માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે!

Tripoto
Photo of Bir Billing Himachal Pradesh, Bir Colony Road, Bir Colony, Bir, Himachal Pradesh, India by Jhelum Kaushal

પેરાગ્લાઇડિંગ કરવાની ઈચ્છાને કારણે બિર બિલિંગ હંમેશા મારા વિશ લિસ્ટમાં હતું અને એટલે જ મને વોલન્ટીયર તરીકે એક મહિનો ઝોસ્ટેલમાં રહેવાની તક મળી તો મેં એ તક ઝડપી લીધી. અને આ એક મહિનો બિર બિલિંગમાં રહેવાનો મારો ખર્ચ માત્ર 5000 થયો!

કેવી રીતે પહોંચવું?

Photo of માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે! by Jhelum Kaushal

વિમાનમાર્ગ - 68 કિમી દૂર ધર્મશાળા એરપોર્ટ, અને ત્યાંથી ટેક્સી

રેલમાર્ગ - નજીકનું સ્ટેશન - પઠાનકોટ અને પઠાનકોટથી આહજુની 6 - 7 કલાકની ટોય ટ્રેન અથવા બસ અથવા ટેક્ષી. બસનું ભાડું 200 રૂપિયા આસપાસ અને ટેક્સીનું ભાડું 3000 રૂપિયા આસપાસ

વાહનમાર્ગ - દિલ્લીથી રાજ્ય પરિવહનની બસ - 600 રૂપિયા

વોલ્વો બસ - 900 થી 1200 રૂપિયા

ફરવાનો સૌથી સારો સમય:

ગરમીના સમયમાં - પેરાગ્લાઇડિંગ અને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સમય પરંતુ ભીડ રહે છે.

Photo of માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે! by Jhelum Kaushal

ઠંડીના સમયમાં - બિરના જાદુઈ રૂપને જોવા માટે અને બેસ્ટ પેરાગ્લાઇડિંગ નો અનુભવ કરવા માટે શિયાળામાં જ જાઓ.

ચોમાસામાં - પેરાગ્લાઇડિંગ માટે સૌથી ખરાબ સમય. ભૂસ્ખલન વગેરેનો પણ ડર રહેતો હોવાથી ઘણા લોકો ચોમાસામાં અહીંયા આવવાનું ટાળે છે.

બિર બિલિંગ અને આસપાસ કરવા લાયક પ્રવૃતિઓ

પેરાગ્લાઇડિંગ

Photo of માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે! by Jhelum Kaushal

2000 થી 3000 રૂપિયાના ખર્ચે પેરાગ્લાઇડિંગનો અનુભવ ના કર્યો તો બિર બિલિંગ જવું જ શુકામ! વિશ્વમાં પેરાગ્લાઇડિંગ માટે બીજા નમ્બરનું અને ભારતમાં પહેલા નંબરનું સ્થાન બિર બિલિંગ છે.

ગુનેહર રિવર પુલમાં એક દિવસ

Photo of માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે! by Jhelum Kaushal

ચાર થી પાંચ કિમી દૂર લગભગ 2 કલાકના ટ્રેકિંગ પછી ગુનેહર નદીનો પુલ આવે છે જે એક ખુબ જ આહલાદક અનુભવ છે. મેં પણ મારા એક મહિનાના રોકાણ દરમિયાન અહીંયા ઘણી વાર ટ્રેક કરેલો છે.

સનસેટ પોઇન્ટ

Photo of માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે! by Jhelum Kaushal

કોઈ ફિલ્મના સીન જેવો જ સનસેટ માણવા માટે સનસેટ પોઇન્ટ સુધીની ચાલીને યાત્રા કરો.

મઠોની મુલાકાત

અહીંયા 4 મુખ મઠો છે: ચોકલિંગ, તેસરિંગ જો, નિંગયાંગ અને પાલપુંગ. પાલપુંગ સિવાયના 3 મઠને એક સાથે કવર કરી શકાય છે. આ મઠોની એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ.

સનસેટ પોઇન્ટથી 4 કિમી દૂર પાલપુંગ મઠ છે. અહીંયા બિરના સૌથી સુંદર દ્રશ્યો જોઈ શકાય છે.

રાજગંધા ટ્રેક

બિલિંગ થી 14 કિમી દૂર લગભગ 5 કલાકના અંતરે રાજગુંધ ગામ છે. અહીંયા તમારે 1 2 દિવસ માટે ટ્રેક કરવો જ જોઈએ. અહીંયા રત્ન સમયે મિલ્કી વે એટલે કે આકાશગંગાના દર્શન કરવા મળે છે.

બિર બિલિંગમાં એક મહિનો મફત રહેવાની બે રીતો:

ઝોસ્ટેલ વોલન્ટિયરિંગ

ઝોસ્ટલની વેબસાઈટ પર જઈને તમે વોલન્ટીયર બનવા માટેની તક ઝડપી શકો છો પરંતુ એક મહિનો એ લઘુતમ સમય છે. આ સમય દરમિયાન દિવસના 5 થી 6 કલાક તમારે કામ કરવાનું રહેશે બાકીનો સમય તમે ફ્રી હશો.

ધર્માલયમાં વોલન્ટિયરિંગ

ઝોસ્ટેલ સિવાય તમે ધર્માલયમાં પણ વોલન્ટિયરિંગ કરી શકો છો. અહીંયા તમને રહેવાની સાથે ખાવાનું પણ મફત મળી રહેશે. દિવસમાં 5 - 7 કલાક કામ અને પછી તમે ફ્રી!

એપાર્ટમેન્ટ અથવા PG - તમે 9 થી 10 હજારના ખર્ચે એક મહિના માટે અહીંયાં એપાર્ટમેન્ટ અથવા PG પણ લઇ શકો છો.

ક્યાં ખાવું:

Photo of માત્ર 5000 રૂપિયામાં બિર બિલિંગમાં એક મહિનો - જાણો કઈ રીતે! by Jhelum Kaushal

શા પાલે, મોમોઝ અને થુકપ અહીંની સ્વાદિષ્ટ વાનગીઓ છે. અહીંયા કોન્ટિનેન્ટલ, ઉત્તર ભારતીય અને ઇટાલિયન ખાણું પણ મળી રહે છે. એક વખતના ભોજનનો ખર્ચ અંદાજે 200 રૂપિયા થઇ શકે છે. સ્થાનીય વાનગીઓ સસ્તામાં પણ મળી રહે છે. મારા અનુભવ મુજબ અલગ અલગ કેફે અને રેસ્ટોરન્ટમાં ખાઓ એ સારું છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads