જો તમે ટૂર એજન્સી દ્વારા તમારી ભૂટાનની ટ્રિપ પહેલાથી જ બુક કરાવી લીધી હોય, તો કોઈ મુશ્કેલી નથી, તેઓ તમારી તમામ જરૂરિયાતો અને સુવિધાઓનું ધ્યાન રાખે છે. આ લેખ અને તેમાં આપવામાં આવેલી સલાહ તે લોકો માટે છે જેઓ સસ્તી અને બજેટમાં મુસાફરી કરવા માગે છે. મેં અને મારા મિત્રએ 7 દિવસ માટે ભૂટાનનું આયોજન કર્યું હતું. આ માટે મેં ઈન્ટરનેટ પર બજેટ ટ્રાવેલ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એવું કંઈ મળ્યું નહીં. તેમ છતા અમે ભૂટાન ફરીને આવી ગયા અને અમે તમને શું શીખ્યા અને અનુભવ્યા તે જણાવીશુંં. તેમજ તમે કેવી રીતે સસ્તામાં ભુટાનની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપીશું.
ભૂટાનમાં મુસાફરી
• જ્યારે પણ તમે કોઈપણ જગ્યાએ પહોંચો ત્યારે નજીકના બસ અથવા ટેક્સી સ્ટેન્ડ પર જાઓ અને ત્યાંના પરિવહન વિશે પૂછપરછ કરો. યાદ રહે કે બસની સુવિધા તમામ જગ્યાએ ઉપલબ્ધ નથી. જો શક્ય હોય તો, અગાઉથી બુકિંગ કરો અને તે મુજબ તમારી સફરની યોજના બનાવો, નહીં તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
• થીમ્પુમાં બે બસ સ્ટેન્ડ છે. એક સિટી બસ સ્ટેન્ડ અને બીજું થિમ્પુ બસ સ્ટેન્ડ (RTSA). સિટી બસ સ્ટેન્ડથી તમને નજીકના સ્થળોએ જવા માટે બસો મળશે. પરંતુ થિમ્ફુ બસ સ્ટેન્ડથી માત્ર ભૂટાનના મોટા શહેરોમાં જવા માટે બસો ઉપલબ્ધ થશે.
• સિટી બસો ટેક્સીઓ કરતાં ઘણી સસ્તી છે. ભૂટાનમાં તમારે બસમાં ચઢવા માટે અગાઉથી ટિકિટ ખરીદવી પડે છે, એવું નથી કે તમે ક્યાંય પણ બસમાં ચઢો અને કંડક્ટરને પૈસા ચૂકવીને ટિકિટ મેળવો. તમે સિટી બસ સ્ટેન્ડ અને કેટલીક પસંદગીની દુકાનો પરથી બસની ટિકિટ ખરીદી શકો છો.
• થિમ્પુથી પારો સુધી માત્ર મર્યાદિત સંખ્યામાં બસો ઉપલબ્ધ છે. ધુગ ટ્રાન્સપોર્ટ દરરોજ બે બસ ચલાવે છે, એક સવારે 9 વાગ્યે અને બીજી બપોરે 2 વાગ્યે. અન્ય કોઇ ટ્રાન્સપોર્ટની એક-બે બસો પણ દોડે છે પણ પહેલા તેની પૂછપરછ કરી લેવી.
• દાવા ટ્રાન્સપોર્ટની બે બસો પારોથી ફુએન્ટશોલિંગ જાય છે. એક સવારે 9 વાગે અને બીજો બપોરે 2 વાગે. મેટ્રો ટ્રાન્સપોર્ટમાં પણ 3 બસો છે જે સવારે 8:30, 9:00 અને બપોરે 2 વાગ્યે ઉપડે છે. પરંતુ તેમના વિશે કંઇ કહી શકાય નહીં, તેથી ભારત પેટ્રોલિયમ પંપની સામે સ્થિત તેમની ઓફિસમાંથી પૂછપરછ કરી લેવી.
ફેવેનશોલિંગ
• ફુએન્ટશોલિંગથી થિમ્પુ પહોંચવામાં 5 કલાક લાગે છે. રસ્તા પરથી તમને સુંદર નજારો જોવા મળશે. મુસાફરીના એક કે બે દિવસ પહેલા ટિકિટ બુક કરો, તે જ દિવસે ટિકિટ બુક કરવાનું જોખમ ન લેતા.
• પારોથી ટાઈગરના નેસ્ટ સુધી જવા માટે, કોઈપણ કેબ ડ્રાઈવર વ્યક્તિ દીઠ રૂ. 300 થી રૂ. 500 ચાર્જ કરશે. જો તમે થોડા પૈસા બચાવવા માંગતા હો અને ચાલવામાં થોડો વાંધો ન હોય, તો ડ્રાઈવરને કહો કે તમને ટાઈગર નેસ્ટ જંક્શન પર ઉતારી દે. આ માટે તમારે શેરિંગ કેબમાં 50 રૂપિયા ચૂકવવા પડશે. અહીંથી ટ્રેકના પ્રારંભિક બિંદુ સુધી પહોંચવામાં 1.15 કલાકનો સમય લાગશે. આ રસ્તો જોવાલાયક છે અને અહીં તમે કેટલાક સારા ફોટા ક્લિક કરી શકો છો. તમારું ચાલવું વ્યર્થ નહીં જાય.
• તમારી પરમિટ હંમેશા તમારી સાથે રાખો કારણ કે તે ચેક પોસ્ટ પર જરૂરી છે. મેં મારી પરમિટ મારી બેગમાં રાખી હતી જેને કેબની છત પર હતી અનેે તેથી મને તેને કાઢવામાં થોડો સમય લાગ્યો . આ ડ્રાઇવરો સમયના પાબંદ હોય છે, તેથી તેને મારા પર થોડો ગુસ્સો આવ્યો.
ભૂટાનમાં ખાવા-પીવાનું
• ભૂટાનમાં દરેક ખૂણે નોન-વેજ ફૂડ ઉપલબ્ધ છે. જો કે શાકાહારી ખોરાક મેળવવો એટલો અઘરો નથી, પરંતુ જો તમને સારો શાકાહારી ખોરાક જોઈએ છે તો તમારે તેને શોધવામાં થોડો સમય આપવો પડશે.
• ભૂટાનમાં દારૂ સસ્તો છે. તે દરેક સ્ટોર અને શોપિંગ મોલમાં ઉપલબ્ધ હશે. જેમ ભારતમાં કેક મળે છે તેવી રીતે અહીં દારૂ મળે છેે. પરંતુ સિગારેટ લગભગ પ્રતિબંધિત છે તેથી તે મોંઘી પણ છે. તમે લાલ ચોખાની બીયર અજમાવી શકો છો, જેનો સ્વાદ ઘણો સારો હોય છે.
• ભૂટાનમાં મારા એક મિત્રે કહ્યું કે ભારતમાં 20 પ્રકારના મસાલા છે પરંતુ ભૂટાનમાં માત્ર એક જ છે અને તે છે મરચું. તેઓ તેને દરેક ભોજનમાં ઉમેરે છે. મેં પણ માત્ર મરચાં વડે બનતો ખોરાક જોયો. તે ભારતમાં મરચાંથી બનેલા ખોરાક કરતાં વધુ ગરમ અને મસાલેદાર હોય છે.
ભૂટાનમાં ક્યાં રહેવું?
હા, ભૂટાનમાં રહેવા માટે તમને થોડો ખર્ચ થઈ શકે છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમારા બજેટ પ્રમાણે હોટલ શોધી શકો છો. તમારે રસ્તા પર જવું પડશે અને દરેક ખૂણે શોધવું પડશે.
• જયગાંવ જાઓ અને હનુમાન મંદિર ધર્મશાળા વિશે જાણો. મેં સાંભળ્યું છે કે તેઓ એક રાતના 10 રૂપિયા જેટલા ઓછા ભાવે રૂમ પણ આપે છે. પરંતુ અહીં ઘણીવાર એડવાન્સ બુકિંગ થાય છે કારણ કે તેઓ લગ્ન માટે તેમની બિલ્ડિંગ ભાડે આપે છે.
• તમે જયગાંવમાં જ સાહુ સેવા ટ્રસ્ટમાં જઈ શકો છો. અહીંના રૂમ અને શૌચાલય સ્વચ્છ છે. આ માટે એક રાતનું ભાડું બે લોકો માટે 300 રૂપિયા હોય છે.
• હું થિમ્પુમાં એક મિત્ર સાથે રોકાયો હતો, તેથી મને થિમ્પુની હોટલ વિશે કોઈ જાણકારી નથી.
• પારોમાં તમે હોટેલ ટંડિન જઈ શકો છો. તેઓ એક રાત્રિ રોકાણ માટે 700 રૂપિયા ચાર્જ કરે છે, જેમાં તમને ડબલ બેડ અને ટીવી મળે છે જે તે જગ્યાએ અન્ય હોટેલો કરતા સસ્તું છે, તેમની પાસે ભારતીય ફૂડ રેસ્ટોરન્ટ પણ છે. તમે શેફ હોટેલની પણ મુલાકાત લઈ શકો છો જે હોટેલ ટંડિનની પાછળ છે.
ભૂટાન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો
• પરમિટ મેળવવા માટે, તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે:
1) તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
2) માન્ય પાસપોર્ટ અને વિઝા (ભારતીય, બાંગ્લાદેશી અને માલદીવિયનો સિવાય દરેક માટે જરૂરી) અથવા મતદાર ઓળખ કાર્ડ
3) હોટેલ કન્ફર્મેશનની નકલ
4) ટ્રાવેલ આઈટનરી.
• આ દસ્તાવેજોની યાદી ઈમિગ્રેશન ઓફિસના નોટિસ બોર્ડ પર ઉપલબ્ધ હશે. પ્રવાસના કાર્યક્રમ માટે, કોરા કાગળ પર તારીખો, સ્ત્રોતો, મુલાકાત લેવાના સ્થળો અને તમે ક્યાં રોકાશો તે લખો. એક સેટ બનાવો જેમાં પરમિટની અરજી, દસ્તાવેજોની નકલો અને ફોટા શામેલ હોય.
• જો તમે વિદ્યાર્થી છો તો તમારું વિદ્યાર્થી આઈડી કાર્ડ સાથે રાખવાનું ભૂલશો નહીં. તમને ઈમિગ્રેશન ઓફિસમાં આ બતાવવા માટે કહેવામાં આવી શકે છે. તમને આ કાર્ડના ઘણા ફાયદા પણ મળશે, તમને ભૂટાનમાં ઘણી જગ્યાએ એન્ટ્રી પર 50% ડિસ્કાઉન્ટ મળશે.
• તમે ઈમિગ્રેશન ઑફિસમાં પરમિટ બતાવીને સરકારી B-Mobile (ભૂતાન ટેલિકોમ) સિમ કાર્ડ ખરીદી શકો છો. તેનું નેટવર્ક કવરેજ એટલું સારું છે કે તમને ફાજોડિંગ મઠની ઊંચાઈએ પણ નેટવર્ક મળશે. આ સિમ કાર્ડથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા APNમાં કેટલાક ફેરફારો કરવા પડશે.