી શકો છો. તે શહેરની મધ્યમાં આવેલું છે.

ચંદીગઢમાં જોવાલાયક સ્થળો

રોક ગાર્ડન

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

ચંદીગઢનો રોક ગાર્ડન વિશ્વના સૌથી પ્રખ્યાત ગાર્ડન પૈકીનો એક છે. દેશના પ્રખ્યાત રોક આર્ટિસ્ટ નેકચંદે વેસ્ટ મટિરિયલમાંથી લગભગ 40 એકરમાં આ બગીચો તૈયાર કર્યો હતો. નેક ચંદે 1957માં આ ઉમદા પહેલ કરી હતી. લગભગ 18 વર્ષના અથાક પ્રયાસો બાદ આ વિશ્વ વિખ્યાત રોક ગાર્ડન તૈયાર થઈ શક્યું.

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

પંજાબના રહેવાસી નેક ચંદે 1951માં સાર્વજનિક બાંધકામ વિભાગમાં માર્ગ નિરીક્ષક તરીકે નોકરી કરતી વખતે પ્રસિદ્ધ સુખના તળાવ પાસેના જંગલનો એક નાનકડો ભાગ સાફ કરીને ઔદ્યોગિક અને શહેરી કચરાનો ઉપયોગ કરીને ત્યાં એક બગીચો બનાવીને લોકોને એક અનોખી જાદુઈ દુનિયાનો પરિચય કરાવ્યો. જેને આજે આપણે રોક ગાર્ડન તરીકે ઓળખીએ છીએ. આ ગાર્ડનનું ઉદ્ઘાટન 1976માં કરવામાં આવ્યું હતું. રોક ગાર્ડનમાં વોટરફોલ, પૂલ અને વળાંકદાર રસ્તા સહિત 14 આકર્ષક ચેમ્બર છે જે નવીનતા અને કલ્પનાશીલતાને પ્રતિબિંબિત કરે છે. આ બગીચામાં ઘણી શિલ્પો છે, જે ઘરના કચરામાંથી બનેલી છે જેમ કે તૂટેલી બંગડીઓ, સિરામિક પોટ્સ, વાયર, ઓટો પાર્ટ્સ અને ટ્યુબ લાઇટથી બની છે.

જાપાનીઝ ગાર્ડન, ચંદીગઢ

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ચંદીગઢ ફરવા આવ્યા છો, તો તમારે અહીં આવેલા જાપાનીઝ ગાર્ડન અવશ્ય જોવું જોઈએ. આ બગીચાની મનમોહક વાસ્તુકળા, શાંતિ અને હરિયાળી કોઈને પણ મોહિત કરે છે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન 2014માં કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા તબક્કાને 2016માં લોકો માટે ખોલવામાં આવ્યું હતું. આ બગીચો સવારે 7:30 થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

છતબીર ઝૂ, ચંદીગઢ

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

જ્યારે પણ ચંદીગઢ વાતઆવે તો પ્રાણીસંગ્રહાલય ભાગ્યે જ તમારા મગજમાં આવે છે. પરંતુ આ શહેરમાં એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જ્યાં તમે ઘણા જંગલી જીવોને જોઈ શકો છો. આ 505 એકરનો પાર્ક દેશના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓનું ઘર છે. તે પ્રાણીઓની 1200 થી વધુ પ્રજાતિઓનું ઘર છે. અહીં તમે કાળા હરણ, સફેદ હરણ, ભારતીય હરણ, ભારતીય હાથી, દિપડા, સિંહ, જંગલી બિલાડી, રોયલ બંગાળ ટાઇગર અને સફેદ વાઘ વગેરે જોવાની તક મળે છે. આ ઉપરાંત, આ પાર્ક તમને પક્ષીઓની ઘણી પ્રજાતિઓને નજીકથી જોવાની તક પણ આપે છે, જેમાં બાજ, કબૂતર, કાલીજ તેતર, બાર-હેડેડ હંસ અને આમ બટેરનો સમાવેશ થાય છે.

બટરફ્લાય પાર્ક

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

આ એક એવો પાર્ક છે, જ્યાં જઈને તમને એક અલગ જ અનુભવ થશે, જેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તેનું સંચાલન ચંદીગઢના વન અને વન્યજીવ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમાં 7 એકર વિસ્તારમાં પતંગિયાઓની 30 થી વધુ પ્રજાતિઓ છે. પતંગિયાઓની ઘણી પ્રજાતિઓને એકસાથે જોવી એ ચોક્કસપણે એક અદ્ભુત અનુભવ છે. પતંગિયાઓ ઉપરાંત, તમને અહીં ઘણા સુંદર ફૂલોના છોડ પણ જોવા મળશે, જે ચોક્કસપણે તમારો આખો દિવસ સુંદર બનાવી દેશે.

Photo of 30થી પણ વધુ જાતના મોર જોવા છે તો આ પીકોક પાર્કમાં પહોંચો by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads