પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા

Tripoto
Photo of પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા by Paurav Joshi

હિમાચલ પ્રદેશ પોતાની સુંદરતા માટે દેશમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં જાણીતું છે. અહીં તમે સુંદર જગ્યાથી લઇને શૉપિંગ અને ઘણી રોમાંચક ગતિવિધિઓનો આનંદ ઉઠાવી શકો છો. પરંતુ શું તમને ખબર છે હિમાચલ પ્રદેશમાં ઘણાં એવા નાઇટ લાઇફ સ્પૉટ્સ પણ છે જ્યાં સ્વાદિષ્ટ ખાવાની સાથે સાથે પાર્ટી અને ડાન્સિંગ વગેરેનો આનંદ માણી શકો છો. જો પાર્ટી કરવા કે પછી દોસ્તોની સાથે નાઇટલાઇફ એન્જોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને એવી કોઇ જગ્યાની શોધમાં છો જ્યાં તમે ફુલ મોજ-મસ્તી કરી શકો તો તમારા માટે હિમાચલ પ્રદેશની પહાડીઓમાં આવેલી ક્લબથી સારી જગ્યા બીજી કોઇ હોઇ જ ન શકે. એટલે આજે અમે તમને હિમાચલ પ્રદેશની કેટલીક એવી ક્લબ અને કેફે અંગે જણાવી રહ્યા છીએ જ્યાં તમે પાર્ટી કરવા માટે પોતાના દોસ્તો, પરિવારજનો સાથે નાઇટલાઇફ એન્જોય કરવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જોઇએ આવી જ કેટલીક જગ્યાઓ.

મોક્ષ નાઇટ ક્લબ, શિમલા

Photo of પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા by Paurav Joshi

Day 1

મોક્ષ નાઇટ ક્લબ હિમાચલમાં રાતે ફરવા માટે સૌથી સારી જગ્યાઓ પૈકીની એક છે. આ સુંદર ક્લબ શિમલામાં સ્થિત છે. જો તમે ડાન્સ કરવાના શોખીન છો તો તમે અહીં જરૂર જઇ શકો છો. તમને જણાવી દઇએ કે અહીં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના ડિજે વાગે છે. સાથે જ ઇડીએમથી લઇને પૉપ ટૂ હાઉસ સંગીત વગેરે સુધી અહીં તમને મળી જશે. તમે પાર્ટી કરવા માટે તમારા દોસ્તોની સાથે અહીં વીકેન્ડમાં આવી શકો છો.

ઑફિસર્સ ક્લબ, સારાભાઇ

Photo of પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા by Paurav Joshi

આ હિમાચલમાં એક ઘણી જ મોંઘી નાઇટ ક્લબ છે, જે સારાભાઇ હિમાચલમાં સ્થિત છે. આને જોવા માટે લાખો સ્થાનિક લોકો અને અન્ય રાજ્યના પર્યટકો આવે છે. જો તમે પણ હિમાચલમાં પાર્ટી કરવા માંગો છો તો ઓફિસર્સ ક્લબ તમારા માટે એકદમ પરફેક્ટ ઑપ્શન છે. અહીં તમે તમારા દોસ્તોની સાથે ફરવા, કૉન્ટિનેન્ટલ ભોજન પર ચિલ કરવા અને રાતે ડાન્સ કરવા માટે જઇ શકો છો. આ ઑફિસર્સ ક્લબ તમને દિલ્હીની કોઇ સારી નાઇટ ક્લબથી સહેજે ઉતરતી નહીં લાગે. અહીં તમે પાર્ટી કરવા માટે તમારા દોસ્તોની સાથે વીકેન્ડ પર જઇ શકો છો.

કસોલી ક્લબ, સોલન

Photo of પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા by Paurav Joshi

સોલન શહેરના કેન્દ્રમાં સ્થિત, કસૌલી ક્લબ સૌથી સારા પાર્ટી સ્થાનોમાંનું એક છે. તેમાં બૉલીવુડ નાઇટ્સથી લઇને ઇડીએમ નાઇટ્સ, વીઆઇપી લાઉન્જ અને એલઇડી લાઇટ્સથી જગમગતો એક વિશાળ ડાન્સ ફ્લોર છે. અહીં ખાવા-પીવાની પણ ખુબ સારી વ્યવસ્થા છે, જે તમારા ફૂડી મૂડને એકદમ શાંત કરી દેશે. જો તમારી છોકરીઓની ટોળી છે, તો રાતમાં ગુરુવારના દિવસે અહીં જવાનું ન ભૂલતાં.

ક્લબ નિર્વાણ, મનાલી

Photo of પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા by Paurav Joshi

મનાલી શહેરમાં સૌથી સારી નાઇટ ક્લબ, ક્લબ નિર્વાણ છે. અહીં તમે ફરવાની સાથે સાથે સંગીતની મજા પણ માણી શકો છો. કારણ કે ક્લબ હિપ હૉપ, આર એન્ડ બી અને પાર્ટીઓ માટે જાણીતી છે. એટલે તમે તમારા દોસ્તોની સાથે અહીં ફરવા માટે આવી શકો છો.

હિમ સ્પિન ડીજે, હમીરપુર

Photo of પહાડોમાં નાઇટલાઇફ? જી હાં, શિમલાની આ ક્લબ્સમાં માણો રંગીન રાતોની મજા by Paurav Joshi

આ જગ્યા સંગીત માટે પ્રસિદ્ધ છે. આ ક્લબમાં તમને ઘણાં પ્રકારના સંગીત સાંભળવાની તક મળશે. આ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં સ્થિત છે. આમાં એક જ જગ્યાએ ડાન્સ ફ્લોર, એક લાઉન્જ, એક બાર છે. જો કે, સજાવટ ક્લાસિક છે, જે હિમાચલના પહાડોની વચ્ચે સૌથી જીવંત પાર્ટી સ્થાનોમાંની એક છે.

દોસ્તો ઉપર જણાવેલી ક્લબ, કેફે અને પબ ઉપરાંત, હિમાચલ પ્રદેશમાં બીજી પણ ઘણી સુંદર ક્લબ છે, જ્યાં તમે ખુબ મોજ-મસ્તી કરી શકો છો. એટલે તમે જ્યારે પણ અહીં ફરવા આવો તો હિમાચલ પ્રદેશની સુંદરતા સાથે અહીંની ફેમસ ક્લબમાં તમારી એક સાંજ પસાર કરવાનું બિલકુલ પણ ભુલતા નહીં.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads