થાઈલેન્ડને કુદરતે ખૂબસૂરતીનું વરદાન આપ્યું છે અને સાથે જ અવિરત મોજ મસ્તી..જલસાની જાણે ભેટ આપી દીધી છે. ત્યારે થાઈલેન્ડનું એક એવું શહેર કે જે દિવસે તો ધમધમે છે પરંતુ રાતભર ઉંઘતુ નથી..જ્યાં 24 કલાક ચહલ પહલ ચાલતી રહે...કલબલ ચાલતી રહે...એવું પતાયા શા માટે દુનિયાભરમાં છે પોપ્યુલર... વેલ...પતાયામાં છે મોજ-મસ્તીભરી નાઈટલાઈફ, શાનદાર સમુદ્ર કિનારા, એડવેન્ચરસ એક્ટિવિટીઝ, શોપિંગની મજા , શાંતિનો અનુભવ...બીજું કોઈ સહેલાણીને જોઈએ પણ શું. તમને ચોક્કસ પતાયા શહેર ગમી જશે.
પતાયા શેના માટે છે પોપ્યુલર ?
પતાયા સિટી પોતાની નાઈટલાઈફ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને આ શહેરને પાર્ટીના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ ફેમસ વોકિંગ સ્ટ્રીટ, ક્લાસી કેબરે શો, બીચ ક્લબ, મય થાઈ બોક્સિંગ સ્ટેડિયમ અને બીયર બાર્સ પતાયાની ખાસિયત છે. અહીં તમને ડ્રિંક્સ અને પાર્ટીઓનો લુત્ફ માણવાનો મોકો મળશે..હરવા-ફરવાથી લઈને અકોમોડેશન એટલે કે રહેવા માટેની હોટેલ્સ સુધીનું તમામ પ્લાનિંગ બની જાય છે આસાન અને એ પણ તમારા બજેટમાં.
પતાયા જવું ક્યારે, કેવી રીતે ?
પતાયાનો ટુર પ્લાન બનાવતા હો તો તમારે મોસમની જાણકારી તો રાખવી પડશે. આખું વર્ષ અહીં ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય છે..અને લગભગ 28 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે. માર્ચથી જૂન વધારે ગરમી લાગી શકે પરંતુ જુલાઈથી ઓક્ટોબર મોનસૂન સીઝન એટલે કે ઓફ સીઝન તમે પસંદ કરી શકો. પણ પતાયા ઘુમવા માટે બેસ્ટ સીઝન કહો તો નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચેની મોસમમાં વાતાવરણ પણ ઠંડુ હોય અને હોલિડેઝની મોસમ ખિલેલી હોય. હા...પિક સીઝનમાં અહીંની હોટેલ્સ અને એક્ટિવિટીઝના ચાર્જીસમાં વધ-ઘટ થઈ શકે છે. પિક સીઝન થોડી મોંઘી પડી શકે. જો કે ઓફ સીઝનમાં હોટેલ્સ, રિસોર્ટ્સ અને અટ્રેક્શન્સ તમામમાં ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ સ્કીમ્સ મળી જાય છે..તો ઓફરનો લાભ ઉઠાવવા પહેલેથી જ બુકિંગ કરી લેવું.
ઈન્ડિયાથી પતાયા જવા માટે ધ્યાન રાખવું કે પતાયાનું પોતાનું એરપોર્ટ નથી પરંતુ બેંગકોકનું સુવર્ણભૂમિ એરપોર્ટ પતાયાથી 120 કિમી દૂર છે તેથી આપને બેંગકોકની ફ્લાઈટ લેવી પડશે. ઈન્ડિયાથી બેંગકોક માટે જેટ એરવેઝ, થાઈ એરવેઝ, એર ઈન્ડિયા, એર એશિયા, ઈન્ડિગો જેવી ફ્લાઈટ્સ મળી રહેશે, તો ઈન્ડિયાના મોટા શહેરોથી બેંગકોકની ઉડાન આપ ભરી શકો છો. હવે સવાલ થાય બેંગકોકથી પતાયા કેવી રીતે પહોંચવું તો બેંગકોકથી પતાયા વચ્ચે રેલવે કનેક્ટિવિટી છે તો જો સસ્તામાં પતાયા પહોંચવું હોય તો એસી વગર ટ્રેનમાં મુસાફરી કરી શકો જેના માટે સ્ટેશનથી ટિકિટ મળી રહેશે. પણ ટિકિટ સફરના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા ખરીદી લેવી.
બેંગકોકથી પતાયા સિટી બસ દ્વારા પણ જઈ શકાય જે લગભગ 145 કિમીથી વધારેના અંતર માટે 2 કલાક જેવી જર્ની થશે. પતાયા-બેંગકોક વચ્ચે બસ કનેક્ટિવિટી સારી છે.
પતાયામાં તમે શું કરી શકો ?
પતાયામાં એક્સ્પ્લોર કરવા અને એન્જોય કરવાની ઘણી બધી જગ્યાઓ અને એક્ટિવિટીઝ છે. પણ અહીં ખાસ કરીને પોતાને તરોતાજા રાખવા માટે અને બોડીને રિચાર્જ કરવા માટે સ્પાનો એક્સપિરિયન્સ ચોક્કસ લેવો જોઈએ. પતાયાની તમારી ટુર મસાજ અને સ્પા વગર પુરી નહીં થાય. પતાયામાં હેલ્થ લેન્ડ સ્પા પોતાના કસ્ટમરની ચોઈસ પ્રમાણે ઘણા પ્રકારના સ્પા ઓફર કરે છે. ઉપરાંત એસાવન સ્પા, ધ રિલેક્સ સ્પા એન્ડ મસાજ, ઓએસિસ સ્પા, રસાયના રિટ્રીટ જેવા સ્પા એન્ડ મસાજ સેન્ટરની મુલાકાત આપ લઈ શકો છો. મોટાભાગે તમામ સવારે 10 વાગ્યે ઓપન થતા હોય છે. તો પતાયામાં અલગ અલગ શોઝની પણ મજા માણવી મિસ ન કરવી. ખરીદી તો તમે કરવાના જ તો વોકિંગ સ્ટ્રીટની મુલાકાત ચોક્કસ લેવી. પતાયાની નાઈટલાઈફના નજારા તમારી ટુરનું સ્ટાર ફેક્ટર બની રહેશે.
પતાયામાં નાઈટલાઈફ
પતાયા ફેમસ જ છે પોતાની નાઈટલાઈફ માટે તો પતાયામાં હાઈક્લાસ કેબરે શો, બીચ ક્લબ, મય થાઈ બોક્સિંગ સ્ટેડિયમ અને બહેતરીન ડ્રિંક્સ ઓફર કરનારા બીયર બાર પતાયાની નાઈટ લાફને ખાસ બનાવે છે. પતાયા શહેરના રસ્તાઓ સાંજે 6 વાગ્યાથી રાતે 2 વાગ્યા સુધી વેહિકલ્સ માટે થઈ જાય છે બંધ. પતાયાની રંગીન નાઈટલાઈફ એન્જોય કરવા માટે મ્યુઝિક અને રોશનીથી સજેલા રસ્તા પર પોતાના પગ થિરકાવતા આ માહોલમાં ભળી જવું તમને ખુબ ગમશે. અને તમે બની જશો પાર્ટીબર્ડ...તો પોતાના પાર્ટનર સાથે પ્રેમભર્યા પળ માણવા માટે તમારા માટે ખાસ જગ્યા છે હોરાઈઝન રુફટોપ બાર જ્યાંના નજારા તમારી સાંજ શાનદાર બનાવી દેશે, પતાયામાં આઈસબારની બર્ફીલી દુનિયા કે જ્યાં -5 ડીગ્રી સેલ્સિયસ ઠંડકમાં સફેદ ઈન્ટિરિયર, બરફથી બનેલી ખુરશી અને ગ્લાસિસ..મધુર મધુર મ્યુઝિક અને કમાલના કોકટેલ્સ બેસ્ટ એક્સપિરિયન્સ કરાવશે. તો રિયલ લાઈફ એક્શન જોવાનો ચાન્સ પણ તમને મળશે મુએ થાઈ સ્ટેડિયમમાં. જો કે આ સ્ટન્ટબાજી પહેલેથી કોરિયોગ્રાફ થયેલી હોય છે પણ ફિલ્મી સીનનો અનુભવ કરાવે.
વોકિંગ સ્ટ્રીટ
પતાયા એટલે દુનિયામાં મશહૂર એવું પાર્ટી હોટસ્પોટ., અહીની વોકિંગ સ્ટ્રીટ પાર્ટી લવર્સ માટે જાણે સ્વર્ગનો અનુભવ બની જાય...પતાયામાં વોકિંગ સ્ટ્રીટ એક કિમી સુધી ફેલાયેલો છે અને અહીં ટુરિસ્ટને એ બધું જ મળે છે જે તે કરવા ઈચ્છે છે. વોકિંગ સ્ટ્રીટ પતાયાનું સૌથી વ્યસ્ત પાર્ટી હબ છે. વોકિંગ સ્ટ્રીટમાં જોવા અને ઘુમવા માટે ઘણું બધું છે. અહીંની લોકલ વસ્તુઓ, ભોજન, કપડા, હેન્ડીક્રાફ્ટ, આર્ટ પીસ મળે છે. તો બાલી હાઈ પ્લાઝાના અંત સુધીનો વિસ્તાર બીયર બાર, ગો-ગો બાર, નાઈટ ક્લબ, સ્ટ્રિપ બાર, મસાજ પાર્લર માટે ફેમસ છે. થાઈલેન્ડની મુસાફરીમાં વોકિંગ સ્ટ્રીટની સફર કર્યા વગર જાણે પ્રવાસ અધૂરો રહે.
ટિફની કેબરે શો
ટિફની કેબરેશો ગ્રાન્ડ થિયેટરમાં યોજાય છે જે પતાયા ફરવા આવનારા પર્યટકો માટે એક શાનદાર એક્સપિરિયન્સ બને છે. આ શોમાં ખૂબસૂરત રોશની, સ્ટાઈલિશ ડ્રેસ સાથે વર્લ્ડ ક્લાસ પરફોર્મન્સનો આનંદ લઈ શકો..ડાન્સ અને મ્યુઝિક લવર્સ માટે આ જગ્યા ખાસ છે.
પતાયાના ટુરિસ્ટ અટ્રેક્શન
પતાયા ફ્લોટિંગ માર્કેટ
બેંગકોકની જેમ જ પતાયાનું ફ્લોટિંગ માર્કેટ એક ખુબ જ સરસ મજ્જાનું બજાર છે જ્યાં ફ્રુટ્સ, ભોજન, આર્ટ, હેન્ડીક્રાફ્ટ, કપડા અને બીજા ઘણા સામાનનું વેચાણ થાય છે. અહીં દુકાનદારો પોતાની બોટમાં સામાન વેચતા નજરે પડે છે. પતાયા જાવ તો અહીંના ફ્લોટિંગ માર્કેટની મુલાકાત ચોક્કસથી એક અલગ અનુભવ રહેશે.
વોટર પાર્ક
બાળકોની સાથે પતાયાની સેર કરી રહ્યા છો તો પતાયાનો વોટર પાર્ક છે બેસ્ટ જગ્યા. વોટર પાર્કમાં સ્લાઈડ અને રાઈડ બંનેનો આનંદ માણી શકાય છે. ખુબ જ મોટા એવા આ વોટર પાર્કમાં આપ પૂલના કિનારે બેસીને આરામ પણ કરી શકો છો. ફેમિલી અને બાળકોની સાથેની સફર કરી રહ્યા હોતો બાળકો અહીં સ્વિમિંગ પૂલમાં ટયુબ સાથે તરવાની મજા માણી શકે છે. તો બાળકોને અહીં દરિયા કિનારે રેતીના ઘર બનાવવા જેવી એક્ટિવિટીઝનો પણ મોકો મળી જાય છે.
એન્ટ્રી ફી - મોટાઓ માટે - 200 થાઈ બાહત
બાળકો માટે 100 થાઈ બાહત
ટાઈમિંગ - સવારે 10 થી સાંજે 7
પતાયા બીચ
પતાયા બીચ સિટીના સૌથી પોપ્યુલર દરિયાકિનારામાંથી એક છે..જે શાંત વાતાવરણ, સાફ પાણી અને રેતાળ કિનારા માટે પ્રખ્યાત છે. તાડના ઝાડથી ઘેરાયેલો આ બીચ લગભગ સમુદ્રનો 4 કિમી લાંબો ભાગ છે...ફ્લોટિંગ બીચ પર ઘુમવા ઉપરાંત તમે જેટ સ્કી, પેરાસેલિંગ, સ્પીડબોટ, ડાઈવિંગ બોટ જેવી એડવેન્ચરસ એક્ટિવીટીઝ માણી શકો છો.
સેન્ચ્યુઅરી ઓફ ટ્રુથ
સેન્ચ્યુઅરી ઓફ ટ્રુથ સમુદ્રકિનારે આવેલું લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ છે. આ અભયારણ્ય વોંગેમેટ બીચની નોર્થ સાઈડ 105 મીટર ઊંચાઈ પર આવેલુ છે..ટેમ્પલ ઓફ ટ્રુથ કે સેન્યુઅરી ઓફ ટ્રુથ પતાયાનું એક ખાસ આકર્ષણ છે જે આખું સાગના લાકડા પર કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે. મંદિર હિંદુ અને બૌદ્ધ દેવતા અને પૌરાણિક મૂર્તિઓથી સજેલું છે. જેની મુલાકાત લેવી ખાસ બની જાય છે.
પતાયાનો ખર્ચ
પતાયા દુનિયાભરના ટુરિસ્ટ માટે પસંદગીનું શહેર બની રહે છે. ત્યારે અલગ અલગ જગ્યાઓ માટે તમારે ખર્ચ તો કરવો પડશે. પણ તમારા ખિસ્સાને પરવડે તેવી રીતે આપને હોટેલ ચાર્જીસ, પાણી, ફુડ, ટ્રાન્સપોર્ટેશન, એન્ટરટેઈનમેન્ટ, હેંગઆઉટ જેવી બાબતો માટે રુપિયા ખર્ચ કરવા પડે જે તમારી ચોઈસીસ પ્રમાણે લગભગ 500 બાહતથી લઈને 3 હજાર બાહત સુધી પહોંચી શકે છે.
પતાયામાં ફુડ
પતાયા શહેરમાં ન માત્ર થાઈ ફુડ પણ એશિયન અને ખાસ કરીને ઈન્ડિયન ફુડ પણ તમને મળી જશે. જેમાં વેજિટેરિયન્સ માટે પણ અલગ અલગ પ્રકારના વ્યંજનો મળે છે. પતાયામાં ઘણી હોટેલ્સ , રેસ્ટોરન્ટ્સ અને ફુડ આઉટલેટ્સ પર તમને સીફૂડ અને નોનવેજ ફુડ મળશે.
પતાયા પ્રવાસીઓ માટે હંમેશા પસંદગીનું શહેર રહ્યું છે. સનસેટથી લઈને સનરાઈઝ સુધી પતાયાની ખૂબસૂરતી સૌ કોઈના મન મોહી લે છે. ત્યારે આ તો એક ઝલક છે...આ શહેરની રંગતને નજરોનજર માણવા માટે રાહ કોની જોવી..નેક્સ્ટ હોલિડે માટે લગાવી દો પતાયા પર મહોર.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો