જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો

Tripoto
Photo of જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો 1/6 by Paurav Joshi

ઇતિહાસના પાનામાં ચંબલ નદીનું નામ સોનેરી અક્ષરોમાં લખવામાં આવ્યું છે. આ નદીના કિનારે ચંબલની ખીણ છે. આ નદી અન્ય નદીઓ જેવી જ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઇને ઉત્તર પ્રદેશ સ્થિત યમુના નદીમાં જઇને મળે છે. પ્રાચીન સમયમાં ચંબલ નદીને "ચરમવાતી" કહેવામાં આવતી હતી. આ નદી અંગે એક દંતકથા છે. ઇતિહાસકારોનું માનીએ તો મહાભારત કાળમાં ચરમવાતી નદીના કિનારે કૌરવો અને પાંડવોએ જુગાર ખેલ્યો હતો. આ જુગારમાં પાંડવ પોતાની ધર્મપત્ની દ્રોપદીને પણ હારી ચૂક્યા હતા. તે સમયે કૌરવોએ ચરમવાતી નદીના કિનારે દ્રોપદીનું ચીરહરણ કરવાની કોશિશ કરી હતી.

Photo of જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો 2/6 by Paurav Joshi

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે મદદ કરીને દ્રૌપદીની માન મર્યાદાનો ભંગ નહોતો થવા દીધો. આ દ્રશ્યના સાક્ષી ચરમવાતી નદીને દ્રોપદીએ શ્રાપ આપ્યો કે જે કોઇ ચરમવાતી નદીનું પાણી પીશે તેનું બધુ જ નષ્ટ થઇ જશે. કાળક્રમે આ નદીનું પાણી કોઇ પીતુ નથી. જેના કારણે ચંબલ નદીના કિનારે લાંબા સમય સુધી લોકો વસ્યા નહીં.

Photo of જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો 3/6 by Paurav Joshi

તો મહાભારતમાં રાજા રંતિદેવનું નામ પણ ઉલ્લેખિત છે. એવું કહેવાય છે કે રંતિદેવ ચંબલ નદીના કિનારે યજ્ઞ કરતા હતા. અને યજ્ઞ દરમિયાન જાનવરોની બલિ આપવામાં આવતી હતી. આ કારણથી ચંબલ નદીનું પાણી હંમેશા લાલ રહેતું હતું. જો કે, દ્રોપદીના શ્રાપ પછી ચંબલના કિનારે વસવાટ ન થવાથી પાણી પ્રદુષિત નથી થતુ. આજે ચંબલનું પાણી બિલકુલ સ્વચ્છ છે. સમયની સાથે ચંબલના કિનારે લોકો વસવા લાગ્યા. આજે ચંબલના કિનારે બે રાષ્ટ્રીય અભરાણ્ય છે. ભૂતકાળમાં ચંબલ ખીણમાં ડાકુઓની બોલબાલા હતી. જો તમે ચંબલ નદીના કિનારે સ્થિત રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા માંગતા હોવ તો રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય જઇ શકો છો. આવો જાણીએ આ અંગે બધુ જ-

રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ક્યાં છે

Photo of જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો 4/6 by Paurav Joshi

1979માં સ્થાપિત રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને રાષ્ટ્રીય ચંબલ મગર વન્યજીવ અભયારણ્યના નામથી ઓળખવામાં આવે છે. આ ઓક ઇકો-રિઝર્વ છે, જેની બોર્ડર ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે મળે છે. ચંબલ નદી વળાંકદાર ખીણો, પહાડો અને રેતાળ કિનારાથી થઇને પસાર થાય છે. આ નદીમાં મોટી સંખ્યામાં મગર, દુર્લભ ડોલ્ફિન અને એલિગેટર જોવા મળે છે.

સદીઓ સુધી વરસાદ અને પુરના કારણે માટી ધસવાથી ચંબલ ખીણનું નિર્માણ થયું હતું. ચંબલ નદીની સાથે 400 કિ.મી. સુધી ફેલાયેલા અભયારણ્યનું ક્ષેત્રફળ અંદાજે 1235 કિ.મી. છે.

Photo of જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો 5/6 by Paurav Joshi

સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ સહિત આ અભયારણ્યમાં 330 પ્રજાતિના પક્ષી જોવા મળે છે. જેમાં ભારતીય ગિદ્ધ અને ગ્રેટર સ્પોટેડ ઇગલ પણ સામેલ છે. સાઇબેરિયાના પ્રવાસી પક્ષી આ અભયારણ્યને વધારે સમૃદ્ધ કરી દે છે. હકીકતમાં આ મહત્વપૂર્ણ પક્ષીક્ષેત્ર આઇએન 122 તરીકે રજિસ્ટર્ડ છે. ઠંડીના સમયે ફ્લેમિંગો (એક પ્રકારનું લાલ પક્ષી), ડાર્ટર, ભુરા રંગનું બાજ અને ઘુવડ જેવા પક્ષીઓની અન્ય પ્રજાતિઓ પણ આ અભયારણ્યમાં જોવા મળે છે.

પ્રાચીન ભારતીય ગ્રંથ અનુસાર ચંબલને ચરમન્યાવતીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની ઉત્પતિ હજારો ગાયોના લોહીથી થઇ છે, જેની રાજા રંતીદેવે બલી ચઢાવી હતી.

Photo of જો તમે જળચર જીવોને જોવા માંગો છો, તો એકવાર રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની જરુર મુલાકાત લો 6/6 by Paurav Joshi

ચંબલ અભયારણ્ય ફરવાનો સૌથી સારો સમય

ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો ચંબલ અભયારણ્ય ફરવાનો સૌથી સારો સમય માનવામાં આવે છે.

કેવી રીતે જશો

અમદાવાદથી રોડ કે ટ્રેન દ્ધારા દિલ્હી થઇને આગ્રા પહોંચી જવાનું. દિલ્હીથી પાંચ કલાક થશે. આગ્રાથી અહીંનું અંતર 80 કિ.મી. છે. તમે આગ્રા વિમાનમાં પણ જઇ શકો છો. આગ્રામાં એરપોર્ટ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads