ભારતમાં લગભગ 6000 કિ.મી. પણ લાંબો દરિયાકિનારો છે. આવા સંજોગોમાં તમારી પસંદગીના બીચ પર રહેવા માટે આરામદાયક અને શાનદાર ઠેકાણું મળવું થોડુક મુશ્કેલ કામ થઇ શકે છે. આ પરેશાનીનો ઉકેલ લાવવા માટે અમે તમારા દરેક બજેટના હિસાબે સૌથી સારી એર બીએનબી હોટલોની આખી યાદી તૈયાર કરી છે. સારી વાત એ છે કે આ બધા ઠેકાણાં બીચની પાસે છે જેથી તમને તમારી મનપસંદ બીચ પર જવા માટે બિલકુલ પણ વિચારવું નહીં પડે.
શાંતિધામ (સમુદ્રના આકર્ષક નજારાથી સજેલું શાંત અને સાફ કોટજ)
ક્યાં: ઓમ બીચ, ગોકર્ણ, કર્ણાટક
કોના માટે: જો તમે શહેરી ભીડ-ભાડથી દૂર શાંતિની પળો માણવા માંગો છો તો તમારે અહીં આવવું જોઇએ.
ખર્ચ: 1500 રૂપિયાથી શરૂ
શું છે ખાસ: જો તમે ઠરીને શાંતિથી રહેવું હોય તો તમારે શાંતિધામ આવવું જોઇએ. ઓમ બીચના નાના પહાડ પર વસેલા આ કોટેજમાંથી તમે સામે રહેલા દરિયાના આકર્ષક નજારા જોઇ શકો છો. આ ઉપરાંત, જો નસીબ સારુ રહ્યું તો તમે ડોલ્ફિન અને ઇગલની અલગ-અલગ વેરાયટી પણ જોઇ શકો છો. કુલ મળીને તમે બીચની ભીડથી દૂર એક શાંત ઠેકાણું ઇચ્છો છો તો તમારે અહીં આવવું જોઇએ.
ક્ષમતા: એક કૉટેજમાં વધુમાં વધુ 2 લોકો રહી શકે છે. પરંતુ જો તમારી સાથે નાના બાળકો છે તો તમે તેને પણ સાથે રાખી શકો છો.
શું કરશો: શાંતિધામની પાસે અલગ-અલગ સમુદ્રોના ભંડાર છે. તમે ઇચ્છો તો પાસે વસેલા હાફ મૂન બીચ, નિર્વાણ બીચ, ગોકર્ણ બીચ અને કુડલ બીચ ફરી શકો છો. આ ઉપરાંત તમે મિર્જન ફોર્ટ અને શિવા કેફેની પણ મુલાકાત કરી શકો છો. જો તમને એડવેન્ચરમાં રસ છે તો તમે પાણી સાથે જોડાયેલી ઘણી રમતોની પણ મજા ઉઠાવી શકો છો.
ક્યાં: વિજય નગર બીચ, અંડમાન અને નિકોબાર ટાપુ
કોના માટે:: રોમાન્ટિક રજાઓ પસાર કરવા માટે સુંદર જગ્યા છે
ખર્ચ: 5499 રૂપિયાથી શરૂ
શું છે ખાસ: આ રોસોર્ટનો એક પોતાનો બીચ છે જે બાકીના બધા બીચોથી એકદમ અલગ છે. આ શાંત અને સુંદર હોવાની સાથે-સાથે એટલો આકર્ષક છે કે તમારુ મન ખુશ થઇ જશે
ક્ષમતા: રિસોર્ટમાં એકસાથે કુલ 16 લોકોના રહેવાની જગ્યા છે જેમાં એક રૂમમાં 2 લોકો આરામથી રહી શકે છે
શું કરશો: પ્રાઇવેટ બીચ ઉપરાંત તમે પાસે રહેલો કાલાપથ્થર બીચ જોઇ શકો છો. આ બીચ રિસોર્ટથી 5 મિનિટ દૂર છે એટલે તમને કોઇ મુશ્કેલી નહીં પડે. તમે ઇચ્છો તો કાયાકિંગ, ફિશિંગ, બર્ડ વોચિંગ, સ્નોર્કેલિંગ અને સ્વિમિંગ જેવી ચીજો પણ કરી શકો છો.
ક્યાં: બેકલ, કેરળ
કોના માટે:: પ્રકૃતિની વચ્ચે ઘર જેવો માહોલ મેળવવા માંગતા લોકો માટે
ખર્ચ: 7000 રૂપિયાથી શરૂ
શું છે ખાસ: બેકલનું આ રત્ન એક બુટીક હાઉસ છે જેમાં પારંપરિક કેરાલાઇ ડિઝાઇનની સાથે-સાથે બધી આધુનિક સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રિસોર્ટમાં ઇનફ્ટિનિટી સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા છે. પરંતુ જો તમે પૂલમાં નથી જવા માંગતા તો તમે નજીકના બીચ કે કેરળના મશહૂર બેકવોટર ગામમાં ફરવા જઇ શકો છો.
ક્ષમતા: આ રિસોર્ટમાં એકસાથે 2 લોકો આરામથી રહી શકે છે.
શું કરશો: તમે બેકવૉટર્સ પર નાવની સવારી કરવાનો આનંદ લઇ શકો છો કે કેરળના ગામડાઓની મુલાકાત કરી શકો છો. આ ઉપરાંત તમે ચેરાઇ બીચની નજીક આવેલી મસ્જિદ અને સેંટ થૉમસ ચર્ચ પણ જોઇ શકો છો. આ ભારતની પહેલી મસ્જિદ છે જેને તમારે જરૂર જોવી જોઇએ. આ ઉપરાંત તમે કોચ્ચી ફોર્ટની ટૂર પર પણ જઇ શકો છો.
ક્યાં: ચેરાઇ બીચ, વ્યપિન કોચ્ચી, કેરળ
કોના માટે:: લકઝરી બીચ રજાઓ ગાળવા માટે સારી જગ્યા છે.
ખર્ચ: 9900 રૂપિયાથી શરૂ
શું છે ખાસ: આ બીચ પર બનેલો એક આધુનિક રિસોર્ટ છે જે તમને રિલેક્સ કરવા માટે યોગ્ય જગ્યા છે. રિસોર્ટના બધા કર્મચારીઓ ઘણાં સારા સ્વભાવના છે અને તમારી મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ રિસોર્ટની મહેમાનગતિ એટલી શાનદાર છે કે તમે ફાઇવસ્ટાર હોટલને પણ ભૂલી જશો.
ક્ષમતા: આ રિસોર્ટમાં એકસાથે કુલ 16 લોકો આરામથી રહી શકે છે.
શું કરશો: તમે બેકલ ફોર્ટ અને ચંદ્રગિરી ફોર્ટ જરર જોઇ શકો છો. જો તમારે શાંત બીચ પર ફરવું છે તો તમે કેપ્પલ બીચ અને બેકલ બીચ ફરી શકો છો. આ ઉપરાંત તમે નિત્યાનંદ આશ્રમની ગુફાઓ જોઇ શકો છો. આ 45 નાની ગુફાઓથી બનેલો એક સમૂહ છે જેમાં સ્વામી નિત્યાનંદની પંચધાતુની પ્રતિમા છે. આ ગુફાઓ એટલી સુંદર છે કે તમારુ મન મોહી લેશે.
ક્યાં: પિલ્લઇચાવડી, ઑરોવિલે, પોંડિચેરી
કોના માટે:: કુદરતી સુંદરતાની ઇચ્છાની સાથે એક અલગ પ્રકારનો અનુભવ લેવા માટે
ખર્ચ: 2499 રૂપિયાથી શરૂ
શું છે ખાસ: સમુદ્રના સુંદર દ્રશ્યોથી સજેલું આ બે માળનું ટ્રી હાઉસ તમને પ્રકૃતિની વચ્ચે શાનથી રજાઓ પસાર કરવાની સુંદર તક આપે છે. કારણ કે આ ટ્રી હાઉસ છે એટલે અહીં તમારા ઠેકાણાં પર પક્ષી અને ખિસકોલીઓની આવન-જાવન ચાલતી રહે છે.
ક્ષમતા: આ ટ્રી હાઉસમાં એકસાથે કુલ 4 લોકો આરામથી રહી શકે છે
શું કરશો: તમે ઑરોવિલેમાં હોવ અને માતૃમંદિર ન જાઓ તેવું હોઇ ન શકે. માતૃમંદિર એક રીતે ઑરોવિલેની શાન છે. અહીં તમને મનની શાંતિ માટે ધ્યાન લગાવી શકો છો. અને યોગ પણ કરી શકે છે. આ ઉપરાંત તમે ઑરો બીચ અને સેરેનીટી બીચ પર પણ ફરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો