આપણે માણસને પાણી જોઇને કેટલું સારુ લાગે છે નહીં? ભરેલું પાણી જોઇને તેમાં કુદકો મારવાની ઇચ્છા થઇ જતી હોય છે. પરંતુ દરેક પાણીમાં તો છલાંગ ન જ મારી શકાયને! એટલા માટે તમારા માટે ભારતની સૌથી સ્વચ્છ અને સુંદર તળાવોની એક યાદી તૈયાર કરી છે.
સીક્રેટ બીચ લગૂન, ગોવા
સ્વચ્છ પાણીવાળા આ લગૂન અને કોલા બીચને 10 મીટર પહોળી રેતીની પટ્ટી અલગ કરે છે. અહીં પહોંચવા માટે થોડી મહેતન જરુર કરવી પડે છે. ક્યાં તો રોડથી 2 કિ.મી. અંદર ગાડીથી હાલકડોલક થતા જાઓ ક્યાં પછી 1 કિ.મી.નો ટ્રેક કરો. રાતે લગૂનની પાસે બનેલી ઝૂંપડીઓમાં તમે રાત વિતાવી શકો છો.
અનાચાદિકુથુ વૉટરફોલ, કેરળ
કેરળમાં મોટાભાગના લોકો આ જગ્યાને નથી ઓળખતા. લોકો શહેરી ભીડમાંથી બચવા માટે પડતા પાણી અને તેનાથી બનેલા તળાવમાં શાંતિથી ડુબકી લગાવવા માટે અહીં આવે છે. થોમનકુતુ વૉટરફૉલ પહોંચી ગયા છો તો અનાચડી અહીંથી 800 મીટરના અંતરે જ છે.
ઘરેડ વૉટરફોલ, હિમાચલ પ્રદેશ
આને છૂ-છૂંડૂ વોટરફોલ પણ કહેવા છે. આ ભરમૌરથી 10 કિ.મી. દૂર અને તમને મુખ્ય રસ્તાથી 200 મીટર ઉપર ચડીને અહીં પહોંચવાનું હોય છે. ગરમીઓમાં આ તળાવના ઠંડા પાણીમાં ડુબકી લગાવી દીધી તો પછી શું કહેવું!
ગલ્લૂના તળાવ, મેક્લોડગંજ
ત્રિચુંડના રસ્તામાં આવનારી ગલ્લૂ નામની જગ્યાને વધારે લોકો નથી જાણતા. ગલ્લૂ દેવી મંદિરથી આગળ એક નાનકડુ ગામ આવે છે જ્યાંથી 10થી વધારે ઘર નથી બન્યા. અહીં પહોંચી ગયા તો ગામની બિલકુલ સામેની ટ્રેન પકડી લેજો. થોડાક જ સમયમાં તમે તળાવોની પાસે પહોંચી જશો. જેમને તરતા આવડે છે તેમના માટે તો અહીં મજા જ મજા છે.
મૉસી ફોલ્સ, મસૂરી
આ જગ્યા જોઇને તમને લોર્ડ ઑફ ધ રિંગ્સની યાદ આવી જશે. તળાવની આસપાસનો આ વિસ્તાર શેવાળને કારણે લીલોછમ છે. બાલા હિસાર રુટ પર મસૂરીથી ફક્ત 7 કિ.મી. દૂર આ જગ્યાના તળાવોનું પાણી એટલું ચોખ્ખું છે કે જોતા જ છલાંગ મારવાનું મન થાય છે.