ભારતમાં ઘણાં એવા સ્થળો આજે પણ છે જે પોતાની સુંદરતાની સાથે સાથે રહસ્યમયી ઇતિહાસ માટે પણ જાણીતી છે. આજે અમે આપને ભારતની કેટલીક એવી જગ્યા જણાવીશું જેના ડરામણા દ્રશ્યો, વિજ્ઞાનને પણ પડકાર આપી રહ્યાં છે. પેરાનોર્મલ પ્રવૃતિઓથી ભરેલી આ જગ્યાઓ આજે પણ દુનિયા માટે છે સૌથી મોટું રહસ્ય.
રાજસ્થાનનું કુલધારા
જેસલમેરથી લગભગ 18 કિ.મી. અંતરે આવેલું કુલધારા, ખરાબ શક્તિઓનો ગઢ માનવામાં આવે છે. જો કે એક સમયે આ ગામ નોર્મલ હતું. પરંતુ આજે તે ખરાબ આત્માઓની પકડમાં છે. જો કે પ્રવાસીઓની આવન-જાવન અહીં થતી રહે છે. ઘણીવાર તેમને વિચિત્ર અવાજોનો આભાસ થયો છે. જેમ કે કોઇના ચાલવાનો અવાજ, બંગડીઓ અને ઝાંઝરનો અવાજ. આ જગ્યાના એવા ઘણાં ખૂણા છે જે દિવસમાં પણ ઘણાં ભયાનક લાગે છે. અહીં સાંજના સમયે ફાટકને પાર કરવાની કોઇ હિમ્મત નથી કરતું.
આ જગ્યાની રાતોરાત વેરાન હોવાની કહાની
કહેવાય છે કે આ ગામ રાતોરાત વેરાન થઇ ગયું. જેનું કારણ અહીંનો દિવાન સાલમ સિંહ હતો. જેની ગંદી નજર ગામના કોઇ પંડિતની છોકરી પર પડી. તેણે પંડિતની છોકરીને ઉઠાવીને લઇ જવાનો હુકમ કર્યો. પુત્રીની આબરુનું રક્ષણ કરવા બધા ગામવાળા એક મંદિરમાં ભેગા થયા અને ગામ છોડવાનો નિર્ણય કર્યો. પરંતુ જતા જતા શ્રાપ આપીને ગયા કે આ ગામમાં કોઇ રહી શકશે નહીં.
રાજસ્થાનનું ભાનગઢ
રાજસ્થાનનો ખંડેર બની ચૂકેલો ભાનગઢ કિલ્લો રાતમાં થતી પેરાનોર્મલ એક્ટિવિટી માટે કુખ્યાત છે. અહીં થતી વિચિત્ર ઘટનાઓના કારણે અહીં સાંજે 6 વાગ્યા બાદ પ્રવેશ પ્રતિબંધિત છે.
તાંત્રિકના શ્રાપની કહાની
એક તાંત્રિકને રાજ્યની રાજકુમારી રત્નાવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. રાજકુમારીના યૌવન રસમાં ડુબેલો તાંત્રિક કોઇપણ હાલતમાં તેને મેળવવા માંગતો હતો. એકવાર રાજકુમારી રત્નાવતી અત્તરની દુકાન પર આ અત્તર ખરીદવા ગઇ, ત્યારબાદ તે જાદુગર તાંત્રિકે રાજકુમારીને વશમાં કરવા માટે તે અત્તરની બોટલ પર જાદુ કરી દીધો. પરંતુ તે અત્તરની બોટલ રત્નાવતીના હાથમાંથી પડી ગઇ, અને આ તાંત્રિક તરફ જવા લાગી. જેની નીચે કચડાઇને તે જાદુગર તાંત્રિકનું મૃત્યુ થઇ ગયું. પરંતુ તેણે મરતા-મરતા એ શ્રાપ આપ્યો કે અહીં બધુ ખેદાન-મેદાન થઇ જશે. કોઇ નહીં બચે. ત્યારથી આજ સુધી આ જગ્યા વેરાન થઇ ગઇ છે.
શનિવાર વાડા કિલ્લો
મહારાષ્ટ્રના પુણે સ્થિત શનિવાર વાડા કિલ્લો તેના ઐતિહાસિક મહત્વ માટે જાણીતો છે. આ કિલ્લાનું નિર્માણ ક્યારેક પેશવા શાસકોએ કરાવ્યું હતું. જેની સાથે આ કિલ્લાની કેટલીક મહત્વની કડીઓ જોડાયેલી છે. કહેવાય છે કે મરાઠા સામ્રાજ્યના પાંચમા શાસક 18 વર્ષીય નારાયણ રાવને એક ષડયંત્ર હેઠળ તેમના સગાવ્હાલાઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારથી તેમની આત્મા આ કિલ્લામાં આજ સુધી ભટકી રહી છે. એવું લોકોનું માનવું છે.
'કાકા મને બચાવી લો'ની પાછળની હકીકત
અહીંના લોકોને ઘણીવાર રડવા-ચીસો પાડવાની સાથે જ કાકા મને બચાવી લો જેવા શબ્દ પણ સંભળાય છે. સાંજ પડતા જ કિલ્લાના મુખ્ય દરવાજાને સવાર સુધી બંધ કરી દેવામાં આવે છે. રાત પડતા જ અહીં ગજબનો સન્નાટો છવાઇ જાય છે. અહીં રાતે કોઇ જલદી આવવાની હિમ્મત નથી કરતું. એટલે આને દેશની સૌથી ડરામણી જગ્યાઓમાં ગણવામાં આવે છે. જો તમે અહીં આવવા માંગો છો તો સવારે કે બપોરના સમયે આવવાનો પ્લાન બનાવો. આ સમયે તમે આખો કિલ્લો આરામથી ફરી શકો છો.
રહસ્યમયી જતિંગા વેલી
આસામના ગુવાહાટીથી લગભગ 330 કિ.મી. દૂર આવેલી જતિંગા વેલી તેની કુદરતી સુંદરતા માટે પ્રસિદ્ધ છે. આ વેલી બર્ડ સેન્ચુરી માટે પણ જાણી છે. અહીં ઢગલો પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સુંદર વેલી બીજી એક ચીજ માટે પણ જાણીતી છે. અને તે છે પક્ષીઓની આત્મહત્યાઓ. જી હાં, એ વિચારવું જરાક વિચિત્ર લાગે કે પક્ષીઓ વળી કેવી રીતે આત્મહત્યા કરી શકે છે. પરંતુ એ સચ્ચાઇ છે કે અહીં સાંજથી મોડી રાત સુધી આત્મહત્યાનો સિલસિલો શરૂ થઇ જાય છે. સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે અહીં પક્ષી સમૂહમાં પોતાનો જીવ આપી દે છે.
આત્મહત્યા બની રહસ્ય પાછળની કહાની
આ વેલીમાં પક્ષીઓની આત્મહત્યા એક રહસ્ય બની ગયું છે. જે અંગે આજસુધી કોઇને કશી ખબર નથી પડી. આ આત્મહત્યાઓ પાછળ ઘણું સંશોધન પણ થઇ ગયું છે. જેમાં એ તર્ક રાખવામાં આવ્યો છે કે આ ખીણ ચુંબકિય શક્તિ ધરાવે છે. જેના કારણે પક્ષીઓ થોડુંક અલગ વર્તન કરવા લાગે છે. જે તેમના મૃત્યુનું કારણ બની જાય છે. આ વાતમાં કેટલી સચ્ચાઇ છે એ વાતનો કોઇ બીજો તર્ક જોવા નથી મળતો. પરંતુ પક્ષીઓનું આ રીતે મરી જવું દુનિયા માટે આજે પણ રહસ્ય બનેલું છે.
મેરઠનો જીપી બ્લોક
ઉત્તર પ્રદેશના મેરઠ સ્થિત જીપી બ્લોક દુનિયાની સૌથી ભયાનક જગ્યાઓમાંની એક છે. આ ખંડેરજેવા બંગલાને ભારતની ટોપ 10 હોન્ટેડ પ્લેસમાં સામેલ કરવામાં આવી છે. આ બંગલો કોનો છે, કોણ અહીં રહેતું હતું, આ અંગે કોઇને કશી જાણકારી નથી. જાણકારોનું કહેવું છે ક આ બંગલાને તેના માલિકે ક્યારેક બ્રિટિશ ઓફિસરોને ભાડા પર આપ્યો હતો. જેને 1930 બાદ હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો. ત્યારબાદનું શું રહસ્ય છે કોઇ નથી જાણતું.
વિચિત્ર અવાજો આવવા પાછળનું રહસ્ય
હવે આ બંગલાની આસપાસ કોઇ નથી ભટકતું, જેનું કારણ નેગેટિવ એનર્જી છે. સ્થાનિક નિવાસીઓનું માનવું છે કે અહીં રાતના સમયે લાલ રંગના વેશમાં કોઇ મહિલા ભટકતી જોવા મળે છે. ઘણીવાર વિચિત્ર અવાજો પણ સંભળાય છે. જેના કારણે અહીં ભૂલથી કોઇ નથી ભટકતું. રાતના સમયે અહીં બંગલો ઘણો જ ડરામણો લાગે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો