પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર

Tripoto
Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 1/17 by Paurav Joshi
ક્રેડિટઃ વિકાસ શર્મા

રેલવે યાત્રાઓની એક બીજી બાજુ પણ છે જે આ બધાથી ઘણી અલગ છે. આ પાસાને જીવવા માટે થોડોક વધારે ખર્ચ કરવો પડશે, કારણ કે સામાન્ય ટ્રેનોના બદલે લકઝરી ટ્રેનોમાં મુસાફરી કરીને જ આ પાસાને જીવી શકાય છે. જેમને શાહી ઠાઠ બાઠથી મુસાફરી કરવી અને યાત્રામાં રોમાંટિક તડકો લગાવવાનું પસંદ છે, તેમના માટે લકઝરી ટ્રેનની સફર પોતાનામાં એક સુંદર અનુભવ હશે.

આવી જ એક ટ્રેન છે જે જુના રજવાડાના સમયે રાજસી આરામપરસ્તીમાં લઇ જશે અને તે પણ આધુનિક સુવિધાઓની સાથે. આ ટ્રેનનું નામ છે મહારાજ એક્સપ્રેસ જેને તમે પેલેસ ઓન વ્હીલ્સના નામે જાણતા જ હશો. ખાતરી રાખો, આ ટ્રેન ખરેખર કોઇ પેલેસ, એટલે કે મહેલથી કમ નથી.

મહારાજા એક્સપ્રેસની જાણકારી

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 2/17 by Paurav Joshi
ક્રેડિટઃ સાયમન પાઇલો

પેલેસ ઓન વ્હીલ્સ ભારતની સૌથી પહેલી લકઝરી ટ્રેન છે જેને વર્ષ 1982માં રાજસ્થાન પર્યટન વિકાસ નિગમે ભારતીય રેલવેના સહયોગથી લોન્ચ કરી હતી. આ ટ્રેનમાં 14 કોચ છે અને તે દુનિયાની 5 સૌથી લકઝરી ટ્રેનોની યાદીમાં સામેલ છે. દરેક કેબિનમાં તમને મિની પેન્ટ્રી મળે છે અને લાઉન્જમાં ટીવી, ડીવીડી પ્લેયર અને એક નાનકડી લાયબ્રેરી છે.

પેલેસ એન વ્હીલ્સની યાત્રા કાર્યક્રમ: દિલ્હી-જયપુર -સવાઇ માધોપુર - ચિતોડગઢ -ઉદેપુર - જેસલમેર- જોધપુર - ભરતપુર - આગ્રા- દિલ્હી

પહેલો દિવસ

નવી દિલ્હી

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 6/17 by Paurav Joshi
ક્રેડિટઃ જિરી મૂનેં
Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 7/17 by Paurav Joshi
ક્રેડિટઃ વર્ષેષ જોશી

તમારી યાત્રા શરુ થાય છે દેશની રાજધાની દિલ્હીથી જે ઐતિહાસિક રીતે મહત્વ રાખે છે, સાથે જ અહીં પ્રાચીન અને મધ્યકાલીન વાસ્તુકલાના શાનદાર નમૂના પણ છે.

શાહી સ્વાગત માટે સાંજે 4.30 કલાકે સફદરજંગ રેલવે સ્ટેશન પહોંચી જાઓ. વિનમ્ર સ્ટાફ તમને તમારી કેબિન સુધી લઇ જશે અને જ્યાં રહેલી સુવિધાઓથી માહિતગાર કરાવાશે. ત્યાર બાદ તમે લાઉન્જમાં બનેલા બારમાં જઇને કર મુકત વેલકમ ડ્રિંક્સની મજા લઇ શકો છો. રેલવે 6.30 વાગે નીકળે છે.

ભોજનઃ રાતનું ભોજન ટ્રેનમાં જ પીરસવામાં આવશે.

બીજો દિવસ

જયપુર

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 8/17 by Paurav Joshi
ક્રેડિટઃ સી રેબેન
Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 9/17 by Paurav Joshi
ક્રેડિટઃ રવિ શેખર

તમારી હવે પછીની મંઝીલ છે રાજસ્થાનનું પાટનગર જયપુર, જેને ગુલાબી નગરી કે પિંક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંની વાસ્તુકળામાં તમને શિલ્પકારીની સાથે જ મુગલ નકશીકામની ઝલક પણ જોવા મળશે. જયપુરના ભવ્ય મહેલ, કિલ્લા, કૉર્ટયાર્ડ અને મ્યુઝિયમ જોઇને પ્રવાસીઓ દંગ રહી જાય છે.

ફરવાલાયક જગ્યાઓ: સેન્ટ આલ્બર્ટ સંગ્રહાલય, પિંક સિટી પેલેસ અને યૂનેસ્કો દ્ધારા જાહેર વિશ્વ વારસાઇ જગ્યા જંતર મંતર, હવા મહેલ, બપોરમાં પહાડી પર સ્થિત આમેરનો કિલ્લો અને મહેલ.

ભોજનઃ ટ્રેનમાં નાસ્તો, કિલા પરિસરમાં સ્થિત 1135 ઇ બુટીક રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન, ટ્રેનમાં ડિનર

ત્રીજો દિવસ

સવાઇ માધોપુર

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 10/17 by Paurav Joshi
ક્રેડિટઃ ઇયન ડફી

સવાઇ માધોપુર રાજસ્થાનનું સૌથી શાંત અને સુંદર શહેરોમાંનું એક છે અને આને 'ગેટવે ટૂ રણથંભોર 'તરીકે પણ ઓળખવામાં આવે છે. રણથંભોર નેશનલ પાર્કના કારણે આ જગ્યા ઘણી પ્રસિદ્ધ થઇ ગઇ છે. યૂનેસ્કો દ્ધારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવેલો રણથંભોરનો કિલ્લો પણ અહીં આવેલો છે. જોવાલાયક જગ્યાઓમાં ગણેશ મંદિર, ચમત્કાર મંદિર અને ખંડાર કિલ્લો છે.

ફરવાલાયક જગ્યાઓ ; સવારે સાડા છ વાગે સવાઇ માધોપુર રેલવે સ્ટેશનથી રણથંભોર ટાઇગર રિઝર્વની રોમાંચક સફારી માટે નીકળી જાઓ. સવારે 9.30 કલાકે સ્ટેશન પર પહોંચી જાઓ જેથી ચિતોડગઢ માટે રવાના થઇ શકો.

ચિતોડગઢ

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 11/17 by Paurav Joshi
ક્રેડિટઃ ફ્લિકર

ગંભીર અને બરાચ નદીની પાસે વસેલુ ચિતોડગઢ રાજસ્થાનની સૌથી રોમાંટિક અને જાણીતા શહેરોમાંનું એક છે. અહીં ઘણાં વિશાળ કિલ્લા, મહેલ અને મંદિર છે.

ફરવાલાયક જગ્યાઓઃ સાંજે અંદાજે 4 વાગે ટ્રેન ચિતોડગઢ રેલવે સ્ટેશન પહોંચે છે. અહીંથી તમે યૂનેસ્કો દ્ધારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવેલા પહાડી પર બનેલા કિલ્લામાં જાય છે. સાંજે કિલ્લા પરિસરમાં જ લાઇટ અને સાઉન્ડ શોનો આનંદ લઇ શકાય છે.

ભોજનઃ નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન ટ્રેનમાં જ મળે છે.

ચોથો દિવસ

ઉદેપુર

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 12/17 by Paurav Joshi
ક્રેડિટઃ ફ્લિકર

ઉદેપુર ખીણમાં વસેલુ અને ચાર સરોવરોથી ઘેરાયેલુ સુંદર શહેર છે જે ક્યારે પણ મેવાડ સામ્રાજ્યની રાજધાની હતી. સરોવરની નગરીના નામે ઓળખાતા આ શહેરને અહીંના મહલોના કારણે ઘણું પસંદ કરવામાં આવે છે.

ફરવાલાયક જગ્યાઓ : સિટી પેલેસ પરિસર, ક્રિસ્ટલ ગેલેરી, લેક પેલેસ હોટલની ચારે બાજુ સરોવરમાં બોટની સવારીની મજા લો, સહેલીઓની બાડીના શાહી બાગમાં લટાર કરો.

ભોજનઃ ટ્રેનમાં નાસ્તો, ફતેહપ્રકાશ પેલેસ હોટલમાં બપોરનું ભોજન, ટ્રેનમાં રાતનું ખાવાનું

પાંચમો દિવસ

જેસલમેર

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 13/17 by Paurav Joshi
ક્રેડિટઃ રૉબર્ટ ગ્લૉડ
Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 14/17 by Paurav Joshi
ક્રેડિટઃ નીલ ઝવેરી

ગોલ્ડન સિટી નામથી ઓળખાતુ જેસલમેર અહીંની સુંદર હવેલીઓ અને પ્રાચીન મંદિર ઉપરાંત, રંગીન બજાર પણ છે જ્યાંથી તમે જતા ગિફ્ટ અને અન્ય ચીજો ખરીદી શકો છો.

ફરવાલાયક જગ્યાઓ : જેસલમેરનો કિલ્લો, પટવાની હવેલી, પાસે જ બનેલી 15મી શતાબ્દીના જૈન મંદિર, થાર રેગિસ્તાનમાં રેતના ઢગલા

ભોજનઃ ટ્રેનમાં નાસ્તો, 5-સ્ટાર હોટલમાં બપોરનું ભોજન, 5 સ્ટાર હોટલમાં ડિનર

દિન 6

જોધપુર

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 15/17 by Paurav Joshi
ક્રેડિટઃ નેથન ગેંબલ

રાજસ્થાનના બીજા નંબરના સૌથી મોટુ શહેર જોધપુરને 'બ્લૂ સિટી' ના નામથી પણ ઓળખાય છે. આ કોઇ સમયમાં મારવાડ સામ્રાજ્યની રાજધાની ગણાતી હતી. દેશના સૌથી વધુ ફરવાલાયક શહેરોમાંના એક જોધપુરની બિલકુલ પાસે જ થારનું રણ છે અને અહીં અનેક કિલ્લા અને મહેલ આવેલા છે.

ફરવાલાયક જગ્યા : 16મી સદીનો મહેરાનગઢ કિલ્લો, 19મી શતાબ્દીમાં સંગેમરમરથી બનેલી જસવંત થડા, ઉમ્મેદ ભવન પેલેસનું મ્યુઝિયમ જ્યાં જોધપુરના મહારાજની વ્યક્તિગત કલાકૃતિઓ જોઇ શકાય છે.

ભોજનઃ ટ્રેનમાં નાસ્તો, હનવંત મહેલ બુટિક, રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન, ટ્રેનમાં ડિનર

ભરતપુર

Photo of પેલેસ ઑન વ્હીલ્સઃ ભારતની સૌથી મોંઘી, સૌથી શાહી ટ્રેનની સફર 16/17 by Paurav Joshi
ક્રેડિટઃ અનુરાધા

ફરવાલાયક જગ્યાઓઃ બીજા દિવસે સવારે 6.30 વાગે ભરતપુર પહોંચો અને ભરતપુર પક્ષી અભ્યારણ્ય (સેંક્ચુરી) જેને ઓલાદેવ ધાના નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે, પહોંચી જાઓ. આ ભારતમાં ઘણો પ્રસિદ્ધ પક્ષી અભ્યારણ્ય છે જ્યાં તમને દેશ-વિદેશના પક્ષી જોવા મળી જશે.

પાછા ટ્રેનની પાસે પહોંચી જાઓ જે 08.45 વાગે આગરાની તરફ પ્રસ્થાન કરશે

સાતમો દિવસ

આગ્રા

ઉત્તર પ્રદેશમાં વસેલા આગ્રામાં દુનિયાના સાત અજૂબામાંથી એક તાજ મહેલ આવેલો છે. તાજ મહેલ ઉપરાંત અહીં યૂનેસ્કો દ્ધારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવેલો આગ્રાનો કિલ્લો અને ફતેપુર સીકરી પણ છે.

ફરવાલાયક જગ્યાઓ : આગ્રાનો કિલ્લો, તાજમહેલ, રંગીન સ્થાનિક બજાર

ભોજનઃ ભરતપુરના જંગલોમાં ડિલક્સ લોજમાં નાસ્તો, આઇટીસી મુગલ હોટલમાં બપોરનું ભોજન, આગ્રાની લકઝરી હોટલ કે પેલેસ ઓન વ્હીલ્સમાં ડિનર

આઠમો દિવસ

નવી દિલ્હી

સવારે 5.30 વાગે તમારી ટ્રેન ફરીથી સફદરજંગ રેલવે સ્ટેશન પર પહોંચી જશે.

ભોજનઃ સવારનો નાશ્તો (સવારે લગભગ 6:30 થી 7 વાગે)

પેલેસ ઓન વ્હીલ્સ ટૂરનો ખર્ચ

એપ્રિલ, સપ્ટેમ્બર 2019 માટે

ઓક્યુપન્સી ટાઇપઃ સિંગલ, ડબલ અને સુપર ડીલક્સ (સુઇટ)

ખર્ચ (પ્રતિ વ્યક્તિ/પ્રતિ રાત): સિંગલ માટે 39,000 રુ., ડબલ માટે 30,000 રુ. સુપર ડિલક્સ એટલે કે સૌથી શાનદાર શ્યૂટની કિંમત 1,08,000 રુપિયા છે, જો તેમાં બે લોકો સામેલ છે તો ખર્ચ 54,000 પ્રતિ વ્યક્તિ થઇ જાય છે.

એક વ્યક્તિના 8 દિવસોનો કુલ ખર્ચ: સિંગલ રુ.2,73,000; ડબલ રુ.2,10,000; સુપર ડીલક્સ (શ્યુટ)ની કિંમત 7,56,000रु (સિંગલ) રુ.3,78,000 (ડબલ) છે.

પેલેસ ઓન વ્હીલ્સની પ્રસ્થાન તારીખ

એપ્રિલ, સપ્ટેમ્બર, 2019 માટે

10, 17, 24 એપ્રિલ અને 4, 11, 18 અને 25 સપ્ટેમ્બર 2019

મહારાજા એક્સપ્રેસની આ સફર ભલે સામાન્ય યાત્રા કરતા મોંઘી હોય પરંતુ આ એક એવો અનુભવ છે જેને ઝિંદગીમાં એકવાર તો જરુર કરવો જોઇએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads