આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024નું આયોજન જાન્યુઆરીમાં થવાની શક્યતા છે ત્યારે તેમાં ઓલિમ્પિક વિલેજ, મેડિસીટી પ્રોજેક્ટ્સ અને રિવફ્રન્ટ ડેવલપમેન્ટ રિસર્ચ અને ટાપુ તેમજ બીચ ટુરિઝમને ટોપ 10 પ્રાથમિકતાવાળા સેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
આ પહેલીવાર હશે જ્યારે 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન અમદાવાદમાં કરાવવાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે પ્રસ્તાવિત ઓલિમ્પિક વિલેજની સ્થાપના માટે ભાગીદારીને આમંત્રિત કરવામાં આવશે. આશા છે કે સરકાર આ 10 ક્ષેત્રોની આસપાસ આગામી VGGSનો પ્રચાર પ્રસાર કરશે.
એક અધિકારીએ જણાવ્યું કે ગુજરાત સરકાર ઘણાં મેગા પ્રોજેક્ટના લોન્ચિંગની અને ઔદ્યોગિક પાર્કોમાં પ્લ એન્ડ પ્લે સુવિધા શરૂ કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. રાજ્યની ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ તાકાત બતાવવા ઉપરાંત રમતો, પર્યટન, રિવરફ્રન્ટ વિકાસ અને મનોરંજન જેવા ક્ષેત્ર વીજીજીએસ 2024માં સામેલ હશે.
ગ્લોબલ સમિટમાં સરકાર ચાર ઇકોનોમિક કોરિડોરનું પ્રદર્શન પર કરશે. જેમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પરિયાોજના, ડીએમઆઇસી અને ડીએફસી કોરિડોર, ધોલેરા એસઆઇઆરનો સેમી કંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર અને કિનારાના આર્થિક ક્ષેત્રો અને પોર્ટ શહેરોના વિકાસ વગેરે સામેલ છે.
આ ઉપરાંત, ગિફ્ટ સિટી કોમ્પ્લેક્સમાંના પ્રોજેક્ટ્સ જેમ કે ફિનટેક હબ, વિદેશી યુનિવર્સિટીઓ માટે વિશેષ શિક્ષણ ક્ષેત્રો અને સ્ટાર્ટઅપ અને ઇનોવેશપીએમ મિત્ર ટેક્સટાઈલ પાર્ક યોજના હેઠળ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને બલ્ક ડ્રગ પાર્ક પણ ફોકસ એરિયા હશે. આગામી સમિટ માટે તૈયાર કરવામાં આવેલી સરકારી નોંધમાં જણાવવામાં આવ્યું છે કે ટોય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ મીટમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર આ કાર્યક્રમમાં આરોગ્ય અને આયુષ કેન્દ્રો સાથે તબીબી પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરીને મેડિકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન આપશે.
જોકે, બીચ અને ટાપુ પર્યટન જેવા ઓછા જાણીતા ક્ષેત્રો ઉપરાંત સાબરમતી અને તાપી નદી પર આગળના તબક્કાના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, ફૂડ કોરિડોર પ્રોજેક્ટ્સ પર પણ આગામી રોકાણકારોની બેઠકમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રાજ્ય સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ વર્ષના વિરામ બાદ ગુજરાત સરકારની ફ્લેગશિપર ઈન્વેસ્ટમેન્ટ સમિટ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આગામી વર્ષે 11થી13 જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત થઈ શકે છે. છેલ્લે આ સમિટ વર્ષ 2019માં આયોજિત થઈ હતી. જેમા લગભગ 28,360 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા એકર લાખ કરોડના MOU થયા હતા.
વાઈબ્રન્ટ ગુજરાતની યજમાની માટે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024 ને પ્રમોટ કરવાની યોજનાની ફાઈનલ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રમોશન માટેની એક્ટિવિટી પણ જૂલાઈથી શરૂ થાય તેવી ગણતરી છે. રાજ્યના અધિકારીઓ મુખ્ય મેટ્રોપોલિટન શહેરો તેમજ રાજ્યની રાજધાનીઓમાં રોડ શો યોજશે તેવુ એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામા આવ્યુ હતુ.
કોરોના બાદ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરી 2022માં યોજાવાની હતી. જો કે પાછળથી છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તે સમયે રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમા પર હતો જ્યારે કોરોનાના નવા સામે આવેલા ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોના કેસમાં પણ ઉછાળો આવ્યો હતો.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે 127 કરોડ ફાળવવામાં આવ્યા
આ વર્ષે રાજ્ય વહીવટીતંત્ર આ સમિટનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સમિટ માટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બે-ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજાઈ ચુકી છે. તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યુ હતુ. સૂત્રો અનુસાર મેગા ઈન્વેસ્ટમેન્ટ સમિટની 10મી આવૃતિમાં સહભાગી થવા માટે યુ.એસ., યુકે, જાપાન, જર્મની, નેધરલેન્ડ ઉપરાંત ગલ્ફ દેશો અને આફ્રિકન દેશો સહિતના દેશોનો સંપર્ક કરવામાં આવશે.
VGGS 2024ને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે રૂ. 127 કરોડનું બજેટ નક્કી કર્યું છે. “કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ ઇવેન્ટના આકાર અંગેના તેમના ઇનપુટ્સ માટે મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી રહી છે. બિઝનેસ-ટુ-બિઝનેસ મીટિંગ્સનું નિયમિત ફોર્મેટ, દેશો વચ્ચે સેમિનાર અને ચર્ચાઓ ચાલુ રહેશે,” તેમ અધિકારીઓએ જણાવ્યુ હતુ.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી વેપાર અને રોકાણ કચેરીઓ સાથે પ્રારંભિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અગાઉની આવૃત્તિમાં કેટલીક મુખ્ય ભાગીદાર સંસ્થાઓમાં ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (AIBC), કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન, ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ફિનલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, નેધરલેન્ડનો બિઝનેસ સપોર્ટ ઓફિસ, અને યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ સહિતનાનો સમાવેશ થાય છે.
સમિટ માટે શહેરની હોટલોની પણ પ્રાથમિક પૂછપરછ શરૂ થઈ હોવાનું ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું. VGGS 2019 ની અગાઉની આવૃત્તિમાં, 135 દેશોમાંથી લગભગ 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ દેશોના છ રાજ્યોના વડાઓ ઉપરાંત વિવિધ રાષ્ટ્રોના સાત મંત્રીઓ અને 30 રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા. VGGS 2019માં 15 દેશોને વાઈબ્રન્ટમાં સહભાગી દેશ બનાવવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર ચાર વર્ષ બાદ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે. ગુજરાતમાં પ્રથમ વાર ચાર ઝોનમાં વાઇબ્રેન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર ગાંધીનગર ખાતે વાઇબ્રેન્ટ સમિટનું આયોજન થતુ હતુ. પણ હવે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ઝોનમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. રાજ્યના ઉઘોગ વિભાગ દ્વારા વાઇબ્રન્ટ સમિટને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં જાન્યુઆરી 2024 એટલે કે લોકસભા ચુંટણી પહેલા વાઇબ્રન્ટ સમિટ યોજાશે.
આ અંગે ઉઘોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટને લઇને આયોજન હાથ ધર્યુ છે. પ્રથમ વાર ગુજરાતમાં ચાર ઝોનમાં વાઇબ્રેન્ટ સમિટ યોજાશે જેની તૈયારીઓ કરવામાં આવી છે. વર્ષ 2024ના જન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય તે રીતે પ્લાનિંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ન થયુ હોય તેવું ભવ્ય આયોજન આ વખતના વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળશે. કઇ તારીખે વાઇબ્રન્ટ યોજાશે તે હજી નક્કી કરવામા આવ્યુ નથી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો