
પાલમપુર હિમાચલ પ્રદેશમાં ધર્મશાલાથી થોડાક જ કિલોમીટર દૂર આવેલું એક નાનકડુ પહાડી શહેર છે જે પોતાની ધોલાધાર પર્વતમાળાના શાનદાર દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે. પાલમપુરને ઉત્તરના ચારના બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં પર્યટક ચાના બગીચાના અંતહિન લીલા મેદાનોને જોઇ શકે છે જે તમને તાજગીથી ભરી દેશે. બર્ફિલા પર્વતો, દેવદાર અને પાઇના જંગલો અને અહીંનું શાંત વાતાવરણ જે લોકો શાંતિથી કામ કરવા માંગે છે તેમના માટે સ્વર્ગ સમાન છે. તો જો તમે વર્કેશન માટે કોઇ જગ્યા શોધી રહ્યા છો તો આ એક બેસ્ટ ઓપ્શન છે.

પાલમપુર
પાલમપુર કાંગડા જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. તેને ઉત્તર પશ્ચિમ ભારતની ચાની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, આ સ્થળે ચાના બગીચાઓ કરતાં પણ ઘણું વધારે જોવા મળે છે. પાલમપુર વિક્ટોરિયન શૈલીની હવેલીઓ, ગ્રીન પ્લાન્ટેશન, ઊંડી ખીણો, મોહક શિખરો, સુંદર મઠો, શાંત મંદિરો અને ઘણું બધું પ્રદાન કરે છે. શાંતિપૂર્ણ વાતાવરણ, સુંદર સવાર, અદભૂત સૂર્યાસ્ત તમારા રોકાણને યાદગાર બનાવશે.
કેવી રીતે પહોંચશો?
તમે પાલમપુર ફ્લાઇટ, ટ્રેન, બસ કે ખાનગી વાહન દ્વારા પહોંચી શકો છો. પાલમપુર હિમાચલ પ્રદેશના દરેક મુખ્ય શહેરો સાથે રોડ નેટવર્કથી સારી રીતે જોડાયેલું છે.
વિમાન દ્વારા
નજીકનું એરપોર્ટ કાંગરા છે જે પાલમપુરથી 40 કિ.મી. દૂર છે. કાંગરા માટે દરરોજ ફ્લાઇટ ઉપલબ્ધ છે.
ટ્રેન દ્વારા
નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ છે. જે પાલમપુર સાથે નેરોગેજ ટ્રેનથી જોડાયેલું છે.
બસ દ્વારા
મુખ્ય શહેરો સાથે બસ કનેક્ટિવિટી મળી જશે. HRTC પાલમપુર પહોંચવા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
પાલમપુર શું કામ હોવું જોઇએ તમારુ વર્કેશન તેના 7 કારણો આ રહ્યાં.
પાલમપુર કામ કરવા માટે એક પર્ફેક્ટ જગ્યા છે. તમે નીચેના કારણોથી તેને સારીરીતે સમજી શકશો.
1. સવારના સુંદર દ્રશ્યો સાથે કામની શરુઆત કરો
પોતાના દિવસની શરૂઆત એક સુંદર સવાર સાથે કરવા જેવું બીજુ શું હોઇ શકે? પાલમપુર ધોલાધાર પર્વતશ્રેણીના શાનદાર દ્રશ્યો રજૂ કરે છે. અને આવા શાંત પરિદ્રશ્યમાં પોતાના દિવસની શરૂઆત એક કપ કોફી કે ચાની સાથે કરવાનું એકદમ પરફેકટ છે.
2. તમે પાલમપુરની લીલીછમ ખીણ, તેના જાણીતા ચાના બગીચાને એક્સપ્લોર કરી શકો છો
પાલમપુરને દુનિયાના નકશા પર લાવવાનું શ્રેય અહીંના ચાના બગીચાને જાય છે. ચાના પ્રેમીઓ માટે આ એક આશ્રય સ્થળ છે. જે ચાની પત્તીઓની સુંગધમાં ખોવાઇ જવા માંગે છે. લીલાછમ ચાના બગીચામાં ફરવું એક મનમોહક અનુભવ છે. ફોટોગ્રાફર માટે આ ચાના બગીચાના ઢોળાવો એક સ્વર્ગ સમાન છે.


3. તમે પાલમપુરમાં લોકલની જેમ મુસાફરી કરી શકો છો
કામની સાથે તમે એક જગ્યાએ વધારે સમય પસાર કરીને સ્થાનિક લોકોની જેમ ફરી શકો છો. દરેક સાંજે કામ પૂરુ કર્યા બાદ તમે સ્થાનિક લોકોની સાથે જુદાજુદા પ્રસિદ્ધ સ્થળોની યાત્રા પણ કરી શકો છો. તેમાંની કેટલીક આ પ્રકારે છે.
a.) સૌરભ વન વિહાર
સ્થાનિકોના પસંદગીના સ્થળોમાનું એક સૌરભ વન વિહાર છે. આ જગ્યાનું નામ એક ભારતીય સેના અધિકારીના નામે રાખવામાં આવ્યું છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આદર્શ સ્થાન છે. અહીં એક નાનકડુ તળાવ છે જ્યાં બોટિંગ કરી શકાય છે.

b) બૈજનાથ શિવ મંદિર
આ સૌથી જુના શિવ મંદિરોમાંનું એક છે. આ પથ્થરનું મંદિર એક વાસ્તુશિલ્પનો ચમત્કાર છે. બરફથી ઢંકાયેલા પર્વતોના શિખરોનું દ્રશ્યથી મંદિરનું પરિસર મંત્રમુગ્ધ કરી દેનારુ છે. આ શહેરથી અંદાજે 16 કિ.મી. દૂર છે.

c) નેગુલ ખડ પુલ
નેગુલ ખડ પુલ એક નેગુલ નદીની ધારા પર બનેલો એક લોખંડનો બ્રિજ છે. આ સ્થાનિક લોકો અને પર્યટકો માટે એક પ્રસિદ્ધ આકર્ષણ છે. પુલથી ધોલાધાર રેન્જનો નજારો આંખોને ઠંડક આપે છે. તમે પુલ પર સાંજે આંટો મારી શકો છો. આ જગ્યાની નજીક એક નાનકડો કેફે છે જ્યાં સાંજનો નાસ્તો કરી શકાય છે.

d) તાશી જોંગ ગામ
તાશી જોંગ ગામ પાલમપુરથી અંદાજે 15 કિ.મી. દૂર છે. તાશી જોંગ મઠ તાશી જોંગ ગામના મુખ્ય આકર્ષણમાંનું એક છે. તિબેટિયન ભાષામાં તાશી જોંગનો અર્થ છે શુભ ઘાટી. આ બૌદ્ધ મઠ તમને સન્માન, માનવતા અને શાંતિની ભાવના આપી શકે છે.

અન્ય કેટલાક સ્થાનિક પસંદગીના સ્થળોમાં જખની માતા મંદિર, ચામુંડા દેવી મંદિર અને અંદ્રેટા છે.
4. તમારા કામના તણાવને દૂર કરવા માટે જાદુઇ સાંજનો આનંદ લઇ શકો છો.
આખો દિવસ કામ કર્યા બાદ તણાવ દૂર કરવા અને થોડોક સમય શાંતિથી પસાર કરવાની જરુર છે. અહીં શાંતિ છે અને સૂર્યાસ્ત મંત્રમુગ્ધ કરી દે છે અને તમે તમારી સમસ્યાઓને ભુલાવી શકે છે.
5. આરામદાયક કેફેમાં પોતાની ચિંતાઓ દૂર કરો
આ કેફે તમને પાલમપુરને કરો છો તેના કરતાં પણ વધુ પ્રેમ કરવા મજબૂર કરી દેશે. આ કેફેને તરત તમારી યાદીમાં જોડો.
a. ક્લિફીસ કેફે
પ્રકૃતિની વચ્ચે આવેલો એકાંતમાં સ્થિત આ એક ઇકો કેફે છે. આ આરામદાયક કેફેમાં એક ઉત્સાહિ માહોલ જોવા મળે છે અને પાલમપુરમાં દક્ષિણ ભારતીય ભોજન માટે પ્રખ્યાત છે. સંગીત, ભોજન, માહોલ તમારા ટેન્શનને જરૂર દુર કરી દે છે.




b.) ટેરેસ કેફે
ટેરેસ કેફે સરોવર પોર્ટિકો હોટલની છત પર છે અને તમારી ઇવનિંગ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. સુંદર દ્રશ્યોની સાથે અહીંનું ભોજન પણ સ્વાદિષ્ટ હોય છે. તમે પૂલ રમી શકો છો.


કેટલાક બીજા કેફે પર નજર કરીએ તો અહીં ફ્રોઝન મુન કેફે, ધ બ્લૂ હિલ્સ કેફે, કેપ્ટન કેફે અને ધ કોયસ કેફે પણ લોકપ્રિય છે.
6. એડવેન્ચર કરવાનું મન થાય તો બીરની યાત્રા કરો
બીરને ભારતની પેરાગ્લાઇડિંગ રાજધાની પણ કહેવાય છે. જે પાલમપુરથી 30 કિ.મી. અને 50 મિનિટના અંતરે છે. અહીંના સુંદર પહાડો, હરિયાળી, શાંત વાતાવરણ પેરાગ્લાઈડિંગ માટે અનુકૂળ છે. તમને જણાવી દઈએ કે બીર પેરાગ્લાઈડિંગ માટે ટેક-ઓફ સાઈટ છે અને બિલિંગ, જે તેનાથી લગભગ 14 કિમીના અંતરે આવેલું છે, તે લેન્ડિંગ સાઈટ છે. જો તમે પેરાગ્લાઈડિંગના શોખીન છો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લો. ભારતમાં વર્ષ 2015માં પ્રથમ વખત બીર-બિલિંગ ખાતે પેરાગ્લાઈડિંગ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું.

7. વીકેન્ડમાં ધર્મશાલા કે મેક્લોડગંજ જાઓ
ધર્મશાલા પાલમપુરથી 36 કિ.મી. દૂર છે. આ લલચામણી ધોલાધાર પર્વતશ્રેણીની સાથે હિમાચલ પ્રદેશના સૌથી શાંત સ્થળોમાંનું એક છે. ધર્મશાલાની ઉપરની સાઇડ મેક્લોડગંજ છે. જે દલાઇ લામાનું ઘર છે. જેને લિટલ લ્હાસાના નામે પણ ઓળખવામાં આવે છે. પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનું મિશ્રણ તેને કામથી દૂર રહેવા માટે એક આદર્શ સ્થાન બનાવે છે. ઘણાં ટ્રેક અને મઠોની સાથે આ બે શહેરોની યાત્રા તમારે અવશ્ય કરવી જોઇએ.

પાલમપુરમાં ક્યાં રોકાશો?
આમ તો પાલમપુરમાં રહેવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ અહીં અમે કેટલીક હોસ્ટેલ વિશે તમને જણાવીશું. જ્યાં અમે રોકાયા હતા અને જે અમારી ફેવરિટ હતી.
ગોસ્ટોપ્સ, પાલમપુર
ગોસ્ટોપ્સ પાલમપુર તમારી કાર્ય યોજના માટે એક આદર્શ સ્થળ છે. અદ્ભુત દ્રશ્યોની સાથે સવારી ચા, સુંદર સુર્યાસ્તની સાથે સાંજે ફરવું, આસપાસના કેફે, આરામદાયક રૂમ, રંગીન પહેરવેશ બધું તમારા પ્રવાસને મજેદાર બનાવી દેશે.
ગોસ્ટોપ્સ કામ કરવા માટે તમામ આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે. જેવી કે વાઇફાઇ, પાવર બેકઅપ, શાંતિપૂર્ણ વાતાવરણ અને એક આદર્શ સ્થાન. ત્યાં તમને દરરોજ 250 થી 350 રૂપિયામાં પણ ભોજન પણ મળી જશે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે.
અહીંથી બુક કરો
વર્કેશન્સ અંગે વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો