દિલ્હીના સ્ટ્રીટ ફૂડ અને ઐતિહાસિક મકાનો સાથે સાથે મોટું આકર્ષણ છે અહીંની નાઈટ લાઈફનું. મ્યુઝીક, લાઈટ અને સાઉન્ડ પસન્દ કરતા લોકો માટે આ બાર્સ અને હોટેસલ નવી જાન પુરી પાડે છે. દિલ્હીની પાર્ટી અને ડાન્સ બાર પુરા વિશ્વમાં ફેમસ છે. તમે અહીંયા તમારા પાર્ટનર સાથે મોજમસ્તી કરી શકો છો.
નાઇટક્લ્બમાં લો ડાન્સની મજા
ગોવા, બેંગ્લોર અને મુંબઈની જેમ જ દિલ્હીમાં પણ પાર્ટી ક્લચર છે. શેરેટોન ચાણક્યપુરી પાસે આવેલુંઘુંઘરુ ડાન્સ ક્લ્બ 1990 થી અહીંયા છે અને રાત્રે 10 : 30 વાગે ખુલે છે. આ જગ્યા વેન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. આ ઉપરાંત કનોટ પ્લેસમાં અગ્નિ નાઈટ ક્લ્બ, શું સ્પોટ નામની બે ક્લબ છે જે રાત્રે 12 : 30 સુધી ખુલી રહે છે.
જો તમને સંગીતનો શોખ હોય તો મિત્રો અથવા પાર્ટનર સાથે સાકેતમાં આવેલ હાર્ડ રોક કેફેમાં જરૂર જાઓ. આ ઉપરાંત જનપથ પાર સેન્ટ્રલ દિલ્હીમાં હાઈબ્રીડ નામના કેફેમાં અલગ અલગ પ્રકારના મ્યુઝીક ઈવેન્ટ્સ થતા રહે છે. ખાનપાન સાથે મ્યુઝીકનો આનંદ લેવા માટે TLR જરૂર જાઓ.
બેસ્ટ ડાઇનિંગ અનુભવ -
દિલ્હીમાં નાઈટ લાઈફ સાથે બેસ્ટ ડાઇનિંગ અનુભવ લેવો હોય તો તમે જાઓ ITC મૌર્ય! સરદાર પટેલ માર્ગ પર આવેલી આ હોટેલમાં વિશ્વની શ્રેષ્ઠ દાળ મળે છે. આ ઉપરાંત તમે ખાન માર્કેટમાં તાજ વિવાંતા જય શકો છો જે ખાણીપીણી માટે 24 કલાક ખુલ્લું હોય છે. મહરોલીના ઓલિવ બાર અને કિચનમાં તમે અત્યંત સ્વાદિષ્ટ સી ફૂડ માણી શકો છો.
રાત્રે આનંદ લો સ્ટ્રીટ ફૂડનો!
દિલ્હીની નાઈટ લાઈફ પુરેપુરી એન્જોય કરવા માટે અહીંના સ્ટ્રીટ ફૂડનો આનંદ 100 % જરૂરી છે. તમે દિલ્હીના રસ્તાઓ પર ફરતા ફરતા મોદી રાત સુધી નોન વેજ અને વેજ ખાણીપીણીનો આનંદ ઉઠાવી શકો ચો. JNU ઢાબા, જમા મસ્જિદ ગલી, કનોટ પ્લેસ જૈન ચાવલ વગેરે જગ્યાઓ સ્ટ્રીટ ફૂડ માટે બેસ્ટ છે.
.