હિમાચલની સુંદરતા જોઈને નહીં રોકી શકો તમારી જાતને સો ટકા નીકળી જ પડશો

Tripoto
Photo of હિમાચલની સુંદરતા જોઈને નહીં રોકી શકો તમારી જાતને સો ટકા નીકળી જ પડશો 1/3 by Paurav Joshi

ફરવાનો અર્થ એવી જગ્યાએ જવું જ્યાં ઘણાં ઓછા લોકો જતા હોય. એવી જગ્યાએ જઇને તમને શાંતિ તો મળશે જ તમારી કહાની પણ સુંદર હશે. પોતાની કહાનીમાં સુંદર પહાડો અને તેની પાસેથી નદી વહેતી હોય તેવું કોણ ન ઇચ્છે. જો તમે પણ તમારી રખડવાની કહાનીમાં આવું જ સુંદર ચેપ્ટર જોડવા માંગો છો તો તમારે હિમાચલ પ્રદેશની પાંગી વેલી જવું જોઇએ.

Photo of હિમાચલની સુંદરતા જોઈને નહીં રોકી શકો તમારી જાતને સો ટકા નીકળી જ પડશો 2/3 by Paurav Joshi

પાંગી વેલી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલી છે. પાંગી વેલી ફક્ત એક વેલી નથી પરંતુ ઘણી ખીણોનો સમૂહ છે. જેમાં સૂરજ, હુદાન, પરમાર અને સાઇચુ જેવી ખીણો સામેલ છે. આ ખીણમાંથી ચેનાબ નદી પસાર થાય છે. આ ખીણ સમુદ્રની સપાટીએથી 7 હજાર ફૂટથી 11 હજાર ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. પાંગી વેલી પીર પંજાલ અને જાંસ્કર રેંજના પહાડોથી ઘેરાયેલી છે. જો તમે પણ પાક્કા રખડુ છો તો હિમાચલ પ્રદેશની આ જગ્યા પર જરુર જાઓ.

કેવી રીતે પહોંચશો?

Photo of હિમાચલની સુંદરતા જોઈને નહીં રોકી શકો તમારી જાતને સો ટકા નીકળી જ પડશો 3/3 by Paurav Joshi

વાયા રોડઃ પાંગી વેલી જવા માટે સૌથી સારો રુટ રોડ માર્ગ છે. રોડ માર્ગથી તમે બે રસ્તે પાંગી પહોંચી શકો છો. એક ચંબા, સચ પાસ કિલ્લ થઇને પાંગી વેલી પહોંચી શકો છો. બીજા રુટમાં તમે મનાલી, કેલોંગ, ઉદેપુર થઇને પહોંચી શકો છો.

વિમાન માર્ગે

જો તમે ફ્લાઇટથી આવવા માંગો છો તો સૌથી નજીકનું એરપોર્ટ કાંગડા જિલ્લાના ગગ્ગલમાં છે. ગગ્ગલથી પાંગી ખીણનું અંતર લગભગ 350 કિ.મી. છે. તમે બસ અને ટેક્સી દ્ધારા પાંગી પહોંચી શકો છો.

ટ્રેન દ્ધારા

જો તમે ટ્રેનથી પાંગી જવાનું વિચારી રહ્યા છો તો સૌથી નજીકનું પઠાણકોટ રેલવે સ્ટેશન છે. પઠાનકોટથી પાંગીનું અંતર લગભગ 500 કિ.મી. દૂર છે. તમે બસથી અહીંયા સુધી પહોંચી શકો છો.

ક્યારે જશો?

પાંગી ઘાટી ઘણી જ સુંદર પરંતુ ખતરનાક ખીણ છે. અહીં સુધી પહોંચવાનું સરળ નથી અને રોડ પણ ઘણો સુંદર છે. શિયાળામાં અહીં ખુબ બરફવર્ષા થાય છે, રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઇ જાય છે. વરસાદમાં પહાડો તરફ જવામાં જોખમ રહેલું છે. તેથી તમારે ગરમીની સીઝનમાં પાંગી જવાનો પ્લાન બનાવવો જોઇએ. પાંગી ખીણને એક્સપ્લોર કરવા માટે સૌથી બેસ્ટ ટાઇમ માર્ચથી જૂન સુધીનો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર અને ઓક્ટેબરમાં પાંગી જઇ શકાય છે.

ક્યાં રોકાશો?

પાંગી હિમાચલની એ જગ્યાઓમાંની એક છે જ્યાં ઘણાં ઓછા લોકો જાય છે. પાંગી ખીણમાં રોકાવાનો વિકલ્પ ઘણો ઓછો છે. અહીં પીડબલ્યૂડીનું એક ગેસ્ટ હાઉસ છે. આ ઉપરાંત, કેટલીક હોટલ અને હોમસ્ટે છે, જેમાં તમે રોકાઇ શકો છો. આ જ રીતે ખાવાના વિકલ્પ પણ ઓછા જ છે. જે હોટલમાં રોકાઓ ત્યાંનું જ ખાવાનું ખાશો તો તમારા માટે સારુ રહેશે.

શું જોશો?

જે જગ્યાઓ પર સુવિધાઓ ઓછી હોય છે, તે જગ્યા ખરેખર કમાલની હોય છે. એવી જ સુંદર જગ્યાઓમાંની એક છે પાંગી વેલી.

1. કિલ્લર

કિલ્લર પાંગી વેલીનું હેડક્વાર્ટર છે. હિમાચલ પ્રદેશનું આ નાનકડું નગર ઘણું જ સુંદર છે જે પહાડોથી ઘેરાયેલું છે. તરતા વાદળ અને હરિયાળી આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. કિલ્લરમાં ઘણાં બધા ઘર પારંપરિક લાકડાથી બનેલા છે. પાંગી વેલી આવો તો આ જગ્યાને જરુર જોજો.

2. હુદાન

પાંગી ખીણમાં અનેક ખીણો આવેલી છે. તેમાંની એક છે હુદાન. હુદાન વેલીમાં 4-5 ગામ છે. આ ખીણનું સૌથી અંતિમ ગામમાં એક સુંદર સરોવર છે જે જોવાલાયક છે. આ ઉપરાંત, અહીં એક વાર્ષિક મેળો લાગે છે. આ મેળામાં તમને અહીંના કલ્ચરને સમજવાની તક મળશે.

3. ધરવાસ

ધરવાસ પાંગી વેલીનું સૌથી મોટુ ગામ છે. આ ગામ કિલ્લર પ્રાંતની બિલકુલ નજીક છે. આ ગામ ઘણું જ સુંદર છે અને પોતાના ટ્રેક માટે જાણીતું છે. જો તમે એડવેંચરના શોખીન છો અને પાંગી ખીણના સુંદર નજારાના દર્શન કરવા માંગો છો તો તમારે આ ટ્રેકને જરુર કરવો જોઇએ.

4. સુરલ

સુરલ પાંગી વેલીની વધુ એક એક્સપ્લોર કરવાલાયક જગ્યા છે. કિલ્લર નગરથી 22 કિ.મી. દૂર સ્થિત આ જગ્યા પર એક ખાસ મોનેસ્ટ્રી છે. પહાડોની વચ્ચો-વચ બનેલી આ મોનેસ્ટ્રીને જોવી કોઇ સ્વર્ગમાં હોવાનો અહેસાસ કરાવે છે.

5. ટ્રેકિંગ

પાંગી વેલીમાં એવા ઘણાં ટ્રેક છે જેને અત્યાર સુધી કોઇએ નથી કર્યા. આ ટ્રેક રુટ જાસ્કર સાથે કનેક્ટ થાય છે પરંતુ હજી સુધી આને કોઇએ નથી કરી. જો તમે પોતાને રોમાંચના શોખીન માનો છો તો આ ટ્રેકને જરુર કરો. આ ઉપરાંત, અહીં તિંગતોલી પાસ ટ્રેક પણ છે. આ ઉપરાંત, તમે અહીં પરમાર વેલી અને સાયચુ જેવી ઘણી જગ્યાઓને જોઇ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads