ફરી તો બધા રહ્યાં છે, કોઇ વિચારોમાં, તો કોઇ સોશિયલ મીડિયા પર તો કોઇ કુદરતની બનાવેલી આ ધરતી પર. હું પણ આ કડીનો હિસ્સો બનીને છેલ્લા કેટલાક વર્ષોથી આમ-તેમ ભટકી રહ્યો છું. જેની પર કેટલાક લોકોનું કહેવું છે કે “જિંદગી જીવી રહ્યો છું”, તો કેટલાકનું ટોકવું છે “જિંદગી બરબાદ કરી રહ્યો છું”. આમ તો ઘણો રખડુ પ્રકારનો માણસ છું, જો પરિસ્થિતિઓ વશમાં હોત તો હું મારુ કરિયર તેમાં જરૂર બનાવત પણ ઠીક છે...કંઇ વાંધો નહીં. આમ તો મારી અંદરનો એ કીડો હજુ મરી પરવાર્યો નથી. આ જ કારણ રહ્યું કે પોતાનાથી જેટલું થાય એટલું ફરું છું અને પોતાની ફરવાની જિજ્ઞાસાને શાંત કરી લઉં છું.
તો વાત 12 ફેબ્રુઆરીની છે. મંદસોરમાં મારા જિગરી યાર અનિરુદ્ધનો છેલ્લો દિવસ હતો. ટ્રાન્સફર થવાના કારણે તે અમને છોડીને જઇ રહ્યો હતો. પછી શું અમે ભટકનારા લોકો છીએ, અમે તો વિદાય પણ અમારી સ્ટાઇલમાં કરીએ છીએ. વાતવાતમાં અમે ઓમકારેશ્વર જવાનો પ્લાન બનાવ્યો. જેવો તેણે ફરવાનો પ્લાન કર્યો તો મારી અંદર રખડવાની વૃતિ જાગવા લાગી. વિચાર્યું કે શું કામ ઓમકારેશ્વરની યાત્રા ન કરવામાં આવે. બસ પછી શું હતું ફોનમાં ગૂગલ બાબા પાસેથી જાણકારી લેવા લાગ્યા. રાત થતાં થતાં યાત્રાનો વિચાર પોતાનું સાકાર રૂપ લેવા લાગ્યો. બાજુમાં બેઠેલા અમારા યુ ટ્યુબર દોસ્ત ઋષભ સાથે એ વિચાર શેર કર્યો તો તેણે કહ્યું કે ચાલો ઉપડીએ...પછી શું! અમે બેગ ઉઠાવી અને નીકળી પડ્યા એક નવી ટ્રિપ કરવા.
ઓમકારેશ્વર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. આ સ્થળ નર્મદા નદીના કિનારે મન્ધાતા નામના ટાપુ પર સ્થિત છે. અહીં જવા માટે અમે સવારે 6 વાગ્યાની બસ લીધી ઇન્દોર માટે. પછી અમે ઇન્દોરથી ડાયરેક્ટ બસ ઓમકારેશ્વર મંદિર માટે લીધી.
મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોર્તિલિંગોમાંથી એક બિરાજમાન છે. અહીં નર્મદા નદી ॐ આકારમાં વહે છે. આ કારણે તેને ઓમકારેશ્વર કહે છે. આ મંદિરની અંદર તમને સુંદર કોતરણી જોવા મળશે. આ મંદિરમાં જે પિલર એટલે કે સ્તંભ છે તેમાં પણ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.
ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ કથા
એવું કહેવાય છે કે રાજા મંધાન્તાએ અહીં નર્મદા નદીના કિનારે ઘોર તપસ્યા કરી ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવજીએ પ્રગટ થઇને તેમને અહીં નિવાસ કરવાનું વરદાન માંગી લીધું. ત્યારથી ભગવાન શિવ આ પ્રસિદ્ધ તીર્થ નગરીમાં નિવાસ કરવા લાગ્યા. એટલે ઓમકાર-માધાન્તા તરીકે પ્રચલિત થયા. કહેવાય છે કે અહીં 68 તીર્થ છે. જ્યાં 33 કરોડ દેવી દેવતા પોતાના પરિવાર સાથે નિવાસ કરે છે.
ઓમકારેશ્વરમાં જોવાલાયક આમ તો ઘણાં સ્થાન છે જ્યાં બે મુખ્ય મંદિર મમલેશ્વર અને ઓમકારેશ્વર તો છે જ, આ ઉપરાંત નર્મદા નદી પર બનેલો ડેમ પણ પહાડ પરથી જોવો સારો અનુભવ રહે છે. નર્મદા નદી બોટથી પાર કરીને સામા કાંઠે જવું અને પુલથી નર્મદા નદી પાર કરવી પણ ઓછુ રોમાંચક નથી. નર્મદા નદીને આ ક્ષેત્રમાં માનો દરજ્જો પ્રાપ્ત છે. એવું કહેવાય છે કે દુનિયામાં આ એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે.
રાતે દર્શન કર્યા બાદ અમે ત્યાં ગલીઓમાં ફર્યા, બીજા દિવસે સવારે ઝીરો પોઇન્ટ જોવાનું મન બનાવ્યું.
ઝીરો પોઇન્ટ ઓમકારેશ્વરની એક મુખ્ય જગ્યાઓમાંની એક છે. ઝીરો પોઇન્ટ ઓમકારેશ્વરનો હાઇએસ્ટ પોઇન્ટ છે. આ જગ્યાએથી તમે ઓમકારેશ્વર ડેમના બેકવૉટરનું સુદર દ્રશ્ય જોઇ શકો છો. ઓમકારેશ્વરના બેકવૉટરમાં તમને સુંદર ટાપુ જોવા મળશે. ઝીરો પોઇન્ટ વરસાદના સમયે ઘણો જ સુંદર લાગે છે કારણ કે ચારેબાજુ હરિયાળી હોય છે. ઝીરો પોઇન્ટમાં ઘણાં રિસોર્ટ બન્યા છે, જ્યાં તમે રોકાઇ શકો છો અને આ ટાપૂની મજા લઇ શકો છો. આ ઉપરાંત, તમે અહીં ઓમકારેશ્વ ડેમ, શ્રી ગજાનન મહારાજ મંદિર, કેદારેશ્વર મંદિર, નર્મદા કાવેરી સંગમ, ગૌરી સોમનાથ મંદિર, પાતાલી હનુમાન મંદિર, કૈલાસ ધામ અને નક્ષત્ર ગાર્ડન, સિદ્ધનાથ મંદિર, માંધાતા પેલેસનો આનંદ પણ ઉઠાવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો