પટના વોટરફોલ: ઋષિકેશની એવી અનોખી જગ્યામાંથી એક જેને કોઇ નથી જાણતું

Tripoto
Photo of પટના વોટરફોલ: ઋષિકેશની એવી અનોખી જગ્યામાંથી એક જેને કોઇ નથી જાણતું by Paurav Joshi

Day 1

મિત્રો, હંમેશા આપણે વીકએન્ડ પહેલા ટ્રિપ્સનું પ્લાનિંગ શરૂ કરી દઈએ છીએ, પરંતુ સૌથી મોટો પ્રશ્ન અને મુદ્દો એ છે કે આવનારા બે દિવસના વીકએન્ડમાં ક્યાં જઇ શકાય. આપણે હંમેશા આપણી નજીકના એવા સ્થળની શોધ કરીએ છીએ, જ્યાં જઈને આપણે પ્રાકૃતિક સ્થળોનો આનંદ લઈ શકીએ. હવે દિલ્હીની વાત કરીએ તો અહીંથી ઋષિકેશ સૌથી નજીક છે અને આ સ્થળ કુદરતી નજારાઓથી ભરેલું છે. વરસાદની મોસમમાં આ સ્થળ વધુ રમણીય લાગે છે. બીજી તરફ, જો તમે વોટરફોલની મજા લેવા માંગતા હોવ તો ઋષિકેશ વધુ સારો વિકલ્પ છે. પરંતુ ઋષિકેશ જઈને આપણે એવા સ્થળોએ પહોંચી શકીએ છીએ કે જેના વિશે આપણે પહેલેથી જ સાંભળ્યું છે અથવા આપણે પોતે તે સ્થળ વિશે જાણીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે મિત્રો, ઋષિકેશમાં ઘણી અનોખી જગ્યાઓ પણ છે જ્યાં ઓછા પ્રવાસીઓ પહોંચી શકે છે. આવી જ અનોખી જગ્યાઓમાંથી એક પટના વોટરફોલ છે, હા, આ જગ્યાનું નામ સાંભળીને તમે મૂંઝવણમાં આવી જશો, પરંતુ આ અદ્ભુત વોટરફોલ ઋષિકેશની સુંદર અને આકર્ષક જગ્યાઓમાંથી એક છે. તો ચાલો જાણીએ આ અનોખા અને સુંદર સ્થળ વિશે.

પટના વોટરફોલ

Photo of પટના વોટરફોલ: ઋષિકેશની એવી અનોખી જગ્યામાંથી એક જેને કોઇ નથી જાણતું by Paurav Joshi

મિત્રો, જો કે, તમને ઋષિકેશમાં ઘણા નાના-મોટા ધોધ જોવા મળશે, જેની સુંદરતા વરસાદની મોસમમાં બમણી થઈ જાય છે. ઋષિકેશમાં એવા કેટલાક ધોધ છે, જ્યાં સુધી પહોંચવા માટે અમુક અંતર સુધી ટ્રેકિંગ કરવું પડે છે. પટના વોટરફોલ પણ આ સુંદર ધોધમાંથી એક છે. પટના વોટરફોલ સુધી પહોંચવા માટે તમારે અમુક અંતર સુધી ટ્રેકિંગ કરવું પડશે. લક્ષ્મણ ઝુલાથી પટના વોટરફોલનું અંતર 7 કિલોમીટર છે. પટના વોટરફોલ સુધી પહોંચવા માટે, તમારે 1.5 કિમી ટ્રેક કરીને ઉપર જવું પડશે. જો તમે અહીં આવો છો, તો તમારી સાથે ખાવા-પીવાનું ચોક્કસ લાવો કારણ કે ઉપર ખાવા-પીવાની કોઈ ખાસ સુવિધા નથી. મિત્રો, ધોધ સિવાય તમને અહીં એક ખૂબ જ સુંદર ગુફા પણ જોવા મળશે. પટના વોટરફોલ વરસાદની ઋતુમાં ખૂબ જ સુંદર લાગે છે. જો તમે સુંદર ધોધ જોવા જઈ રહ્યા છો, તો સવારે વહેલા જવાનો પ્રયાસ કરો જેથી તમે સાંજ સુધીમાં સરળતાથી પાછા આવી શકો.

ઋષિકેશના ઈતિહાસમાં પટના વોટરફોલ નામ કેમ પડ્યું?

મિત્રો, આ ધોધનું નામ ઋષિકેશમાં પટનાના એક નાનકડા ગામ પરથી રાખવામાં આવ્યું છે. આ નાનકડું ગામ ધોધની બરોબર ઉપર જ છે. આ ધોધ તેની નજીકમાં આવેલી ચૂનાના પથ્થરની ગુફાઓ માટે પણ પ્રખ્યાત છે. દંતકથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુને સમર્પિત આ ચૂનાના પત્થરની ગુફાઓની અંદર એક નાનું મંદિર પણ છે.

પટના વોટરફોલ્સની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

Photo of પટના વોટરફોલ: ઋષિકેશની એવી અનોખી જગ્યામાંથી એક જેને કોઇ નથી જાણતું by Paurav Joshi

મિત્રો, તમે આખા વર્ષમાં ગમે ત્યારે અહીં આવવાનું આયોજન કરી શકો છો. પરંતુ હંમેશા ધ્યાનમાં રાખો કે સૂર્યાસ્ત પછી આ સ્થળની મુલાકાત ન લો, કારણ કે આ વિસ્તાર વન્યજીવોથી ઘેરાયેલો છે. જે તમારી સુરક્ષા માટે ઠીક નથી. તેથી જ્યારે પણ તમે અહીં જાવ ત્યારે સવારે વહેલા જવાનો પ્રયત્ન કરો જેથી તમે સાંજ સુધીમાં સરળતાથી પાછા આવી શકો.

પટના વોટરફોલ કેવી રીતે પહોંચવું?

મિત્રો, પટના ધોધ ઋષિકેશ રેલ્વે સ્ટેશનથી લગભગ 13 કિલોમીટરના અંતરે આવેલો છે. તેમજ લક્ષ્મણ ઝુલાથી તેનું અંતર 7 કિલોમીટર છે. પટના વોટરફોલની સૌથી નજીકનું સ્થળ પટના ગામ છે. અને તે નીલકંઠ મંદિર રોડ પર ગરુડ ચટ્ટી વોટરફોલથી માત્ર 3 કિમી દૂર સ્થિત છે. અહીં આવતા પ્રવાસીઓએ ધોધ સુધી પહોંચવા માટે રાજાજી નેશનલ પાર્કમાં 1 કિમીનું ટ્રેકિંગ કરવું પડે છે. સૌથી નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ છે, જે ઋષિકેશથી 20 કિમીના અંતરે આવેલું છે. અને તમામ માર્ગો એક બીજા સાથે રોડ દ્વારા જોડાયેલા છે, તેથી જો તમે અહીં રોડ માર્ગે પણ આવો તો કોઈ સમસ્યા નથી. તમે તમારી અનુકૂળતા મુજબ અહીં સરળતાથી પહોંચી શકો છો.

તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads