જો તમે પહાડોને પ્રેમ કરો છો અને તમે ઇચ્છો છો કે તમારુ હવે પછીનું વેકેશન હિમાલયની ગોદમાં વસેલી કોઇ જગ્યા પર હોય જ્યાં તમને શાંત અને સુંદર માહોલ મળે તો તમારે આમાંથી કોઇ જગ્યા પર જવાનો પ્લાન બનાવવો જોઇએ.
વાદળી આકાશ નીચે સ્થિત બર્ફીલા પહાડોને જોવાનું છેવટે કોને સારુ નથી લાગતુ. હિમાલયની ગોદમાં વસેલી નુબ્રા ખીણ પૃથ્વીની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો હિમાલયમાં તમામ ખીણો હોવા છતાં આ ખીણ સૌથી ખાસ કેમ છે? બાકી ખીણોની તુલનામાં નુબ્રા ખીણમાં તમને રેતીના ઢગલા જોવા મળશે જેવું કે તમે કોઇ રણમાં આવી ગયા હોય. આ ખીણમાં તમે દિસ્કિત મોનાસ્ટ્રી જોઇ શકો છો. આ ઉપરાંત, તમે કેમ્પિંગ, ટ્રેકિંગ અને હિમાલયમાં ડેઝર્ટ સફારીની મજા પણ લઇ શકાય છે.
2. જંસ્કાર ખીણ
સ્પર્શ વિનાની સુંદરતા અને શાંત માહોલનું અનોખુ મિશ્રણ લદ્દાખની જંસ્કાર ખીણની ગણતરી ભારતની સૌથી ઓછી વસતીવાળી ખીણમાં કરવામાં આવે છે. આ ખીણની ખાસ વાત છે કે અહીંયા સુધી પહોંચવા માટે માત્ર એક રસ્તાનો ઉપયોગ થઇ શકે છે. એટલે કે આ ખીણને જોડનારો એકમાત્ર રસ્તો બંધ થઇ જાય તો આ ખીણનો સંપર્ક આખા દેશની સાથે કપાઇ જાય છે. જંસ્કારમાં તમે ટ્રેકિંગ, રાફ્ટિંગ અને માઉન્ટેન બાઇકિંગ કરવાનો આનંદ ઉઠાવી શકો છો.
3. કસોલ
કસોલમાં એવું શું છે જે દરેક રખડુને પોતાની તરફ આકર્ષિત કરે છે? કસોલનું પ્રાકૃતિક સૌંદર્ય, ખુલ્લુ આકાશ અને ઠંડી મદમસ્ત હવા તમને અહીંના માહોલમાં ખોવાઇ જવા માટે મજબૂર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કસોલની લોકપ્રિયતામાં ખાસ્સો વધારો થયો છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે અહીં તમને શાંતિ નહીં મળે? કસોલની બધી ખુબીઓમાં તેનો શાંત અને સુંદર માહોલ પણ સામેલ છે જે દરેક ટૂરિસ્ટને સારો લાગે છે.
4. તવાંગ
જો તમે શાંત માહોલમાં પોતાના પાર્ટનરની સાથે થોડોક સમય પસાર કરવા માંગો છો તો પૂર્વોત્તર રાજ્યોમાં તમને અગણિત વિકલ્પ મળી જશે. આમં સૌથી સારો વિકલ્પ છે અરુણાચલ પ્રદેશનું તવાંગ. શહેરીકરણથી દૂર પ્રાકૃતિક સુંદરતાનો કિંમતી ખજાનો જેમાં છે તેવી આ જગ્યા આવતાની સાથે જ તમને ખુશ કરી દેશે. જો તમે તવાંગમાં છો તો અહીંનું ટ્રાઇબલ કલ્ચર અને બૌદ્ધ મઠને જોવાનું ભૂલતા નહીં.
5. કૌસાની
હિમાલયના સૌથી શાનદાર નજારા જોવા માંગો છો? તો તમારે કૌસાની જવું જોઇએ. સમુદ્રની સપાટીએથી 1890 મીટરની ઊંચાઇ પર સ્થિત ઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન હિમાલયના સૌથી આકર્ષક દ્રશ્યોનું ઘર છે. આ સુંદર શહેરમાં તમે ચાના બગીચા, ઝરણા, મંદિર, જુના ટ્રેકિંગ રુટ અને ઘણીબધી રોચક ગુફાઓ જોઇ શકો છો. અહીં તમે પિંડારી ગ્લેશિયર ટ્રેક પર જઇ શકો છો. ચાના બગીચાને જોઇ શકો છો કે પછી કૌસાનીના જંગલોમાં ફરવા નીકળી જઇ શકો છો.
6. ત્રિઉંડ
હિમાચલના ધૌલાધાર પહાડોની વચ્ચે ત્રિઉંડ ખરેખર હિમાલયની સૌથી મોહક જગ્યાઓમાંની એક છે. 9000 ફૂટની ઊંચાઇવાળી આ જગ્યા પર તમે ટ્રેકિંગ કરવાનો સુંદર અનુભવ મળે છે. મોટાભાગના લોકો પોતાની ટ્રેકિંગ જીવનની શરુઆત ત્રિઉંડ ટ્રેકથી જ કરે છે. આ ટ્રેક કુલ 9 કિ.મી છે. જેની શરૂઆત તમે ધર્મકોટ કે મેકલોડગંજથી કરી શકો છો.
7. સ્પીતિ ખીણ
સ્પીતિ ખીણ ફરવાનું સપનું દરેક ટૂરિસ્ટના બકેટ લિસ્ટમાં જરુર સામેલ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખીણની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે દરેક વ્યક્તિ અહીં ફરવા માંગે છે. બરફથી ઢંકાયેલા પહાડો, શાનદાર લેન્ડસ્કેપ, સુંદર ઝરણાં, બૌદ્ધ મઠ અને તમામ ટ્રેકિંગ રુટ આ જગ્યાને એકદમ અલગ ઓળખ આપે છે. સ્પીતિમાં તમારો દરેક દિવસ ખાસ હોઇ શકે છે. ખીણમાં શાંતિના માહોલમાં તમને આરામ મળશે. સ્પીતિ ખીણમાં તમે કેમ્પિંગ, રાફ્ટિંગ, સ્ટાર ગેજિંગ જેવી ચીજો કરવાનો આનંદ લઇ શકો છો.
8. યુમથાંગ ખીણ
હિમાલયના સૌથી શાંત અને આરામપ્રદ જગ્યાઓની વાત થઇ રહી હોય અને તેમાં યુમથાંગ ખીણનો ઉલ્લેખ ન થાય તેવું ન બને. આ ખીણ તેના આકર્ષક નજારા માટે જાણીતી છે. આ ખીણમાં, તમને રોડોડેન્ડ્રોન અને શાંત વાતાવરણની સુંદર ભેટ મળશે. જો તમે માર્ચ અને એપ્રિલ દરમિયાન યુમથાંગ ખીણની મુલાકાત લેવાનું આયોજન કરો છો, તો તમને સુંદર ફૂલોથી ભરેલું બુગ્યાલ જોવા મળશે. ખીણમાં ઉંચા પહાડોની વચ્ચે ચમકતી યુમથાંગ નદી, કિલકિલાટ કરતા પક્ષીઓ અને ઠંડા પવનની લહેરો સાથે તમારું સ્વાગત કરવામાં આવશે. જે તમને તરત જ રિલેક્સ કરશે.
9. ગુલમર્ગ
કાશ્મીરની સુંદરતા વિશે કોણ નથી જાણતું. કાશ્મીરનું ગુલમર્ગ એ બધામાં સૌથી સુંદર સ્થળ છે, જ્યાં ઘણા લોકો રજાઓ ગાળવા જાય છે. હનીમૂન કરનારાઓને ગુલમર્ગ ખાસ પસંદ છે. પરંતુ ગુલમર્ગની શાન માત્ર હનીમૂન પૂરતું મર્યાદિત નથી. જો તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ફરવા જવા માંગતા હોવ તો ગુલમર્ગ પણ જઈ શકો છો. ગુલમર્ગ તેના સ્કી રિસોર્ટ માટે જાણીતું છે જ્યાં તમે બર્ફીલા ઢોળાવ પર સ્કીઇંગ કરી શકો છો. સ્કીઇંગ ઉપરાંત, તમે ગોંડોલા રાઇડ અને સ્નો બોર્ડિંગ જેવી વસ્તુઓ પણ કરી શકો છો.
10. બરોંગ
સિક્કિમના આ સ્થાન પર, તમને શહેર અને ઘોંઘાટભર્યા જીવનથી દૂર ખુલ્લામાં આનંદ માણવાની તક મળશે. બોરોંગ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. કારણ કે સિક્કિમની આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે, તેથી તમને અહીં બિલકુલ ભીડ નહીં જોવા મળે. બોરોંગની સુંદરતા તમને ખુશ કરશે. બોરોંગમાં, તમે પ્રકૃતિનો આનંદ માણતા ચાલવા જઈ શકો છો, ટ્રેકિંગ કરી શકો છો અને કેટલાક અદભૂત ધોધ પણ જોઈ શકો છો.