Day 1
આગરાનું નામ સાંભળતા જ મનમાં સૌથી પહેલી તસવીર તાજમહેલની આવે છે, જે વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે. પરંતુ મુઘલોના આ શહેરમાં ફક્ત ઇમારતો જ નથી, આ શહેરની એક બીજી ચીજ પણ છે જે તાજમહેલ જેટલી જ પ્રખ્યાત છે અને તે છે અહીંનું સ્ટ્રીટ ફૂડ. મુઘલોએ વારસામાં અહીં ફક્ત ઇમારતો જ નહીં પરંતુ સુંદર સ્વાદનો ભંડાર પણ આ શહેરને આપ્યો છે. તેથી જો તમે આગ્રાની સફર પર છો, તો અહીંના કેટલાક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડનો સ્વાદ લેવાનું ચૂકશો નહીં. આજે અમે તમારા માટે આગ્રાના કેટલાક સ્ટ્રીટ ફૂડનું લિસ્ટ લાવ્યા છીએ જેને તમે તમારી આગ્રા ટ્રિપ દરમિયાન મિસ ન કરતાં.
1. પેઠા
આગ્રાના પેઠા વિશે આપણે બધા જાણીએ છીએ.તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં આવતા પ્રવાસીઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે આગ્રાથી પેઠા ખાધા વગર ગયું હોય.પેઠા એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે તમને ત્યાંની દરેક ગલીમાં જોવા મળશે.અહીં તમને પેઠા પાનથી લઈને કેસર સુધીના અનેક પ્રકારના પેઠા જોવા મળશે. અને જો તમે હજુ પણ કંઇક નવું ચાખવા માંગતા હોવ તો તમે તેની કેટલીક અન્ય જાતો પણ અજમાવી શકો છો. તે સફેદ કોળા (કોળું) અથવા દૂધીમાંથી તૈયાર કરવામાં આવે છે અને ડ્રાયફ્રૂટ્સ સાથે મિશ્ર કરવામાં આવે છે. જે તેને એક અનોખો સ્વાદ આપે છે. આ બે જાતના આવે છે. એક જાત શુષ્ક અને સખત હોય છે જ્યારે બીજી નરમ અને પ્રવાહી હોય છે.
2. બેદાઇ
નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આ શું છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ એક સામાન્ય સ્ટ્રીટ ફૂડ છે.જેને ત્યાંના મોટાભાગના લોકો કચોરીના નામથી બોલાવે છે.આગ્રામાં તેને મસાલેદાર બટેટાની ગ્રેવી સાથે ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. અને સ્થાનિક લોકો તેના મીઠા અને તીખા સ્વાદને કારણે તેને ખૂબ પસંદ કરે છે.અનેક લોકો તેને દહીં સાથે ખાવાનું પણ પસંદ કરે છે.જો તમે આગ્રા જાવ તો તેનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં.
3. પરાઠા
પરાઠા આગ્રાના લોકોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, ત્યાં તમને ઘઉંના લોટમાંથી બનેલા વિવિધ પ્રકારના પરાઠા ખાવા મળશે અને તેમાં છીણેલા બટેટા, છીણેલી કોબીજથી લઈને ગાજર વગેરેનું સ્ટફિંગ જોવા મળે છે. આ પરાઠાને લોકો મીઠી અને તીખી ચટણી અને દહીંની સાથે ખુબ પ્રેમથી ખાય છે.
4. દાલમોઠ
જો તમે સ્પાઈસી ફૂડના શોખીન છો તો તમારે અહીં દાલમોઠ ટ્રાય કરવું જોઈએ.આ એક સૂકું, ક્રિસ્પી, ડ્રાયફ્રુટ અને દાળોનું મિશ્રણ છે જે ખાવામાં એકદમ ચટપટું લાગે છે. તમે તેને સાંજે ચા સાથે ખૂબ જ ઉત્સાહથી ખાઈ શકો છો. ડ્રાયનેસને કારણે તે અહીં ઘણા દિવસો સુધી બગડतु નથી, તેથી તમે તેને સ્ટોર કરીને થોડા દિવસો સુધી રાખી શકો છો, અને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકો છો.
5.શૌરમા
તે મુગલાઈ ડિશ જેવું લાગે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમને તે લગભગ દરેક શહેરમાં જોવા મળશે. લોકો તેને રોલના નામથી ઓળખે છે. તે વેજ અને નોન-વેજ બંને પ્રકારના હોય છે. આગ્રામાં આ રોલને ખાવાની વાત જ કઇંક અલગ છે. જ્યારે તમે તેને આગ્રામાં ખાઓ છો, ત્યારે તેનો સ્વાદ લીલી અને લાલ ચટણી સાથે બમણો થઈ જાય છે. તેનો જાડો મેયોનેઝ કોટ રોલના સ્વાદને વધારે છે. આ ખાધા પછી લોકો આંગળીઓ ચાટવા મજબૂર થઇ જાય છે
6. રબડી અને જલેબી
આપણે દરેક શહેરમાં રબડી અને જલેબી ખાઈએ છીએ, પરંતુ આગ્રાની વાત જ કંઈક અલગ છે.આગ્રાની દરેક ગલીમાં તમને ક્રિસ્પી ખાંડની ચાસણીમાં ડૂબેલી જલેબી જોવા મળશે, જેની ઉપર કન્ડેન્સ્ડ મિલ્કમાંથી બનેલી રબડી ખાવાનો જે સ્વાદ મળશે તે તમને બીજે ક્યાંય નહિ મળે..
7. ભલ્લા
તે એક મસાલેદાર સ્ટ્રીટ ફૂડ છે જે લગભગ દરેકને પસંદ આવે છે. ટેસ્ટી ભલ્લાને સામાન્ય રીતે આલૂ ટિક્કી તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે મીઠી અને મસાલેદાર ચટણી સાથે અથવા ચણાની કઢી સાથે પીરસવામાં આવે છે. તે આગ્રાના સૌથી વધુ મનપસંદ ફુડમાંનું એક છે. જો તમે ઇચ્છો તો આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણવા માટે અહીંના સદર બજારમાં ચાટ વાળી ગલીમાં જઈને ખાઈ શકો છો.
તો જો તમારો પણ આગ્રા જવાનો પ્લાન છે, તો તમારી આગ્રાની સફર આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ્સને ચાખ્યા વિના પૂર્ણ નહીં થાય, તો તેને ટ્રાય કરવાનું ભૂલશો નહીં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો