હિમાચલ આમ તો સુંદરતાનું ઘરેણું છે, અહીંની દરેક જગ્યા પ્રકૃતિની એક ગિફ્ટ છે. પ્રકૃતિની સુંદરતા તો તમને અહીં દરેક જગ્યાએ જોવા મળે છે પરંતુ સુંદરતાની સાથે રોમાંચનો અહેસાસ પ્રાપ્ત કરવો હોય તો નારકંડા આવવું પડશે. હિમાચલ પ્રદેશનું નારકંડા ભારતનું સૌથી જુનું સ્કીઇંગ ડેસ્ટિનેશન છે.
દિલ્હીથી હિમાચલ દૂર નથી. જે લોકો શિમલા જાય છે તે નારકંડા સુધી તો જરુર જાય છે. નારકંડા છે જ એવી જગ્યા જેના વગર હિમાચલની સફર અધૂરી ગણાય છે. હું પણ નારકંડાની મુસાફરીએ નીકળ્યો હતો. દિલ્હીથી કાલકા પહોંચી અને ત્યાંથી ટ્રેનથી શિમલા. કાલકાથી નારકંડા સુધી પહોંચવામાં અંદાજે 6 કલાક લાગ્યા.
નારકંડા
રંગીન ફિઝાઓનું શહેર
હાટૂ મંદિર
હાટૂ પીક
ભીમનો ચૂલો
નારકંડા માર્કેટ
કુદરતની રંગીન ફિઝાઓમાં વસેલુ આ નાનકડું હિલ સ્ટેશન સુંદર પહાડોથી ઘેરાયેલું છે. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે સાંજ પડી ચુકી હતી, અને સીધા પોતાની હોટલ પહોંચી ગયા. રાતે તો ક્યાંય નહોતા જઇ શકતા એટલા માટે આસપાસ ટહેલતા રહ્યા. જ્યારે આંખ ખુલી તો બહારનો નજારો જોઇને તો મારા હોશ જ ઉડી ગયા. સૂરજના કિરણો ધીમે ધીમે પહાડો પર પડી રહ્યા હતા, આ નજારો ખરેખર ઘણો સુંદર હતો.
હું ચાલતો જઇ રહ્યો હતો અને મખમલ જેવા ઘાસના સુંદર પહાડોને જોઇ રહ્યો હતો. પહાડ પર પથરાયેલી બરફની ચાદર તો આ નજારાને વધુ સુંદર બનાવી રહી હતી. બરફવર્ષાની વચ્ચે નારકંડા વધુ રોમાંચક થઇ જાય છે. ઋતુ ભલે ગરમીની હોય કે ઠંડીની અહીંના દરેક મોસમના પાસા ઘણા અલગ અને ખાસ હોય છે.
નારકંડાની સૌથી ફેમસ જગ્યા છે હાટૂ પીક, જેને નારકંડા હિલ સ્ટેશનની સુંદરતાનું ઘરેણું કહેવામાં આવે છે. આ નારકંડાની સૌથી ઉંચાઇ પર સ્થિત જગ્યા છે, સમુદ્રની સપાટીએથી આની ઉંચાઇ અંદાજે 12,000 ફૂટ છે. આ શિખર પર હાટૂ માતાનું મંદિર છે, આ મંદિરને રાવણની પત્ની મંદોદરીએ બનાવ્યું હતું. અહીંથી લંકા ઘણી જ દુર હતી પરંતુ મંદોદરી હાટૂ માતાની ઘણી મોટી ભક્ત હતી અને તે અહીં દરરોજ પૂજા કરવા આવતી હતી. હાટૂ પીક નારકંડાથી 6 કિ.મી. દૂર છે. મેં કેબ બુક કરી અને હાટૂ પીક માટે નીકળી પડ્યો. નારકંડાથી થોડાક જ આગળ જતા રસ્તો કપાઇ જાય છે અને જે હાટૂ શિખર સુધી જાય છે. સવાર-સવારમાં હવા ઠંડી હતી જેનાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો.
ઠંડીના કારણે આસપાસ ધૂમ્મસ છવાયેલું હતું. પહાડોની વચ્ચેથી જ્યારે અમે હાટૂ પીક પહોંચ્યા તો ઘણું જ સારુ લાગી રહ્યું હતું. હાટૂ પીકનો વિસ્તાર દેવદાર વૃક્ષોથી ઘેરાયેલો હતો, ચારેબાજુ જોતા એવું લાગે છે કે જાણે અહીં કોઇએ બધા રંગ હવામાં ફેલાવી દીધા હોય અને તે રંગ જ હવે ચારેબાજુ નજરે પડી રહ્યા છે.
હાટૂ મંદિરથી 500 મીટર આગળ ચાલો તો ત્રણ મોટા ખડકો મળ્યા. જેના વિશે એવું કહેવાય છે કે આ ભીમનો ચૂલો છે. પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ મળ્યો ત્યારે તેઓ આ જગ્યાએ રોકાયા હતા અને અહીં ખાવાનું બનાવ્યું હતું. આ ખડકો તેમનો ચૂલો હતો અને આની પર ભીમ ખાવાનું બનાવતો હતો.
સફરજનનો ભંડાર- ઠાનેધાર
બીજા દિવસનો પ્લાન સફરજન વચ્ચે ફરવું અને આના માટે જગ્યા પસંદ કરી કોટગઢ અને ઠાનેધાર. કોટગઢ અને ઠાનેધાર નારકંડાથી 17 કિ.મી. દૂર છે. કોટગઢ, સતલજ નદીના કિનારે ડાબી બાજુ વસ્યું છે. પોતાના આવા આકાર માટે આ એક ફેમસ ખીણ છે, તો ઠાનેધાર સફરજનના બગીચા માટે ફેમસ છે. કોટગઢ ખીણને જોવા માટે લોકો આવે છે જેને બરફ અને પહાડોની વચ્ચે સારુ લાગે છે. અહીંથી કુલ્લુ ખીણ અને બરફથી ઢંકાયેલા નજારાને જોઇને આનંદ આવે છે. ઠાનેધાર વિસ્તાર સફરજનની સુગંધથી મહેકે છે અને આનું શ્રેય જાય છે સેમ્યુઅલ સ્ટોક્સને. સ્ટોક્સ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇને 1904માં ભારત આવ્યા. ગરમીઓમાં તેઓ સિમલા આવ્યા અને અહીંની પ્રકૃતિને જોઇને અહીં જ રહેવાનો નિર્ણય કર્યો. તેઓ કોટગઢમાં રહેવા લાગ્યા, તેમણે અહીં સફરજનનો બગીચો લગાવ્યો જે ઘણો જ ફેમસ થઇ ગયો.
સ્કીઇંગનો રોમાંચ
હિમાચલ પ્રદેશના તિબેટીયન રોડ પર સ્થિત નારકંડા હિલ સ્ટેશન પર્યટકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. શિવાલિકના પહાડોથી ઘેરાયેલું આ હિલ સ્ટેશન પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળામાં નારકંડામાં સ્કીઇંગની મજા જ કંઇક અલગ હોય છે. બરફમાં સ્કીઇંગ કરવા અને જોવાનો નજારો જ અલગ હોય છે. નારકંડા સ્કીઇંગ માટે ખાસ ગણાય છે.
પ્રકૃતિના નજારાની વચ્ચે તમે અહીં નારકંડાના બજારને ચાલતા-ચાલતા માપી શકો છો. અહીંનું બજાર એટલું જ છે જેટલો અહીંનો રસ્તો. જો તમારે નારકંડાના સફરજનનો સ્વાદ ચાખવો છે તો બગીચાના માલિકને પૂછીને તોડી શકો છો. અહીંના લોકો ઘણાં જ પ્રેમાળ છે તેઓ સફરજન લેવાની ના નહીં પાડે.
કેવી રીતે જશો?
નારકંડા પહોંચવા માટે બધા સાધન ઉપલબ્ધ છે. જો તમે ફ્લાઇટથી જવા માંગો છો તો નજીકનું એરપોર્ટ ભુંતરમાં છે. ભુંતર એરપોર્ટથી નારકંડા હિલ સ્ટેશનનું અંતર 82 કિ.મી. છે. જો તમે ટ્રેનથી જવાનું વિચારી રહ્યા છો તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન શિમલા છે. શિમલાથી નારકંડાનું અંતર 60 કિ.મી. છે. જો તમે બસથી જવા માંગો છો તો તે પણ ઉપલબ્ધ છે. પહેલા શિમલા જાઓ અને શિમલાથી નારકંડાની સીધી બસ તમને બે કલાકમાં પહોંચાડી દેશે.