કોઈએ ખુબ સરસ કહ્યું છે કે રખડવુ એ મંઝિલની પહેલી આહટ છે. રઝળપાટ કરનારાઓ માટે પહેલી શરત એ છે કે તમારી જાતને આ ફિઝાઓમાં છુટ્ટી મુકી દો. આપણી વાસ્તવિક મુસાફરી તો એ જ દિવસથી શરૂ થઈ જાય છે જ્યારે આપણે વારંવાર કોઈ જગ્યાએ જવાનુ વિચારવા લાગીયે છીએ અને પછી એક દિવસ બસ આમ જ નીકળી પડીયે. મોટાભાગે આપણે તે જ સ્થળોએ ભટકતા હોઈએ છીએ જેના વિશે ઓછુ જાણતા હોઈયે, પરંતુ આવા સ્થળો ખરેખર કમાલ હોય છે. મધ્ય પ્રદેશમાં આવી જ એક સુંદર જગ્યા છે, પન્ના.!
પન્ના એ મધ્યપ્રદેશનું એક નાનકડું શહેર છે જે તેની હીરાની ખાણો માટે વિશ્વભરમાં જાણીતું છે. તેમ છતાં ફરવા માટે તેને કાયમ અવગણવામાં આવે છે. કુદરતી સૌંદર્યથી ભરેલા પન્નામાં તે બધું છે જે જોઈને તમારુ દિલ ખુશ થઈ જાય. અહીં જંગલો, ઝરણા અને નાના પહાડો પણ છે. પન્ના હિન્દુઓ માટે ખૂબ મહત્વનું સ્થળ છે, અહીં ઘણા મંદિરો છે. જેને તમે તમારી પન્ના યાત્રામાં જોઈ શકો છો.
કેવી રીતે પહોંચવું?
ફ્લાઇટ દ્વારા: જો તમારે ફ્લાઇટ દ્વારા પન્ના જવું હોય તો નજીકનું એરપોર્ટ ખજુરાહો છે. ખજુરાહોથી પન્નાનું અંતર ફક્ત 50 કિ.મી. છે. ખજુરાહોથી તમે પન્ના પહોંચવા માટે બસ અથવા ટેક્સી બુક કરાવી શકો છો. પન્નામાં એક એરપોર્ટ પણ બનાવવામાં આવ્યુ છે પરંતુ તે હજી શરૂ થયુ નથી.
ટ્રેન દ્વારા: જો તમે ટ્રેન દ્વારા પન્ના જવાનું વિચારી રહ્યા હો તો નજીકનું રેલ્વે સ્ટેશન ખજુરાહો છે. ખજુરાહોથી તમે પન્ના પહોંચવા માટે બસ અથવા ટેક્સી બુક કરાવી શકો છો.
વાયા રોડ: રોડ દ્વારા સરળતાથી પન્ના પહોંચી શકાય છે. પન્ના નેશનલ હાઇવે સાથે જોડાયેલ છે તેથી રસ્તો પણ સારો છે. તમે તમારી કાર દ્વારા સરળતાથી અહીં પહોંચી શકો છો. તમને દેશના ઘણા મોટા શહેરોથી પન્નાની બસ મળી જશે. જેની મદદથી તમે આરામથી પન્ના પહોંચી શકો છો.
ક્યારે જવું ?
પન્ના એ મધ્ય પ્રદેશનું એક શહેર છે. આ સ્થાનનું હવામાન અન્ય સ્થળો જેવું જ રહે છે. ઉનાળા અહીં સખત ગરમી અને સળગાવી નાખનારો તાપ પડે છે અને શિયાળામાં ઠંડી હોય છે. હું સૂચવુ છે કે તમારે નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે પન્ના જવાનો પ્લાન કરવો જોઈએ. પન્નામાં તમને રોકાવાની પણ કોઈ મુશ્કેલી નહીં પડે. અહીં તમને નાનાથી મોટી બધી પ્રકારની હોટેલ મળી રહેશે. તમે તમારા બજેટ પ્રમાણે કોઈપણ હોટેલ પસંદ કરી શકો છો.
શું જોવું ?
1. પન્ના નેશનલ પાર્ક
પન્ના નેશનલ પાર્ક મધ્યપ્રદેશના સૌથી પ્રખ્યાત સ્થળોમાથી એક છે. પન્ના નેશનલ પાર્ક શહેરથી અમુક જ કિમી દુર પન્ના-ખજુરાહોના માર્ગ પર સ્થિત છે પરંતુ તે ખજુરાહો જિલ્લામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રાકૃતિક સુંદરતા ઠાસી ઠાસીને ભરેલી છે. પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફર્સ માટે આ સ્થાન સ્વર્ગથી ઓછું નથી. તમે અહીં બર્ડ વોચિંગ પણ કરી શકો છો. આ સિવાય તમે ચિતલ, સ્થોલ રીંછ, સામ્ભર, ચિંકારા અને વાઘ સહિત ઘણા જંગલી પ્રાણીઓ જોઈ શકો છો. જો તમે પન્ના આવો તો આ નેશનલ પાર્કમાં સફારી કરવાનું ભૂલશો નહીં.
2. પાંડવ ગુફાઓ અને વોટરફોલ્સ
પન્નાથી લગભગ 12 કિ.મી. દુર પાંડવ ગુફાઓ અને વોટરફોલ્સ છે. લીલાછમ જંગલોની વચ્ચે સ્થિત આ સ્થાન ખૂબ જ શાંતી આપે છે. લોકોની ભીડ હોવા છત્તા તમે તમારી જાતને અહીં શાંત પામશો. એવું કહેવામાં આવે છે કે પાંડવો વનવાસ દરમિયાન આ ગુફાઓમાં રહેતા હતા. તેની બિલકુલ નજીકમાં જ એક ધોધ છે. 100 ફૂટની ઊંચાઇએથી નીચે આવતુ પાણી નીચે તળાવ બનાવે છે. વરસાદની ઋતુમાં આ ધોધ સંપૂર્ણ ભરાઈ જાય છે અને શિયાળામાં પાણી ઓછું હોય છે. જો તમે પન્ના આવો તો પાંડવ ગુફાઓ અને વોટરફોલ જોઈ શકો છો.
3. બલદેવ મંદિર
હિન્દુ ધર્મના લોકો માટે પન્ના એ મહત્વનું સ્થાન છે. અહીં ઘણા મંદિરો છે. તેમાંથી બલદેવ મંદિર એક મહત્વપૂર્ણ મંદિર છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલદેવને સમર્પિત છે. આ મંદિર 1993 માં રાજા રુદ્ર પ્રતાપસિંહે બનાવ્યું હતું. રોમન સ્થાપત્યમાં બનેલું આ મંદિર ખૂબ મોટું અને સુંદર છે. મંદિરમાં બલદેવની કાળા રંગની મૂર્તિ છે. અહીં એક મોટો હોલ અને મંડપ છે. ભારતમાં બલદેવના ઘણા ઓછા મંદિરો છે તેમાંથી એક પન્નામાં છે. પન્નાની મુલાકાત દરમિયાન આ મંદિર પણ જોઇ શકાય છે.
4. અજયગઢ કિલ્લો
અજયગઢ કિલ્લો પન્નાના સૌથી પ્રાચીન સ્થળો માનુ એક છે. આ કિલ્લો પન્ના જિલ્લાના અજયગઢ શહેરમાં ત્રિકોણાકાર ટેકરી પર સ્થિત છે, જે હવે ખંડેર છે. તમે હજી પણ કિલ્લાનો અમુક ભાગ જોઇ શકો છો. તે સમયના સ્થાપત્યનો અંદાજ કિલ્લાની દિવાલો પરની કોતરણી જોઈને કરી શકાય છે. કિલ્લાની નજીક ગંગા અને જમુના નામના બે તળાવ છે. પ્રકૃતિની વચ્ચે બધું જ સુંદર લાગવા માંડે છે. જો તમે પન્નાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો ચોક્કસપણે અજયગઢ કિલ્લો તમારા બકેટ લિસ્ટમાં રાખો.
5. રનેહ વોટરફોલ
રનેહ વોટરફોલ પન્નાથી લગભગ 50 કિમી દૂર છે. કેન ઘડિયાળ સેંચ્યુરીમાં સ્થિત આ વોટરફોલ ખૂબ જ સુંદર છે. ખડકો વચ્ચે વસેલો આ ધોધ જોવાલાયક છે. ચોમાસામાં આખા ખડકો પાણીથી ભરાઈ જાય છે અને ઠેક-ઠેકાણેથી પાણી પડતુ હોય છે. આવો નજારો જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે. જો તમે શિયાળામાં અહીં આવશો તો ખૂબ ઓછું પાણી મળશે, જો કે તમે શિયાળામાં અભયારણ્ય જોઈ શકો છો. જેમાં તમને હરણ અને નીલગાય જેવા પ્રાણીઓ જોવા મળશે. આ સિવાય તમે કેન નદીનો સુંદર નજારો જોઈ શકો છો. જો તમે નસીબદાર હશો તો નદીના કાંઠે ઘડિયાળ અને મગર જોવા મળશે. આ બધા સિવાય પણ પન્નામાં ઘણું જોવાનું છે. જો તમે ઘુમક્કડની દ્રષ્ટિએ ફરશો તો પન્ના વધુ સુંદર લાગશે.