મનમોહક પહાડો, જીવંત લોકો, આ છે નેપાળ, 5 દિવસની ટૂર માત્ર 1000 રૂપિયા પ્રતિ દિવસ

Tripoto

ભારત અને નેપાળ વચ્ચે ઘણી બોર્ડર એવી છે જ્યાંથી તમે સરળતાથી પ્રવેશ કરી શકો છો. અમારે કાઠમંડુ જવાનું હોવાથી, અમે દિલ્હીથી ગોરખપુર સુધીની ટ્રેનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું, જે 12 કલાકની મુસાફરી છે, તેથી અમે રાત્રે નવી દિલ્હીથી ગોરખપુર સુધીની ટ્રેન પકડી, જેનું ભાડું હતું લગભગ ₹500 સ્લીપર ક્લાસ માટે અને ₹1100 થર્ડ એસીનું.

અને આ રીતે સફર-એ-નેપાળની શરૂઆત થઈ

દિવસ 2

ગોરખપુર

સવારે લગભગ 8 વાગ્યે ટ્રેન ગોરખપુર પહોંચી. એક મહત્વની વાત, નેપાળ બોર્ડર ગોરખપુરથી લગભગ 100 કિમી દૂર છે. તમે સ્ટેશનથી જેવા બહાર નીકળશો, તમને સ્ટેશન પરિસરમાં જ ઘણી શેરિંગ ટેક્સીઓ મળશે, જેનું ભાડું સીટ દીઠ ₹300 જેટલું ઓછું છે. જો તમે ઇચ્છો તો તમે ₹1200માં એકલા ટેક્સીમાં જઇ શકો છો અને બસ સ્ટેશનથી જે થોડાક જ અંતરે છે, તમે ત્યાંથી બસમાં ₹110માં ભારત-નેપાળ બોર્ડર સુધી જઇ શકો છો. કારણ કે ટેક્સી બસ કરતાં ઓછો સમય લે છે. તેથી અમને ટેક્સી લેવાનું વધુ સારું લાગ્યું.

2 કલાકથી ઓછા સમયમાં અમે નેપાળ બોર્ડર પર પહોંચી ગયા, તમે કોઈપણ અવરોધ વિના ભારત નેપાળ સરહદ પાર કરી શકો છો. નેપાળ તરફ પહોંચ્યા પછી તમારી પાસે કાઠમંડુ પહોંચવા માટે બહુ ઓછા વિકલ્પો છે. ભૈરહાવા શહેર સરહદને અડીને આવેલું છે, ત્યાં એક એરપોર્ટ છે જ્યાંથી તમે કાઠમંડુ સુધીની હવાઈ મુસાફરી માત્ર ₹ 2100 ભારતીય ચલણ ચૂકવીને માત્ર એક કલાકમાં નેપાળ પહોંચી શકો છો. અમારું બજેટ ઘણું ઓછું હોવાથી અમને માઇક્રો બસ લેવાનું ઠીક લાગ્યું. આ કાઠમંડુ પહોંચવાનું સસ્તુ સાધન છે. તમે માત્ર ₹800 નેપાળી રૂપિયામાં 7 કલાકની મુસાફરી કરીને કાઠમંડુ પહોંચી શકો છો.

કંટાળાજનક પ્રવાસ પછી અમે ત્યાં પહોંચ્યા. કાઠમંડુનો પ્રવાસ ઘણો લાંબો હતો, પરંતુ આકર્ષક નજારા જોઇને થાક ઉતરી ગયો. અમે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઠમેલ પહોંચ્યા અને ત્યાં લગભગ 1000 બજેટ હોટેલ્સ છે જે તમારા ખિસ્સા અને થાકેલા શરીર બંનેને આરામ આપે છે.

Photo of મનમોહક પહાડો, જીવંત લોકો, આ છે નેપાળ, 5 દિવસની ટૂર માત્ર 1000 રૂપિયા પ્રતિ દિવસ by Paurav Joshi
Photo of મનમોહક પહાડો, જીવંત લોકો, આ છે નેપાળ, 5 દિવસની ટૂર માત્ર 1000 રૂપિયા પ્રતિ દિવસ by Paurav Joshi

Day 3

કાઠમંડુ

આમ તો નેપાળ જેટલી વાર જાઓ નવું જ લાગે છે પરંતુ તમે ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે જશો તો સુંદરતામા ચાર ચાંદ લાગી જશે. કારણ કે પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે, તેથી તમે અહીં ખૂબ સસ્તામાં વિવિધ પ્રકારના ખોરાકનો સ્વાદ ચાખી શકો છો. અમારો દિવસ પશુપતિનાથ મંદિરથી શરૂ થયો, એક આરામદાયક અનુભવ, તેના વિશે વિસ્તારપૂર્વક વાત બીજા કોઇ સમયે કરીશું. અત્યારે ફક્ત કાઠમંડુ વિશે જ વાત કરીશું. જો કે કાઠમંડુ એક દિવસમાં ફરવા માટેનું સ્થળ નથી પરંતુ સમયની મર્યાદાને કારણે અમે શક્ય તેટલી વધુ જગ્યાઓ શોધવાનો પ્રયાસ કર્યો. દરબાર માર્ગ, બુદ્ધ, ન્યુ રોડ અને અહીં આવેલા ઘણાંબધા મંદિર, વિશ્વાસ રાખો મનની શાંતિ છે અહીં. હાથમાં બિયરનો પ્યાલો લઈને નેપાળી ક્લબમાં રાત્રે લાઈવ બેન્ડ સાંભળવાનો ચોક્કસપણે એક અદ્ભુત અનુભવ છે. કારણ કે બીજા દિવસે અમારે પોખરા જવાનું હતું એટલે વહેલું સુઇ જવાનું યોગ્ય લાગ્યું.

દિવસ 4

પોખરા

સવારે વહેલા જાગીને અમે પોખરા સુધી બસ લીધી, જેનું ભાડું 800 નેપાળી રૂપિયા એટલે કે લગભગ ₹500 હતું. આકર્ષક નજારા સાથે 8 કલાકની થકવી નાખનારી મુસાફરી પછી અમે પોખરા પહોંચ્યા.

પોખરા નેપાળનું સૌથી સુંદર અને મોંઘું શહેર છે; સરોવરના કિનારે વસેલું અને પ્રવાસીઓને આકર્ષતું આ શહેર નેપાળનું સૌથી સુંદર અને સૌથી શાંતિપૂર્ણ શહેર છે. જો તમે નેપાળ આવ્યા અને અહીં ન આવ્યા, તો તમે કંઈ કર્યું નથી. તમને પોખરામાં ₹500માં પુષ્કળ હોસ્ટેલ મળશે જે રાત પસાર કરવાનું એક શ્રેષ્ઠ સાધન છે અને અહીંનું ભોજન પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે, જે તમારા ખિસ્સાનું પણ ધ્યાન રાખશે.

અમે લેકની પાસે રાત વિતાવી, હળવા સંગીતનો આનંદ માણ્યો. સવારે દિલ્હી પાછા જવાનું હતું, છતાં આ અનુભવની સામે એક દિવસ ઓછી ઊંઘ લેવાનો નિર્ણય ખોટો સાબિત ન થયો.

Day 5

ગોરખપુર

અંતિમ દિવસ આમ તો આખો અનુભવ ઘણો હળવાશ ભર્યો હતો કારણ કે મારે ગોરખપુરથી સાંજે 6:30 વાગ્યે ટ્રેન પકડવાની હતી, તેથી મને વધુ સમય બગાડવો ગમ્યો નહીં. પોખરા બસ સ્ટેન્ડથી બસ લીધી જેનું ભાડું એ જ 800 નેપાળી રૂપિયા હતું જેણે અમને ભૈરહવા ઉતાર્યા જ્યાંથી અમે કાઠમંડુ સુધી બસ લીધી. ત્યાંથી ગોરખપુર સુધીનો પ્રવાસ શેરિંગ ટેક્સીમાં શરૂ થયો. કોઈક રીતે અમે દિલ્હી જતી ટ્રેન પકડવામાં સફળ થયા. જો કે આ પાંચ દિવસ સારા અને ખરાબ અનુભવોથી ભરેલા હતા (સારા વધુ) પણ આ બજેટ પ્રવાસનો સુખદ અનુભવ જીવનભર યાદ રહેશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads