હિમાલયના ખોળામા સ્થિત નૌકુચિયાતાલ ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામા સ્થિત એક નાનકડુ ગામ છે. તમે માનશો નહિ પણ નૈનિતાલની આટલી નજીક હોવા છત્તા પણ આ જગ્યા હજુ સુધી શહેરીકરણ અને ભીડ ભાડથી બચેલી છે. અહિ ખુબ ઓછા લોકો આવતા હોવાથી તમે એક શાંત અને લામ્બુ વેકેશન એંજોય કરી શકો છો. અહિ ભલે પર્યટકોની સંખ્યા ઓછી છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે નૌકુચિયાતાલમા તમને અન્ય કોઈ પહાડી શહેરની સરખામણીમા ઓછી સુખ અને સુવિધાઓ મળશે. નૌકુચિયાતાલમા એવી કેટલીય ફાઈવ સ્ટાર હોટેલ્સ અને હોમ્સ્ટે છે જેની પરોણાગતિ જોઈ તમે ખુશ થઈ જશો.
હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહી રહી છુ કે નૌકુચિયાતાલ એક એવી જગ્યા છે જ્યાની પહાડી સુંદરતા જોઈ કોઈપણનુ મન ખુશીથી નચી ઊઠે. જો તમે પણ પહાડોમા એક શાનદાર રોમેંટિક વિકેંડ પ્લાન કરવા માગતા હો તો આ જગ્યા તમારા લિસ્ટમા સૌથી ઉપર હોવી જોઈયે.
નૌકુચિયાતાલ – નવ ખુણા વાળુ તળાવ
નૌકુચિયાતાલ નૈનીતાલના સાત તળાવોમાનુ એક છે. ‘નૌકુચિયાતાલ’ નામ તેના આકારને કારણે પડ્યુ છે કે જેના નવ ખુણા છે. નૌકુચિયાતાલ એક રીતે જોવા જઈયે તો રાજ્યના છેવાડે વસેલુ છે. આ જગ્યા નૈનીતાલથી 25 અને ભીમતાલથી લગભગ 7 કિમીના અંતરે છે. દરિયાની સપાટીથી લગભગ 1220 ફુટ ઊંચાઈ પર સ્થિત આ તળાવની ઊંડાઈ 50 મીટર છે. આ તળાવ બારેમાસ પાણીથી ભરેલુ રહે છે. અસલમા તળાવમા ભળતુ પાણી તેની જ નીચે આવેલા એક કુંડમાથી આવે છે. જેના કારણે આ તળાવ સાફ સુથરુ અને સુંદર રહે છે.
નૌકુચિયાતાલની દરેક હોટેલ્સ અને હોમ સ્ટે આ જ તળાવની આસપાસ બનેલા છે. જેના કારણે હોટેલના દરેક રુમમાથી તળાવનુ અદ્ભુત નજારો દેખાય આવે છે. મારી નૌકુચિયાતાલ ટ્રીપ દરમિયાન હું ધ કેમ્પર ટ્રી મા રોકાણી હતી. આ એક હોમ સ્ટે છે અને એ એટલુ સુંદર હતુ કે માત્ર તેની સુંદરતાના વખાણની કરવા જ એક અલગ બ્લોગ પોસ્ટ લખવી પડે.
ઉત્તરાખંડને દેવભુમીના નામે પણ ઓળખવામા આવે છે. એટલે આ જગ્યા સાથે જોડાયેલી એવી કેટલીય પૌરાણીક કથાઓ છે જેને તમારે જાણવી જ રહી.
કહેવાય છે કે આ તળાવનુ નિર્માણ ભગવાન બ્રહ્માની લામ્બી તપસ્યાના કારણે થયુ હતુ. એવુ પણ કહેવામા આવે છે કે જે લોકો આ તળાવની પરિક્રમા કરે છે તેમના પર ભગવાન બ્રહ્માની અસિમ કૃપા રહે છે. લોકલ લોકોનુ તો એવુ પણ કહેવુ છે કે જે વ્યક્તિ એક જ વારમા તળાવના નવે નવ ખુણા જોઈ લે છે તેમને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્તિ થાય છે.
ત્યા જઈને શું કરવુ?
અગર તમે મને પુછશો તો હું તો તળાવના કિનારે બેઠીને જ આખો દિવસ પસાર કરવાવાળા માથી છુ. જો કે તમે નેચર લવર હો અને પહાડૉમા તમારુ દિલ વસતુ હોય તો તમારી પાસે અહિ કરવા માટે ઘણૂ બધુ છે.
1. બોટીંગ
ટ્રસ્ટ મી, પણ જો તમે અહિ બોટીંગ નથી કર્યુ ને તો માનો તમે અહિની બેસ્ટ વસ્તુ મીસ કરી. મે એ લોકોમાની છુ કે જેમને પાણીથી ખુબ ડર લાગે છે, છત્તા પણ આ તળાવમા બોટીંગ કરવાથી હું મને રોકી જ ન શકી. તમે પણ નૌકુચિયાતાલની ભરપુર મજા લેવા માગતા હો તો તમારે અહિ બોટીંગ જરુર કરવુ જોઈયે.
2. હાઈકિંગ
નૌકુચિયાતાલ એટલી સુંદર જગ્યા છે કે તમે અહિની સુન્દરતામા ખોવાઈ જવા માગશો. પહાડોની આ જ વાત લાજવાબ હોય છે. તમે કોઈપણ દિશામા કોઈપણ રસ્તો પકડી ચાલવા લાગો, તમે ક્યારેય પણ નિરાશ નહિ થાવ. નૌકુચિયાતાલમા પણ તમે તમારે હોટેલ કે હોમ સ્ટેમાથી નિકળી કોઈપણ રસ્તો પકડી શકો છો. આ જગ્યાની અસિમ સુંદરતા જોઈ તમે પણ દંગ રહી જશો.
3. ફિશિંગ અને બર્ડ વોચિંગ
જો તમે પક્ષી પ્રેમી છો તો નૌકુચિયાતાલમા બર્ડ વોચિંગની મજા માણી શકો છો. ફિશિંગ અને બર્ડ વોચિંગનો અનુભવ લેવા માટે તમે જંગલ કે ગામમા જઈ શકો છો.
4. એડવેંચર
તમને એડવેંચર પસંદ છે? જો હા તો નૌકુચિયાતાલમા તમામ એડ્વેંચર એક્ટિવિટિઝ મળી રહેશે. અહિ તમે પેરાગ્લાઈડીંગ, ઝિપ લાઈનીંગ જેવા એડવેન્ચરની મજા લઈ શકો છો.
5. ફોટોગ્રાફી
ફોટોગ્રાફીનો શોખ રાખવા વાળા લોકો માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. આ જગ્યા એટલા બધા સુંદર નજારાઓથી ભરપુર છે કે આરામથી કોઈપણ ફોરેન કંટ્રીને પછાડી શકે. તમારી પાસે ખાસ કેમેરા અને લેંસ ન પણ હોય તો પણ તમે અહિ સારી ફોટોગ્રાફી કરી શકો.
ફોટો બ્લોગ જોવા અહિ ક્લિક કરો.
કેવી રીતે પહોંચવુ?
નૌકુચિયાતાલ પહોંચવા માટે તમારે વધુ મહેનત નહિ કરવી પડે. આ જગ્યા દેશના અન્ય સ્થળો સાથે રોડ અને ટ્રેન દ્વારા સારી રીતે જોડાયેલી છે જેના કારણે તમે અહિ સરળતાથી પહોંચી શકો છો.
બાય રોડ: તમે દિલ્હીથી આવી રહ્યા હો તો દિલ્હીના આઈએસબીટીથી નૈનીતાલ કે હલ્દ્વાની માટે બસ લઈ લો. સારુ એ રહેશે કે તમે હલ્દ્વાની સુધી બસ કરો. હલ્દ્વાની પહોંચી તમે કેબ કે ટેક્સી કરી આસાનીથી નૌકુચિયાતાલ પહોંચી જશો. જો કે તમે શેર ટેક્સી લેવા માગતા હો તો તમારે પહેલા ભીમતાલ આવવુ પડશે અથવા તો તમે આખી કેબ બુક કરી સીધા નૌકુચિયાતાલ આવી શકો છો.
બાય ટ્રેન: જો તમે ટ્રેનથી આવવા માગતા હો તો સૌથી નજીકનુ રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે. કાઠગોદામ પહોંચ્યા પછી અથવા તો તમે ભીમતાલ માટે શેર ટેક્સી કરી શકો છો અથવા તો કેબ બૂક કરી નૌકુચિયાતાલ પહોંચી શકો છો.
બાય ફ્લાઈટ: અગર તમે ફ્લાઈટથી આવવા માગતા હો તો સૌથી નજીકનુ એરપોર્ટ પંત નગરનુ છે. જો કે દિલ્હીનુ ઈંદિરા ગાંધી એરપોર્ટ સૌથી નજીકનુ ઈંટનેશનલ એરપોર્ટ છે. આ એરપોર્ટથી તમે બાય ટ્રેન કે બાય રોડ નૌકુચિયાતાલ પહોંચી શકો છો.
ક્યારે જવુ?
નૌકુચિયાતાલ જવા માટે તમારે કોઈ નિર્ધારિત સમયની જરુર નથી. અહિ બારેમાસ ખુશનુમા વાતાવરણ રહે છે તેથી તમે કયારે પણ આવી શકો છો. જો કે ચોમાસામા અહિ આવવાની મજા જ કંઈક અલગ છે. જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે આવવાના અહિ ઘણા ફાયદા છે.
પહેલુ તો એ કે વરસાદના કારણે અહિ ભીડ ખુબ ઓછી હોય છે જેના કારણે તમને બધુ જ ખુબ સસ્તામા મળી રહેશે.
બીજુ એ કે ચોમાસામા પહાડોમા કંઈક અલગ જ જાદુ હોય છે.
ઈંસ્ટાગ્રામ પર ફોલો કરવા માટે અહિ ક્લિક કરો.
જો તમે પણ નૈનીતાલનો પ્લાન બનાવી રહ્યા હો તો નૌકુચિયાતાલ તમારા લિસ્ટમા જરુર શામેલ કરો. અને પોસિબલ હોય તો અહિ એક રાત રોકાઈ પણ જાવ. સવારે સુર્યના કિરણોની નીચે જગમગતા પહાડો જોઈ તમારુ દિલ ખુશ થઈ જશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.