લદ્દાખ તેની અલૌકિક સુંદરતાને કારણે ભારતના તાજ તરીકે ઓળખાય છે. આ રણ વિસ્તારને પ્રેમથી 'ધ લાસ્ટ શાંગરી-લા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામ તેની આસપાસની પરિસ્થિતિ અનુસાર એકદમ સચોટ છે. લદ્દાખના શુષ્ક પર્વતોની વચ્ચે વસેલી નુબ્રા ખીણ જેટલી ઉબડખાબડ છે તેટલી ઉંચી પણ છે. બોર્ડરના છેવાડે આવેલું આ જાદુઈ અને અન એક્સપ્લોર સ્થળ તમારું ધ્યાન આકર્ષિત કરવામાં કોઈ કસર નહીં રાખે.
નુબ્રા વેલી
દિવસ 1
ખારદુંગ લા
લેહ થી નુબ્રા વાયા ખારદુંગ લા
એકવાર તમે લેહમાં ઉતરો, પછી ઓછામાં ઓછા 48 કલાક આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. એકવાર તમે ત્યાંના વાતાવરણમાં અનુકૂળ થઈ જાઓ પછી તમે સરળતાથી નુબ્રા વેલીના સુંદર રસ્તાઓને એક્સપ્લોર કરી શકો છો.
નુબ્રા વેલીમાં જવાનો એકમાત્ર વિકલ્પ સડક માર્ગ છે. નેશનલ હાઈવે દ્વારા તમે ખારદુંગ લા સુધી જઈ શકો છો. ખારદુંગ લા સુધીનો માર્ગ મુશ્કેલ છે, તેથી તે સાહસિકોની પ્રથમ પસંદગી છે. 17,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત, તે વિશ્વનો સૌથી ઉંચો પોઇન્ટ છે જ્યાંના રોડ વાહનો માટે યોગ્ય છે. ખારદુંગ ગામ થઈને શ્યોક વેલી પર પહોંચો ત્યારે ત્યાંના ઘરો અને તેમના વિશાળ ઘાસના મેદાનો તમને ખુશ કરી દેશે.
નુબ્રા તરફ આગળ વધતાં પહેલા, તમે ખીણથી થોડે આગળ ઉત્તર પલ્લુ નામના સ્થળે પહોંચશો. લંચ માટે આ શ્રેષ્ઠ સ્થળ છે, જ્યાં તમે સ્વાદિષ્ટ હોમમેઇડ લદ્દાખી ફૂડ, થુકપા અને મોમોઝનો આનંદ માણી શકો છો. ખીણની નજીક પહોંચવા પર, બંને બાજુએ રેતીના ટેકરાઓ સાથેનો નિર્જન રસ્તો તમારું સ્વાગત કરશે. આ પછી તમે પહેલા ડિસ્ટિક ટાઉન પહોંચશો જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો.
દિવસ 3
તુર્તુક પબ્લિક હીથ સેન્ટર
ભારતના વિવિધ રાજ્યોમાં સરહદો છે પરંતુ તે સરહદ સૌથી પંસદગીની હોય છે જેમાં ભવ્ય હિમાલય દરેકને આકર્ષિત કરે છે. આવું જ એક સરહદી ગામ તુતુર્ક છે જે તાજેતરમાં પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું છે. તુતુર્ક ગામ શ્યોક ખીણના છેડા પર આવેલું છે જે ધીમે ધીમે પાકિસ્તાન તરફ જાય છે. હંડરથી 90 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ તમારી દિવસની શરૂઆતને સારી બનાવશે. તમે સાંસ્કૃતિક પરિવર્તનના સાક્ષી તરીકે હંડરની બૌદ્ધ ખીણોથી તુતુર્કની સરહદો સુધી મુસાફરી કરશો.
નુબ્રાની મુલાકાત શા માટે?
કુદરતી દૃશ્યોથી ભરેલી આ ખીણના સખત પહાડો અને હાડ થીજવતી ઠંડી તેને અનોખી અને અદ્ભુત બનાવે છે. આશ્ચર્યજનક દૃશ્યોથી ભરેલી આ ડેઝર્ટ વેલી બે નદીઓ નુબ્રા અને શ્યોક વચ્ચે આવેલી છે. નુબ્રાની રેતાળ જમીન પર ચાલતી વખતે કપડાંના ઓછામાં ઓછા ત્રણ લેવલ રાખવા જરૂરી છે. અહીં તમે પ્રવાસી તરીકે એક અલગ સંસ્કૃતિનો અનુભવ કરશો. જો તમે પણ આવા ઓફ બીટ અને ઓથેન્ટિક અનુભવ માટે આતુર છો, તો તમે ચોક્કસ નુબ્રાના પ્રેમમાં પડી જશો.
કેવી રીતે પહોંચવું
હાલના સમયમાં દુનિયાના કોઈપણ ભાગમાંથી લેહની મુસાફરી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. આનો શ્રેય કુશોક બકુલા રિમ્પોછે એરપોર્ટને જાય છે, જે 11,568 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. તમે દિલ્હીથી લેહની ફ્લાઈટ લઈ શકો છો. પછી મનાલી/સ્પીતિ થઈને ખાનગી વાહન અથવા બસ લો.
દિવસ 2
ડિસ્કિટ અને હન્ડર
ડિસ્કિટ એ નુબ્રાનું વ્યાપાર કેન્દ્ર છે, જે એક સાધારણ પરંતુ ખૂબ જ લોકપ્રિય ગામ છે. શાંતિપૂર્ણ વાતાવરણના શોખીન લોકો ડિસ્કિતથી 10 કિ.મી. પશ્ચિમમાં હંડરના સુંદર મેદાનોની મુસાફરી કરી શકે છે. અહીં તમે પર્વતો અને શ્યોક નદીની વચ્ચે ચરતા બે ખૂંધવાળા ઊંટ જોશો. અહીં પ્રવાસીઓ ટેકરીઓ પર ચરતા ઉંટોને જોતાં જોતાં કાફેમાં કોફીની ચૂસકીનો આનંદ માણી શકે છે અને આ અનુભવ તમને કાયમ માટે યાદ રહેવાનો છે.
ટ્રાવેલ ટિપ્સ
પરિવહન: લેહ-નુબ્રા રૂટ પર દરરોજ રેગ્યુલર અને એસી બસો ચાલે છે. બસો લેહને ડિસ્કિટ (ક્યારેક તુતુર્ક) થી જોડે છે. તમે માત્ર ₹400માં લેહથી ડિસ્કિટ સુધી મુસાફરી કરી શકો છો. નુબ્રામાં તમે આ વિસ્તારમાં ફરવા માટે ટેક્સીઓ લઈ શકો છો. યાદ રાખો કે લદ્દાખ પ્રદેશમાં ટેક્સીનું ભાડું લગભગ ફિક્સ જ રહે છે, જેનો અર્થ છે કે ભાડું ઘટાડવા માટે વાટાઘાટો માટે બહુ ઓછો અવકાશ છે.
પરમિટઃ તમામ ભારતીય અને વિદેશી નાગરિકોને નુબ્રા વેલીની મુલાકાત લેવા માટે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (PAP)ની જરૂર પડે છે. તમે આ પરમિટ માટે લેહના ડિસ્ટ્રિક્ટ કમિશનર ઑફિસ અથવા અધિકૃત ટ્રાવેલ એજન્ટ મારફતે અરજી કરી શકો છો. ખારદુંગલામાં પ્રવેશતા પહેલા પરમિટ તપાસવામાં આવે છે. નુબ્રામાં વિવિધ ચેકપોઇન્ટ્સ માટે પ્રવાસીઓએ પ્રોટેક્ટેડ એરિયા પરમિટની બહુવિધ નકલો સાથે રાખવાની જરૂર છે.
એકોમોડેશન: ડિસ્કિટ અને હન્ડરમાં ઘણી હોટલ, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ પણ ઉપલબ્ધ છે. અહીં ગેસ્ટ હાઉસનું ભાડું ₹1500 કે તેથી વધુ છે. પરંતુ સીઝન પ્રમાણે તેની કિંમત વધતી કે ઘટતી રહે છે.
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
શિયાળાની ઋતુમાં ખારદુંગ લાની દુર્ગમતાને કારણે નુબ્રા જવાનું મુશ્કેલ બની જાય છે કારણ કે નુબ્રા જવા માટે બીજો કોઈ રસ્તો નથી. મે મહિનાથી તેનો રૂટ ખૂલ્યા પછી પ્રવાસીઓને ત્યાં જવાની છૂટ છે. નુબ્રાની મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ મહિના સપ્ટેમ્બરથી મે છે કારણ કે ત્યારે તડકાની સાથે ઠંડી રાતનો આનંદ લઇ શકાય છે.
નુબ્રા વેલી પૃથ્વી પરનું સ્વર્ગ છે અને તે તમારા લિસ્ટમાં હોવું આવશ્યક છે. આ જગ્યા તમને વારંવાર ત્યાં જવાની ઇચ્છા પેદા કરશે. હવે જ્યારે તમારી પાસે તમારી મુસાફરીનો કાર્યક્રમ તૈયાર છે, તો પછી વિલંબ શું કામ, તમારી બેગ પેક કરો અને ઉપડી જાઓ લદ્દાખની ટૂર પર..
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો