ધરતી પરનું સ્વર્ગ એવું કાશ્મીર સૌ કોઈ પ્રવાસીઓના ડ્રીમ ડેસ્ટિનેશન્સમાંનું એક હોય છે. એ ઠંડી હવા, હિમાચ્છાદિત પર્વતો, રંગબેરંગી ફૂલોના બગીચા અને અનેક હુમલા છતાં અડગ ઉભેલા કેટલાક અત્યંત પ્રાચીન મંદિરો. ઋષિ કશ્યપની આ ભૂમિ ખાસ જોવાલાયક છે. આમ તો અહીં અઢળક જોવાલાયક જગ્યાઓ છે, પણ એક અઠવાડિયાના સમયમાં ધરતી પરના સ્વર્ગના તમામ મહત્વના સ્થળ ફરી શકાય છે.


શ્રીનગર
સંસ્કૃત વિદ્વાન કલહણના પુસ્તક ‘રાજતરંગિણી’માં સદીઓ પહેલા આ નગરને સુર્ય-નગર તેમજ શ્રીનગર (માતા લક્ષ્મીનું નગર) કહીને સંબોધવામાં આવ્યું હતું. કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પ્રાચીનથી લઈને અર્વાચીન તમામ પ્રકારના આકર્ષક પર્યટન સ્થળો આવેલા છે.
શ્રીનગરમાં આ જગ્યાઓ જોવાનું ચૂકશો નહિ: હરિ પરબત ફોર્ટ, ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં બંધાયેલું પ્રાચીન શંકરાચાર્ય તેમજ ક્ષીર ભવાની મંદિર, દાલ સરોવર તેમજ શિકારામાં રોકાણ, શાલીમાર ગાર્ડન, મુઘલ ગાર્ડન, પરી મહેલ વગેરે..
શ્રીનગર રોકાણ માટે શ્રેષ્ઠ હોટેલ્સ બૂક કરવા અહીં ક્લિક કરો.


સોનમર્ગ
સુવર્ણ માર્ગ એટલે કે સોનાના માર્ગને સોનમર્ગ કહેવાય છે. શ્રીનગરથી બે કલાકના અંતરે સોનમર્ગ આવેલું છે અને આ જગ્યા ખરેખર અદભૂત છે! કાશ્મીરની પિક્ચરેસ્ક જગ્યાઓની યાદી માંડવામાં આવે તો સોનમર્ગ અવશ્ય ટોચના સ્થાને આવે.
સોનમર્ગમાં આ જગ્યાઓ જોવાનું ચૂકશો નહિ: થાજવાસ ગ્લેશિયર, ઝોજીલા પાસ, ઝીરો પોઈન્ટ વગેરે..
સોનમર્ગ રોકાણ માટે શ્રેષ્ઠ હોટેલ્સ બૂક કરવા અહીં ક્લિક કરો.

ગુલમર્ગ
શ્રીનગરથી માત્ર 51 કિમી દૂર આવેલો છે માતા પાર્વતીનો રસ્તો એટલે કે ગૌરી માર્ગ. અહીંની અપાર કુદરતી સુંદરતાથી પ્રભાવિત થઈને મુઘલ રાજા દ્વારા તેનું ગુલમર્ગ નામકરણ કરવામાં આવ્યું જેનો અર્થ થાય છે ફૂલોનો માર્ગ.
ગુલમર્ગમાં આ જગ્યાઓ જોવાનું ચૂકશો નહિ: ગુલમર્ગમાં વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલી કેબલ કાર આવેલી છે. સ્કીઇંગ તેમજ સ્નો બોર્ડિંગ માટે ગુલમર્ગ શ્રેષ્ઠ જગ્યા છે.
ગુલમર્ગમાં રોકાણ માટે શ્રેષ્ઠ હોટેલ્સ બૂક કરવા અહીં ક્લિક કરો.

અનંતનાગ
ભારતમાં માત્ર ત્રણ સુર્ય મંદિરો આવેલા છે. મોઢેરા તેમજ કોણાર્કના સુર્ય મંદિર તો માનભેર સાચવવામાં આવ્યા છે પણ આઠમી સદીમાં બનેલું અને સદીઓ સુધી આક્રમણ વેઠેલું માર્તંડ સુર્ય મંદિર કાશ્મીરના અનંતનાગમાં ખંડેર બની ગયું છે. અલબત્ત, તેનો વૈભવ હજુ પણ અકબંધ છે! વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ભવ્ય સુર્ય મંદિર ખાસ જોવા જવું જોઈએ. આ મંદિર કાશ્મીરના ગૌરવશાળી ઇતિહાસની નિશાની છે.
અનંતનાગમાં રોકાણ માટે શ્રેષ્ઠ હોટેલ્સ બૂક કરવા અહીં ક્લિક કરો.


પહલગામ
હિમાચ્છાદિત શિખરો અને ચોમેર પાઇન વૃક્ષો ધરાવતું આ નગર ભરવાડના ગામ તરીકે જાણીતું છે.
પહલગામમાં આ જગ્યાઓ જોવાનું ચૂકશો નહિ: બેતાબ વેલી, બૈસારન હિલ, ચંદનવાદી, અરુ વેલી વગેરે
પહલગામમાં રોકાણ માટે શ્રેષ્ઠ હોટેલ બૂક કરવા અહીં ક્લિક કરો.

કાશ્મીરમાં ખાસ માણવા જેવા સ્વાદિષ્ટ શાકાહારી વ્યંજનો:
કાહવો, મોડુર પુલાવ, દમ આલૂ, યંદર ચમન, શીરમાલ, નાદિર મોનજી, કાશ્મીરી બૈગન, કાશ્મીરી રાજમા વગેરે..
તમે તમારી કાશ્મીર ટ્રીપ કેવી રીતે પ્લાન કરી હતી? કમેન્ટ્સમાં જણાવો.
.