ભારતની સુંદરતા વિશે કોને ખબર નથી. અહીં બાર ગામે બોલી બદલાઇ જાય છે. ભારતમાં એવી કેટલીય અજાયબીઓ છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. જો તમે પણ આના વિશે જાણતા નથી તો આજે અમે તેનો પરિચય કરાવીશું.
1. નેચરલ અર્ચ, તિરુમલા
આંધ્ર પ્રદેશમાં સ્થિત આ પ્રાકૃતિક અજાયબી લગભગ 2.5 બિલિયન વર્ષ જુની છે. પથ્થરોથી બનેલા આ આર્ચને જોવા આખા દેશમાંથી લોકો આવે છે. દૂરથી જોતાં પુલ જેવું દેખાય છે.
2. માર્બલ રૉક, જબલપુર
મધ્ય પ્રદેશના જબલપુરમાં સ્થિત આ રૉક નર્મદા નદીના તેજ વહેણથી બન્યું છે. ભેડાઘાટના પથ્થર એક સમયે મોટા ખડકો હતા પરંતુ નદીના વહેણથી તે આજે આ સ્થિતિમાં છે. આ પથ્થર 100 ફૂટ ઊંચા છે.
3. બેલન્સિંગ રૉક, મહાબલીપુરમ
મહાબલીપુરમનો કૃષ્ણા બટર બોલ 20 ફૂટ ઊંચા અને 5 મીટર પહોળા પથ્થરનો બનેલો છે. આ વિશાળ પથ્થર 250 ટનથી પણ વધુ ભારે છે. ખાસ વાત એ છે કે 1200 વર્ષથી આ પથ્થર એક નાનકડા પહાડના કિનારે ઉભો છે. 1908માં આ પથ્થરને હટાવવા માટે મદ્રાસના ગર્વનરે 7 હાથીઓનું જોર લગાવ્યું હતું પરંતુ પથ્થર તેની જગ્યાએ બિલકુલ હલ્યો નહોતો.
4. નીડલ હોલ પૉઇન્ટ, મહાબળેશ્વર
એલિફન્ટ પોઇન્ટ તરીકે ઓળખાતી આ જગ્યા હાથીના સુંઢ જેવી દેખાય છે. મહાબળેશ્વરથી 7 કિ.મી. દૂર આવેલી આ જગ્યા ચોમાસામાં એક દમ લીલીછમ બની જાય છે. ચારેબાજુ હરિયાળી જોવા મળે છે. પ્રકૃતિના આ ચમત્કારને તમારે એકવાર જરુર જોવો જોઇએ.
5. નેલ્લિતીર્થ ગુફાઓ, કર્ણાટક
સામાન્ય રીતે ગુફામાં જવા માટેનો સાંકડો રસ્તો હોય છે પણ અંદર ગયા પછી તે પહોળો થઇ જાય છે. પરંતુ અહીં એવું નથી. તમે જેવા ગુફાની અંદર જશો રસ્તો સાંકડો થતો જશે. કેટલીક જગ્યાએ ઢિંચણથી વળીને જવું પડશે. અહીં શિવજીનું એક મંદિર પણ છે. ગુફાની અંદર તળાવ પણ છે. જે ઘણું જ સુંદર છે. લોકો અહીંની માટીને લઇ જાય છે.
6. હોગેનક્કલ વૉટરફૉલ, તમિલનાડુ
તમિલનાડુની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. ધર્માપુરી જિલ્લામાં સ્થિત આ જળધોધ કાવેરી નદી પર આવેલો છે. ખાસ વાત એ છે કે આખુ વર્ષ વૉટરફૉલમાં પાણી ભરાયેલું રહે છે. અહીં બાસ્કેટ બોટિંગ અને માછલી પકડવાનો આનંદ લઇ શકાય છે. આને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવાય છે.
7. ફૂલોની ખીણ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં આવેલી આ જગ્યાને જોવા આખા વિશ્વમાંથી લોકો આવે છે. આ જગ્યાએ એટલા બધા ફુલો છે કે જાણે ફૂલોની ચાદર પાથરી હોય તેવું લાગે છે. આ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.
8. યાના ગુફાઓ, કર્ણાટક
યાના કર્ણાટકના નોર્થમાં આવેલી છે. ટ્રેકિંગ માટે બેસ્ટ જગ્યા છે. અહીંની સુંદરતા એવી છે કે તમને અહીં રહેવાનું મન થઇ જશે. આ જગ્યા વાઇલ્ડલાઇફનો શોખ ધરાવનારાને ઘણી જ પસંદ આવે છે. અહીંની હરિયાળી અને તાજગી જોઇને રહેવાનું મન થઇ જાય છે.
9. ચાંદીપુર બીચ, ઓરિસ્સા
બાલાસોરથી 15 કિ.મી. દૂર છે. આ જગ્યાની ખાસિતય એ છે કે અહીં સમુદ્રમાં ઘણી અંદર સુધી જઇ શકાય છે. ભરતી અને ઓટના કારણે આવું થાય છે. દિવસમાં એક વાર આ દ્શ્ય જોવા મળે છે.
10. મનિકરણ, હિમાચલ પ્રદેશ
શિખોનું પવિત્ર સ્થળે છે જ્યાં હિંદુઓ પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અહીં ગરમ પાણીના કુંડ છે. રસપ્રદ વાત એ છે કે પોટલીમાં ચણા બાંધીને આ કુંડમાં નાંખવામાં આવે છે. પછીથી બફાઇ ગયેલા ચણાને લંગરમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે.
11. બોરા ગુફાઓ, આંધ્ર પ્રદેશ
અરકુ ખીણમાં સ્થિત આ ગુફાઓ આખા દેશમાં ગુફાઓનો સૌથી મોટો સમૂહ છે. બોરા ગુફાઓની ઓળખ અહીં મળતા સ્ટેલેકટાઇટ અને સ્ટેલેગમાઇટ છે જે આ ગુફાઓની સુંદરતાને વધારે છે. આ જગ્યા ચામાચીડિયાનું ઘર પણ છે.
12. રિવર્સ વૉટરફૉલ, લોનાવાલા
લોનાવાલાનો રિવર્સ વૉટરફૉલ એક કુદરતી ચમત્કાર જેવું છે. લોનાવાલામાં ટ્રેક કરીને લોહાગઢ કિલ્લાથી થઇને આ જળધોધ સુધી પહોંચી શકાય છે. ખાસ વાત એ છે કે તેજ હવાના કારણે જાણે કે વૉટરફૉલનું પાણી નીચેથી ઉપર તરફ જઇ રહ્યું હોય તેવું લાગે છે. લીલીછમ નજારાની વચ્ચેથી પડતું ઝરણું જોવામાં ઘણું જ સુંદર લાગે છે.