ફરવુ આ દુનિયાનો સૌથી ખુબસુરત અહેસાસ છે. ફરતી વખતે આપણે માત્ર સુંદર નજારાઓ જ નથી જોતા; પણ આપણે જોઈયે છીએ આ દુનિયાને સુંદર કહેવાનો એક અલગ દ્રષ્ટિકોણ. આ દ્રષ્ટિકોણ તમને ક્યાય પણ મળી શકે છે પણ પહાડમા એક અલગ જ સુકુન છે. અહિ આવીને જાણે જીવનમા એક ઠહેરાવ આવી જાય છે. લાઈફ જાણે સ્લો ચાલી રહી હોય તેવુ લાગે છે. શહેરી જીવનથી દુર પહાડોમા તમારુ દિલ વસવા લાગે છે. આ પહાડો તો તેની જગ્યાએ સ્થિર જ ઊભા હોય છે, પણ આપણે એમા સતત કાંઈક શોધતા રહિયે છીએ. દરેક ઘુમક્કડ પહાડોમાથી વહેતી નદીની જેમ બસ વહ્યા કરવા માગે છે. તમે અગર ઘણી બધી જગ્યાએ પહાડો પર જઈ ચુક્યા છો તો તમારે મહારાષ્ટ્રના પહાડો તરફ એક વાર તો દ્રષ્ટિ કરવી જ જોઈયે.
મહારાષ્ટ્રમા માત્ર માથેરાન, ખંડાલા અને લોનાવાલા જેવા હિલ સ્ટેશન્સ છે એવુ નથી. અહિ બીજા પણ ઘણા સુંદર હિલ સ્ટેશન્સ છે જે હજુ લોકોની નજરમા ખાસ આવ્યા નથી. સ્ટ્રોલર્સ આવી જ રીતે તો રખડપટ્ટી કરતા હોય છે. તેઓ એ જગ્યા પર પણ જાય છે જ્યા ખુબ ઓછા લોકો જતા હોય. અમે તમને મહારાષ્ટ્રના આવા જ હિલ સ્ટેશન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. તમે મહારાષ્ટ્ર જાઓ આ ઑફબીટ સ્થળોએ જવાનુ ચુકતા નહિ.
1. મ્હૈસમલ
તમે પણ જો મહારાષ્ટ્રના અનએક્સપ્લોર્ડ સ્થળોની શોધમા હો તો તમારે મ્હૈસમલ હિલ સ્ટેશન જવુ જોઈયે. ઔરંગાબાદથી માત્ર 12 કિમી દુર મ્હૈસમલ હિલ સ્ટેશન સમુદ્રતળથી 1,067 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ હિલ સ્ટેશન પર દુર દુર સુધી હરિયાળી જ હરિયાળી છે. અહિ આવીને તમે પોતાને પ્રકૃતિની નજીક મહેસુસ કરશો. અહિથી તમે ઈલોરાની ગુફાઓ જોઈ શકો છો. આ સિવાય અહિ ગિરિરાજમાતા મંદિર પણ છે. જો તમે પણ સુકુન ઈચ્છનારાઓ માથી એક છો તો તમને મહારાષ્ટ્રનુ મ્હૈસમલ હિલ સ્ટેશન જરુરથી ગમશે.
2. જવ્હાર
પહાડોના સુંદર નજારાઓ, હરિયાળી અને મહારાષ્ટ્રના કલ્ચરને જોવા તમારે જવ્હાર હિલ સ્ટેશન પર આવવુ જોઈયે. મુમ્બઈથી લગભગ 150 કિમી દુર આ હિલ સ્ટેશન મહારાષ્ટ્રના થાણે જિલ્લામા સ્થિત છે. અહિ વરલી, કોલ્વા અને કોલકાના આદિવાસી જનજાતિ રહે છે. તમે અહિ રહીને તેમના વિશે સારી રીતે જાણી શકો છો. તમે અહિની ફેમસ વરલી પેન્ટીગ જોઈ શકો છો, જે આદિવાસી લોકો બનાવે છે. આ સિવાય તમે અહિ શિરપામલ જોઈ શકો છો જેને સૌથી ઊંચી પહાડી પર છત્રપતિ શિવાજીએ બનાવરાવ્યુ હતુ. આ સિવાય જવ્હાર હિલ સ્ટેશનના જય વિલાસને પણ જોઈ શકાય છે જેને રાજ બરીના નામથી પણ ઓળખવામા આવે છે. જવ્હાર હિલ સ્ટેશન તમને એક અલગ જ દુનિયામા લઈ જાય છે.
3. અમ્બોલી
મહારાષ્ટ્રમા અત્યંત સુંદર જગ્યાઓ છે જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. એવુ જ એક હિલ સ્ટેશન છે મહારાષ્ટ્રનુ અમ્બોલી. સિંધુદુર્ગ જિલ્લામા સ્થિત આ હિલ સ્ટેશનને મહારાષ્ટ્ર્ની રાણીના નામે ઓળખવામા આવે છે. તમે જ્યારે આ જગ્યાને સુંદરતા જોશો ત્યારે તમને અંદાજો થઈ જશે કે કેમ તેને એવુ કહેવામા આવે છે. અમ્બોલી જતી વખતે બન્ને બાજુ હરિયાળી જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો. અમ્બોલીમા ઘણા વૉટરફૉલ અને મંદિરો પણ છે જ્યા તમે ફરવા જઈ શકો છો. આ સિવાય તમારે માધવગઢ કિલ્લા પર પણ જવુ જોઈયે. જો તમે ખરેખર મહારાષ્ટ્ર્ની સુંદરતા જોવા માગતા હો તો અમ્બોલી જરુર જાઓ.
4. લોનાર
જ્યા જઈને તમારુ દિલ ખુશ થઈ જાય અને સુકુનની કોઈ સિમા ન હોય તેવા જ કોઈ અહેસાસને જગાડે છે મહારાષ્ટ્રનુ લોનાર. લોનાર એક નાનકડુ હિલ સ્ટેશન છે જે મહારાષ્ટ્રના બુલધાના જિલ્લામા સ્થિત છે. સમુદ્રતળથી લગભગ 2 હજાર મીટરની ઊંચાઈ પર સ્થિત લોનાર દુનિયાના ત્રીજા મોટા ક્રેટર માટે જાણીતુ છે. આજ એ જ ક્રેટરમા એક તળાવ છે જેને લોનાર લેકના નામે પણ ઓળખવામા આવે છે. આ તળાવની ચારેય બાજુ હરિયાળી જ હરિયાળી છે. જે આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. મહારાષ્ટ્ર જાઓ તો લોનાર જવાનુ બિલકુલ ન ભુલતા.
5. ઈગતપુરી
તમે સુંદર નજારાઓ સાથે કેટલીક ઐતિહાસિક જગ્યાઓ પણ જોવા માગતા હો તો તમારે મહારાષ્ટ્રના ઈગતપુરી હિલ સ્ટેશન જવુ જોઈયે. ચોમાસામા તો ઈગતપુરી સ્વર્ગ જેવુ સુન્દર લાગે છે. સમુદ્રતળથી 1900 મીટરની ઊંચાઈ પર સ્થિત ઈગતપુરી અનએક્સપ્લોર્ડ નજારાઓથી ભરેલુ પડ્યુ છે. તમે ઈગતપુરીમા ઘાટનદેવી મંદિર જોઈ શકો છો. આ સિવાય અહિ ત્રિંગલવાડી કિલ્લો છે જ્યા કિલ્લાની પાસે જ એક સુંદર લેક છે જે તમારે જરુર જોવુ જોઈયે. અહી ટ્રેકિંગ અને કેમ્પિંગ પણ કરી શકો છો. શુધ્ધ હવા માટે મહારાષ્ટ્રનુ ઈગતપુરી હિલ સ્ટેશન અદ્ભુત સ્થળ છે.
6. જુન્નાર
મહારાષ્ટ્ર્નુ એક હજાર વર્ષ જુનુ શહેર જેને જુન્નારના નામે ઓળખવામા આવે છે. આ હિલ સ્ટેશન તેના ઈતિહાસ, ગુફાઓ અને કિલ્લાઓ માટે જાણીતુ છે. પુણેથી લગભગ 90 કિમી દુર સ્થિત જુન્નાર સમુદ્રતળથી 2260 મીટરની ઊંચાઈ પર છે. જુન્નારની ગુફાઓ સુંદર કોતરણી માટે જાણીતી છે. અહિ કેટલીક ગુફાઓ તો એવી છે જે ખડકો કાપીને બનાવવામા આવી છે. આ ઊપરાંત આસપાસ વસેલુ ગાઢ જંગલ તેને વધુ સુંદર બનાવવામા કોઈ કસર છોડતુ નથી. તમે ઈતિહાસ અને નેચર પ્રેમી છો તો જૂન્નાર તમારા બકેટ લિસ્ટમા હોવુ જ જોઈયે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.